ઍક્ટિવિટી શેરિંગ અને પ્રાઇવસિ
ઍક્ટિવિટીને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
![]()
- મિત્રો સાથે શેર કરવામાં આવેલો વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટામાં સામેલ હોઈ શકે છે : ઍક્ટિવિટી કૅલરિ અથવા કિલોજૂલ, કસરતની મિનિટ, સ્ટૅન્ડ અથવા રોલ કલાક, પગલા, ટાઇમ ઝોન અને વર્કઆઉટ માહિતી જેમ કે શીર્ષક, પ્રકાર અને અવધિ.
- જેને તમે આમંત્રણ આપો અથવા જેમના તરફથી આમંત્રણ સ્વીકારો છો તેમને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલું ઇમેલ અડ્રેસ દેખાશે.
- જો તમે આ ફીચરનો ઉપયોગ કરો તો તમારા વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટાને Appleને મોકલવામાં આવશે જેથી Apple એ લોકો સાથે તમે પસંદ કરો તે ડેટાને સુરક્ષિત રીતે શેર કરી શકે. Apple તમારા વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા અમુક સમય માટે જાળવી રાખશે અને આ ડેટાનો ઉપયોગ માત્ર આ શેરિંગ ફીચરને સક્ષમ કરવા માટે કરવામાં આવશે.
મિત્રો સાથે શેર કરવામાં આવેલો વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટામાં સામેલ હોઈ શકે છે : ઍક્ટિવ કૅલરિ અથવા કિલોજૂલ, કસરતની મિનિટ, સ્ટૅન્ડ અથવા રોલ કલાક, પગલા, ટાઇમ ઝોન (જેથી તમે દિવસ શરૂ કરો તેની મિત્રોને ખબર પડી શકે), વર્કઆઉટ માહિતી જેમ કે શીર્ષક, પ્રકાર અને અવધિ અને માહિતી પ્રદાન કરનારી કોઈ પણ તૃતીય-પક્ષ ઍપનું નામ. શીર્ષક અથવા ટ્રેનર જેવી વર્કઆઉટ માહિતી તમારા વર્કઆઉટ વિષે સંવેદનશીલ માહિતી બહાર પાડી શકે છે જેમ કે તે પ્રિનેટલ વર્કઆઉટ છે કે કેમ. મિત્રોને પણ કદાચ તમારી ઍક્ટિવિટી અને વર્કઆઉટ પુરસ્કાર વિષે સૂચનાઓ પ્રાપ્ત થઈ શકે છે. આ માહિતી ટૂંકા સમય માટે મિત્રોને ઉપલબ્ધ રહેશે. તમે શેરિંગમાં જઈને કોઈ પણ સમયે “મિત્ર કાઢી નાખો” વિકલ્પનો ઉપયોગ કરીને કોઈ મિત્રને કાઢી શકો છો. તમે “મારી ઍક્ટિવિટી છુપાવો” વિકલ્પનો ઉપયોગ કરીને તમારી ઍક્ટિવિટીને કોઈ મિત્રથી છુપાવવાનું પસંદ કરી શકો છો.
જેને તમે આમંત્રણ આપો અથવા જેમના તરફથી આમંત્રણ સ્વીકારો તેમને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલું ઇમેલ દેખાશે.
જો તમે આ ફીચરનો ઉપયોગ કરો તો તમારા વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટાને Appleને મોકલવામાં આવશે જેથી Apple એ લોકો સાથે તમે પસંદ કરો તે ડેટાને સુરક્ષિત રીતે શેર કરી શકે. Apple તમારા વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા અમુક સમય માટે જાળવી રાખશે અને આ ડેટાનો ઉપયોગ માત્ર આ શેરિંગ ફીચરને સક્ષમ કરવા માટે કરવામાં આવશે. જો તમે iOS 18 અથવા તેના પછીના વર્ઝન અને/અથવા watchOS 11 અથવા તેના પછીના વર્ઝનનો ઉપયોગ કરો છો અને iOS 18 અથવા તેના પછીના વર્ઝન અને/અથવા watchOS 11 અથવા તેના પછીના વર્ઝનનો ઉપયોગ કરતા કોઈ મિત્ર સાથે વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા શેર કરો છો તો તમારા ડેટાને એવી રીતે ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટ કરવામાં આવશે જેથી તમારા મિત્ર સાથે તમે જે વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા શેર કરવાનું પસંદ કરો છો તે Apple વાંચી શકતું નથી. તમારી ઍક્ટિવિટી શેર કરતું ફ્રેંડ લિસ્ટ તમારા અકાઉંટ સાથે જોડાયેલ છે તેમજ તમારા દ્વારા કોઈ અન્ય iOS ડિવાઇસ પર આ અકાઉંટનો ઉપયોગ કરીને સાઇન ઇન કરવાથી તેને રિસ્ટોર કરવામાં આવશે.
રિટેંશન
Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી આ નોટિસ અને Appleની પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય છે અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12