ઍડવાંસ ડેટા પ્રોટેક્શન ઍનાલિટિક્સ અને પ્રાઇવસિ
ઍડવાંસ ડેટા પ્રોટેક્શન દ્વારા Appleની ઉચ્ચ સ્તરીય ક્લાઉડ ડેટા સુરક્ષા પ્રદાન કરવા માટે ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યું છે.
![]()
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શન ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને સુનિશ્ચિત કરે છે કે તમારો મોટા ભાગનો iCloud ડેટા માત્ર તમારા વિશ્વાસપાત્ર ડિવાઇસ પર જ ડિક્રિપ્ટ કરી શકાય.
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનનને સક્ષમ કરવા માટે તમારે રિકવરી કી અને/અથવા એક અથવા વધારે રિકવરી કૉન્ટૅક્ટ સેટ અપ કરવા પડશે. કારણકે તમારો ડેટા રિકવર કરવા માટે જરૂરી કીઝ Apple પાસે નથી એટલે જો તમે ઍક્સેસ ખોઈ દો છો તો તમારો ડેટા રિકવર કરવામાં માત્ર તમારી અકાઉંટ રિકવરીની પદ્ધતિ મદદ કરી શકશે.
- ડેટા રિકવરીના ગંભીર મહત્ત્વને ધ્યાનમાં રાખીને જો તમે ઍડવાંસ ડેટા પ્રોટેક્શન સક્ષમ કરો છો તો Apple તમારા ફીચરના ઉપયોગ સંબંધિત સીમિત માહિતી અને અકાઉંટ રિકવરી પદ્ધતિઓ સાથે તમારું ઇંટરૅક્શન અને તમારી એંક્રિપ્શન કીની સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવે છે તે અંગે માહિતી કલેક્ટ કરવામાં આવે છે. જેથી અકાઉંટ અને ડેટા રિકવરી પ્રક્રિયાની વિશ્વસનીતયાને બહેતર કરી શકાય અને સુનિશ્ચિત કરી શકાય.
અમે માત્ર એ જ ડેટા કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ જેની તમારા અનુભવને બહેતર બનાવવા માટે અમને જરૂર હોય છે અને જ્ચારે અમે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે અમે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું મહત્ત્વનું છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને અમને શા માટે તેની જરૂર છે, જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો. Appleના દરેક પ્રૉડક્ટ અને સેવાની જેમ ઍડવાંસ ડેટા પ્રોટેક્શનને પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
iCloud માટે ઍડવાંસ ડેટા પ્રોટેક્શન વૈકલ્પિક સેટિંગ છે જે તમારા મોટા ભાગના iCloud ડેટા માટે ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શન ઑફર કરીને Appleની ઉચ્ચતમ સ્તરની ક્લાઉડ ડેટા સિક્યુરિટી ઑફર કરે છે. જો કે iCloud પહેલાંથી જ પાસવર્ડ, iCloud કીચેન અને આરોગ્ય ડેટા સહિત સંવેદનશીલ ડેટા શ્રેણીઓને ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનથી સુરક્ષિત રાખે છે, ઍડવાંસ ડેટા પ્રોટેક્શન દ્વારા iCloud બૅકઅપ, નોટ્સ, ફોટોસ વગેરે સહિત ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનથી સુરક્ષિત ડેટા શ્રેણીઓને એક્સપૅન્ડ કરવામાં આવે છે.
જ્યારે ઍડવાંસ ડેટા પ્રોટેક્શન સક્ષમ કરેલું હોય ત્યારે તમારો ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટેડ ડેટા રિકવર કરવામાં મદદ કરવા માટે જરૂરી એંક્રિપ્શન કી Apple પાસે નથી હોતી. જો તમે ક્યારેય તમારા અકાઉંટનો ઍક્સેસ ગુમાવો છે તો તમારો iCloud ડેટા રિકવર કરવા માટે તમારે તમારા અકાઉંટ રિકવરી માટે કોઈ અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે જેમ કે તમારા ડિવાઇસના પાસકોડ અથવા પાસવર્ડ, તમારા રિકવરી કૉન્ટૅક્ટ અથવા રિકવરી કી જે Apple માટે અજ્ઞાત હોય છે. તમારા iCloudના મોટા ભાગના ડેટા ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શન દ્વારા સુરક્ષિત કરવામાં આવનાર હોવાથી તમારા દ્વારા ઍડવાંસ ડેટા પ્રોટેક્શન ચાલુ કરતા પહેલાં ઓછામાં ઓછા રિકવરી કૉન્ટૅક્ટ અથવા રિકવરીનું સેટ અપ કરવા માટે તમને માર્ગદર્શન આપવામાં આવશે.
- અકાઉંટ અને ડેટા રિકવરી પ્રક્રિયાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા અને તેને બહેતર બનાવવા માટે જ્યારે તમે ઍડવાંસ ડેટા પ્રોટેક્શન સક્ષમ કરો છો ત્યારે Apple તમારા Apple અકાઉંટથી સંબંધિત અમુક લિમિટેડ માહિતી કલેક્ટ કરે છે જેમાં આ સામેલ છે :
- ઍડવાંસ ડેટા પ્રોટેક્શનને સક્ષમ અથવા અક્ષમ કરવાનો સફળતા અથવા નિષ્ફળતાનો દર.
- Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા, તમારી પાસે પહેલેથી ઉપલબ્ધ ડિવાઇસની આસપાસ હોય ત્યારે તેનો ઉપયોગ કરીને નવું ડિવાઇસ સેટઅપ કરવા, તમારા Apple અકાઉંટ સેટિંગ્સને અપડેટ કરવા અને તમારો ડેટા ઍક્સેસ કરવા માટે તમારા અકાઉંટમાં પ્રમાણિત કરવાની પ્રક્રિયાની સાથે તમારો અનુભવ અને કેટલીવાર તમને સફળતા મળી અથવા સમસ્યાનો અનુભવ થયો
- તમારા દ્વારા રિકવરી કૉન્ટૅક્ટ બનાવવા અને તેનો ઉપયોગ કરવાના પર્ફોર્મન્સ અને વિશ્વસનીયતાને કૅપ્ચર કરતી ઇવેંટમાં રિકવરી કૉન્ટૅક્ટ અસાઇન કરીને અને તમારા ડેટાના ઍક્સેસને રિકવર કરવા માટે રિકવરી કૉન્ટૅક્ટનો ઉપયોગ કરીને તમારા ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે. Apple પાસે તમારા રિકવરી કૉન્ટૅક્ટ વિષેની માહિતી અથવા ઍક્સેસ હોતો નથી.
- તમારા દ્વારા રિકવરી કી બનાવવા અને તેનો ઉપયોગ કરવાના પર્ફૉર્મન્સ અને વિશ્વસનીયતાને કૅપ્ચર કરતી ઇવેંટમાં રિકવરી કી બનાવવાની પ્રક્રિયાની સાથે તમારા ઇંટરૅક્શન અને તમે તમારા ડેટાનો ઍક્સેસ રિકવર કરવા માટે તમારી રિકવરી કીનો ઉપયોગ કરતો ત્યારે પ્રક્રિયા સાથે જોડાયેલી ઇવેંટ જોડવામાં આવે છે. Apple પાસે તમારા રિકવરી કી વિષેની માહિતી અથવા ઍક્સેસ હોતો નથી.
- તમારા ડેટાના ઍક્સેસ રિકવર કરવા તમારા ડિવાઇસ પાસકોડ અથવા પાસવર્ડનો ઉપયોગ કરવાના પર્ફૉર્મન્સ અને વિશ્વસનીયતાને કૅપ્ચર કરતી ઇવેંટમાં પાસકોડની માહિતીનો ઉપયોગ કરવા સાથે ડેટાને રિકવર કરવાનો પ્રયાસ કરવા સાથે તમે કેટલીવાર સફળ થાઓ છો અથવા સમસ્યાનો સામનો કરીને અથવા રિકવરીની પદ્ધતિ તરીકે તમારા પાસકોડનો ઉપયોગ કરીને રિકવરી પ્રક્રિયા સાથે તમારો અનુભવ અને ઇંટરૅક્શનનો સમાવેશ કરવામાં આવે છે. Apple પાસે તમારા ડિવાઇસ પાસકોડ અથવા પાસવર્ડ વિષેની માહિતી અથવા ઍક્સેસ હોતો નથી.
- તમે ઍડવાંસ ડેટા પ્રોટેકશનને સક્ષમ અથવા અક્ષમ કરો તો તમારા ડિવાઇસ પર એંક્રિપ્શન કી કેવી રીતે મૅનેજ કરવામાં આવે છે તે અંગેનો ડેટા. તેમાં એંક્રિપ્શન કીને કેટલીવાર રોલ કરવામાં આવી અને નિષ્ફળ અકાઉંટ અને ડેટા રિકવરીની અસર નિર્ધારિત કરવા માટે તમારા તમામ iCloud ડેટાને રીસેટ અને ડિલીટ કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલી ઇવેંટને લગતી માહિતીનો સમાવેશ થાય છે.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમે તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ કારણ કે તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
રિટેંશન
Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી આ નોટિસ અને Appleની પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય છે અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી કાનૂની અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12