ઍપ્સ અને પ્રાઇવસિ માટે ઉંમરની રેંજ

તમારું ડિવાઇસ ઍપ સાથે શેર કરી શકાય તેવી ઉંમરની શ્રેણી નક્કી કરવા માટે તમારી જન્મ તારીખ સહિત તમારા Apple અકાઉંટની માહિતીનો ઉપયોગ કરે છે. માતા-પિતા અથવા વાલીએ ફેમિલી ગ્રૂપમાં બાળક અને સગીર માટે આ ફીચર સક્ષમ કરવું જોઈએ.
 

ઍપ્સ માટે ઉંમરની રેંજ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • ઍપ માટે ઉંમરની રેંજ ઍપ્સને તમને ઉંમરને અનુરૂપ અનુભવ પ્રદાન કરવામાં મદદ કરવા માટે તેમની સાથે તમારી ઉંમરની રેંજ શેર કરવાની અનુમતિ આપે છે પરંતુ તમારી વાસ્તવિક જન્મ તારીખ નહિ.
  • તમે ડેવલપર સાથે શેર કરવા માટે પસંદ કરી શકો તે ઉંમરની રેંજ નિર્ધારિત કરવા માટે તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી તમારી જન્મતારીખ અને દેશ અથવા વિસ્તારનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ઍપ્સ સાથે શેર કરવામાં આવેલી ઉંમરની રેંજ ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને તમારાં બધા ડિવાઇસ પર સિંક થાય છે.
  • જો ફેમિલી ગ્રૂપમાં તમે બાળક અથવા સગીર હોવ તો તમારા વાલી અથવા ગાર્ડિયને તમારા વતી ઍપ્સ માટે ઉંમરની રેંજ સક્ષમ કરવી જરૂરી છે અને કંફિગરેશનને મૅનેજ કરી શકે છે.
  • જો ઍપમાં તમે શેર કરેલી ઉંમરની શ્રેણી સૂચવે છે કે તમારી ઉંમર તમારું Apple અકાઉંટ જે દેશ અથવા વિસ્તાર સાથે જોડાયેલું છે ત્યાંની પુખ્ત ઉંમર કરતાં ઓછી છે તો અમુક વાલી નિયંત્રણ સક્ષમ કરેલા છે કે નહિ તે માહિતી પણ શેર કરવામાં આવી શકે છે.

ઍપ્સ માટે ઉંમરની શ્રેણી સેટ અપ કરવી

ઍપ્સ માટે ઉંમરની શ્રેણી સક્ષમ કરવા માટે તમારું ડિવાઇસ નીચેની Apple અકાઉંટ માહિતીનો ઉપયોગ કરે છે : જન્મતારીખ, દેશ અથવા વિસ્તાર અને ફેમિલી ગ્રૂપમાં મેંબરશિપ અને ભૂમિકા. તમારું ડિવાઇસ ડિવાઇસની ઑપરેટિંગ સિસ્ટમ અને તમારા અથવા તમારા ડિવાઇસ માટે સ્ક્રીન ટાઇમ પાસકોડ સક્ષમ કરેલો છે કે નહિ તે પણ તપાસે છે.

ઍપ્સ માટે ઉંમરની શ્રેણી ઍપ્સની વિનંતી પર તેમની સાથે ઉંમરની શ્રેણી શેર કરવા માટે ત્રણ કંફિગરેશન પ્રદાન કરે છે : પહેલાં પૂછો, હંમેશાં અને ક્યારેય નહિ. પહેલા પૂછોથી તમે દરેક ઍપ સાથે તમારે તમારી ઉંમરની રેંજ શેર કરવી છે કે નહિ તે પસંદ કરી શકો છો. જો તમે હંમેશાં સિલેક્ટ કરો તો તમારી ઉંમરની રેંજની વિનંતી કરનારી કોઈ પણ ઍપ સાથે તે ઑટોમૅટિક રીતે શેર થઈ જશે અને જ્યારે તમે ક્યારેય શેર કરશો નહિ સિલેક્ટ કરો ત્યારે તમારી ઉંમરની રેંજ ઍપ્સ સાથે શેર કરવામાં આવશે નહિ. ઍપ્સ માટે ઉંમરની રેંજ સક્ષમ કરેલી છે કે નહિ અને શેરિંગ કંફિગરેશન (પહેલા પૂછો, હંમેશાં અથવા ક્યારેય નહિ)ની માહિતી તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી છે અને ફીચરને સપોર્ટ કરતા હોય તેવા બધા ડિવાઇસ પર ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને સિંક કરવામાં આવે છે.

જો તમે પુખ્ત અથવા 13 વર્ષથી વધુ ઉંમરના સગીર (અથવા તમારા દેશ કે વિસ્તારમાં તેની સમકક્ષ ઉંમરના) હોવ અને iOS અથવા iPadOS 26 અથવા તે પછીના વર્ઝનનું ઉપયોગ કરી રહેલા ફેમિલી ગ્રૂપમાં ન હોવ તો તમે તમારી જાતે ઍપ્સ માટે ઉંમરની રેંજ સક્ષમ અને કંફિગર કરી શકો છો. ડિફૉલ્ટરૂપે પહેલા પૂછો સિલેક્ટ કરેલું હોય છે. તમે સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ પર જઈને ઍપ્સ માટે ઉંમરની રેંજ સક્ષમ કરી શકો છો અને તમારી શેરિંગની પ્રાથમિકતા ઍડજસ્ટ કરી શકો છો.

ફેમિલી ગ્રૂપ અને ઍપ્સ માટે ઉંમરની રેંજમાં બાળકો અને સગીરો

જો તમે ફેમિલી ગ્રૂપમાં બાળક અથવા સગીર હોવ તો તમારા ફેમિલી ગ્રૂપમાં માત્ર ઑર્ગનાઇઝર અથવા વાલી/ગાર્ડિયન (સામૂહિક રીતે “વાલી/ગાર્ડિયન”) ઍપ્સ માટે ઉંમરની રેંજ સેટ અપ કરી શકે છે. આવું કરવા માટે વાલી/ગાર્ડિયનને તમારી ઉંમરની પુષ્ટિ કરવાનું કહેવામાં આવશે જે તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી જન્મતારીખ પર આધારિત છે અને પછી એક શેરિંગ કંફિગરેશન સિલેક્ટ કરવાનું કહેવામાં આવશે.

જો વાલી/ગાર્ડિયન iOS અથવા iPadOS 26 અથવા તે પછીના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેઓ તેમના ડિવાઇસમાં સેટિંગ્સ > પરિવાર > [બાળક અથવા સગીરનું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ પર જઈને તમારા માટે રિમોટલી ઍપ્સ માટે ઉંમરની રેંજ સેટ અપ કરી શકે છે. જો તમારા માટે સ્ક્રીન ટાઇમ પાસકોડ સક્ષમ કરેલો હોય તો વાલી/ગાર્ડિયન સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ પર જઈને અને સ્ક્રીન ટાઇમ પાસકોડ એંટર કરીને તમારા ડિવાઇસમાં સ્થાનિક રીતે ઍપ્સ માટે ઉંમરની રેંજ સેટ અપ કરી શકે છે.

ઑર્ગનાઇઝર, વાલી/ગાર્ડિયન, પુખ્ત અને સગીર જેવી ફેમિલી ગ્રૂપ માટે ઉપલબ્ધ ભૂમિકાઓ સહિત ફેમિલી શેરિંગની વધુ માહિતી માટે www.apple.com/legal/privacy/data/en/family-sharing ની મુલાકાત લો. ફેમિલી શેરિંગ સાથે સંકળાયેલ Appleની ઉંમર સંબંધિત મર્યાદાઓના ઉપયોગ અંગે વધુ માહિતી માટે support.apple.com/102617 ની મુલાકાત લો. નીચે સંદર્ભમાં આપેલો નિર્દેશિત ઉંમર થ્રેશોલ્ડ યૂઝર માટે તેના Apple અકાઉંટ સાથે કયો દેશ અથવા પ્રદેશ સાથે જોડાયેલો છે તેના આધારે અલગ હોઈ શકે છે.

ઍપ્સ સાથે શેરિંગ

ઉંમરની રેંજની વિનંતી
જો ઍપ્સ માટે ઉંમરની રેંજ સક્ષમ કરેલી હોય અને પહેલા પૂછો અથવા હંમેશાં પર કંફિગર કરેલું હોય તો તમારું ડિવાઇસ તમારી ઉંમરની રેંજ નિર્ધારિત કરવા માટે ઍપની વિનંતીમાં તેના દ્વારા નિયુક્ત કરાયેલી ઉંમરની રેંજ અને તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી જન્મતારીખનો ઉપયોગ કરશે. તમારા દેશ અથવા વિસ્તારમાં “પુખ્ત” માનવામાં આવતી હોય તેવી ઉંમરની મહત્તમ સીમા નિર્ધારિત કરવા માટે તમારું ડિવાઇસ તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલા દેશ અથવા વિસ્તારની પણ તપાસ કરશે જેને ડેવલપર સાથે શેર કરી શકાય છે.

જો તમે ઍપ સાથે તમારી ઉંમરની રેંજ શેર કરવાનું પસંદ કરો તો ઉંમરની રેંજ નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લીધેલી ઉંમરની તમારા દ્વારા (જો તમે ફેમિલી ગ્રૂપમાં ન હોય તેવા પુખ્ત અથવા સગીર હોવ) અથવા તમારા વાલી/ગાર્ડિયન દ્વારા (જો તમે ફેમિલી ગ્રૂપમાં બાળક અથવા સગીર હોવ) પુષ્ટિ કરવામાં આવી છે કે નહિ તે અંગે ડિવાઇસ સૂચિત કરશે. જો તમે ફેમિલી ગ્રૂપમાં બાળક અથવા સગીર હોવ તો Apple દ્વારા પ્રદાન કરવામાં આવતા અમુક પેરેંટલ કંટ્રોલ તમારા માટે સક્ષમ કરવામાં આવ્યા છે કે નહિ તે પણ ડિવાઇસ સૂચિત કરી શકે છે જેથી ઍપ તમારી પ્રાઇવસિ અને સુરક્ષાનું રક્ષણ કરવા માટે વધારાનાં ટૂલનો લાભ લઈ શકે.

જો ઍપ્સ માટે ઉંમરની રેંજ સક્ષમ અને કંફિગર કરવામાં આવી ન હોય અથવા તમે શેર કરવાનું નકાર્યું હોય તો ડિવાઇસ સૂચવશે કે ફીચર ઉપલબ્ધ નથી અથવા તમે તમારી ઉંમરની રેંજ શેર કરવાનું નકાર્યું છે.

ડિવાઇસ દ્વારા ઍપને આપવામાં આવતા જવાબમાં તમારો વ્યક્તિગત ડેટા સામેલ હોતો નથી; જોકે, એકવાર ઍપને જવાબ પ્રાપ્ત થાય તે પછી ઍપના ડેવલપર તમારા દ્વારા તેમની ઍપના ઉપયોગ અને તમે કરેલા ડાઉનલોડ સહિત જે વ્યક્તિગત ડેટા તેઓ અલગથી કલેક્ટ કરે તેની સાથે તેને જોડી શકે છે. ઍપની જવાબ આપવાની પ્રક્રિયા અને અન્ય માહિતી ઍપ ડેવલપરની શરતો અને પ્રાઇવસિ પૉલિસી અનુસાર સંચાલિત થાય છે.

ઉંમરની રેંજની વિનંતી કરવા પરના પ્રતિબંધો
ઍપનું નામ, ઉંમરની રેંજ શેર કરવામાં આવી હતી કે નહિ અને સંબંધિત તારીખ તેમજ શેર કરવામાં આવેલી વાસ્તવિક ઉંમરની રેંજ (જો તમે શેર કરવાનું પસંદ કર્યું હોય તો) સહિત તમારું ડિવાઇસ તમે દરેક ઍપની વિનંતી પર તમે આપેલા જવાબોના રેકોર્ડને જાળવી રાખે છે. આ ફીચરને સપોર્ટ કરતા બધા ડિવાઇસ પર માહિતીને ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શન દ્વારા સિંક્રનાઇઝ કરવામાં આવતી હોવાથી Apple દ્વારા તેને વાંચી શકાતી નથી. ક્યારે ડેવલપર સાથે નવી ઉંમરની રેંજ શેર કરી શકાય, નીચે વર્ણવેલી ઉંમરની રેંજ ફરી શેર કરો ફીચર પ્રદાન કરે છે અને ડેવલપર દ્વારા ઉંમરની રેંજની વિનંતી કરવામાં આવી હોવાની તમને માહિતી આપે તેના પર પ્રતિબંધો લગાવવા માટે સૌથી તાજેતરનો રેકોર્ડ ઉપયોગમાં લેવામાં આવે છે. તમે તમારા ડિવાઇસમાં સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ અથવા સેટિંગ્સ > [ઍપનું નામ] > ઍપ્સ માટે ઉંમરની રેંજ અથવા સેટિંગ્સ > ઍપ્સ > [ઍપનું નામ] > ઍપ્સ માટે ઉંમરની રેંજ પર જઈને દરેક ઍપ માટે સૌથી તાજેતરનો રેકોર્ડ જોઈ શકો છો.

ઉંમરની રેંજ ફરીથી શેર કરો
ઉંમરની રેંજ ફરી શેર કરો એ ઍપ્સ માટે ઉંમરની રેંજનું એક ફીચર છે જેનાથી તમે સૌથી તાજેતરના રેકોર્ડને રીસેટ કરી શકો છો જેથી Apple ડેવલપરની વિનંતી પર તમે તેમની સાથે શેર કરી શકો તેવી ઉંમરની રેંજનું નવું નિર્ધારણ કરી શકે. ઉંમરની રેંજ ફરી શેર કરોનો ઉપયોગ કરવા માટે સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ > [ઍપનું નામ] > ઉંમરની રેંજ ફરી શેર કરો પર જાઓ. જો સ્ક્રીન ટાઇમ પાસકોડ સક્ષમ કરેલો હોય તો અપડેટ કરેલી ઉંમરની રેંજ શેર કરી શકાય તે પહેલાં તેને એંટર કરવો આવશ્યક છે.

અપડેટ કરેલી ઉંમરની રેંજની વિનંતી
જો ઍપ દ્વારા તેની ઉંમરની રેંજની નિયુક્તિમાં ફેરફાર કરીને તેની વિનંતી અપડેટ કરવામાં આવે તો અપડેટ કરેલી વિનંતી ઍપ સાથે શેર કરવામાં આવી રહેલી અલગ ઉંમરની રેંજમાં પરિણમી શકે તેમ છે કે નહિ તે નિર્ધારિત કરવા માટે ડિવાઇસ સૌથી તાજેતરનો રેકોર્ડ તપાસશે. જો તેવું થઈ શકે તો ડિવાઇસ કાં તો હંમેશાં પર કંફિગર કરેલું હોય તો ઑટોમૅટિક રીતે નવી ઉંમરની રેંજ શેર કરીને અથવા જો પહેલા પૂછો કંફિગર કરેલું હોય તો નવી ઉંમરની રેંજ માટે અપડેટ કરેલો પ્રૉમ્પ્ટ રજૂ કરીને ઍપની આગલી વિનંતીના જવાબમાં સૌથી તાજેતરના રેકોર્ડને રીસેટ કરશે. જો હંમેશાં પર કંફિગર કરેલું હોય તો સૌથી તાજેતરના રેકોર્ડની ઉંમરની રેંજની સરખામણીએ નવી રેંજ વધુ સચોટ હોય ત્યારે તમને તેની જાણ કરવામાં આવશે.

ઍપ્સ માટે ઉંમરની રેંજ મૅનેજ કરવી
તમે તમારા ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ અથવા સેટિંગ્સ > ઍપ્સ > [ઍપનું નામ] > ઍપ્સ માટે ઉંમરની રેંજ પર જઈને ઍપ્સ માટે ઉંમરની રેંજ માટે શેરિંગ કંફિગરેશનને મૅનેજ કરી શકો છો. જો સ્ક્રીન ટાઇમ પાસકોડ સક્ષમ કરેલો હોય તો કંફિગરેશનમાં ફેરફાર કરી શકાય તે પહેલાં તેને એંટર કરવો આવશ્યક છે. જો તમે ફેમિલી ગ્રૂપમાં બાળક અથવા સગીર હોવ તો તમારા ફેમિલી ગ્રૂપમાં વાલી/ગાર્ડિયન તેમના ડિવાઇસમાં સેટિંગ્સ > પરિવાર > [બાળક અથવા સગીરનું નામ] > વ્યક્તિગત માહિતી > ઍપ્સ માટે ઉંમરની રેંજ > ઍપ્સ સાથે શેર કરો પર જઈને કંફિગરેશન મૅનેજ કરી શકે છે.

જો શેરિંગ કંફિગરેશન અપડેટ કરી હોય તો ત્યારપછીની ડેવલપરની વિનંતીઓના જવાબમાં નવી શેરિંગ કંફિગરેશન લાગુ થશે. શેરિંગ કંફિગરેશન બદલીને હંમેશાં કરવાથી તમે અગાઉ જેની સાથે ઉંમરની રેંજ શેર કરવાનું નકાર્યું હતું તે કોઈ પણ ઍપ્સ માટે રીસેટ તરીકે કામ કરશે.

જો તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી તમારી જન્મતારીખને તમારે અપડેટ કરવાની જરૂર હોય તો તમે તમારા ડિવાઇસમાં સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી પર જઈને અપડેટ કરી શકો છો. જો તમારા ફેમિલી ગ્રૂપના બાળક અથવા સગીર સાથે સંકળાયેલી જન્મતારીખને તમારે અપડેટ કરવાની જરૂર હોય તો તમે તમારા ડિવાઇસમાં સેટિંગ્સ > પરિવાર > [બાળક અથવા સગીરનું નામ] > વ્યક્તિગત માહિતી પર જઈને અપડેટ કરી શકો છો. જન્મતારીખ અપડેટ થઈ ગયા પછી ઍપ્સ માટે ઉંમરની રેંજ ફીચર ફરી સક્ષમ કરવું આવશ્યક છે.

ઉંમરની રેંજ શેર કરવા પરના પ્રાદેશિક પ્રતિબંધો

અમુક દેશો અથવા વિસ્તારમાં Appleને કાયદા દ્વારા વિનંતી કરવામાં આવે ત્યારે ઍપ્સ સાથે તમારી ઉંમરની રેંજની માહિતી શેર કરવી જરૂરી છે. જો તમારા Apple અકાઉંટ અથવા બાળક કે સગીરના Apple અકાઉંટને તે દેશો અથવા વિસ્તારમાંથી એકમાં હોવાનું નક્કી કરવામાં આવે તો ઍપ માટેની ઉંમરની રેંજને હંમેશાં શેરિંગ સેટિંગ પર સેટ કરવામાં આવશે અને આ કંફિગરેશનને બદલવા પર પ્રતિબંધો હશે. તમારું ડિવાઇસ એ પણ શેર કરશે કે તમારી ઉંમરની પુષ્ટિ કેવી રીતે કરવામાં આવી હતી અને શું તમારા પર અમુક પ્રાદેશિક રીતે વિશિષ્ટ જરૂરિયાતો લાગુ થાય છે કે નહિ.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે ઍપ્સ માટે ઉંમરની રેંજ માટેના વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ જે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશની જરૂરિયાત અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી તમારા માટે અથવા તમે વાલી/ગાર્ડિયન હોવ તો તમારા ફેમિલી ગ્રૂપમાં બાળક માટે ફીચર સેટ અપ અને પ્રદાન કરી શકાય.

ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :

  • તમારી જન્મતારીખ અને દેશ અથવા વિસ્તાર અને ફેમિલી મેંબરશિપ અને ભૂમિકા સહિત Apple અકાઉંટ માહિતી
  • ડિવાઇસની ઑપરેટિંગ સિસ્ટમના વર્ઝન સહિત ડિવાઇસની માહિતી

રિટેંશન

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી Appleની પ્રાઇવસિ પૉલિસી અથવા અમારી સેવા-સંબંધિત પ્રાઇવસિ નોટિસમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે કે નહિ અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.

જો તમને ઍપ્સ માટે ઉંમરની રેંજ સાથે સંબંધિત તમારી વ્યક્તિગત માહિતીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે અંગે પ્રશ્નો હોય અથવા તમે અમારા ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવા માંગતા હોવ તો તમે www.apple.com/legal/privacy/contact પર અમારો સંપર્ક કરી શકો છો.

હંમેશાં Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12