AirDrop અને પ્રાઇવસિ
AirDrop દ્વારા તમે ડૉક્યુમૅન્ટ, ફોટો, વીડિયો, વેબસાઇટ, નકશો ઍપમાંનું લોકેશન વગેરે નજીકના Apple ડિવાઇસ પર વાયરલૅસથી અને સુરક્ષિત રીતે મોકલી શકો છો.
AirDrop એ વાયરલૅસ ફાઇલ શેરિંગ ફીચર છે જે તમને Apple ડિવાઇસ વચ્ચે સરળતાથી અને સુરક્ષિત રીતે ફાઇલ ટ્રાંસફર કરવાની અનુમતિ આપે છે. AirDrop ટ્રાંસફર શરૂ કરવા માટે મોકલતા અને પ્રાપ્ત કરતા બંને ડિવાઇસ પર Bluetooth અને Wi-Fi ચાલુ હોવા જોઈએ અને તે એકબીજાની નજીક હોવા જોઈએ. જ્યારે બંને ડિવાઇસ નજીકમાં હોય તેમજ Bluetooth, Wi-Fi અને AirDrop સક્ષમ કરેલ હોય તો તમે શેર કરવા માટે ફાઇલ પસંદ કરી શકો છો, નજીકના AirDrop-સક્ષમ કરેલ ડિવાઇસના લિસ્ટમાંથી પ્રાપ્તકર્તા સિલેક્ટ કરી શકો છો અને ટ્રાંસફર શરૂ કરી શકો છો. પ્રાપ્તકર્તા ટ્રાંસફરને સ્વીકારી અથવા નકારી શકે છે. જો સ્વીકારે તો તમારું ડિવાઇસ ટ્રાંસફર એંક્રિપ્ટ કરશે અને તેને Wi-Fi દ્વારા શરૂ કરશે.
એકવાર ટ્રાંસફર શરૂ થયા પછી જો મોકલનાર અને પ્રાપ્ત કરનાર ડિવાઇસ એકબીજાની નજીક નથી રહેતા અને એક જ Wi-Fi નેટવર્કથી કનેક્ટેડ નથી હોતા તો ઇંટરનેટનો ઉપયોગ કરીને ટ્રાંસફર પૂરું થઈ શકે છે. ઇંટરનેટ મારફતે ટ્રાંસફર થતી ફાઇલ Apple સર્વર પરથી પ્રાપ્તકર્તા ડિવાઇસ પર જઈ શકે છે. AirDrop ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરે છે જેથી Apple તમારા દ્વારા ટ્રાંસફર કરવામાં આવતા મટિરિયલનું કૉન્ટેંટ કોઈ પણ રીતે ડિક્રિપ્ટ ન કરી શકે. જોકે Apple તમારા AirDrop ટ્રાંસફરની કૉપિ રાખતું નથી. Apple તમારા AirDropના ઉપયોગની સીમિત માહિતી એવી રીતે રાખી શકે છે કે જેનાથી તમારી ઓળખ છતી ન થાય જેથી અમારા ઉત્પાદન અને સેવાઓ અને ટૅક્નોલોજી સુધારી શકાય.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12