ઍપ ઍનાલિટિક્સ અને પ્રાઇવસિ
ઍનાલિટિક્સ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ઍપ ઍનાલિટિક્સ
Appleના ભાગીદાર અને તૃતીય પક્ષ ડેવલપરને Apple પ્રોડક્ટ સાથે ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી તેમની ઍપ, પ્રોડક્ટ અને સર્વિસ બહેતર બનાવવામાં મદદ કરવા માટે Apple આવા ભાગીદાર અને ડેવલપરને ઍનાલિટિક્સ માહિતીના સબસેટ જે તે ભાગીદાર અને ડેવલપરની ઍપ, પ્રોડક્ટ અને સર્વિસ સાથે સુસંગત હોય અને સાથે સાથે તે ભાગીદાર અને ડેવલપરની ઍપ અથવા સમાન ઍપનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે વિષેના આંકડા ત્યાં સુધી પ્રદાન કરી શકે છે. જ્યાં સુધી ઍનાલિટિક્સ માહિતી અને આંકડા ઍગ્રિગેટ કરવામાં નહિ આવે અથવા એવા રૂપમાં હોય કે જેનાથી તમારી વ્યક્તિગત ઓળખ ન થાય.
તમે તૃતીય-પક્ષ ઍપ ડેવલપરની સાથે ક્રૅશ ડેટા અને ઍપ સંબંધી આંકડાઓ શેર ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આમ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ અને “ઍપ ડેવલપર સાથે શેર કરો”ને બંધ કરો. જો iPhone અને Watch ઍનાલિટિક્સ શેર કરો ફીચર બંધ હોય તો તૃતીય-પક્ષ ઍપ ડેવલપર સાથે ક્રૅશ ડેટા અને આંકડાઓ શેર કરવું ઑટોમૅટિક બંધ કરી દેવામાં આવે છે.
આ ફીચરનો ઉપયોગ કરીને Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર આ માહિતીને સંચારિત, સંગ્રહિત, મેનટેનંસ, પ્રોસેસ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો.
હંમેશા Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12