App Store અને પ્રાઇવસિ
App Store તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
![]()
- અમે તમારો વ્યક્તિગત ડેટા કલેક્ટ કરીએ છીએ જેથી અમે તમને એવું કૉન્ટેંટ પ્રદાન કરી શકીએ જે તમે ખરીદવા, ડાઉનલોડ કરવા અથવા App Store અને iTunes Store અને Apple Books સહિત અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં અપડેટ કરવા માંગો છો.
- અમે સ્ટોરમાં તમારા અકાઉંટ, ખરીદી અને ડાઉનલોડની માહિતીનો ઉપયોગ જાહેરખબર ઑફર કરતી વખતે એ ખાતરી કરવા માટે કરીએ છીએ કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરખબર તમારા માટે સુસંગત હોય. તમારી પાસે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ જાહેરખબરને લગતી પસંદગીઓ છે.
- અમે સ્ટોરમાં તમારી ખરીદી, ડાઉનલોડ અને અન્ય ઍક્ટિવિટી અંગેની માહિતીનો ઉપયોગ ફીચરને તમારી જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અને વ્યક્તિગત ભલામણ માટે કરીએ છીએ અને તમને Apple માર્કેટિંગ સહિતની સૂચનાઓ મોકલીએ છીએ. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ હેતુ માટે આ ડેટાના ઉપયોગમાંથી બહાર નિકળી શકો છો.
- છેતરપિંડી ઓળખવામાં અને રોકવામાં મદદ કરવા માટે તમારા ફોન કૉલ અથવા તમારા દ્વારા મોકલવામાં આવેલી અને પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેલની અંદાજિત સંખ્યા સહિત તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની માહિતીનો ઉપયોગ જ્યારે તમે ખરીદી કરો ત્યારે ડિવાઈસ ટ્રસ્ટ સ્કોરની ગણના કરવા માટે કરવામાં આવશે. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
- સ્ટોરને બહેતર બનાવવાના રસ્તા શોધવા માટે અમે તમારા બ્રાઉઝિંગ, ખરીદીઓ, સર્ચ અને ડાઉનલોડ વિષેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ રેકોર્ડને IP અડ્રેસ, રૅન્ડમ યૂનીક આઇડેંટિફાયર (જ્યાં તે ઉપલબ્ધ હોય) અને જ્યારે તમે App Store અથવા અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં સાઇન ઇન કરો છો ત્યારે Apple અકાઉંટમાં સ્ટોર કરવામાં આવી શકે છે.
સ્ટોર પ્રદાન કરવા
અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ App Storeમાં સર્વિસ અને ફીચર પ્રદાન કરવા માટે કરીએ છે. ઉદાહરણ તરીકે આ માહિતીમાં તમારા અકાઉંટ અને ચુકવણીની માહિતીનો સમાવેશ થાય છે જેને તમે ઍક્સેસ કરી શકો છો અને સેટિંગ્સમાં બદલી શકો છો. ઉપરાંત તેમાં તમારી ખરીદી હિસ્ટરીનો સમાવેશ થાય છે.
અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ રિફંડ વિનંતી જેવી તમારા દ્વારા વિનંતી કરવામાં આવેલી અમુક સેવા પ્રદાન કરવા માટે પણ કરી શકીએ છીએ. આમાં તમારા દ્વારા સીધા Appleને અથવા ઍપ ડેવલપરના માધ્યમથી Appleને મોકલવામાં આવતા રિફંડની વિનંતીનો સમાવેશ થઈ શકે છે. તમારી સહમતીથી રિફંડ વિનંતીની પ્રોસેસમાં સહાયતા કરવા માટે ડેવલપર Appleને અમુક ચોક્કસ વ્યક્તિગત ડેટા પ્રદાન કરી શકે છે જેમ કે તમે ખરીદીનો ઉપયોગ કર્યો છે કે નહિ.
જો તમારા ડિવાઇસમાં સ્ક્રીન ટાઇમ ઍપ કૉન્ટેંટ પ્રતિબંધ ચાલુ કરેલા હોય તો અમે તમારા માટે ઉપલબ્ધ કૉન્ટેંટ તમને બતાવવા માટે ઍપ કૉન્ટેંટ પ્રતિબંધ વિષેની માહિતીનો ઉપયોગ કરીએ છે. અમુક દેશ અથવા વિસ્તારમાં જ્યાં કાયદાકીય રીતે જરૂરી હોય ત્યાં તમે ઍપ ડાઉનલોડ કરી શકો તે પહેલાં તમે પુખ્ત છો કે નહિ તેની પુષ્ટિ કરવા માટે વધારાની માહિતી પ્રદાન કરવાની જરૂર પડી શકે છે. Apple તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી તારીખ, પદ્ધતિ અને દેશ અથવા વિસ્તાર સંબંધિત ઉંમરની પુષ્ટીકરણની માહિતી સ્ટોર કરે છે. જ્યારે તમે App Store પરથી કોઈ ઍપ ડાઉનલોડ કરો અથવા તમારી Apple Watch પર ઍપ ઇંસ્ટૉલ કરો ત્યારે તમારા ડિવાઇસના હાર્ડવેર ID અને IP અડ્રેસ જેવા આઇડેંટિફાયરને Apple દ્વારા તમારા Apple અકાઉંટ સાથે લૉગ કરવામાં આવે છે. અમુક વિસ્તારના કાનૂની પ્રતિબંધને આધીન અમુક ઍપ તમને ઉપલબ્ધ કરાવી શકાય છે કે નહિ તે નક્કી કરવા તેમજ તમારા લોકેશનનો અંદાજ મેળવવા માટે Apple તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસનો ઉપયોગ કરી શકે છે.
સ્ટોરમાં સુધારા
App Store અને અન્ય Apple ઍપ્સ અને સેવાઓના અનુભવને બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે અમે તમારા App Storeના ઉપયોગની માહિતી કલેક્ટ કરીએ છીએ જેમ કે તમે App Store ક્યારે ખોલો અથવા બંધ કરો છો, તમે કયું કૉન્ટેંટ સર્ચ કરો છો, તમારા દ્વારા જોવામાં અને ડાઉનલોડ કરવામાં આવતું કૉન્ટેંટ અને App Storeની પુશ સૂચનાઓ અને બેજ સાથેના ઇંટરૅક્શન તેમજ ઍપ્સમાં App Storeથી મળેલા મેસેજ. અમે તમારા ડિવાઇસ અને તમારા અકાઉંટ વિષેની માહિતી જેમ કે ડિવાઇસનો પ્રકાર, તમારી ઑપરેટિંગ સિસ્ટમનું વર્ઝન અને તમારા ડિવાઇસ પરની ફ્રી સ્પેસ અને તમારું અકાઉંટ કયા વય શ્રેણીમાં આવે છે તે વિષે વસ્તી વિષયક માહિતી પણ કલેક્ટ કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ નીચેની રીતે કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે :
- ટ્રેંડિંગ સર્ચ અને “તમને કદાચ પસંદ આવી શકે તેવી વધુ ગેમ” જેવા વ્યક્તિગત ફીચર પ્રદાન કરવા માટે
- વિનંતી કરવામાં આવેલું કૉન્ટેંટ ડાઉનલોડ કરી શકાય છે કે નહિ તેનુ મૂલ્યાંકન કરવા માટે
- ડિવાઇસ સ્ટોરેજના ઉપયોગના સામાન્ય ટ્રેંડને સમજવા અને તમારું ડિવાઇસ Wi-Fi અથવા મોબાઇલ ડેટા સાથે કનેક્ટેડ છે કે નહિ તે સમજવા
તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર App Storeના તમારા વપરાશ વિષેની માહિતી સાથે સંકળાયેલ આઇડેંટિફાયરને રીસેટ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > App Store > આઇડેંટિફાયર રીસેટ કરો પર જાઓ. તમારા Mac પર App Store > સેટિંગ્સ > આઇડેંટિફાયર રીસેટ કરો પર જાઓ.
અમે App Storeને સશક્ત બનાવતા મૉડલ બહેતર બનાવવા માટે App Store પર ઍપ માટેના તમારા રેટિંગ અને રિવ્યૂ તેમજ તમે શું સર્ચ કરો છો તે માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમારા અને અન્ય App Store યૂઝરના ઍપ રિવ્યૂ અને ઍગ્રિગેટ કરેલ સર્ચ ક્વેરીનો ઉપયોગ રિવ્યૂ સારાંશ પ્રદાન કરવા અને App Store સર્ચ મૉડલને સુધારવા માટે કરવામાં આવે છે.
સ્ટોરને વ્યક્તિગત કરવા
અમે તમારા App Store સાથેના ઇંટરૅક્શનનો ઉપયોગ તમારા માટે સુસંગત હોય તેવા કૉન્ટેંટ શોધવામાં તમારી મદદ કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારા દ્વારા App Storeમાં પહેલેથી સર્ચ કરવામાં આવેલા, ડાઉનલોડ કરેલા, અપડેટ કરેલા અથવા રિવ્યૂ કરેલા કૉન્ટેંટને આધારે તમારી પસંદને અનુરૂપ કૉન્ટેંટની ભલામણ કરીએ છીએ. અમે તમારા Apple અકાઉંટમાંથી મેળવવામાં આવેલી અકાઉંટની માહિતી જેમ કે તમારા દ્વારા ઉપયોગ કરાયેલ ડિવાઇસ અને તમારા દ્વારા સક્રિય કરાયેલ નવા ડિવાઇસ સાથે તમારી ઍપમાં ખરીદી, સબ્સ્ક્રિપ્શન સહિત ખરીદીની હિસ્ટરી અને ચુકવણી પદ્ધતિનો પણ ઉપયોગ કરીએ છીએ. વધુ સારી ભલામણો પ્રદાન કરવા માટે અમે જે યૂઝરે Apple સાથે ડિવાઇસ ઍનાલિટિક્સ અને ઍપ રેટિંગ વિષે ઍગ્રિગેટ કરેલી માહિતી શેર કરવાનું પસંદ કર્યું છે તેમજ ઍપ લૉન્ચ, ઇંસ્ટૉલ અને ડિલીટ કરવા સંબંધિત ઍગ્રિગેટ કરેલી માહિતીનો પણ ઉપયોગ કરીએ છીએ. અમારી ભલામણોને ઇનહાંસ કરવા માટે App Store લોકલ તેમજ ઑન-ડિવાઈસ પ્રોસેસિંગનો ઉપયોગ કરે છે. તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલા ઍપ વપરાશ ડેટાનો ઉપયોગ — જેમ કે તમારા દ્વારા વારંવાર ખોલવામાં આવતી ઍપ તેમજ અમુક ઍપ પર તમારા દ્વારા વિતાવવામાં આવેલો સમય અને તમે ઇંસ્ટૉલ અને અનઇંસ્ટૉલ કરેલી ઍપ — App Store તમારા માટે વધુ સુસંગત ઍપ અને ઇન ઍપ ઇવેંટ સૂચિત કરી શકે છે. તમારા સ્ટોરના વપરાશની માહિતી વિષે Appleને મળતી માહિતીમાં વ્યક્તિગત કૉન્ટેંટ જેના પર તમે ટૅપ કરો છો અને જુઓ છો તે સામેલ હોય છે.
તમારા Apple અકાઉંટ માટે વ્યક્તિગત ફીચર બંધ કરીને તમે App Store, Apple Books, iTunes Store, Apple TV, પૉડકાસ્ટમાં અને Appleના સબ્સ્ક્રિપ્શન માટે વ્યક્તિગત ભલામણ બંધ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી > અકાઉંટ જુઓ પર જાઓ અને પછી વ્યક્તિગત ભલામણોને બંધ કરવા માટે ટૅપ કરો. તમે iOS અને iPadOS ડિવાઇસ પર વ્યક્તિગત માટે તમારા ડિવાઇસ પર લૉગ કરવામાં આવેલી ઍપ વપરાશ ડેટાને સેટિંગ્સ > ઍપ્સ > App Store > વ્યક્તિગત ભલામણો પર જઈને ઍપ ઉપયોગ ડેટા ક્લિઅર કરો પર ટૅપ કરીને ક્લિઅર કરી શકો છો. આનાથી તમારા ડિવાઇસમાં લૉગ થયેલો ડેટા ડિલીટ થશે નહિ પણ જ્યારે તમે તમારા ઍપ વપરાશ ડેટાને ક્લિઅર કરો છો તે પૉઇંટ પર લૉગ થયેલ ડેટાનો ઉપયોગ હવે વ્યક્તિગતતા માટે કરવામાં નહિ આવે. App Store વ્યક્તિગતતા ફીચર તમારા દ્વારા તમારી ઍપ વપરાશ ડેટા હિસ્ટરીને ક્લિઅર કર્યા પછી લૉગ કરાયેલા નવા ડેટાનો ઉપયોગ કરશે.
App Store અને Apple Games
જો તમે Apple Games ઍપનો ઉપયોગ કરો તો તમે App Storeનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની ઉપરની માહિતી જેમાં તમે શોધો, જુઓ અને ડાઉનલોડ કરો તેવા કૉન્ટેંટનો સમાવેશ થાય છે જેમ કે સ્ટોરને બહેતર બનાવવા અને વ્યક્તિગત કરવા માટેના ઉપરના સ્ટોરના સેક્શનમાં વર્ણવેલ છે તેનો ઉપયોગ ગેમ ઍપ દ્વારા ગેમમાં તમારા અનુભવને વ્યક્તિગત કરવા, App Store અને Apple Gamesને બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા અને તમને સંચાર મોકલવા માટે કરવામાં આવશે. ગેમ ઍપ વિષે વધુ માહિતી માટે, www.apple.com/legal/privacy/data/en/apple-games પર જાઓ.
તમારી સાથે સંચાર કરવો
Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન વગેરે તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને App Store અને તમને ગમતા અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. Apple તમને Apple Store પર ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે તમને પુશ સૂચનાઓ મોકલવા માટે Apple Storeની અંદર તમારી ખરીદી સંબંધી ઍક્ટિવિટી વિષેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે.
ઇમેલ માર્કેટિંગ
જો તમે ઇમેલ માર્કેટિંગ પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો તો તમે આ કમ્યૂનિકેશન ઇમેલ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમે account.apple.com પર જઈને અથવા તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > કમ્યૂનિકેશન પ્રાથમિકતામાં જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
સૂચનાઓ
તમે આ સંચાર પુશ, બૅનર અથવા બેજ સૂચનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર તમારી સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > App Store પર જાઓ.
જાહેરાત
Apple દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાહેરખબરથી લોકોને App Store, Apple News અને સ્ટૉક્સ પર ઍપ્સ ઉત્પાદન અને સેવા શોધવામાં મદદ મળે છે. અમે તમારા ડિવાઇસ, અકાઉંટ, ખરીદી, સબ્સ્ક્રિપ્શન અને અગાઉના ડાઉનલોડ અંગેની માહિતીનો ઉપયોગ જાહેર ખબરની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટે કરીએ છીએ. App Store પર અમે તમે સર્ચ કરતી વખતે ઉપયોગ કરેલા સર્ચ શબ્દો સહિતની સંદર્ભિત માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ અને તમને સુસંગત જાહેરાત પ્રદાન કરવા માટે તમે જોયેલા પાનાંની માહિતી અને તમારા દ્વારા ડાઉનલોડ કરાયેલ ઍપની માહિતી સામેલ હોય છે. અમે લોકોના ગ્રૂપ બનાવીએ છીએ જેને સેગ્મેંટ કહેવામાં આવે છે, તેઓ સમાન વિશેષતાઓ શેર કરે છે અને અમે આ ગ્રૂપનો ટાર્ગેટ કરેલી જાહેર ખબરની ડિલિવરી માટે ઉપયોગ કરીએ છીએ. તમારા અંગેની માહિતીનો ઉપયોગ તમને કયા સેગમંટમાં રાખવા અને તેના આધારે કઈ જાહેરખબર તમને પ્રાપ્ત થશે તે નિર્ધારિત કરવા માટે કરવામાં આવે છે. તમારી પ્રાઇવસિ સુરક્ષિત રાખવા માટે ટાર્ગેટ કરેલી જાહેરખબરને જો 5,000 કરતાં વધારે લોકો ટાર્ગેટિંગ માપદંડને પૂરા કરતા હોય તો જ ડિલિવર કરવામાં આવે છે. જાહેરખબર તમારે અનુરૂપ છે કે નહિ તે નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી માહિતી રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાયેલી હોય છે અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી હોતી નથી.
તમારા માટે યોગ્ય અમુક જાહેરખબરમાંથી App Store પર ડિસ્પ્લે માટે જાહેરખબર સિલેક્ટ કરતા સમયે અમે App Store સર્ચ અને બ્રાઉઝિંગ ઍક્ટિવિટી સહિત ઉપર ઉલ્લેખિત અમુક માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી તે નક્કી કરી શકાય કે તમારા માટે કઈ જાહેરખબર સૌથી વધારે સુસંગત હોઈ શકે છે. App Storeની બ્રાઉઝિંગ ઍક્ટિવિટીમાં તે કૉન્ટેંટ અને ઍપની માહિતી સામેલ હોય છે જેને તમે App Store બ્રાઉઝ કરતી વખતે ટૅપ કરીને જુઓ છો. આ માહિતી તમામ યૂઝર સાથે ઍગ્રિગેટ કરવામાં આવે છે જેથી તે તમારી ઓળખ ન કરી શકે. તમારા ડિવાઇસ પર સ્ટોર કરાયેલ માહિતી જેમ કે તમારા દ્વારા વારંવાર ખોલવામાં આવતા ઍપનો ઉપયોગ કરીને તમને કઈ જાહેરાત ડિસ્પ્લે કરવામાં આવશે તે સિલેક્ટ કરવા માટે અમે લોકલ ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ ન હોય તેવા રૅન્ડમ આઇડેંટિફાયર દ્વારા તે જાહેરાતો વિષે માહિતી મેળવે છે જેના પર તમે ટૅપ કરો છો અને જુઓ છો.
જો તમે App Storeને તમારા લોકેશનને ઍક્સેસ કરવાની અનુમતિ આપો છો તો App Store પર ભૌગોલિક રીતે લક્ષિત જાહેરખબર પ્રદાન કરવા માટે તમારા અંદાજિત લોકેશનનો ઉપયોગ થઈ શકે છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા> App Storeમાં જઈને ક્યારેય નહિ પર ટૅપ કરીને લોકેશન-આધારિત ફંક્શનાલિટિમાંથી બહાર નીકળી શકો છો.
જો વ્યક્તિગત જાહેરખબર સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે વધારે અનુરૂપ જાહેરખબર આપવા માટે કરી શકે છે. જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને લક્ષિત જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે.
Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.
App Store, Apple News અને સ્ટૉક્સ પર વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવા વિષે વધુ જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.
તૃતીય પક્ષ સાથે શેરિંગ
અમારા ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા અને App Store, Apple News અને સ્ટૉક્સમાં ડિસ્પ્લે કરવા માટે Apple તરફથી જાહેરખબર વેચવા માટે Apple સાથે કામ કરતા સ્ટ્રટીજિક પાર્ટનરને અમે અમુક બિન-વ્યક્તિગત ડેટા પ્રદાન કરવા માટે વચનબદ્ધ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારા સબ્સ્ક્રિપ્શન અને કૉન્ટેંટ ખરીદીની બિન-વ્યક્તિગત માહિતીને ઍપ ડેવલપર સાથે શેર કરી શકીએ છે જેથી તેઓ તેમના ક્રિએટિવ કામનું પર્ફૉર્મન્સ માપી શકે, રૉયલ્ટી અને અકાઉંટિંગની આવશ્યકતાઓને પૂરી કરી શકે અને તેમના ઉત્પાદન અને સેવામાં સુધારો કરી શકે.
અમે ડેવલપર સાથે તેમના ઍપને ઑપરેટ કરવા અને બહેતર કરવામાં તેમની મદદ માટે માહિતી શેર કરી શકીએ છીએ. ડેવલપર વપરાશ માહિતીને ઍક્સેસ કરી શકે છે જે યૂઝર દ્વારા પસંદ કરવામાં આવેલ વિકલ્પ દ્વારા પ્રદાન કરવામાં આવે છે જે તેમને સમાન વિશેષતાઓ અથવા વ્યવહાર ધરાવતા યૂઝરના એવા ગ્રૂપના ઍગ્રીગેટ કરેલા ડેટાને જોવાની અનુમતિ મળે છે. આ વપરાશ ડેટા પ્રાઇવસિ ઇનહાંસ કરવાની ટૅક્નીકને આધીન છે અને તે તમારી વ્યક્તિગત રીતે ઓળખ કરતો નથી. ડેવલપર App Storeમાં તેમના પ્રૉડક્ટ અને સેવાઓની ખરીદી તેમજ રિફંડ માટે રસીદની માહિતી ઍક્સેસ કરી શકે છે. ડેવલપરને પ્રદાન કરવામાં આવેલ રસીદમાં વ્યક્તિગત ડેટાનો સમાવેશ થતો નથી જો કે ડેવલપર તમે જો તેને આ માહિતી પ્રદાન કરી હોય તો તેની ઍપનો તમારા દ્વારા ઉપયોગ અને ડાઉનલોડમાંથી પ્રાપ્ત વ્યક્તિગત ડેટા સાથે તેને જોડવાનો પ્રયાસ કરી શકે છે.
જો તમે તૃતીય પક્ષના ઍપમાં સબ્સ્ક્રિપ્શન ખરીદો છો તો અમે તમારા માટે અને ડેવલપર અથવા પ્રકાશક માટે એક વિશિષ્ટ સબ્સ્ક્રાઇબર ID બનાવીએ છીએ. અમે ડેવલપરને રિપોર્ટ પ્રદાન કરવા માટે સબ્સ્ક્રાઇબર IDનો ઉપયોગ કરીએ છીએ જેમાં તમારા દ્વારા ખરીદેલ સબ્સ્ક્રિપ્શન અને તમારા દેશ અથવા નિવાસસ્થાનના વિસ્તાર વિષેની માહિતી સામેલ હોય છે. જો તમે સબ્સ્ક્રિપ્શન બંડલ ખરીદો છો તો બંડલના ભાગ તરીકે ઍપ સબ્સ્ક્રિપ્શન પ્રદાન કરતા દરેક ડેવલપરને રસીદ અને બંડલ વિષે સબ્સ્ક્રિપ્શન રિપોર્ટિંગ માહિતી પ્રાપ્ત થશે. આ માહિતી ડેવલપરને પ્રદાન કરવામાં આવે છે જેથી તે તેમના સબ્સ્ક્રિપ્શનના પર્ફૉર્મન્સને સમજી શકે. જો તમે કોઈ ચોક્કસ ડેવલપર સાથે સબ્સ્ક્રિપ્શન રદ કરો છો અને જો તમે ફરીથી સબ્સ્ક્રાઇબ કરતા નથી તો સબ્સ્ક્રાઇબર ID 180 દિવસ પછી રીસેટ થઈ જશે.
અમુક વિસ્તારોમાં જો તમે ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓ માટે કોઈ ઍપ માટેની બહારથી ખરીદી કરો છો એટલે કે તમારી ખરીદી Appleના ઇન-ઍપ ચુકવણી સિસ્ટમથી કરવામાં આવી નથી ત્યારે તે ઍપના ડેવલપર Appleના અકાઉંટિંગ, રિપોર્ટિંગ, ઍનાલિટિક્સ હેતુઓ માટે ચૂકવેલ રકમ અને ખરીદી કરેલ આઇટમ સહિત તે ઍપ માટે Appleને માહિતીની ખરીદી વિષે રિપોર્ટ કરશે. Apple ખરીદીની માહિતીને તમારા Apple અકાઉંટ સાથે લિંક કરતું નથી.
વધુમાં, જ્યારે ઍપ ડેવલપરથી ઇન-ઍપ કૉન્ટેંટ ઑટોમૅટિક ડાઉનલોડ થાય છે તો ઍપ ડેવલપર દ્વારા તમારા ડિવાઇસનું IP અડ્રેસ તમારા ઍપ ખોલતા પહેલાં જોઈ શકાશે. ઍપ ડેવલપર દ્વારા તમારા IP અડ્રેસનું સંચાલન ઍપ ડેવલપરની પ્રાઇવસિ પૉલિસી દ્વારા સંચાલિત થાય છે. તમારા ઍપ ખોલતા પહેલાં ડેવલપર દ્વારા ઇન-ઍપ કૉન્ટેંટનું ઑટોમૅટિક ડાઉનલોડને બંધ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > App Store પર જઈને પછી ઇન-ઍપ કૉન્ટેંટ બંધ કરવા માટે ટૅપ કરો.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમે App Storeમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :
- સંબંધિત કૉન્ટેંટ ડિસ્પ્લે કરવું અને ઍક્સેસ કરી શકે કે તમારા ડિવાઇસમાં વિનંતી કરવામાં આવેલા કૉન્ટેંટને ડાઉનલોડ કરવા માટે પુરતી જગ્યા છે કે નહિ અને અપડેટ થયેલ કૉન્ટેંટને ઑટોમૅટિક ડાઉનલોડમાં મદદરૂપ થવા
- તમારા માટે અને અન્ય લોકો માટે App Store અને અન્ય Apple પ્રૉડક્ટ અને સેવાઓને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવા માટે થઈ શકે છે
- તમને ઇમેલ અને સૂચનાઓ દ્વારા તમને જેમાં રસ છે તેવી ઑફર મોકલવી અને App Store, Apple News અને સ્ટૉક્સમાં તમને જાહેરખબર પ્રસ્તુત કરવા માટે સેગમેંટ બનાવવો
- રિફંડ રિક્વેસ્ટ પ્રોસેસ કરવા
- ડેવલપરને તેના ઍપમાં ખરીદીનો રિપોર્ટ આપવો
- છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે
ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :
- તમારો App Store ઍપનો ઉપયોગ, જેમ કે તમારા દ્વારા સર્ચ કરવામાં આવેલું, જોવામાં આવેલું, ડાઉનલોડ કરેલું અને ખરીદેલા કૉન્ટેંટ સાથે App Store ઍપ સૂચનાઓ સાથેનું તમારું ઇંટરૅક્શન અને મેસેજ અને ઇન-ઍપ સૂચનાઓ અને મેસેજ
- તમારા ડિવાઇસ અને અકાઉંટ વિષેની વિગતો
- તમારું IP અડ્રેસ
- ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર
રિટેંશન
App Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોર પરથી તમારી ખરીદી અને ડાઉનલોડ સંબંધિત તમારા વ્યક્તિગત ડેટાને અમે વિવિધ ક્ષેત્રોમાં લાગૂ પડતા અલગ-અલગ નાણાકીય બાબતોને લગતા કાયદા દ્વારા નિર્ધારિત અવધિ સુધી જાળવી રાખીએ છીએ. મોટા ભાગના ગ્રાહકો માટે ઓછામાં ઓછી 10 વર્ષની રિટેંશન અવધિ જરૂરી હોય છે પરંતુ ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે. જ્યાં સુધી અમારી સાથે તમારું અકાઉંટ છે ત્યાં સુધી અમે તમારી ખરીદી અને ડાઉનલોડનો રેકોર્ડ જાળવી રાખીએ છીએ જેથી તમે ડાઉનલોડ કરવાની અમારી શરતો અનુસાર તે કૉન્ટેંટને ફરીથી ડાઉનલોડ કરી શકો. અમે ટૂંકી અવધિ માટે બ્રાઉઝિંગ ઍક્ટિવિટી અને સર્ચ જેવી અન્ય માહિતી જાળવી રાખીએ છીએ. ડેટા જાળવી રાખવા અને વિશેષ વ્યવસાયિક ઉપયોગના કેસ માટે લાગુ પડતી કાયદાકીય જરૂરિયાતોના આધારે અવધિને પસંદ કરવામાં આવે છે. જોકે, તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા App Storeનો ઉપયોગ બંધ કરાયા પછી પણ કેટલીક માહિતી જેમકે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની ખરીદીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.
તમે ચુકવણી કાર્ડનો ઉપયોગ કરો ત્યારે Apple ભવિષ્યમાં ખરીદી, રિકરિંગ ટ્રાંઝેક્શન અથવા તમારા દ્વારા અધિકૃત અન્ય ઉપયોગ માટે તમારા કાર્ડ નંબર અને બિલિંગની માહિતીને જાળવી રાખવામાં આવી શકે છે અને ઑટોમૅટિક રીતે અપડેટ કરવામાં આવી શકે છે. Apple આ માહિતી તમારી નાણાકીય સંસ્થા અથવા ચુકવણી નેટવર્ક પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને છેતરપિંડી રોકવા અને વેરિફિકેશન માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.
છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે
અમે વ્યક્તિગત ડેટાને App Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોર તેમજ અન્ય Apple ઍપ અને સેવામાં છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને રોકવા માટે પણ કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી, સર્ચ અને સ્ટોર સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે.
તમે ખરીદી કરો છો અથવા જ્યારે સબ્સ્ક્રિપ્શન ઑટો-રિન્યૂ પર સેટ હોય ત્યારે Apple તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેનાથી વિનંતી પ્રોસેસ કરી શકાય અને ચુકવણી પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં એ નિર્ધારિત કરી શકાય કે ઉત્પાદન અથવા સેવા આપવી કે નહિ.
તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની પણ ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2026-03-30