Apple અકાઉંટ અને પ્રાઇવસિ

તમે જ્યારે સાઇન ઇન કરો છો ત્યારે Appleની સેવાઓને સક્ષમ કરવા માટે તમારા Apple અકાઉંટની માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે તેના સહિત iCloud બૅકઅપ પણ સામેલ છે, જેમાં તમારા દ્વારા ડિવાઇસ બદલવામાં આવે અથવા રિસ્ટોર કરવાની જરૂર પડે ત્યારે ઑટોમૅટિક રીતે તમારા ડિવાઇસનો બૅકઅપ લેવામાં આવે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
 

Apple અકાઉંટ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • જ્યારે તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરશો ત્યારે તમારા દ્વારા આ iPhone પર iCloud, App Store, iMessage અને ખોજી ઍપ જેવી સેવાઓ સક્ષમ કરવામાં આવશે.
  • તમારા સંપર્ક, કૅલેંડર, ફોટોસ, ડૉક્યુમૅન્ટ, આરોગ્ય, ઍક્ટિવિટી અને અન્ય ઍપ ડેટા વગેરેના ચોક્કસ ડેટાને તમારા તરફથી Appleને સ્ટોર કરવા અને બૅકઅપ લેવા માટે મોકલવામાં આવશે.
  • વધુમાં, તમને વધુ સારી સેવા અને સપોર્ટ આપવા માટે તમારા ડિવાઇસને તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવશે.

તમારું Apple અકાઉંટ અને તમામ Apple સર્વિસને એકદમ શરૂઆતથી તમારી પ્રાઇવસિને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અમે માત્ર તમને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે જરૂરી હોય એવા ડેટાને જ કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે? જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો.

Apple અકાઉંટ એ તમારું પર્સનલ અકાઉંટ છે જેનો ઉપયોગ તમે iCloud App Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોર, iMessage અને FaceTime જેવી Apple સર્વિસને ઍક્સેસ કરવા માટે અને તમારા તમામ ડિવાઇસ અને વેબ પર તમારા કૉન્ટેંટના ઍક્સેસ માટે કરો છો. તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે તમારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી માહિતી સાથે તમામ સંપર્ક, ચુકવણી અને તમારી તમામ Apple સર્વિસ માટે તમે ઉપયોગ કરો છો તેવા વિશ્વસનીય ફોન નંબર અથવા સુરક્ષા પ્રશ્ન જેવી સુરક્ષા વિગતોનો સમાવેશ થાય છે. Apple તમારા ડિવાઇસનું નામ, સિરિઅલ નંબર અને અન્ય હાર્ડવેર આઇડેંટિફાયરને પણ જાળવી રાખે છે જેથી તમને વધુ સારી સેવા અને સપોર્ટ આપી શકાય. તેમાં તમારા ડિવાઇસનું વૉરંટી સ્ટેટસ ડિસ્પ્લે કરવાની સુવિધા અને ડિવાઇસ સક્રિય કરવા સાથે સર્વિસ ઑફર માટે તમારી યોગ્યતાની તપાસનો પણ સમાવેશ થાય છે. તમે account.apple.com પર તમારા Apple અકાઉંટ પેજ પર તમારા Apple અકાઉંટની માહિતીને સંપાદિત કરી શકો છો અને તમારા ડિવાઇસ અને ફોન નંબરની સૂચી જોઈ શકો છો.

જ્યારે તમે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરશો ત્યારે તમારા દ્વારા આ iPhone પર iCloud, App Store, iMessage, FaceTime અને ખોજી જેવી સેવાઓ સક્ષમ કરવામાં આવશે. તમારો જોડવામાં આવેલા ફોન નંબર સહિતનીતમારી Apple અકાઉંટ માહિતીનો ઉપયોગ દરેક સેવા સાથે કરવામાં આવશે જેનાથી ઍનાલિટિક્સ માહિતી જનરેટ થશે અને તેનો ઉપયોગ તે સેવાઓને જાળવી રાખવા અને તેમાં સુધારો કરવા માટે કરવામાં આવી શકે છે. વધુમાં, તમારા સિલેક્ટેડ પ્રોફાઇલ ફોટો, તમારા સંપર્ક, કૅલેંડર, ફોટો, ડૉક્યુમૅન્ટ, આરોગ્ય, ઍક્ટિવિટી, Safari ટૅબ અને અન્ય ઍપ ડેટા સહિત તમારા ડિવાઇસ પરના કેટલાક ડેટા તમારા તરફથી Appleને સ્ટોર કરવા અને બૅકઅપ લેવા માટે મોકલવામાં આવશે.

તમારું ડિવાઇસ જે દેશ અથવા વિસ્તારમાં લોકેટ હોય તેના આધારે Apple દ્વારા એ નિર્ધારિત કરવા માટે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી માહિતી કલેક્ટ કરવામાં આવે છે કે તમારું ડિવાઇસ કાનૂની રૂપે જરૂરી ફીચર અને સેવા માટે યોગ્ય છે કે નહિ. અમે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી માહિતી, તમારા દ્વારા ઇંસ્ટૉલ કરવામાં આવેલી ઍપ્સની માહિતી પણ કલેક્ટ કરીએ છીએ. તેમાં તમે તેને ક્યાંથી ઇસ્ટૉલ કરી છે (ઉદાહરણ તરીકે, વેબસાઇટ પરથી અથવા ઍપ માર્કેટપ્લેસ) તેનો સમાવેશ થાય છે. આ માહિતી કાયદાકીય રીતે જરૂરી ફીચર અને સેવાઓને સક્ષમ કરવા માટે અકાઉંટિંગ, રિપોર્ટિંગ, ઍનાલિટિક્સ અને છેતરપિંડીની ઓળખ કરવા સાથે જોડાયેલા હેતુઓ માટે કલેક્ટ કરવામાં આવે છે. વધુમાં, અમુક કેસમાં અમે તમારા પ્રાઇવસિ અધિકાર અંગેની ઉંમરને લગતી માહિતી પ્રદાન કરવા માટે અમારા લાગુ કરારનું અનુપાલન કરવા માટે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી ઉંમરનો ઉપયોગ કરીએ છીએ.

અમુક દેશો અથવા વિસ્તારમાં તમે પુખ્ત વયની વ્યક્તિ છો કે નહિ તેની પુષ્ટિ કરવા માટે તમારે વધારાની માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ અથવા સરકાર દ્વારા જારી કરાયેલ ID પ્રદાન કરવાની જરૂર પડી શકે છે. આ જરૂરિયાતોવાળા દેશ અથવા વિસ્તારમાં તમે છો કે નહિ તે નિર્ધારિત કરવા માટે અમે અકાઉંટ માહિતી અને ડિવાઇસ પરની ટૅક્નોલોજીના સંયોજનનો ઉપયોગ કરીએ છે અને અમુક વાર તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસનો ઉપયોગ કરીએ છે. અમે કાયદાકીય રીતે જરૂરી હોય ત્યાં વધારાની ઉંમરની પુષ્ટીકરણની માહિતી માટે વિનંતી કરીએ છે જેથી તમને App Storeમાંથી ઍપ ડાઉનલોડ કરવાની, વેબ કૉન્ટેંટ ફિલ્ટર અને સંચાર સુરક્ષા જેવા ઑનલાઇન સુરક્ષા ફીચરને અક્ષમ કરવાની અને સગીર માટે Apple અકાઉંટ બનાવવા જેવી અમુક ક્રિયાઓ કરવાની અનુમતિ મળી શકે. જ્યારે તમે તમારા સરકારી IDની ઇમેજ સબમિટ કરો છો ત્યારે Apple અને તેના સર્વિસ પ્રોવાઇડર તમે પુખ્ત છો કે નહિ તેની પુષ્ટિ કરવા અને છેતરપિંડી રોકવા માટે તમારા IDની ઇમેજ અને તમારા Apple અકાઉંટની માહિતીનો ઉપયોગ કરશે. Appleના સર્વિસ પ્રોવાઇડર દ્વારા મૂલ્યાંકન પૂર્ણ કરવા માટે અમુક અવધિ માટે ઇમેજ રાખવામાં આવશે ત્યારબાદ ઇમેજ ડિલીટ કરવામાં આવશે. Apple તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી તારીખ, પદ્ધતિ અને દેશ અથવા વિસ્તાર સંબંધિત ઉંમરની પુષ્ટીકરણની માહિતી સ્ટોર કરે છે. જ્યારે તમે ID પ્રદાન કરો છો ત્યારે અમે છેતરપિંડી રોકવા અને ડિટેક્શનના હેતુઓ માટે સીમિત સમય માટે તે ડૉક્યુમૅન્ટમાંથી અમુક માહિતીનો વન-વે હૅશ સ્ટોર કરીએ છીએ. જ્યાં સુધી તમે ખરીદીઓ માટે અથવા વૉલેટમાં ડિજિટલ ક્રિડેંશલ્સનો ઉપયોગ કરવા જેવા અન્ય હેતુઓ માટે તેને સ્ટોર કરવાનું અલગથી પસંદ ન કરો ત્યાં સુધી અમે ક્રેડિટ કાર્ડ અથવા ID સ્ટોર કરતા નથી.

iCloud અને પ્રાઇવસિ

iCloudમાં સાઇન ઇન કરવું
જ્યારે તમે iCloudનો ઉપયોગ કરો ત્યારે તમારા દ્વારા તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવેલો ચોક્કસ ડેટા ઑટોમૅટિક રીતે Appleને મોકલવામાં આવશે અને Apple દ્વારા સ્ટોર કરવામાં આવશે. આ તમને તમારા તમામ iCloud દ્વારા સક્ષમ ડિવાઇસ અથવા કંમ્પ્યૂટર પર (“ડિવાઇસ”) પર ઑટોમૅટિક રીતે ઍક્સેસ કરવાની અનુમતિ આપે છે. આ ડેટામાં સામેલ હોઈ શકે છે :

  • સંપર્ક
  • કૅલેંડર
  • રિમાઇંડર
  • બુકમાર્ક
  • Safari ટૅબ
  • આરોગ્ય ડેટા
  • હોમ ડેટા
  • નોટ્સ
  • Freeform
  • ફોટોસ
  • Apple Vision Pro ઍપ
  • ડૉક્યુમૅન્ટ
  • વૉલેટ ડેટા
  • કીચેન અને પાસવર્ડ
  • તમારા ડિવાઇસ પર ફોન નંબર
  • ડિવાઇસ અને અકાઉંટ સેટિંગ્સ
  • iCloudનો ઉપયોગ કરતી અન્ય Apple ઍપ્સનો ડેટા
  • iCloudનો ઉપયોગ કરતી તૃતીય પક્ષ ઍપ્સનો ડેટા

iCloud બૅકઅપ એ સુનિશ્ચિત કરવા માટે પણ સક્ષમ કરવામાં આવે છે કે જો તમને તમારું ડિવાઇસ બદલવાની જરૂર પડે તો તમારું પાસે ડેટાનો વર્તમાન બૅકઅપ રહે.

કયા iCloud ફીચર સક્ષમ છે અને કયો ડેટા iCloudને મોકલવામાં આવે, તેને તમે ડિવાઇસના સેટિંગ્સમાંથી કોઈ પણ સમયે ઍડજસ્ટ કરી શકો છો.

iCloud ડેટા સિક્યુરિટી
iCloud તમારી માહિતીને ટ્રાંઝિટ કરતી વખતે તેને એંક્રિપ્ટ કરીને એંક્રિપ્ટેડ ફૉર્મેટમાં iCloudમાં સ્ટોર કરીને અને પ્રમાણીકરણ માટે સિક્યુર ટોકનનો ઉપયોગ કરીને સુરક્ષિત રાખે છે. અમુક માહિતી માટે Apple ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે ડિઝાઇન અનુસાર માત્ર તમે આ માહિતી ઍક્સેસ કરી શકો છો અને જેમાં તમે iCloudમાં સાઇન ઇન કર્યું હોય તે ડિવાઇસ પર જ ઍક્સેસ કરી શકો છો. Apple સહિત કોઈ પણ ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટેડ માહિતી ઍક્સેસ કરી શકતું નથી. iCloud ડેટા સુરક્ષા સંબંધી વધુ માહિતી માટે support.apple.com/102651 પર જાઓ.

તમારો ડેટા સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે Apple અને તૃતીય પક્ષ ડેટા સેંટર બંનેનો ઉપયોગ થઈ શકે છે. તૃતીય પક્ષના ડેટા સેંટરમાં સ્ટોર કરવામાં આવેલા ડેટાને પ્રોસેસ કરતી વખતે માત્ર સુરક્ષિત સર્વર પર રન થઈ રહેલા Apple સોફ્ટવેરને જ અને માત્ર જરૂરી પ્રોસેસિંગ કરતી વખતે જ એંક્રિપ્શન કીને ઍક્સેસ કરી શકો છે.

iCloud કીચેન
iCloud કીચેન તમારી Safari વેબસાઇટ યૂઝરનેમ અને પાસવર્ડ, ક્રેડિટ કાર્ડની માહિતી અને Wi-Fi નેટવર્કની માહિતી તમારા તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ અને ઉપલબ્ધ રાખે છે. તે Mail, સંપર્ક, કૅલેંડર, મેસેજ, Facebook, X, LinkedIn અને અન્ય ઇંટરનેટ અકાઉંટ માટે તમે ઉપયોગમાં લો છો તે અકાઉંટ માહિતી સ્ટોર કરે છે અને આ માહિતીને તમારા તમામ ડિવાઇસ પર ઑટોમૅટિક રીતે ઉમેરે છે.

iCloud કીચેન ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરે છે અને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે માત્ર તમે આ માહિતી ઍક્સેસ કરી શકો છો અને જેમાં તમે iCloudમાં સાઇન ઇન કર્યું હોય તે ડિવાઇસ પર જ ઍક્સેસ કરી શકો છો. Apple તેમજ બીજું કોઈ પણ તમારા iCloud કીચેન ડેટાને ઍક્સેસ કરી શકશે નહિ. તમે કોઈ પણ સમયે તમારા iCloud સેટિંગ્સમાં જઈને iCloud કીચેન બંધ કરવાનું પસંદ કરી શકો છો.

iCloud બૅકઅપ
તમે iCloud બૅકઅપનો ઉપયોગ કરો ત્યારે તમારા બૅકઅપમાં ફોટો, વીડિયો, મેસેજ (iMessage, SMS અને MMS), આરોગ્ય અને અન્ય ઍપનો ડેટા, લોકેશન સેટિંગ્સ (જેમકે તમે સેટ અપ કરેલાં લોકેશન આધારિત રિમાઇંડર), વિઝ્યુઅલ વૉઇસમેલ, ડિવાઇસ સેટિંગ્સ, ડિવાઇસ વિશેષતાઓ અને તમારા સેટિંગ્સના આધારે તમારા iOS અથવા iPadOS ડિવાઇસના અન્ય ડેટાનો સમાવેશ થાય છે.

તમે સેટિંગ્સ > [તમારું નામ] > iCloud > સ્ટોરેજ > બૅકઅપ પર જઈને બૅકઅપ સેક્શનમાં તમારા iOS અથવા iPadOS ડિવાઇસને સિલેક્ટ કરીને ઍપ્સ બંધ કરો પર ટૅપ કરીને iCloudને કોઈ ચોક્કસ ઍપ માટે તમારો ઍપ ડેટા બૅકઅપ કરતા અટકાવી શકો છો.

તમે iCloud સેટિંગ્સમાંથી iCloud બૅકઅપને સંપૂર્ણ બંધ કરી શકો છો અને તમારા iOS અથવા iPadOS ડિવાઇસના ડેટાનું તમારા કંમ્પ્યૂટર પર બૅકઅપ કરવા માટે Finder (macOS Catalina 10.15 અથવા પછીના વર્ઝન) અથવા iTunes (macOS Mojave 10.14 અથવા પહેલાંના વર્ઝન)નો ઉપયોગ કરી શકો છો. iCloud પરથી તમારા બૅકઅપ ડેટાને સંપૂર્ણપણે કાઢી નાખવા માટે તમે iCloud બૅકઅપ બંધ કરતા પહેલા તમારા વ્યક્તિગત બૅકઅપ ડિલીટ કરી શકો છો. અન્યથા બૅકઅપ ડેટા 180 દિવસ માટે જાળવી રાખવામાં આવશે.

iCloud સાથે ડેટા શેર કરવો
તમે નોટ્સ, Pages, Numbers, Keynote, Freeform અને અમુક તૃતીય પક્ષ ઍપમાં સાર્વજનિક અથવા પ્રાઇવેટ રૂપે ફાઇલ શેર કરવા માટે iCloudનો ઉપયોગ કરો તો શેર કરવામાં આવેલી ફાઇલનો ઍક્સેસ Apple પાસે રહેશે અને Apple દ્વારા તેને સ્ટોર કરવામાં આવશે. તમારા અકાઉંટ સાથે જોડાયેલું તમારું નામ અને અટક (જો લાગુ પડતું હોય તો), તમારા ડિવાઇસ પર ફોન નંબર અને ફાઇલનું નામ જેમની પાસે શેરિંગ લિંકનો ઍક્સેસ હોય એવા કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ રહેશે. પછી ભલે તમે તેને સાર્વજનિક રીતે શેર કર્યું હોય કે પ્રાઇવેટ રીતે શેર કર્યું હોય. જે લોકો સાથે પ્રાઇવેટ રૂપે ફાઇલ શેર કરવામાં આવી છે તેમની ઓળખ જેમને આમંત્રિત કરવામાં આવ્યા નથી અને જેમણે પ્રાઇવેટ શેરને સ્વિકાર્યું નથી તેવા કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે નહિ.

જો તમે કોઈ શેર કરેલી લાઇબ્રેરી બનાવો અથવા તેમાં જોડાવ તો તમામ સહભાગી iCloudના માધ્યમથી શેર કરેલી લાઇબ્રેરીમાં ફોટો અને વીડિયો ઉમેરી શકે છે, સંપાદિત કરી શકે છે અથવા ડિલીટ કરે શકે છે. શેર કરેલી લાઇબ્રેરીમાં મૅન્યુઅલી અથવા ઑટોમૅટિક શેરિંગ દ્વારા અનેક રીતે કૉન્ટેંટ ઉમેરી શકાય છે. તમારા iOS અથવા iPadOS ડિવાઇસ પર સેટિંગ્સ > ફોટોસ > શેર કરેલી લાઇબ્રેરી > કૅમેરાથી શેર કરો પર જઈને તમે કૉન્ટેંટ શેર કરવાની પદ્ધતિ કંટ્રોલ કરી શકો છો.

iCloud અને ઍપ્સ
અમુક ઍપ્સ iCloudનો ઉપયોગ તમારા દ્વારા ઍપને પ્રદાન કરવામાં આવેલા ડેટા અને કૉન્ટેંટને સ્ટોર કરવા માટે કરે છે જેથી તમે તમારા તમામ iCloud સક્ષમ ડિવાઇસમાં ડેટા ઍક્સેસ કરી શકો. ઍપ તમારો અમુક અથવા તમામ ડેટા iCloudમાં સ્ટોર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. તૃતીય પક્ષ ઍપ દ્વારા તમને ખોજવા માટેની વિનંતી કરવામાં આવી શકે છે, જેથી એ ઍપ્લિકેશનના અન્ય યૂઝર Apple અકાઉંટ દ્વારા તમને સર્ચ કરવા પર તમારા નામ અને અટકને જોઈ શકે.

તમે iCloud પર કોઈ ઍપનો ઍક્સેસ બંધ કરીને તે ઍપને iCloudનો ડેટા સ્ટોર કરતા રોકી શકો છો. આમ કરવા માટે સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ અને સૂચીમાં દેખાતી ઍપ્સને બંધ કરવા માટે તેમના પર ટૅપ કરો.

iCloud જરૂરી હોય તેવી Apple સર્વિસ
Apple Pay, ઍક્ટિવિટી શેરિંગ, હોમ ઍપ, Handoff, યુનિવર્સલ ક્લિપબોર્ડ અને Apple Watchથી અનલૉક જેવી Apple સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારે તમારા ડિવાઇસ પર iCloudમાં સાઇન ઇન કરવું પડશે. Apple તમારા iCloud પ્લાનનો ઉપયોગ હોમ ઍપમાં સુરક્ષિત કૅમેરા રેકૉર્ડિંગ સેટ અપ અને ઉપયોગ કરવા માટે તમારી યોગ્યતાને વેરિફાઈ કરવા માટે કરે છે. Apple તમારા કૅમેરા રેકૉર્ડિંગના કૉન્ટેંટને ઍક્સેસ કરી શકતું નથી. તમારે તમામ iCloud ફીચરનો ઉપયોગ કરવાની જરૂર નથી અને તમે જે iCloud ફીચરનો ઉપયોગ કરવા નથી માંગતા તેને તમારા ડિવાઇસ પર iCloud સેટિંગ્સમાં જઈને બંધ કરી શકો છો.

iCloudમાંથી સાઇન આઉટ કરવું
જો તમારે તમારા iOS અથવા iPadOS ડિવાઇસ અને અન્ય પેર કરેલી Apple Watch પર iCloudનો ઉપયોગ બંધ કરવો હોય તો સેટિંગ્સ > [તમારું નામ] પર જઈને સાઇન આઉટ કરો પર ટૅપ કરીને iCloudમાંથી સાઇન આઉટ કરી શકો છો. તમારા Mac પર iCloudનો ઉપયોગ બંધ કરવા માટે સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] પર જાઓ અને સાઇન આઉટ પર ક્લિક કરો. તમારા Apple અકાઉંટ પાસવર્ડની જરૂર પડી શકે છે.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ, તમે ડાઉનલોડ કરેલી Apple ઍપ, તમારા અકાઉંટ સાથે રજિસ્ટર થયેલા ડિવાઇસ અને Apple સર્વિસની સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન તેમજ તમે વિદ્યાર્થી તરીકે વેરિફાઈ કરેલ છો કે નહિ વગેરે જેવી તમારા અકાઉંટ વિષેની માહિતીનો ઉપયોગ તમને iCloud અને Apple One સહિતના તમને ગમતા અન્ય Apple પ્રૉડક્ટ, સર્વિસ અને ઑફર વિષેના સંચાર મોકલવા માટે કરી શકે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હો તો Apple તમને ઉત્પાદન, સેવા અને ફેમિલી શેરિંગના માધ્યમથી ઉપલબ્ધ ઑફર અંગે અનુરૂપ કમ્યૂનિકેશન મોકલી શકે છે. જો તમે Apple One સબ્સ્ક્રિપ્શન ખરીદો તો અમે તમને તમારા દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલી દરેક સેવાના ફીચર અંગે કમ્યૂનિકેશન મોકલી શકીએ છીએ. Apple આ સંચાર અને અમારી સેવાઓને બહેતર બનાવવા માટે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલા અમારા Apple One સંચાર સાથેના તમારા ઇંટરૅક્શન સંબંધિત માહિતી કલેક્ટ કરે છે.

ઇમેલ માર્કેટિંગ
જો તમે ઇમેલ માર્કેટિંગ પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો તો તમે આ કમ્યૂનિકેશન ઇમેલ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમે account.apple.com પર જઈને અથવા તમારા iOS અથવા iPadOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતીમાં જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

સૂચનાઓ
તમે સૂચનાઓ દ્વારા પણ આ સંચાર પ્રાપ્ત કરી શકો છો. તમારા iOS અથવા iPadOS ડિવાઇસ પર તમારી સૂચના પ્રાથમિકતાઓ અપડેટ કરવા અથવા તમારી સૂચનાઓ બંધ કરવાનો વિકલ્પ પસંદ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ પર જાઓ.

ફેમિલી શેરિંગ

ફેમિલી શેરિંગ દ્વારા તમે અને તમારા ફેમિલી ગ્રૂપ સબ્સ્ક્રિપ્શન, ખરીદી અને લોકેશન શેર કરી શકો છો. પરિવારના આયોજક ફેમિલી ગ્રૂપમાં “ખરીદવા માટે પૂછો” અને બાળક અને કિશોર માટેનો સ્ક્રીન ટાઇમ જેવા વાલી નિયંત્રણને સેટ અપ કરી શકે છે. જો તમારા ફેમિલી ગ્રૂપના કોઈ સભ્ય Apple TV જેવા અમુક Apple ડિવાઇસમાં સાઇન ઇન કરે તો ડિવાઇસ દ્વારા પરિવારના અન્ય સભ્યના Apple અકાઉંટનું નામ અને પ્રોફાઇલ ફોટો ડિસ્પ્લે કરીને તેને ઉમેરવાનું સૂચન કરી શકાય છે. ફેમિલી શેરિંગ અંગે વધુ માહિતી માટે www.apple.com/in/legal/privacy/data/en/family-sharing જુઓ.

tvOS અને તૃતીય પક્ષના ટીવી પર Apple TV ઍપ પ્રોફાઇલ

તમે tvOS પર અને અમુક તૃતીય પક્ષના ટીવી પર Apple TV ઍપ પર તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી પ્રોફાઇલ બનાવી શકો છો, જેમાં બાળકોના પ્રોફાઇલનો સમાવેશ થાય છે. આ પ્રોફાઇલનો ઉપયોગ તે પ્લૅટફૉર્મ પર Apple TV ઍપ પર કરી શકાય છે અને Apple TV ઍપ પર વ્યક્તિગત અનુભવોની અનુમતિ આપે છે. Apple અકાઉંટ સાથે સંકળાયેલી પ્રોફાઇલ ઍડમિન પ્રોફાઇલ છે. તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલ પ્રોફાઇલ બનાવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. તમે પ્રોફાઇલ માટે નામ અને ઇમેજ પસંદ કરશો અને આ પ્રોફાઇલ બાળક માટે છે કે નહિ તેમ નિર્ધારિત કરશો. પ્રોફાઇલ સેટઅપ દરમિયાન અને સેટિંગ્સમાં કોઈ પણ સમયે તમે તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરીને ખરીદી અને ભાડે લેવાની પ્રોફાઇલની ક્ષમતાને કંટ્રોલ કરી શકો છો. તમે Apple TV ઍપ માટે કૉન્ટેંટ પ્રતિબંધો પણ સેટ અપ કરી શકો છો. tvOS પર, સેટિંગ્સ > ઍપ્સ > TV > કૉન્ટેંટ પ્રતિબંધો પર જાઓ, પ્રોફાઇલ સિલેક્ટ કરો અને પગલાં અનુસરો.

તમે પસંદ કરેલા કૉન્ટેંટ રેટિંગના આધારે પ્રોફાઇલ Apple પાસેથી ખરીદેલા અથવા ભાડે લીધેલા કૉન્ટેંટ અને તમારા Apple TV સબ્સ્ક્રિપ્શન અને Apple TV ચૅનલને ઍક્સેસ કરી શકે છે અને જોઈ શકે છે. પ્રોફાઇલ તમારી કનેક્ટ કરેલ તૃતીય-પક્ષની વીડિયો ઍપ્સને પણ ઍક્સેસ કરી શકે છે, પરંતુ કૉન્ટેંટ પ્રતિબંધો માત્ર Apple TV ઍપ પર લાગુ થાય છે.

પ્રોફાઇલ સંબંધિત Apple જે માહિતી એકત્રિત કરે છે અને સ્ટોર કરે છે તે ઍડમિન પ્રોફાઇલના Apple અકાઉંટ સાથે સંકળાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, આમાં કોઈ પ્રોફાઇલ પર શું જોવાય છે, ક્યારે જોવાય છે, કયા ડિવાઇસ પર જોવાય છે અને ક્યાં સુધી જોવાય છે તેની વિગતવાર પ્લેબૅક ઍક્ટિવિટીનો સમાવેશ થાય છે. Apple TV ઍપ માહિતી કઈ રીતે કલેક્ટ કરે છે અને તેનો ઉપયોગ કરે છે તે વિષે વધુ જાણવા માટે www.apple.com/legal/privacy/data/en/apple-tv-app પર જાઓ.

બાળકોની પ્રોફાઇલ માટે અમે Apple TV ઍપ પર તે પ્રોફાઇલના યૂઝરને ઉંમર પ્રમાણે યોગ્ય અનુભવ પ્રદાન કરવા માટે બાળકોની પ્રોફાઇલ સાથે સંકળાયેલું પર્સિસ્ટંટ આઇડેંટિફાયર એકત્રિત કરીશું. અમે તે પ્રોફાઇલના યૂઝરને Apple TV ઍપ પ્રદાન કરવા, પ્રોફાઇલ ફીચર અને Apple TV ઍપને બહેતર બનાવવા અને છેતરપિંડી અને સુરક્ષા સંબંધિત હેતુઓ માટે આઇડેંટિફાયર અને બાળકની પ્રોફાઇલના ઍક્ટિવિટી ડેટાનો (જેમ કે સર્ચ અને જોવાયાની હિસ્ટરી) ઉપયોગ કરીશું. Apple આઇડેંટિફાયર અને સંબંધિત માહિતીનો ઉપયોગ અસંગત હેતુઓ માટે કરવામાં ન આવે અથવા તેને જાહેર કરવામાં ન આવે તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લેશે.

ઍડમિન પ્રોફાઇલની મંજૂરીથી સેટિંગ્સમાં પ્રોફાઇલને Apple અકાઉંટમાં અપગ્રેડ કરી શકાય છે. tvOS પર, સેટિંગ્સ > પ્રોફાઇલ અને અકાઉંટ પર જાઓ, પ્રોફાઇલ સિલેક્ટ કરો, Apple અકાઉંટમાં અપગ્રેડ કરો સિલેક્ટ કરો અને પગલાં અનુસરો. જ્યારે પ્રોફાઇલ અપગ્રેડ કરવામાં આવે છે ત્યારે તે પ્રોફાઇલ પર શું જોવાયું છે તે સંબંધિત માહિતી અને જોવાયાની હિસ્ટરી સાથે સંકળાયેલી વિગતો નવા Apple અકાઉંટમાં ટ્રાંસફર કરવામાં આવશે અને તે હવે ઍડમિન પ્રોફાઇલ સાથે સંકળાયેલી રહેશે નહિ. જો કે, જ્યારે પ્રોફાઇલ અપગ્રેડ કરવામાં આવે છે, ત્યારે ખરીદીઓ, સબ્સ્ક્રિપ્શન અને ભાડાઓ ઍડમિન પ્રોફાઇલ સાથે સંકળાયેલા રહેશે અને પ્રોફાઇલના નવા Apple અકાઉંટમાં ટ્રાંસફર કરવામાં આવશે નહિ અથવા તેની સાથે સંકળાયેલા રહેશે નહિ. સેટિંગ્સમાં ઍડમિન પ્રોફાઇલ દ્વારા પ્રોફાઇલને કોઈ પણ સમયે ડિલીટ પણ કરી શકાય છે. tvOS પર, સેટિંગ > પ્રોફાઇલ અને અકાઉંટ પર જાઓ, પ્રોફાઇલ સિલેક્ટ કરો અને પ્રોફાઇલ ડિલીટ કરો સિલેક્ટ કરો. એક વાર ડિલીટ કર્યા પછી, પ્રોફાઇલ અને તેની જોવાયાની હિસ્ટરી ઍડમિન પ્રોફાઇલના Apple અકાઉંટ માટે ઉપલબ્ધ રહેશે નહિ.

iMessage, FaceTime અને iCloud

જ્યારે તમે તમારા iPhoneમાં તમારા Apple અકાઉંટથી સાઇન ઇન કરશો ત્યારે તમે iMessage, FaceTime, iCloud અને અન્ય Apple સર્વિસમાં ઑટોમૅટિક સાઇન ઇન થઈ જશો. તમારા ડિવાઇસનો ફોન નંબર પણ વેરિફાઇ કરવામાં આવશે અને તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવશે. તમારા Apple અકાઉંટ અથવા ફોન નંબર તમારા દ્વારા સંપર્ક કરવામાં આવે છે તે અથવા ડેટા શેર કરો છો તે લોકોને દેખાશે અને લોકો તમારા Apple અકાઉંટ અને તમારા અકાઉંટના ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર દ્વારા તમારી સાથે સંપર્ક કરી શકે છે. તમે સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી પર જઈને લોકો તમારો કેવી રીતે સંપર્ક કરે તે પસંદ કરી શકો છો. તમે સેટિંગ્સ > મેસેજ પર જઈને અને iMessage અને FaceTime અને પ્રાઇવસિ પરિચય પર ટૅપ કરીને પણ iMessage અને FaceTime અંગે વધુ જાણી શકો છો.

iTunes, App Store અને સંગીત

જ્યારે તમે તમારા iPhone પર તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરશો ત્યારે તમે iTunes Store, App Store અને Apple Musicમાં ઑટોમૅટિક સાઇન ઇન થઈ જશો જેથી તમે ખરીદી કરી શકો અથવા Apple Musicનો ઝડપથી અને સરળતાથી ઉપયોગ કરવાનું શરૂ કરી શકો. તમારા દ્વારા કરવામાં આવતી દરેક ખરીદીનો રેકોર્ડ અમારી સિસ્ટમમાં રહેશે જેથી તમે તેને કોઈ પણ સમયે ફરીથી ડાઉનલોડ કરી શકો. જો તમે Apple Musicનો ઉપયોગ કરો તો તમારી સાંભળવાની હિસ્ટરીને જાળવી રાખવામાં આવી શકે છે અને તેનો ઉપયોગ વ્યક્તિગત ભલામણ પ્રદાન કરવા માટે કરી શકાય છે. તમે Apple Music સેટિંગ્સમાંથી તમારી સાંભળવાની હિસ્ટરી શેર ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

જો તમારા વિસ્તારમાં iTunes Match ઉપલબ્ધ હોય અને તમે iTunes Matchનો ઉપયોગ કરતા હો તો iCloud તમારી iTunes લાઇબ્રેરીમાં મીડિયા અંગેની માહિતી કલેક્ટ કરશે અને મીડિયાને iTunes Storeમાં અત્યારે ઉપલબ્ધ ગીતો સાથે મૅચ કરશે અથવા મૅચ ન થતા હોય તેવા ગીતોને અપલોડ કરશે, ત્યારબાદ એ ગીતોને તમારા યોગ્ય ડિવાઇસ દ્વારા ઍક્સેસ કરી શકાય છે.

ઑટોમૅટિક સાઇન-ઇન

તમારી પરવાનગી સાથે Apple કોઈ પણ iPhone, iPad અથવા Apple TVમાં જ્યાં તમે એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું છે તેમાં અમુક સહભાગી તૃતીય-પક્ષ ઍપ્સમાં તમને ઑટોમૅટિક રીતે સાઇન ઇન કરી શકે છે. Apple તમારા તમામ ડિવાઇસમાં સાઇન-ઇન સક્ષમ કરવા માટે Apple અકાઉંટ સાથે જોડાયેલા સહભાગી ઍપ દ્વારા પ્રદાન કરવામાં આવતા સાઇન-ઇન ટોકન સ્ટોર કરે છે. તમે તમારા Apple અકાઉંટ સેટિંગ્સમાં દરેક સહભાગી ઍપ માટેની ઑટોમૅટિક સાઇન-ઇન ક્ષમતાને મૅનેજ કરી શકો છો. તમારા iOS અથવા iPadOS ડિવાઇસમાં સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી > કનેક્ટેડ અકાઉંટ પર જાઓ.

ભાગીદારો દ્વારા Apple સબ્સ્ક્રિપ્શન

જો તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર અથવા અન્ય Apple પાર્ટનર Apple સર્વિસ (જેમ કે Apple One, Apple Music, અથવા Apple TV) માટે સબ્સ્ક્રિપ્શન અને ફ્રી ટ્રાયલ ઑફર કરે તો Apple તમારા ફોન નંબર અથવા અનન્ય અકાઉંટ આઇડેંટિફાયરનો ઉપયોગ કરશે અને અમુક કિસ્સાઓમાં પાર્ટનર દ્વારા શેર કરાયેલ Apple ડિવાઇસના સીરીયલ નંબરનો ઉપયોગ ફ્રી ટ્રાયલ અથવા સબ્સ્ક્રિપ્શન અંગે ઓળખ કરવા તેમજ સાઇન ઇન કરતી વખતે તમારા અકાઉંટને વેરિફાઈ કરવા અને તમારા Apple સબ્સ્ક્રિપ્શન અથવા ફ્રી ટ્રાયલને તમારા Apple અકાઉંટ સાથે કનેક્ટ કરવા માટે કરશે. અમે ફોન નંબર અથવા યૂનીક અકાઉંટ આઇડેંટિફાયરનો ઉપયોગ મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર અથવા પાર્ટનરને તમે તમારી ફ્રી ટ્રાયલ અથવા સબ્સ્ક્રિપ્શન સક્રિય કરી લીધું છે કે કેમ તેની માહિતી આપવા માટે પણ કરીશું.

ચુકવણી પદ્ધતિઓ, ગિફ્ટ કાર્ડ અને Apple અકાઉંટ બૅલેંસમાં ફંડ ઉમેરવું

App Store, iTunes, Music વગેરે પરથી ખરીદી કરવા માટે તમારે Apple અકાઉંટમાં માન્ય ચુકવણી પદ્ધતિ ઉમેરવી આવશ્યક છે. iOS પર ચુકવણી પદ્ધતિ ઉમેરવા માટે સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરી પર જાઓ, ચુકવણી પદ્ધતિ ઉમેરો પર ટૅપ કરો અને આવશ્યક ચુકવણી વિગત ઉમેરો. તમે માહિતીને મૅન્યુઅલી એંટર કરીને અથવા તમારા ચુકવણી કાર્ડનો ફોટો લઈને ચુકવણી વિગતો ઉમેરી શકો છો. જો તમે તમારા ચુકવણી કાર્ડનો ફોટો લઈને ચુકવણીની વિગતો ઉમેરવાનું પસંદ કરો તો તમારું ડિવાઇસ જરૂરી ફીલ્ડ પૉપ્યુલેટ કરવા માટે ઇમેજમાંથી સંબંધિત માહિતી લે છે, તે ઇમેજ Apple દ્વારા જોવામાં અથવા સ્ટોર કરવામાં આવશે નહિ. જ્યારે તમે નવું ચુકવણી કાર્ડ ઉમેરો છો તો Apple તપાસ કરે છે કે ચુકવણી કાર્ડ બીજા Apple અકાઉંટ સાથે જોડાયેલું છે કે નહિ. જો તે જોડાયેલ હોય તો Apple તે ચુકવણી કાર્ડ ધરાવતા Apple અકાઉંટ ધારકને સૂચિત કરે છે કે કાર્ડ નવા Apple અકાઉંટમાં ઉમેરવામાં આવ્યું છે. આ સૂચનાના ભાગ તરીકે તમારી વ્યક્તિગત માહિતી અને Apple અકાઉંટની વિગતો શેર કરવામાં આવતી નથી. જો તમે એવા દેશ કે વિસ્તારમાં છો જ્યાં અમારે ખાતરી કરવી જરૂરી છે કે તમે પુખ્ત ઉંમરના વ્યક્તિ છો અને તમે આ ઉંમર પુષ્ટીકરણની જરૂરિયાતને પૂર્ણ કરતી ચુકવણી પદ્ધતિ ઉમેરો છો અથવા અગાઉ ઉમેરી છે, તો અમે તમારા Apple અકાઉંટને પુખ્ત અકાઉંટ તરીકે ઓળખવા માટે તે ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીએ છે.

Apple તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જેમ કે અકાઉંટ નંબર અને મુદત સમાપ્તિ તારીખ સહિતની ચુકવણી પદ્ધતિની વિગતોને કલેક્ટ, સ્ટોર અને ટ્રાંસફર કરે છે, જેથી તમારી ખરીદી પૂરી થાય, કાયદાનું પાલન થાય અને છેતરપિંડી રોકી શકાય. જ્યાં કાનૂની રીતે જરૂરી હોય ત્યાં Apple અથવા અમારા ચુકવણી પાર્ટનર (ઉદાહરણ તરીકે, બૅન્ક અથવા ચુકવણી પ્રક્રિયામાં સામેલ અન્ય એંટિટી) પણ તમારા ટ્રાંઝેક્શનને પ્રોસેસ કરવા અને કાયદાનું પાલન કરવા માટે સરકારી ઓળખપત્ર જેવી વધારાની વ્યક્તિગત માહિતી એકત્રિત, સ્ટોર અને ટ્રાંસફર કરી શકે છે. તમે Appleને બિલિંગ અને ડિલિવરી અડ્રેસ પણ પ્રદાન કરી શકો છો. તેનો ઉપયોગ માર્કેટિંગ અને ઍનાલિટિક્સ હેતુઓ સાથે કાયદાનું પાલન અને છેતરપિંડી રોકવા માટે કરી શકાય છે.

તમે ચુકવણી કાર્ડનો ઉપયોગ કરો ત્યારે Apple ભવિષ્યમાં ખરીદી, રિકરિંગ ટ્રાંઝેક્શન અથવા તમારા દ્વારા અધિકૃત અન્ય ઉપયોગ માટે તમારા કાર્ડ નંબર અને બિલિંગની માહિતીને જાળવી રાખવામાં આવી શકે છે અને ઑટોમૅટિક રીતે અપડેટ કરવામાં આવી શકે છે. Apple આ માહિતી તમારી નાણાકીય સંસ્થા અથવા ચુકવણી નેટવર્ક પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને છેતરપિંડી રોકવા અને વેરિફિકેશન માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.

જો તમે Apple Pay, સક્ષમ કરો તો Apple તપાસ કરશે કે કોઈ Apple Pay ચુકવણી પદ્ધતિ તમારા Apple અકાઉંટની ફાઇલમાં ચુકવણી પદ્ધતિ તરીકે ઉમેરવા યોગ્ય છે કે કેમ અને પછી ચુકવણી પદ્ધતિ વૉલેટમાં મળી અંતર્ગત ડિસ્પ્લે કરવામાં આવશે. જ્યારે તમે તમારા Apple અકાઉંટ સાથે ટ્રાંઝેક્શન કરો તો Apple ફાઇલ પર રહેલી Apple અકાઉંટ ચુકવણી પદ્ધતિ Apple Pay માટે યોગ્ય છે કે કેમ તેની તપાસ કરી શકે છે. જો એમ હોય તો તમારી ચુકવણી માહિતીની સુરક્ષા માટે Apple તે ચુકવણી પદ્ધતિ માટે Apple Payને સક્ષમ કરી શકે છે. તમે સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરીમાં જઈને કોઈ પણ સમયે તમારી ચુકવણી પદ્ધતિમાં ફેરફાર કરી શકો છો.

તમે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને Apple Gift Card ખરીદી શકો છો અને તેને પ્રાપ્તકર્તા સાથે શેર કરી શકો છો. આ માટે Appleને પ્રાપ્તકર્તાનું ઇમેલ અડ્રેસ, તમારું નામ અને ગિફ્ટ કાર્ડની રકમની વિગતો આપવી પડશે. જો તમે એમ પસંદ કરો તો મેસેજ પણ એંટર કરી શકો છો. Apple પ્રાપ્તકર્તાની માહિતી ગિફ્ટ કાર્ડ વેચવા અને રિડેંપ્શન માટે, કાયદાનું પાલન કરવા અને છેતરપિંડી રોકવાના હેતુ માટે કરશે.

તમે Apple Gift Card વૅલ્યૂને તમારા Apple અકાઉંટ બૅલેંસમાં લાગૂ કરીને તેને રિડીમ પણ કરી શકો છો. જ્યારે તમે Apple Gift Card રિડીમ કરો ત્યારે તે ગિફ્ટ કાર્ડની માહિતી તમારા Apple અકાઉંટના બૅલેંસમાં ઉમેરવામાં આવશે અને તેનો ઉપયોગ Apple કાયદાનું પાલન કરવા અને છેતરપિંડી રોકવા માટે કરશે. તમે રિડીમ કરેલા ગિફ્ટ કાર્ડની સંખ્યા જેવી તમારા ગિફ્ટ કાર્ડ રિડેંપ્શન અંગેની અમુક માહિતીનો ઉપયોગ રિડેંપ્શન અનુભવ અને Apple તરફથી તમારી સાથે થતા કમ્યૂનિકેશનને વ્યક્તિગત કરવા માટે થઈ શકે છે. તમે ગિફ્ટ કાર્ડની માહિતીને વ્યક્તિગત કરવાનું નાપસંદ પણ કરી શકો છો, તે માટે iTunes Store પર જાઓ, નીચે સ્ક્રોલ કરીને, Apple અકાઉંટ > Apple અકાઉંટ જુઓ પર ટૅપ કરીને વ્યક્તિગત ભલામણ બંધ કરો.

તમે ફાઇલ પર રહેલી તમારી ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીને તમારા Apple અકાઉંટના બૅલેંસમાં સીધું ફંડ ઉમેરી શકો છો. જ્યારે તમે તમારા Apple અકાઉંટના બૅલેંસમાં ફંડ ઉમેરો ત્યારે તમારી પાસે રિકરિંગ ફંડને વધારવા માટે ઑટોમૅટિક રકમ અથવા સમયગાળો નિર્ધારિત કરવાનો વિકલ્પ હોઈ શકે છે. જ્યારે તમે ઑટોમૅટિક ફંડ વધારો સેટ અપ કરો ત્યારે તમને તમારા બૅલેંસ અથવા રિકરિંગ ફંડ વધારા (ઉદાહરણ તરીકે તમારી નોંધણી પછીની પુષ્ટીકરણ નોટિસ, રસીદ અને રિમાઇંડર) અંગે Apple તરફથી તમારા ડિવાઇસ અથવા ઇમેલ પર કમ્યૂનિકેશન મોકલવામાં આવશે. તમારા Apple અકાઉંટ સેટિંગ્સમાં જઈને તમે કોઈ પણ સમયે ઑટોમૅટિક ફંડ વધારાને અપડેટ કરી શકો છો અથવા રોકી શકો છો.

તમે ગિફ્ટ કાર્ડ રિડીમ કરી લો અથવા તમારા Apple અકાઉંટ બૅલેંસમાં ફંડ ઉમેરો તે પછી તમારું અપડેટ કરેલ Apple અકાઉંટ બૅલેંસ વૉલેટમાં દેખાશે જેથી તમે Apple Storeમાં ખરીદી માટે તમારા Apple અકાઉંટ બૅલેંસનો સરળતાથી ઉપયોગ કરી શકો.

ચુકવણી પદ્ધતિ, ગિફ્ટ કાર્ડ અને તમારા Apple અકાઉંટમાં ફંડ ઉમેરવાના અનુભવને બહેતર કરવા માટે Apple તમારા Apple અકાઉંટ ચુકવણી સેટિંગ્સ સાથે ક્લિક અને ટૅપ સહિત ઇંટરૅક્શન અંગે કેટલાક વિશેષ ડેટા કલેક્ટ કરી શકે છે.

સબ્સ્ક્રિપ્શન મૅનેજમેંટ

તમે તમારા Apple અકાઉંટ સેટિંગ્સમાં Appleની ઍપમાં ખરીદીની સિસ્ટમ દ્વારા ખરીદવામાં આવેલી Apple સર્વિસ અને તૃતીય પક્ષની સર્વિસ તમારા સબ્સ્ક્રિપ્શનને જોઈ અને મૅનેજ કરી શકીએ છીએ. તમારા iOS ડિવાઇસમાં સેટિંગ્સ > [તમારું નામ] > સબ્સ્ક્રિપ્શન પર જાઓ. કોઈ એક્ટિવ અથવા તાજેતરમાં સક્રિય સબ્સ્ક્રિપ્શનની વિગતો જોવા, તેને મૅનેજ અને રદ કરવા માટે સબ્સ્ક્રિપ્શન પર ટૅપ કરો. જો તમે iCloud પરિવારનો હિસ્સો હોવ તો તમે તમારા પરિવાર સાથે સબ્સ્ક્રિપ્શનના શેરિંગની સાથે તમારી રિન્યૂઅલ રસીદની પ્રાથમિકતાઓને પણ મૅનેજ કરી શકો છો. જ્યારે તમે તમારા Apple અકાઉંટ દ્વારા તમારું સબ્સ્ક્રિપ્શન જુઓ છો અને મૅનેજ કરો છો ત્યારે Apple તમારું સબ્સ્ક્રિપ્શન ખરીદતી વખતે ડેવલપરને આપવામાં આવેલી રસીદની માહિતીનો ઉપયોગ ડેવલપર પાસેથી કોઈ પણ મેસેજ અથવા ઑફરની વિનંતી કરવા માટે કરી શકે છે જે તેઓ ઈચ્છે છે કે Apple તમને પ્રદર્શિત કરે. Apple ડેવલપર તરફથી અમે પ્રદર્શિત કરીએ છીએ તે મેસેજના કૉન્ટેંટને અમારા પોતાના હેતુઓ માટે સ્ટોર કે અન્ય રીતે ઉપયોગ કરતા નથી, પરંતુ મેસેજ માટેની વિનંતી ડેવલપરને સૂચવી શકે છે કે તમે તમારું સબ્સ્ક્રિપ્શન મૅનેજ કરી રહ્યાં છો અને Apple કયા અને કેવા મેસેજના પ્રકાર દેખાશે તે વિષેની માહિતી એકત્રિત કરી શકે છે. સબ્સ્ક્રિપ્શન મૅનેજમેંટ સાથેનો તમારો અનુભવ બહેતર કરવા માટે Apple તમારા Apple અકાઉંટ સબ્સ્ક્રિપ્શન સેટિંગ્સમાં તમે શું જુઓ છો, ક્લિક અને ટૅપ કરો છો તે સહિતનો ઇંટરૅક્શન ડેટા કલેક્ટ કરી શકે છે.

સ્કૂલ અને બિઝનેસ સંગઠનો

જો તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલું ઇમેલ અડ્રેસ Apple School Manager અથવા Apple Business Manager સંગઠન દ્વારા કંટ્રોલ કરવામાં આવતા ડોમેનનો ઉપયોગ કરતું હોય તો Apple તે ડોમેન એ જ સંગઠનના કંટ્રોલમાં છે તે વેરિફાઇ કર્યા પછી તે સંગઠન સાથે તમારા ઇમેલ અડ્રેસને શેર કરી શકે છે. તમને તમારા અકાઉંટને વર્ક અથવા સ્કૂલ અકાઉંટમાં ટ્રાંસફર કરવાની અનુમતિ આપીને અથવા તમારા ઇમેલ અડ્રેસને રિક્લેમ કરીને સંગઠન તમારા ઇમેલ અડ્રેસને તમારા Apple અકાઉંટ સાથે જોડતા રોકી શકે છે. જો તમે તમારા અકાઉંટને ટ્રાંસફર કરવાનું પસંદ કરો તો Apple યોગ્યતા નિર્ધારિત કરવા માટે તમારા સબ્સ્ક્રિપ્શન અને ખરીદી, ચુકવણી પદ્ધતિ અને બાકી બૅલેંસ અને તમારું અકાઉંટ કોઈ ફેમિલી શેરિંગ ગ્રૂપનો હિસ્સો છે કે કેમ વગેરે વિવિધ અકાઉંટ વિશેષતાઓની તપાસ કરી શકે છે. જો તમારું અકાઉંટ યોગ્ય હોય તો તમે તમારા Apple અકાઉંટને સંગઠન દ્વારા મૅનેજ કરાતા વર્ક અથવા સ્કૂલ અકાઉંટમાં ટ્રાંસફર કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આનાથી સંગઠનને અકાઉંટ અંગેના સમગ્ર ડેટાના ઍક્સેસની અનુમતિ મળી જશે. જો તમારું અકાઉંટ યોગ્યતા ન ધરાવતું હોય તો અથવા તમારી ઈચ્છા ન હોય તો તમારે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલા ઇમેલ અડ્રેસને અપડેટ કરવું પડશે. અકાઉંટની વિશેષતાઓની પૂરી સૂચી સાથે તમારા અકાઉંટને ટ્રાંસફર કરવા અંગે વધારે માહિતી માટે અને તમારા ઇમેલ અડ્રેસને અપડેટ કરવા માટે support.apple.com/102159 પર જાઓ.

વપરાશ ડેટા

અમે iCloudના તમારા ઉપયોગનો ડેટા પણ કલેક્ટ કરીએ છીએ, જેથી તમને સેવા પૂરી પાડી શકાય અને તેની ગુણવત્તામાં પણ સુધારો કરી શકાય. જો કોઈ ગ્રાહક સમસ્યા ઉભી થાય તો તેને દૂર કરવા માટે તેમાંથી અમુક ડેટાને તમારા Apple અકાઉંટ સાથે જોડી શકાય છે. તમે કયા શહેર અને દેશમાંથી આ સેવા ઍક્સેસ કરી રહ્યા છો તે નિર્ધારિત કરવા માટે અમે તમારા IP અડ્રેસનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ અમે તેને અમારી પાસે રાખતા નથી.

અકાઉંટની સિક્યુરિટી

Apple તમારા ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે શ્રેષ્ઠ સુરક્ષા ટૅક્નોલોજીનો ઉપયોગ કરે છે. Apple અકાઉંટ, Apple સુરક્ષા ફીચર અને Apple અકાઉંટ રિકવરી પ્રક્રિયાની સુરક્ષા અને વિશ્વસનીયતાને બહેતર બનાવવા અને સુનિશ્ચિત કરવા માટે, Apple અમુક મર્યાદિત માહિતી એકત્રિત કરે છે, જે તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી હોઈ શકે છે, જેમાં આ સામેલ છે :

  • Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા, તમારી પાસે પહેલેથી ઉપલબ્ધ ડિવાઇસની આસપાસ હોય ત્યારે તેનો ઉપયોગ કરીને નવું ડિવાઇસ સેટ અપ કરવા, ડિવાઇસને કાઢી નાખવા, Apple અકાઉંટ સેટિંગ્સને અપડેટ કરવા અને તમારો ડેટા ઍક્સેસ કરવા અથવા રિકવર કરવા માટે તમારા અકાઉંટમાં પ્રમાણિત કરવાની પ્રક્રિયાની સાથે તમારો અનુભવ અને કેટલીવાર તમને સફળતા મળી અથવા સમસ્યાનો અનુભવ થયો તે દર્શાવતી ઇવેંટ
  • Apple અકાઉંટ સાથે સંકળાયેલા તમારા રિકવરી કૉન્ટૅક્ટ અને રિકવરી કી અથવા સમાન સુરક્ષા અને રિકવરીની વિગતો બનાવવા અને ઉપયોગના પર્ફોર્મન્સ અને વિશ્વસનીયતાને કૅપ્ચર કરતી ઇવેંટ. Apple પાસે તમારા રિકવરી કૉન્ટૅક્ટ અથવા રિકવરી કી સંબંધિત જાણકારી નથી અથવા તેની પાસે ઍક્સેસ નથી
  • તમારા ડેટાનો ઍક્સેસ રિકવર કરવા માટે તમારા ડિવાઇસનો પાસકોડ અથવા પાસવર્ડનો ઉપયોગ કરવાના પર્ફૉર્મન્સ અને વિશ્વસનીયતાને કૅપ્ચર કરતી ઇવેંટ. Apple પાસે તમારા ડિવાઇસના પાસકોડ અથવા પાસવર્ડ વિષેની માહિતી અથવા ઍક્સેસ હોતો નથી
  • તમારા અકાઉંટમાંથી ડિવાઇસને કાઢી નાખવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી ઇવેંટ અથવા નિષ્ફળ અકાઉંટ અને ડેટા રિકવરીની અસર નક્કી કરવા માટે તમારા તમામ iCloud ડેટાને રીસેટ અને ડિલીટ કરવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી ઇવેંટ

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે તમારા Apple અકાઉંટ અને ઉપર વર્ણવેલી સંબંધિત માહિતીને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય તે પ્રમાણે પ્રોસેસ કરીએ છીએ. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતિય પક્ષના કાયદેસરના હિતોના હેતુ માટે જરૂર અનુસાર નિમ્નલિખિત શ્રેણીના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં આ માહિતીનો પણ સમાવેશ થાય છે :

  • તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવા માટે તમારા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી માહિતી સાથે તમામ સંપર્ક, ચુકવણી અને તમે તમારી તમામ Apple સર્વિસ માટે ઉપયોગ કરો છો તેવા વિશ્વસનીય ફોન નંબર અથવા સુરક્ષા પ્રશ્ન જેવી સુરક્ષા વિગતોનો સમાવેશ થાય છે
  • તમે ઇંસ્ટૉલ કરો છો તે ઍપ્સ, તેને ક્યાંથી ઇંસ્ટૉલ કરો છો તે સહિત (ઉદાહરણ તરીકે, વેબસાઇટ અથવા ઍપ માર્કેટપ્લેસ)
  • તમારું ડિવાઇસ જે દેશ અથવા ક્ષેત્રમાં લોકેટેડ હોય તેના આધારે નિર્ધારિત કરવું કે તમારું ડિવાઇસ કાનૂની રૂપે જરૂરી ફીચર અને સેવા માટે યોગ્ય છે કે નહિ
  • તમારા ડિવાઇસ, તમારા ડિવાઇસનું નામ, સિરિઅલ નંબર અને અન્ય હાર્ડવેર આઇડેંટિફાયર સહિત
  • iCloud, iTunes Store, App Store, Apple Music અને Apple One જેવી વિવિધ Apple સર્વિસનો તમારો ઉપયોગ અને સબ્સ્ક્રિપ્શન
  • અકાઉંટ નંબર અને મુદત તારીખ, બિલિંગ અને ડિલિવરી અડ્રેસ તેમજ ગિફ્ટ કાર્ડ રિડેંપ્શન માહિતી સહિતની ચુકવણીની વિગતોનો સમાવેશ થાય છે

આ કાયદેસરના હિતમાં સામેલ છે :

  • તમને અને અન્ય લોકોને વધુ સારી સેવાઓ અને સપોર્ટ પ્રદાન કરવા અને અકાઉંટિંગ, રિપોર્ટિંગ અને ઍનાલિટિક્સ હેતુ પ્રદાન કરવા
  • કાનૂની રૂપે જરૂરી ફીચર અને સેવાઓની ઉપલબ્ધતા નિર્ધારિત કરવી અને તેને સક્ષમ કરવી
  • ઇમેલ અને પુશ સૂચનાઓ દ્વારા તમને રસ પડે તેવી ઑફર મોકલવા માટે તમારા ડેટાનો ઉપયોગ કરવો
  • ઑફર માટે પાત્રતા તપાસવી
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

રિટેંશન

તમે સબ્સ્ક્રિપ્શન જેવી ખરીદી કરો ત્યારે અમે તમારી ખરીદી સંબંધિત વ્યક્તિગત ડેટાને વિવિધ ક્ષેત્રોમાં લાગૂ પડતા અલગ-અલગ નાણાકીય બાબતોને લગતા કાયદા દ્વારા નિર્ધારિત અવધિ સુધી જાળવી રાખીએ છીએ. મોટા ભાગના ગ્રાહકો માટે ઓછામાં ઓછી 10 વર્ષની રિટેંશન અવધિ જરૂરી હોય છે, પરંતુ ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે. અમે iCloud સંબંધિત સેવાઓ સાથે તમારા ઇંટરૅક્શનના રેકોર્ડને પણ જાળવી રાખી શકીએ છીએ. સામાન્ય રીતે આ રેકોર્ડને 30 દિવસ સુધી સ્ટોર કરવામાં આવે છે પરંતુ ઍગ્રિગેટ રૂપમાં ત્રણ વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. સિવાય કે અમે કાનૂન અને કાનૂની પ્રક્રિયા દ્વારા તેને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે બાધ્ય હોઈએ.

જો તમે તમારું Apple અકાઉંટ ડિલીટ કરી દો તો અમે ઉપરોક્ત વિવરણ સહિત કાનૂની બાધ્યતાના અનુપાલન માટે ડિલીટ કરવામાં આવેલા અકાઉંટનો રેકોર્ડ જાળવી રાખીએ છીએ અને અકાઉંટ સુરક્ષાના કાયદેસરના હિતમાં જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી જાળવી રાખીએ છીએ. જો તમે પછીથી નવું અકાઉંટ બનાવવાનું પસંદ કરો તો તમારે જે તમે ડિલીટ કરવાની વિનંતી કરી છે તે તે અકાઉંટ સાથે જોડાયેલું ન હોય એવા ઇમેલ અડ્રેસનો ઉપયોગ કરવાની જરૂર પડશે. જો તમે તમારું અકાઉંટ બનાવવા માટે ફોન નંબરનો ઉપયોગ કર્યો હોય તો સમાન કારણને લઈને તમે અન્ય અકાઉંટ બનાવવા તેનો ઉપયોગ કરી શકતા નથી. જો તમે અકાઉંટ બનાવવા માટે અકાઉંટના પ્રાથમિક ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબરનો ઉપયોગ કર્યો હોય તો તમે તેને કાઢી શકતાં નથી. કોઈ કોર્ટ સેટલમેંટ અથવા સમાન મૅન્ડેટ પ્રક્રિયાના પાલન માટે પણ અમારે માહિતીને જાળવી રાખવાની જરૂર પડી શકે છે.

અમે કોઈ અકાઉંટ ડિલીટ કરીએ છીએ ત્યારે અમારા શ્રેષ્ઠ પ્રયાસ હોય છે કે તમારા અકાઉંટ સાથે જોડાયેલો પૂરો વ્યક્તિગત ડેટા ડિલીટ કરી દેવામાં આવે. અમે તમારો વ્યક્તિગત ડેટા ડિલીટ કરીએ તો અમે તમારી સાથે જોડાયેલો અમુક વ્યક્તિગત ડેટા કાયમ માટે રિકવર ન કરી શકાય તેવો બનાવી દેવાની સાથે અમુક વ્યક્તિગત ડેટાને ઓળખી ન શકાય તેવો પણ બનાવી દઈએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-05-11