Apple જાહેરાત અને પ્રાઇવસિ
Apple દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાહેરખબરથી યૂઝરની પ્રાઇવસિને ધ્યાનમાં રાખીને લોકોને ઍપ્સ, ઉત્પાદન અને સેવા શોધવામાં મદદ મળે છે. Apple જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને અમે તમારી માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર તમને કંટ્રોલ પ્રદાન કરે છે. અમારું જાહેરાત પ્લૅટફૉર્મ તૃતીય પક્ષો સાથે વ્યક્તિગત ડેટા શેર કરતું નથી.
Appleના જાહેરાત પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને ડિલિવર કરવામાં આવેલી જાહેરખબર App Store, Apple નકશો, Apple News, સ્ટૉક્સ અને Apple TV ઍપમાં દેખાઈ શકે છે. Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમને ટ્રૅક કરતું નથી, અર્થાત કે તે લક્ષિત જાહેરાત અથવા જાહેરાત મૂલ્યાંકનના હેતુ માટે અમારી ઍપમાંથી કલેક્ટ કરવામાં આવેલા યૂઝરના અથવા ડિવાઇસના ડેટાને તૃતીય પક્ષ પાસેથી કલેક્ટ કરેલા યૂઝર અથવા ડિવાઇસ ડેટાથી લિંક કરતા નથી અને ડેટા બ્રોકર સાથે યૂઝર અથવા ડિવાઇસ ડેટાને શેર કરતા નથી.
સંદર્ભિત માહિતી
સેશન દરમિયાન સંદર્ભિત માહિતીનો ઉપયોગ કરીને સંબંધિત જાહેર ખબર પસંદ કરવામાં આવી શકે છે, જેમ કે :
- ડિવાઇસની માહિતી : તમારા કીબોર્ડ અને ડિવાઇસ ભાષા સેટિંગ્સ, ડિવાઇસનો પ્રકાર, OS વર્ઝન, દિવસનો સમય અને કનેક્શનનો પ્રકાર.
- અંદાજિત ડિવાઇસ લોકેશન : જો લોકેશન સેવા ચાલુ હોય અને તમે App Store, Apple નકશો, Apple News અથવા Apple TVને તમારા લોકેશનને ઍક્સેસ કરવાની અનુમતિ આપી છે તો ભૌગોલિક રીતે સુસંગત જાહેર ખબર પ્રદાન કરવા માટે તે ઍપમાં તમારા અંદાજિત લોકેશનનો ઉપયોગ થઈ શકે છે. Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારા લોકેશનમાંથી પ્રોફાઇલ બનાવતું નથી અને જો તમે કોઈ એવી ઍપને ચોક્કસ લોકેશન ઍક્સેસ કરવાની અનુમતિ આપો ત્યારે પણ તમારા ચોક્કસ લોકેશનનો ઉપયોગ અથવા સ્ટોર કરતું નથી. આ સેટિંગ્સને ઍક્સેસ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા અને લોકેશન સેવા પર જાઓ.
- App Store : તમે સર્ચ કરો છો તે શબ્દો અને તમે જે પાનું જોઈ રહ્યા છો તેના વિષેની માહિતી.
- Apple News અને સ્ટૉક્સ : તમે જે સ્ટોરી વાંચી રહ્યા છો તેનો પ્રકાર.
- Apple નકશો : તમે સર્ચ કરો છો તે શબ્દો અને તમે સર્ચ કરો ત્યારે નકશાનો વ્યૂ.
તમારી જાહેરાતનો અનુભવ બહેતર બનાવવા માટે અને જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં તમારું ડિવાઇસ વધારાની સંદર્ભ માહિતી — જેમ કે તમે હાલમાં ઇંસ્ટૉલ કરેલા ઍપ અને તમારા વર્તમાન સેશનમાં તમે શું ટૅપ કરો છો અથવા જુઓ છો તેનો ઉપયોગ કઈ જાહેરાત ડિસ્પ્લે કરવી તે નક્કી કરવા માટે કરી શકે છે. આ વિશ્લેષણ તમારા ડિવાઇસ પર સીધું થાય છે અને Apple Ads પર મોકલવામાં આવતું નથી.
વ્યક્તિગત જાહેર ખબર અને સેગમેંટ
અમે App Store, Apple News અને સ્ટૉક્સ પર પર્સનલાઇઝ કરેલી જાહેરાતો ડિલિવર કરવા માટે સેગમેંટ બનાવીએ છીએ. વ્યક્તિગત જાહેર ખબર Apple નકશો ઍપ પર સપોર્ટેડ નથી જ્યાં તમે માત્ર ઉપરની માહિતીના આધારે સંદર્ભિત જાહેર ખબર જોશો. સેગમેંટ લોકોના ગ્રૂપ હોય છે જે સમાન વિશેષતાઓ શેર કરે છે. તમારા અંગેની માહિતીનો ઉપયોગ તમને કયા સેગમેંટમાં રાખવા અને તેના આધારે કઈ જાહેરખબર તમને પ્રાપ્ત થશે તે નિર્ધારિત કરવા માટે કરવામાં આવી શકે છે. તમારી પ્રાઇવસિ સુરક્ષિત રાખવા માટે પર્સનલાઇઝ કરેલી જાહેરાતોને ફક્ત ત્યારે જ ડિલિવર કરવામાં આવે છે જ્યારે 5,000 કરતાં વધારે લોકો જાહેરાતકર્તા દ્વારા સિલેક્ટ કરેલ ટાર્ગેટિંગ માપદંડને પૂરા કરતા હોય.
અમે નીચે પ્રમાણેની માહિતીનો ઉપયોગ તમને સેગમેંટમાં રાખવા માટે કરી શકીએ છીએ :
- અકાઉંટ માહિતી : Apple અકાઉંટમાં રજિસ્ટર કરેલું તમારું નામ, અડ્રેસ, ઉંમર, જાતિ અને ડિવાઇસ. તમારા Apple અકાઉંટ રજિસ્ટ્રેશન પેજમાં તમારું નામ અથવા તમારા Apple અકાઉંટમાં સંબોધન જેવી માહિતીનો ઉપયોગ કરીને તમારું લિંગ નિર્ધારિત કરવામાં આવે છે. તમે Apple અકાઉંટ વેબસાઇટ account.apple.com પર તમારા અકાઉંટની માહિતી અપડેટ કરી શકો છો.
- ડાઉનલોડ, ખરીદી અને સબ્સ્ક્રિપ્શન : તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલા સંગીત, મૂવિ, પુસ્તક, ટીવી શો અને ઍપની સાથે કોઈ પણ ઍપમાં ખરીદી અને સબ્સ્ક્રિપ્શન. અમે App Storeમાંથી કોઈ વિશેષ ઍપના ડાઉનલોડ અથવા વિશેષ ઍપમાં ખરીદી (સબ્સ્ક્રિપ્શન સહિત)ના આધારે ટાર્ગેટિંગની અનુમતિ આપતા નથી, સિવાય કે ટાર્ગેટિંગ તે ઍપ ડેવલપર દ્વારા કરવામાં આવ્યું હોય.
- Apple News અને સ્ટૉક્સ : તમે વાંચેલી સ્ટોરીના ટૉપિક અને શ્રેણીઓ અને પબ્લિકેશન જેને તમે ફૉલો કરો છો, સબસ્ક્રાઇબ કરો છો અથવા સૂચનાઓ પ્રાપ્ત કરવાનું ચાલુ કરો છો.
- જાહેરાત : Appleના જાહેરાત પ્લૅટફૉર્મ દ્વારા ડિલિવર કરવામાં આવેલી જાહેરખબર સાથે તમારું ઇંટરૅક્શન.
તમે જેના માટે યોગ્યતા ધરાવતા હો તેવી એક કરતાં વધુ જાહેરાતોમાંથી કઈ જાહેરાત બતાવવી તે સિલેક્ટ કરતી વખતે તમારા માટે કઈ જાહેરાત સૌથી વધારે સુસંગત હોઈ શકે છે તે નક્કી કરવા માટે અમે App Store સર્ચ અને બ્રાઉઝિંગ ઍક્ટિવિટી સહિત ઉપર ઉલ્લેખિત અમુક માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. App Storeની બ્રાઉઝિંગ ઍક્ટિવિટીમાં તે કૉન્ટેંટ અને ઍપ સામેલ હોય છે જેને તમે App Store બ્રાઉઝ કરતી વખતે ટૅપ કરીને જુઓ છો. આ માહિતી તમામ યૂઝર સાથે ઍગ્રિગેટ કરવામાં આવે છે જેથી તે તમારી ઓળખ ન કરી શકે.
જાહેરાતની પૉલિસી અને પર્ફૉર્મન્સ
Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમે કેટલી વાર એક જ જાહેર ખબર જુઓ છો તે મર્યાદિત કરવા માટે પૉલિસી લાગુ કરે છે. અમે ઉંમર પૉલિસી, જાહેર ખબરની કૉન્ટેંટની યોગ્યતા અને ઉપલબ્ધતા પ્રતિબંધો લાગુ કરવા અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા માટે ઑન-ડિવાઇસ લૉજિકનો પણ ઉપયોગ કરીએ છીએ.
અમને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ ન હોય તેવા રૅન્ડમ આઇડેંટિફાયર દ્વારા જેના પર તમે ટૅપ કરો છો અને જુઓ છો તે જાહેર ખબર વિષે માહિતી મળે છે. Apple નકશામાં આ માહિતી સેશન આઇડેંટિફાયર સાથે જોડાયેલી છે જે દર કલાકે ઘણી વાર રોટેટ થાય છે અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી. લાંબા સમય સુધી રહેતા આઇડેંટિફાયરનો ઉપયોગ ઍગ્રીગેટ ઉપયોગ મેટ્રિક્સ માટે અને સેવાની ઇંટેગ્રિટી જાળવી રાખવા માટે કરવામાં આવે છે. આ વધારે સમય સુધી સક્રિય રહેતા આઇડેંટિફાયર તમારા Apple અકાઉંટ સાથે અથવા તમારી ઓળખ છતી કરતી અન્ય માહિતી સાથે જોડવામાં આવતા નથી.
Apple દ્વારા કોઈ પણ વ્યક્તિગત ડેટા તૃતીય પક્ષ સાથે શેર કરવામાં આવતો નથી. અમારા ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા અને Apple તરફથી જાહેરખબર વેચવા માટે અમારા જાહેરાતકર્તા અને Apple સાથે કામ કરતા સ્ટ્રૅટજિક પાર્ટનરને અમે તમારી કૉન્ટેંટ ખરીદીના અમુક બિન-વ્યક્તિગત ડેટા ઉપલબ્ધ કરાવીએ છીએ. Apple Payનું કોઈ પણ ટ્રાંઝેક્શન અથવા આરોગ્ય ઍપનો ડેટા Appleના જાહેરાત પ્લૅટફૉર્મ દ્વારા ઍક્સેસ કરી શકાતું નથી અથવા તેનો ઉપયોગ જાહેરાત ઉદ્દેશ્યો માટે કરવામાં આવતો નથી. Apple તમારી જાતીય અભિગમ, ધાર્મિક માન્યતા અથવા રાજકીય જોડાણ વિષેની માહિતી રાખતું નથી અથવા તેને જાહેરાતકર્તાને ઉપલબ્ધ કરાવતું નથી.
જાહેરાત પ્રાથમિકતા
આ જાહેર ખબર વિષે
App Store, Apple નકશો, Apple News અને સ્ટૉક્સ પર બતાવવામાં આવેલી કોઈ વિશિષ્ટ જાહેર ખબર તમને કેમ બતાવવામાં આવી હતી તે સમજવા માટે જાહેર ખબર પર જાહેર ખબર બટન પર ટૅપ કરો. આ સેગમેંટ અને અન્ય ડેટાને રજૂ કરશે જેમ કે વસ્તી વિષયક માહિતી જેનો ઉપયોગ એ નક્કી કરવા માટે થાય છે કે તમને કઈ જાહેરખબર મળે.
અમુક જાહેરાતોમાં જાહેરાત બટનને બદલે ફક્ત “પ્રસ્તુતકર્તા” અથવા તેના જેવી ભાષા હોઈ શકે છે જે સંકેત આપે છે કે જાહેરાતકર્તા આખી ફીડ અથવા પાનાંને સ્પૉન્સર કરી રહ્યા છે પણ આ પ્લેસમેંટને ટાર્ગેટ બનાવવા માટે કોઈ સેગમેંટનો ઉપયોગ કરવામાં આવતો નથી.
જાહેરાત લક્ષ્યીકરણ માહિતી
તમારા વિષે માહિતી જોવા માટે જેનો ઉપયોગ Appleના જાહેરાત પ્લૅટફૉર્મ દ્વારા ટાર્ગેટ કરેલી જાહેરખબર મોકલવા માટે થઈ શકે છે તેમ એ સેગમેંટ પણ હોય છે જેમાં તમે છો.
આ માહિતીને તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં જોવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જાઓ અને જાહેરાત લક્ષ્યીકરણ માહિતી જુઓ પર ટૅપ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જાઓ અને જાહેરાત લક્ષ્યીકરણ માહિતી જુઓ પર ક્લિક કરો.
જો તમને લાગતું હોય કે તમારા વિષેની માહિતી ખોટી છે તો તમે તમારા Apple અકાઉંટની માહિતી અપડેટ કરી શકો છો.
લોકેશન-આધારિત જાહેરાત
જો તમે App Store, Apple નકશો, Apple News અથવા Apple TVને તમારું લોકેશન ઍક્સેસ કરવાની અનુમતિ આપો છો તો Appleનું જાહેર ખબર પ્લૅટફૉર્મ તમને ભૌગોલિક રીતે લક્ષિત જાહેર ખબર બતાવવા માટે તમારા ડિવાઇસના અંદાજિત વર્તમાન લોકેશનનો ઉપયોગ કરી શકે છે.
તમે જાહેરાત સહિત લોકેશન-આધારિત ઍપ ફંક્શનાલિટિમાંથી બહાર નીકળી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > પ્રાઇવસી અને સુરક્ષા > લોકેશન સેવા પર જાઓ અને લોકેશન સેવાને બંધ કરો અથવા જ્યાં લાગુ પડતું હોય ત્યાં App Store, Apple નકશો Apple News અથવા Apple TV ઍપ પરવાનગીને ક્યારેય નહિ પર સેટ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા પર જાઓ અને લોકેશન સેવાને બંધ કરો તેમજ ન્યૂઝ અથવા ટીવી માટે લોકેશન પરવાનગી બંધ કરો. tvOS પર સેટિંગ્સ > સામાન્ય > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા પર જાઓ અને લોકેશન સેવાને બંધ કરો અથવા Apple TV ઍપ પરવાનગીને ક્યારેય નહિ પર સેટ કરો.
જ્યારે તમે તમારા ડિવાઇસ પર લોકેશન સેવા બંધ કરો છો ત્યારે Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ ડિવાઇસનું અંદાજિત લોકેશન પ્રાપ્ત કરતું નથી.
વ્યક્તિગત જાહેર ખબરનો કંટ્રોલ
જો તમે વ્યક્તિગત જાહેરખબર ચાલુ કરો તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે App Store, Apple News અને સ્ટૉક્સ પર વધારે અનુરૂપ જાહેરખબર આપવા માટે કરી શકે છે. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરનું પર્સનલાઇઝેશન કરવા માટે આ માહિતીનો ઉપયોગ કરતા રોકશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે. Apple નકશો ઍપ પર વ્યક્તિગત જાહેર ખબરો સપોર્ટેડ નથી તેથી વ્યક્તિગત જાહેર ખબરો સેટિંગની અસર તમે ત્યાં જુઓ છો તે સંદર્ભિત જાહેર ખબર પર થશે નહિ.
તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જઈને તેમજ “વ્યક્તિગત જાહેરખબર બંધ કરો” પર ટૅપ કરીને વ્યક્તિગત જાહેરખબર બંધ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જાઓ અને વ્યક્તિગત જાહેરખબરને સિલેક્શનમાંથી હટાવો. જો તમે સગીર હો, તમારું અકાઉંટ મૅનેજ કરવામાં આવેલું અકાઉંટ હોય અથવા તમે એવા લોકેશન પર હોય જ્યાં Apple તેની ઍપમાં જાહેરાત ડિલીવર નથી કરી શકતું, તો બની શકે કે વ્યક્તિગત જાહેરાત વિકલ્પ અનુપલબ્ધ હોય.
છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને અટકાવવી
જાહેરખબરમાં છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને ઓળખવા અને રોકવા માટે Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ App Store પર તમારા સર્ચ, તમારા દ્વારા જોવાયેલ અને ટૅપ કરાયેલ જાહેરખબર તેમજ જાહેરખબરમાંથી તમારા દ્વારા ખરીદેલ અને ડાઉનલોડ કરેલ ઍપ વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે. આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ ન હોય તેવા રૅન્ડમ આઇડેંટિફાયર સામે કલેક્ટ કરવામાં આવે છે.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2026-05-11