Apple Arcade અને પ્રાઇવસિ

કદાચ તમારી સર્ચ, બ્રાઉઝિંગ, ખરીદીઓ, ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર અનેApple Arcade ગેમિંગ ઍક્ટિવિટીનો ઉપયોગ તમારા અનુભવને વ્યક્તિગત કરવા માટે, તમને Apple માર્કેટિંગ માટે સહિતની સૂચનાઓ મોકલવા માટે, સ્ટોર અને Apple Arcadeને પ્રદાન કરવા અને બહેતર બનાવવા માટે અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવી શકે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
 

Apple Arcade તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • અમે તમારો વ્યક્તિગત ડેટા કલેક્ટ કરીએ છીએ જેથી અમે તમને એવું કૉન્ટેંટ પ્રદાન કરી શકીએ જે તમે ખરીદવા, ડાઉનલોડ અથવા અપડેટ કરવા માંગો છો.
  • અમે App Store અને Arcadeમાં તમારા અકાઉંટ, ખરીદી અને ડાઉનલોડની માહિતીનો ઉપયોગ જાહેરખબર ઑફર કરતી વખતે એ ખાતરી કરવા માટે કરીએ છીએ કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરખબર તમારા માટે સુસંગત હોય. તમારી પાસે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ જાહેરખબરને લગતી પસંદગીઓ છે.
  • અમે App Store અને Arcadeમાં તમારી ગેમિંગ ઍક્ટિવિટી, ખરીદી, ડાઉનલોડ અને અન્ય ઍક્ટિવિટી અંગેની માહિતીનો ઉપયોગ ફીચરને તમારી જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અને વ્યક્તિગત ભલામણ માટે કરીએ છીએ. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ હેતુ માટે આ ડેટાના ઉપયોગમાંથી બહાર નિકળી શકો છો.
  • છેતરપિંડી ઓળખવામાં અને રોકવામાં મદદ કરવા માટે તમારા ફોન કૉલ અથવા તમારા દ્વારા મોકલવામાં આવેલી અને પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેલની અંદાજિત સંખ્યા સહિત તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની માહિતીનો ઉપયોગ જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરો ત્યારે ડિવાઈસ ટ્રસ્ટ સ્કોરની ગણના કરવા માટે કરવામાં આવશે. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
  • App Store અને Arcadeને બહેતર બનાવવાના રસ્તા શોધવા માટે અમે તમારા App Store બ્રાઉઝિંગ, ખરીદીઓ, સર્ચ અને ડાઉનલોડ વિષેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ રેકોર્ડને IP અડ્રેસ, રૅન્ડમ યૂનીક આઇડેંટિફાયર (જ્યાં તે ઉપલબ્ધ હોય) અને જ્યારે તમે કોઈ સ્ટોરમાં સાઇન ઇન કરો છો ત્યારે Apple અકાઉંટમાં સ્ટોર કરવામાં આવે છે.

Apple Arcade એકદમ શરૂઆતથી તમારી પ્રાઇવસિને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમે માત્ર તમને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે જરૂરી હોય એવા ડેટાને જ કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે? જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો.

Apple Arcade પ્રદાન કરવું

Apple તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ Apple Arcadeમાં સર્વિસ અને ફીચર પ્રદાન કરવા માટે કરે છે. આ માહિતીમાં તમારા અકાઉંટ અને ચુકવણીની માહિતીનો સમાવેશ થાય છે જેને તમે સેટિંગ્સ અથવા સિસ્ટમ સેટિંગ્સમાં ઍક્સેસ કરી શકો છો અને બદલી શકો છો તેમજ તેમાં તમારી App Store ખરીદી હિસ્ટરીનો સમાવેશ થાય છે.

તમારી અનુકૂળતા માટે Apple Arcade iCloudનો ઉપયોગ કરીને તમારા અનુભવના પાસાંને તમારા તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખે છે. ઉદાહરણ તરીકે તમારી ગેમમાં થતી પ્રગતિને તમારા તમામ ડિવાઇસ પર સિંક કરવા માટે Apple Arcade iCloudનો ઉપયોગ કરશે. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સમાં અથવા Mac પર સિસ્ટમ સેટિંગ્સમાં Arcade ગેમ માટે iCloud બંધ કરીને તમે આ ક્ષમતાને કોઈ પણ સમયે બંધ કરી શકો છો. જો ગેમ ડેવલપર iCloud બૅકઅપનો ઉપયોગ કરે છે તેમજ તમે iCloud બૅકઅપ સક્ષમ કરેલ છે તો પણ ગેમ પ્રોગ્રેસનું બૅકઅપ iCloudમાં જ લેવામાં આવશે.

જયારે તમે Game Centerમાં સાઇન ઇન કરો છો ત્યારે Appleને તમારી ગેમપ્લે ઍક્ટિવિટી પ્રાપ્ત થશે જેમાં સ્કોર અને ઉપલબ્ધિઓ, ચૅલેંજ અને મલ્ટિપ્લેયર ગેમપ્લેનો સમાવેશ થઈ શકે છે. વધુમાં તમારી Arcade સબ્સ્ક્રિપ્શન સ્થિતિ તમામ Game Center યૂઝરને દેખાય છે. www.apple.com/in/legal/privacy/data/en/game-center પર જઈને તમે Game Center અને પ્રાઇવસિ અંગે વધુ જાણી શકો છો.

Apple Arcadeને સુધારવું અને વ્યક્તિગત કરવું

તમે દર અઠવાડિયે જે ગેમ રમો છો તે અંગે Apple અકાઉંટ સાથે જોડાયેલી સીમિત માહિતી Apple કલેક્ટ કરે છે. અમે તમારી ગેમપ્લે ઍક્ટિવિટી વિષે ચોક્કસ બિન-વ્યક્તિગત ડેટા પણ એકત્રિત કરીએ છે, જેમાં Apple Arcade ઍપ ક્લિપમાં ગેમપ્લેનો પણ સમાવેશ થાય છે, જે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલો હોતો નથી. કલેક્ટ કરેલ માહિતીનો ઉપયોગ તમારા અને અન્ય લોકો માટે Apple Arcade અને અન્ય ગેમિંગ-સંબંધિત Apple સર્વિસને બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે કરવામાં આવે છે અને Apple Arcade, App Store અને અન્ય ગેમિંગ-સંબંધિત Apple સર્વિસમાં તમારા અનુભવને વ્યક્તિગત કરવા માટે કરીએ છીએ જેથી તમને તમારા માટે સૌથી સુસંગત કૉન્ટેંટ શોધવામાં મદદ મળી શકે. ઉદાહરણ તરીકે, અમે તમારા દ્વારા App Storeમાં પહેલાં રમવામાં આવેલી અથવા ખરીદવામાં આવેલી ગેમ્સના આધારે તમારી પસંદને અનુરૂપ ગેમ્સની ભલામણ કરીએ છીએ. વ્યક્તિગત ફીચરને App Store સેટિંગ્સમાં તમારા Apple અકાઉંટ માટે વ્યક્તિગત ભલામણો બંધ કરીને અક્ષમ કરી શકાય છે.

Apple Arcade અને Apple Games

જો તમે Apple Games ઍપનો ઉપયોગ કરો તો તમે Apple Arcadeનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની ઉપરની માહિતી જેમ કે Apple Arcadeને બહેતર બનાવવા અને વ્યક્તિગત કરવા માટેના સેક્શનમાં વર્ણવેલ છે તેનો ઉપયોગ Apple Games ઍપ દ્વારા Apple Gamesમાં તમારા અનુભવને વ્યક્તિગત કરવા, Apple Arcade અને Apple Gamesને બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા અને તમને સંચાર મોકલવા માટે કરવામાં આવશે. Apple Games ઍપ વિષે વધુ માહિતી માટે, www.apple.com/legal/privacy/data/en/apple-games પર જાઓ.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સેવાઓની સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન વગેરે તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને Apple Arcade અને તમને ગમતા અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને Apple One સહિત ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હો તો Apple તમને ઉત્પાદન, સેવા અને ફેમિલી શેરિંગના માધ્યમથી ઉપલબ્ધ ઑફર અંગે અનુરૂપ કમ્યૂનિકેશન મોકલી શકે છે. જો તમે Apple One સબ્સ્ક્રિપ્શન ખરીદો તો અમે તમને તમારા દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલી દરેક સેવાના ફીચર અંગે ઇમેલ અને સૂચનાઓ મોકલી શકીએ છીએ. Apple તમને ઇમેલ મોકલવા અને App Store અને Arcadeમાં ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે તમને સૂચનાઓ મોકલવા માટે App Store અને Arcadeની અંદર તમારી ખરીદી સંબંધી ઍક્ટિવિટી વિશેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે. તમે account.apple.com પર જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને આ ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સૂચનાઓની પ્રાથમિકતા અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > App Store પર જાઓ. Apple અમારી સેવાઓને બહેતર બનાવવા માટે સૂચનાઓ સહિત અમારા સંચાર સાથેના તમારા ઇંટરૅક્શન સંબંધિત માહિતીનો ઉપયોગ કરે છે.

તૃતીય પક્ષ સાથે શેરિંગ

અમે Apple Arcade કૉન્ટેંટ પ્રોવાઇડરને ગેમિંગ ઍક્ટિવિટી અંગે એગ્રીગેટ કરવામાં આવેલો, વ્યક્તિગત રૂપે ઓળખ ન કરી શકાય તેવો ડેટા પ્રદાન કરીએ છીએ, જેથી તે ગેમ સાથે પ્લેયરની એંગેજમેંટનું મૂલ્યાંકન કરીને તેમાં સુધારો કરી શકાય.

જો તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર દ્વારા Apple Arcade સબ્સ્ક્રિપ્શન અને ફ્રી ટ્રાયલ ઑફર કરવામાં આવે તો Apple તમારા ફોન નંબરની તપાસ નક્કી કરવા માટે કરી શકે છે કે તમારી પાસે પહેલાંથી Apple Arcade સબ્સ્ક્રિપ્શન છે અથવા તમે મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડરના માધ્યમથી તેના માટે યોગ્ય છો કે નહિ. જો તમે મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર અથવા અન્ય Apple પાર્ટનરના માધ્યમથી સાઇન અપ કર્યું હોય તો Apple દ્વારા તમારા ફોન નંબર અથવા પાર્ટનર દ્વારા શેર કરવામાં આવેલા યૂનીક અકાઉંટ આઇડેંટિફાયરનો ઉપયોગ તમારા અકાઉંટની ઓળખ કરવા અને મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર અથવા અન્ય પાર્ટનરને તે માહિતી આપવા માટે કરવામાં આવે છે કે તમે સબ્સ્ક્રિપ્શન સક્રિય કરી લીધું છે. અમે તમારા સબ્સ્ક્રિપ્શન સાથે જોડાયેલા ફોન નંબર અથવા યૂનીક અકાઉંટ આઇડેંટિફાયરનો ઉપયોગ માત્ર સાઇન ઇન દરમિયાન તમારા અકાઉંટને વેરિફાઈ કરવા અને તમારા Apple Arcade સબ્સ્ક્રિપ્શનને તમારા અકાઉંટ સાથે કનેક્ટ કરવા માટે કરશું.

તૃતીય-પક્ષ કૉન્ટેંટ પ્રોવાઇડર દ્વારા ડેટા કલેક્શન

Arcade ગેમ પ્રદાન કરતા કૉન્ટેંટ પ્રોવાઇડરને તમારા વ્યક્તિગત ડેટા કલેક્ટ કરવા માટે તમારી અનુમતિની જરૂર પડે છે. કૉન્ટેંટ પ્રોવાઇડર દ્વારા તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ માત્ર તમારી અનુમતિ લેતી વખતે દર્શાવવામાં આવેલા હેતુ માટે કરી શકાય છે. તમારે Apple Arcade કૉન્ટેંટ પ્રોવાઇડરની શરતો, પ્રાઇવસિ પૉલિસી અને વ્યવહારોને રિવ્યૂ કરવા જોઈએ જેથી તમે તે સમજી શકો કે તે તમારા ડેટાને કઈ રીતે કલેક્ટ કરીને તેનો ઉપયોગ કરે છે.

જાહેરાત

જો વ્યક્તિગત જાહેરખબર સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે વધારે અનુરૂપ જાહેરખબર આપવા માટે કરી શકે છે. અમે તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલી Arcade ઍપ્સની માહિતીનો ઉપયોગ એ ખાતરી કરવા માટે કરી શકીએ છીએ કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરખબર તમારા માટે સુસંગત હોય. જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને ટાર્ગેટ કરતી જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે.

Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.

App Store, Apple News અને સ્ટૉક્સ પર વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નીકળવાનો વિકલ્પ કેવી રીતે પસંદ કરવો તે જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે Apple Arcadeમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના કાયદેસરના હિતોના હેતુ માટે જરૂર અનુસાર નિમ્નલિખિત શ્રેણીના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં આ માહિતીનો પણ સમાવેશ થાય છે :

  • Apple Arcadeનો તમારો ઉપયોગ
  • તમારું અકાઉંટ, જેમકે Apple સેવાઓનું સબ્સ્ક્રિપ્શન, તમારી ખરીદી અને ડાઉનલોડ અને અને તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં છો કે નહિ
  • દર અઠવાડિયે તમારા દ્વારા રમવામાં આવતી ગેમ

આ કાયદેસરના હિતમાં સામેલ છે :

  • તમારા અને અન્ય લોકો માટે સેવા અને અન્ય Apple ગેમિંગ-સંબંધિત સેવાઓને ઑપ્ટિમાઇઝ અને બહેતર બનાવવી
  • તમારા માટે સુસંગત હોય તેવા કૉન્ટેંટ શોધવામાં તમારી મદદ કરવી
  • જેમાં તમને રસ હોય તેવા Apple Arcade અને Apple One સહિત અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સાથે સંબંધિત કમ્યૂનિકેશન મોકલવા
  • કૉન્ટેંટ પ્રોવાઇડર માટે રિપોર્ટિંગ પ્રદાન કરવા
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

રિટેંશન

અમે તમારા ટ્રાંઝેક્શન, ડાઉનલોડ અને Apple Arcadeમાં ગેમપ્લે ઍક્ટિવિટી સાથે જોડાયેલો વ્યક્તિગત ડેટા માત્ર અમારા વ્યવસાયની જરૂરીયાત હોય, કૉન્ટ્રૅક્ટની બાધ્યતા હોય અથવા કાનૂની આવશ્યકતા હોય ત્યાં સુધી જ જાળવી રાખીએ છીએ. તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા Apple Arcadeમાંથી અનસબ્સ્ક્રાઇબ કર્યા પછી પણ કેટલીક માહિતી જેમ કે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની સબ્સ્ક્રિપ્શન ખરીદી હિસ્ટરીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે. ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે.

ફેમિલી શેરિંગ

જ્યારે તમે Apple Arcadeને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે સબ્સ્ક્રિપ્શન તમારા પરિવારના અન્ય સભ્યો માટે પણ ઉપલબ્ધ હોય છે. સ્ક્રીન ટાઇમ પર કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધ સાથે વિશિષ્ટ ઍપ્સમાં વિતાવવામાં આવી રહેલા સમયને તમે મર્યાદિત કરી શકો છો અને તમારા બાળકના ડિવાઇસ પર ફીચરને બ્લૉક કરી શકો છો. બીભત્સ કૉન્ટેંટ, ખરીદી અને ડાઉનલોડ તેમજ પ્રાઇવસિ માટે તમે iPhone, iPad, iPod touch અથવા Apple Vision Pro પર સેટિંગ્સને મર્યાદિત પણ કરી શકો છો. જો તમે Arcade સબ્સ્ક્રિપ્શનને તમારા પરિવારના સભ્યો સાથે શેર ન કરવા માગતા હો તો તમે ખરીદી શેરિંગને અક્ષમ કરી શકો છો. તમારા iOS અને iPadOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > ફેમિલી શેરિંગ > ખરીદી શેરિંગ પર જાઓ. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] > ફેમિલી શેરિંગ > ખરીદી શેરિંગ પર જાઓ.

છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અમે વ્યક્તિગત ડેટાને Apple Arcade અને અન્ય Apple ઍપ અને સેવામાં છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને રોકવા માટે કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી, સર્ચ અને Apple Arcade અને અન્ય ઍપ અને સેવાઓ સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે.

તમે કોઈ સબ્સ્ક્રિપ્શનનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની પણ ગણતરી કરી શકીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12