Apple Books અને પ્રાઇવસિ
Apple Books તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
![]()
- અમે તમારો વ્યક્તિગત ડેટા કલેક્ટ કરીએ છીએ જેથી અમે તમને એવું કૉન્ટેંટ પ્રદાન કરી શકીએ જે તમે ખરીદવા, ડાઉનલોડ કરવા અથવા App Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં અપડેટ કરવા માંગો છો.
- અમે સ્ટોરમાં તમારા અકાઉંટ, ખરીદી અને ડાઉનલોડની માહિતીનો ઉપયોગ જાહેરખબર ઑફર કરતી વખતે એ ખાતરી કરવા માટે કરીએ છીએ કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરખબર તમારા માટે સુસંગત હોય. તમારી પાસે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ જાહેરખબરને લગતી પસંદગીઓ છે.
- અમે સ્ટોરમાં તમારી ખરીદી, ડાઉનલોડ અને Apple Booksમાં અન્ય ઍક્ટિવિટી અંગેની માહિતીનો ઉપયોગ ફીચરને તમારી જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અને વ્યક્તિગત ભલામણ માટે કરીએ છીએ અને તમને Apple માર્કેટિંગ સહિતની સૂચનાઓ મોકલીએ છીએ. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ હેતુ માટે આ ડેટાના ઉપયોગમાંથી બહાર નિકળી શકો છો. અમે પુસ્તકો સાથે યૂઝર ઇંટરૅક્શનનો વ્યક્તિગત ન હોય તેવો ડેટા કલેક્ટ કરીએ છીએ જેથી અમારા યૂઝર માટે Apple Booksમાં સુધારા કરી શકાય.
- છેતરપિંડી ઓળખવામાં અને રોકવામાં મદદ કરવા માટે તમારા ફોન કૉલ અથવા તમારા દ્વારા મોકલવામાં આવેલી અને પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેલની અંદાજિત સંખ્યા સહિત તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની માહિતીનો ઉપયોગ જ્યારે તમે ખરીદી કરો ત્યારે ડિવાઈસ ટ્રસ્ટ સ્કોરની ગણના કરવા માટે કરવામાં આવશે. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
- સ્ટોરને બહેતર બનાવવાના રસ્તા શોધવા માટે અમે તમારા બ્રાઉઝિંગ, ખરીદીઓ, સર્ચ અને ડાઉનલોડ વિષેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ રેકોર્ડને IP અડ્રેસ, રૅન્ડમ યૂનીક આઇડેંટિફાયર (જ્યાં તે ઉપલબ્ધ હોય) અને જ્યારે તમે App Store અથવા અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં સાઇન ઇન કરો છો ત્યારે Apple અકાઉંટમાં સ્ટોર કરવામાં આવે છે.
તમારી માહિતીની પ્રાઇવસિ અને સુરક્ષાને સુરક્ષિત રાખવી એ Appleમાં દરેકની પ્રાથમિકતા છે. અમે માત્ર એ જ ડેટા કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ જેની તમારા અનુભવને બહેતર બનાવવા માટે અમને જરૂર હોય છે અને જ્ચારે અમે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે અમે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું મહત્ત્વનું છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને અમને શા માટે તેની જરૂર છે, જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો. Appleના દરેક પ્રોડક્ટ અને સર્વિસની જેમ Apple Books પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
સ્ટોર પ્રદાન કરવા
અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ App Store અને iTunes Store અને Apple Books સહિતના અન્ય Apple ઑનલાઇન સ્ટોરની સેવાઓ અને ફીચર પ્રદાન કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે આ માહિતીમાં તમારા અકાઉંટ અને ચુકવણીની માહિતીનો સમાવેશ થાય છે જેને તમે ઍક્સેસ કરી શકો છો અને સેટિંગ્સમાં બદલી શકો છો. ઉપરાંત તેમાં તમારી ખરીદી અને ડાઉનલોડ હિસ્ટરીનો સમાવેશ થાય છે.
જ્યારે તમે Apple Books પરથી કૉન્ટેંટ ડાઉનલોડ કરો છો ત્યારે તમારા ડિવાઇસના હાર્ડવેર ID અને IP અડ્રેસ જેવા આઇડેંટિફાયરને Apple દ્વારા તમારા Apple અકાઉંટ સાથે લૉગ કરવામાં આવે છે.
તમારી અનુકૂળતા માટે Apple Books તમારા દ્વારા સાઇન-ઇન કરેલા તમામ ડિવાઇસ અને કંપ્યૂટર પર બુકમાર્ક, નોટ્સ અને કલેક્શનને સિંક કરે છે. આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે સ્ટોર કરવામાં આવે છે.
સ્ટોરમાં સુધારા
App Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોરના અનુભવ બહેતર કરવા માટે અમે તમારા Apple Booksના ઉપયોગની માહિતી કલેક્ટ કરીએ છીએ જેમ કે તમે સ્ટોરને ક્યારે ખોલો અથવા બંધ કરો છો, તમે કયું કૉન્ટેંટ સર્ચ કરો છો, તમારા દ્વારા જોવામાં અને ડાઉનલોડ કરવામાં આવતું કૉન્ટેંટ અને સૂચનાઓ સાથેનું ઇંટરૅક્શન. આ ઉપરાંત અમે તમારા ડિવાઇસની ડિવાઇસના પ્રકાર, તમારી ઑપરેટિંગ સિસ્ટમના વર્ઝન અને તમારા ડિવાઇસ પરની ફ્રી સ્પેસ વગેરે માહિતી પણ એકત્ર કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ વિનંતી કરવામાં આવેલું કૉન્ટેંટ ડાઉનલોડ કરી શકાય છે કે નહિ, ડિવાઇસ સ્ટોરેજના ઉપયોગના સામાન્ય ટ્રેંડને સમજવા અને તમારું ડિવાઇસ Wi-Fi અથવા મોબાઇલ ડેટા સાથે કનેક્ટેડ છે કે નહિ નિર્ધારિત કરવા માટે કરી શકીએ છીએ. તમે જે શોધો તેના આધારે પણ અમે ટ્રેંડિંગ સર્ચ ઉપલબ્ધ કરાવી શકીએ છે. અમે સર્ચ અને ભલામણો સુધારવા માટે ઍપ ઉપયોગ અને રીડિંગ ઍક્ટિવિટી વિષે ઍગ્રિગેટ માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
અમે યૂઝર એંગેજમેંટને સમજવા માટે ફીચરની પ્રાથમિકતા અને ઍગ્રીગેટ રીડિંગ ઍક્ટિવિટીને સમજવા માટે પુસ્તકો સાથે યૂઝર ઇંટરૅક્શન માહિતી કલેક્ટ કરીએ છીએ. આ માહિતી દરેક યૂઝર અને દરેક પુસ્તક માટે રૅન્ડમ યૂનીક આઇડેંટિફાયર સાથે જોડાયેલી છે જેથી Apple કોઈ વિશિષ્ટ યૂઝરની રીડિંગ ઍક્ટિવિટી વિષે જાણતું નથી. Apple Booksથી ડાઉનલોડ થયેલ પુસ્તકોના ઉપયોગને તમામ યૂઝર વચ્ચે ઍગ્રિગેટ કરવામાં આવે છે જેમાં શૈલી જેવી પુસ્તકની માહિતી સામેલ હોય છે. Apple Booksથી ડાઉનલોડ ન થયેલ પુસ્તકો અથવા ડૉક્યુમૅન્ટ માટે અમે ફાઇલ ફૉર્મેટ કલેક્ટ કરીએ છીએ પણ પુસ્તકના કૉન્ટેંટ વિષે કોઈ માહિતી કલેક્ટ કરતા નથી.
અમે iCloudમાં સાઇન ઇન કરેલા તમારા તમામ ડિવાઇસ માટે પુસ્તક વપરાશ ઍક્ટિવિટી માટે ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને આઇડેંટિફાયરને સિંક કરવા માટે iCloudનો ઉપયોગ કરીએ છીએ. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર આ આઇડેંટિફાયરને રીસેટ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > પુસ્તક પર જાઓ અને આઇડેંટિફાયર રીસેટ કરો પર ટૅપ કરો.
સ્ટોરને વ્યક્તિગત કરવા
અમે તમારા Apple Book સાથેના ઇંટરૅક્શનનો ઉપયોગ તમારા માટે સુસંગત હોય તેવા કૉન્ટેંટ શોધવામાં તમારી મદદ કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે તમે કયુ કૉન્ટેંટ જુઓ છો અથવા ડાઉનલોડ કરો છો તેની જાણકારીના આધારે અમે વ્યક્તિગત કરેલા ફીચર જેમ કે “તમને પસંદ આવી શકે તેવી વધુ પુસ્તકો” ઑફર કરી શકીએ છીએ. અમે તમારા દ્વારા “વાંચવાની ઇચ્છા સૂચીમાં” પહેલેથી સર્ચ કરવામાં આવેલા, ડાઉનલોડ કરેલા, અપડેટ કરેલા અથવા રિવ્યૂ કરેલા કૉન્ટેંટને આધારે તમારી પસંદને અનુરૂપ કૉન્ટેંટની ભલામણ કરીએ છીએ. વધારે સુસંગત ભલામણો જનરેટ કરવા માટે અમે તમારી રીડિંગ ઍક્ટિવિટી જેમ કે કોઈ પુસ્તકમાં તમારી પ્રગતિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ રીડિંગ ઍક્ટિવિટી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી. અમે તમારા Apple અકાઉંટમાંથી મેળવવામાં આવેલી અકાઉંટની માહિતી સાથે તમારી ખરીદીની હિસ્ટરી અને ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તમારા Apple અકાઉંટ માટે વ્યક્તિગત ફીચર બંધ કરીને તમે App Store, Apple Books, iTunes Store, Apple TV, પૉડકાસ્ટમાં અને Appleના સબ્સ્ક્રિપ્શન માટે વ્યક્તિગત ભલામણ બંધ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી > પર જાઓ અકાઉંટ જુઓ પર ટૅપ કરો અને વ્યક્તિગત ભલામણોને બંધ કરવા માટે ટૅપ કરો.
Siri તમારા દ્વારા ઉપયોગ કરાયેલ ઍપથી મેળવવામાં આવેલી માહિતીની ઑન-ડિવાઈસ પ્રોસેસિંગના આધારે તમને પસંદ આવે તેવું કૉન્ટેંટ સૂચવે છે. આ માહિતી Appleને મોકલવામાં આવી નથી. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > ઍપ્સ > પુસ્તક > Siriમાં જઈને ઍપમાં બતાવો બંધ કરવા માટે ટૅપ કરીને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો. તમારા Apple Intelligence સક્ષમ iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > ઍપ્સ > પુસ્તક > Apple Intelligence અને Siri પર જઈને પછી ઍપમાં બતાવોને બંધ કરવા માટે ટૅપ કરો.
તમારી સાથે સંચાર કરવો
Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન વગેરે તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને Apple Books અને અન્ય તમારા રસના Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. Apple તમને Apple Books પર ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે તમને પુશ સૂચનાઓ મોકલવા માટે Apple Booksની અંદર તમારી ખરીદી સંબંધી ઍક્ટિવિટી વિષેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે.
જો તમે ઇમેલ માર્કેટિંગ પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો તો તમે કમ્યૂનિકેશન ઇમેલ પ્રાપ્ત કરી શકો છો. તમે account.apple.com પર જઈને અથવા તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > સંચાર પ્રાથમિકતામાં જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમે આ સંચાર પુશ, બૅનર અથવા બેજ સૂચનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર તમારી સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > પુસ્તક પર જાઓ.
જાહેરાત
Apple દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાહેરખબરથી લોકોને App Store, Apple News અને સ્ટૉક્સ પર ઍપ્સ ઉત્પાદન અને સેવા શોધવામાં મદદ મળે છે. અમે તમારા ડિવાઇસ, અકાઉંટ, ખરીદી, સબ્સ્ક્રિપ્શન અને ડાઉનલોડ અંગેની માહિતીનો ઉપયોગ જાહેરખબરની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટે કરીએ છીએ. તમે App Store પર સર્ચ કરો છો ત્યારે અમે પણ તમારા સર્ચ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અમે લોકોના ગ્રૂપ બનાવીએ છીએ જેને સેગમેંટ કહેવામાં આવે છે. તેઓ સમાન વિશેષતાઓ શેર કરે છે અને અમે આ ગ્રૂપનો ટાર્ગેટ કરેલી જાહેરખબરની ડિલીવરી માટે ઉપયોગ કરીએ છીએ. તમારા અંગેની માહિતીનો ઉપયોગ તમને કયા સેગમેંટમાં રાખવા અને તેના આધારે કઈ જાહેરખબર તમને પ્રાપ્ત થશે તે નિર્ધારિત કરવા માટે કરવામાં આવે છે. તમારી પ્રાઇવસિ સુરક્ષિત રાખવા માટે ટાર્ગેટ કરેલી જાહેરખબરને જો 5,000 કરતાં વધારે લોકો ટાર્ગેટિંગ માપદંડને પૂરા કરતા હોય તો જ ડિલિવર કરવામાં આવે છે. જાહેરખબર તમારે અનુરૂપ છે કે નહિ તે નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી માહિતી રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાયેલી હોય છે અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી હોતી નથી.
જો વ્યક્તિગત જાહેરખબર સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે વધારે અનુરૂપ જાહેરખબર આપવા માટે કરી શકે છે. જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને ટાર્ગેટ કરતી જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે.
Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.
App Store, Apple News અને સ્ટૉક્સમાં વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવા વિષે વધુ જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.
તૃતીય પક્ષ સાથે શેરિંગ
અમારા ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા અને App Store અને Apple News અને સ્ટૉક્સમાં ડિસ્પ્લે કરવા માટે Apple તરફથી જાહેરખબર વેચવા માટે Apple સાથે કામ કરતા સ્ટ્રૅટજિક પાર્ટનરને અમે તમારી કૉન્ટેંટ ખરીદીના અમુક બિન-વ્યક્તિગત ડેટા પ્રદાન કરવા માટે વચનબદ્ધ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારી બિન-વ્યક્તિગત માહિતીને કૉન્ટેંટ ઓનર સાથે શેર કરી શકીએ છીએ જેથી તેઓ તેમના ક્રિએટિવ કામનું પર્ફૉર્મન્સ માપી શકે, રૉયલ્ટી અને અકાઉંટિંગની આવશ્યકતાઓને પૂરી કરી શકે અને તેમના ઉત્પાદનો અને સેવામાં સુધારો કરી શકે.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમે પુસ્તક ઍપમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના કાયદેસરના હિતોના હેતુ માટે જરૂર અનુસાર નિમ્નલિખિત શ્રેણીના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં આ માહિતીનો પણ સમાવેશ થાય છે :
- પુસ્તક ઍપમાં તમારો ઉપયોગ જેમાં તમારા દ્વારા ઉપયોગ કરાયેલ ફીચર (ઉદાહરણ માટે તમે તમારા “વાંચવાની ઇચ્છા” સૂચિમાં શું ઉમેર્યું છે) તમે કયું કૉન્ટેંટ સર્ચ કરો છો, તમારા દ્વારા જોવામાં અને ડાઉનલોડ કરવામાં આવતું કૉન્ટેંટ અને સૂચનાઓ સાથેનું ઇંટરૅક્શન
- તમારા અકાઉંટ જેમ કે તમારી પાસેના Apple પ્રૉડક્ટ, Apple સર્વિસ માટેના તમારા સબ્સ્ક્રિપ્શન અને તમારી ખરીદી અને ડાઉનલોડ
- તમારા ડિવાઇસનું હાર્ડવેર ID અને IP અડ્રેસ
આ કાયદેસરના હિતમાં સામેલ છે :
- તમારા માટે અને અન્ય લોકો માટે સેવાઓ ઑપ્ટિમાઇઝ કરવી
- તમારા માટે સુસંગત હોય તેવા કૉન્ટેંટ શોધવામાં તમારી મદદ કરવી
- જેમાં તમને રસ હોય તેવા Apple Books અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફરથી સંબંધિત કમ્યૂનિકેશન મોકલવો
- કૉન્ટેંટ ઓનર માટે રિપોર્ટિંગ પ્રદાન કરવા
- છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે
રિટેંશન
તમારી ખરીદી અને ડાઉનલોડ સંબંધિત તમારા વ્યક્તિગત ડેટાને અમે વિવિધ ક્ષેત્રોમાં લાગૂ પડતા અલગ-અલગ નાણાકીય બાબતોને લગતા કાયદા દ્વારા નિર્ધારિત અવધિ સુધી જાળવી રાખીએ છીએ. મોટા ભાગના ગ્રાહકો માટે ઓછામાં ઓછી 10 વર્ષની રિટેંશન અવધિ જરૂરી હોય છે, પરંતુ ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે. જ્યાં સુધી અમારી સાથે તમારું અકાઉંટ છે ત્યાં સુધી અમે તમારી ખરીદી અને ડાઉનલોડનો રેકોર્ડ જાળવી રાખીએ છીએ જેથી તમે ફરીથી ડાઉનલોડ કરવાની અમારી શરતો અનુસાર તે કૉન્ટેંટને ફરીથી ડાઉનલોડ કરી શકો. અમે ટૂંકી અવધિ સામાન્ય રીતે બે વર્ષ માટે બ્રાઉઝિંગ ઍક્ટિવિટી અને સર્ચ જેવી અન્ય માહિતી જાળવી રાખીએ છીએ. ડેટા જાળવી રાખવા અને વિશેષ વ્યવસાયિક ઉપયોગના કેસ માટે લાગુ પડતી કાયદાકીય જરૂરિયાતોના આધારે અવધિને પસંદ કરવામાં આવે છે. જોકે, તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા Apple Books અને અન્ય Apple ઑનલાઇન સ્ટોરનો ઉપયોગ બંધ કરાયા પછી પણ કેટલીક માહિતી જેમ કે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની ખરીદીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.
તમે ચુકવણી કાર્ડનો ઉપયોગ કરો ત્યારે Apple ભવિષ્યમાં ખરીદી, રિકરિંગ ટ્રાંઝેક્શન અથવા તમારા દ્વારા અધિકૃત અન્ય ઉપયોગ માટે તમારા કાર્ડ નંબર અને બિલિંગની માહિતીને જાળવી રાખવામાં આવી શકે છે અને ઑટોમૅટિક રીતે અપડેટ કરવામાં આવી શકે છે. Apple આ માહિતી તમારી નાણાકીય સંસ્થા અથવા ચુકવણી નેટવર્ક પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને છેતરપિંડી રોકવા અને વેરિફિકેશન માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.
છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે
અમે વ્યક્તિગત ડેટાને Apple Books અને અન્ય Apple ઑનલાઇન સ્ટોર તેમજ અન્ય Apple ઍપ અને સેવામાં છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને રોકવા માટે પણ કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી અને સ્ટોર સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે. તમે ખરીદી કરો છો ત્યારે Apple તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેનાથી વિનંતી પ્રોસેસ કરી શકાય અને ચુકવણી પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં એ નિર્ધારિત કરી શકાય કે ઉત્પાદન અથવા સેવા આપવી કે નહિ.
તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની પણ ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12