Apple Fitness+ અને પ્રાઇવસિ

જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં Apple Fitness+ સેવાઓને એક્સપ્લોર કરો છો તો Fitness+ ટૅબમાં તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટીનો ઉપયોગ Apple દ્વારા સેવાઓ બહેતર બનાવવા માટે કરવામાં આવે છે. એક વાર તમે સબ્સ્ક્રાઇબ કરો એટલે તમારો બ્રાઉઝિંગ અને વર્કઆઉટ ડેટા એક રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાઈ જાય છે. તમારા અકાઉંટ, સબ્સ્ક્રિપ્શન સ્થિતિ અને વર્કઆઉટનો ઉપયોગ તમને સૂચનાઓ મોકલવામાં માટે કરવામાં આવી શકે છે.
 

Apple Fitness+ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં Apple Fitness+ને એક્સપ્લોર કરો છો તો તમારા દ્વારા જોવામાં આવેલા વર્કઆઉટ પ્રિવ્યૂ અને તમને ઍપ સુધી પહોંચાડનારા કોઈ પણ માર્કેટિંગ અભિયાન સહિત તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટીની માહિતી Apple દ્વારા કલેક્ટ કરવામાં આવે છે. આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવે છે અને તેનો ઉપયોગ સર્વિસને બહેતર બનાવવા માટે કરવામાં આવે છે.
  • જો તમે સબ્સ્ક્રાઇબ કરો તો અમે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી માહિતીનો ઉપયોગ તમને સેવા પ્રદાન કરવા, તમને માર્કેટિંગ કૅમ્પેન મોકલવા અને App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરાત ઉપલબ્ધ હોય ત્યારે તમારા માટે અનુરૂપ રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ કરીએ છીએ. Fitness+ સેવાના તમારા ઉપયોગ અંગેનો ડેટા એક રૅન્ડમ આઇડેંટિફાયર સાથે સ્ટોર કરવામાં આવે છે જે Fitness+ વિશેષ હોય છે અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલો હોતો નથી.
  • જો તમે ફિટનેસ ઍપમાં ઍક્ટિવિટી શેરિંગ સક્ષમ કરો તો તમારા Fitness+ વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટાને મિત્રો સાથે શેર કરવામાં આવશે અને તે Appleને મોકલવામાં આવશે અને થોડા સમય માટે જાળવી રાખવામાં આવશે જેથી Apple એ લોકો સાથે તમે પસંદ કરો તે ડેટાને સુરક્ષિત રીતે શેર કરી શકે. આ ડેટામાં સામેલ હોઈ શકે છે : ઍક્ટિવ કૅલરિ અથવા કિલોજૂલ, કસરતની મિનિટ, સ્ટૅન્ડ અથવા રોલ કલાક, પગલા, ટાઇમ ઝોન અને વર્કઆઉટ માહિતી જેમ કે શીર્ષક, પ્રકાર અને અવધિ.

Apple Fitness+ નિષ્ણાત ટ્રેનરના માર્ગદર્શનમાં કરવામાં આવતી વર્કઆઉટ અને મેડિટેશન સાથેની ફિટનેસ અને વેલનેસ સર્વિસ છે.

પ્રિ-સબ્સ્ક્રિપ્શન ઍક્ટિવિટી

Apple Fitness+ માટે સબ્સ્ક્રાઇબ કરતા પહેલા તમે સર્વિસ એક્સપ્લોર કરી શકો છો અને વર્કઆઉટ પ્રિવ્યૂ જોઈ શકો છો. Apple દ્વારા Fitness+ ટૅબમાં તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટી વિષે માહિતી કલેક્ટ કરવામાં આવે છે જેમ કે તમારા દ્વારા જોવામાં આવેલા પાનાં અને વર્કઆઉટ પ્રિવ્યૂ, તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલા ડિવાઇસનો પ્રકાર અને સૂચનાઓ સાથે તમારા ઇંટરૅક્શન. જો તમે કોઈ માર્કેટિંગ કૅમ્પેનના ઇમેલ અથવા ડિજિટલ જાહેરખબર જેવી કોઈ લિંકથી Apple Fitness+ ટૅબમાં એંટર કરો છો તો Apple તે માર્કેટિંગ કૅમ્પેનની માહિતી પણ રેકોર્ડ કરે છે જેથી માર્કેટિંગ સૉર્સને ઍટ્રિબ્યૂશન પ્રદાન કરી શકાય અને અમારા માર્કેટિંગ કૅમ્પેનને બહેતર કરી શકાય.

Apple તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી માહિતીને સ્ટોર કરે છે અને તેનો ઉપયોગ Apple Fitness+ને બહેતર બનાવવા માટે કરવામાં આવે છે.

પ્રી-સબ્સ્ક્રિપ્શન વર્કઆઉટ

Apple Fitness+નું સબસ્ક્રિપ્શન લેતા પહેલાં તમે વર્કઆઉટ અને મેડિટેશનનું સિલેક્શન અજમાવી શકો છો. જ્યારે તમે આ પ્રી-સબ્સ્ક્રિપ્શન વર્કઆઉટ અને મેડિટેશન કરો છો ત્યારે Apple વર્કઆઉટ અને મેડિટેશનના શીર્ષક અને ટ્રેનર, તમે કેટલી વાર કર્યું તે સંખ્યા અને તમે Apple Fitness+ સબ્સ્ક્રિપ્શન માટે સાઇન-અપ કરો છો કે નહિ તે વિષે માહિતી એકત્રિત કરે છે. અમે આ માહિતી એકત્રિત કરીએ છીએ જેથી યૂઝરને કયાં કૉન્ટેંટમાં રસ છે તે સમજી શકાય અને Apple Fitness+ને ઑપ્ટિમાઇઝ કરી શકાય અને બહેતર બનાવી શકાય.

Apple આ માહિતીને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલા ન હોય તેવા ઍગ્રીગેટ સ્વરૂપમાં સ્ટોર કરે છે.

Apple Fitness+ ઍક્ટિવિટી અને વર્કઆઉટ

તમે Apple Fitness+ને સબ્સ્ક્રાઇબ કરી લો પછી Apple દ્વારા ફિટનેસ, વર્કઆઉટ અને માઇંડફૂલનેસ ઍપ્સમાં Fitness+માં તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટી, જેમ કે તમે કયાં પાનાં જોયા, તમે કયા ફીચર સાથે ઇંટરૅક્શન કર્યું અને એવી ઍક્શન જેના કારણે તમે ઍપમાં એંટર થયા અને તેમાંથી બહાર નિકળ્યા જેમકે જે તમને Fitness+ સુધી લાવે તે ઍક્સટર્નલ લિંકને ફોલો કરવી અથવા Apple Musicની લિંક દ્વારા ઍપમાંથી બહાર નિકળવું. Apple તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા ડિવાઇસનો પ્રકાર, સૂચનાઓ સાથે તમારા ઇંટરૅક્શન અને તમારા સબ્સ્ક્રિપ્શન તેમજ તમારા લિંગ અને ઉંમરની રેંજ જેવી અમુક વસ્તી વિષયક માહિતી પણ કલેક્ટ કરે છે.

જ્યારે તમે Fitness+ વર્કઆઉટ અથવા મેડિટેશન કરો છો ત્યારે સેશનની અવધિ, તમારી નૅવિગેશન ઍક્શન જેમ કે પ્લે કરવું કે પૉઝ કરવું, તમે કેટલા સેશન પૂરા કર્યા છે, સેશન ઑડિઓ છે કે વીડિયો, ભાષાના સેટિંગ્સ, તમે સેશન ડાઉનલોડ કર્યું છે કે સ્ટ્રીમ કરી રહ્યા છો અને તમે AirPlay અથવા પિક્ચર ઇન પિક્ચર જેવા ફીચરનો ઉપયોગ કરી રહ્યા છો કે નહિ તેના સહિત તેની સાથે તમે કઈ રીતે ઇંટરેક્ટ કરો છો તે તેમજ સેશન સંબંધિત માહિતી વિષે Apple માહિતી કલેક્ટ કરે છે. જ્યારે તમે “Fitness+ બહેતર બનાવો” સક્ષમ કરવાનું સિલેક્ટ કરો ફક્ત ત્યારે જ Apple તમારા વર્કઆઉટ અથવા મેડિટેશનના શીર્ષક અને ટ્રેનરને કલેક્ટ કરશે. જો તમે અન્ય યૂઝર સાથે વર્કઆઉટ કરવા માટે SharePlayનો ઉપયોગ કરો છો તો તમે SharePlay સેશન દરમિયાન વર્કઆઉટ કર્યું છે અને આ સેશનમાં સામેલ ડિવાઇસની સંખ્યા જેવી માહિતી Apple દ્વારા એકત્રિત કરવામાં આવશે પણ SharePlay સેશનના સહભાગીઓને ઓળખી શકાય એવી કોઈ પણ માહિતી કલેક્ટ કરતું નથી.

આ તમામ ડેટા રૅન્ડમ, રોટેટિંગ આઇડેંટિફાયર સાથે સ્ટોર કરવામાં આવે છે જે Apple Fitness+ માટે નિર્દેશિત હોય છે અને જે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલું નથી હોતું. Apple આ માહિતીનો ઉપયોગ સેવા પ્રદાન કરવા અને બહેતર બનાવવા માટે કરે છે.

iCloud સિંકિંગ

તમારી અનુકૂળતા માટે Apple Fitness+ iCloudનો ઉપયોગ કરીને તમારા અનુભવના પાસાંને તમારા તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખે છે. ઉદાહરણ તરીકે તમારા વર્કઆઉટ અથવા મેડિટેશનમાં થતી પ્રગતિને તમારા તમામ ડિવાઇસ પર સિંક કરવા માટે Fitness+ iCloudનો ઉપયોગ કરે છે. તમે iOS અથવા iPadOS ડિવાઇસમાં સેટિંગ્સ > [તમારું નામ] > iCloud > iCloudમાં સેવ કરેલ > તમામ બતાવો પર જઈને પછી Fitness+ બંધ કરવા માટે ટૅપ કરીને આ ક્ષમતાને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો.

બર્ન બાર

બર્ન બાર તમને જેમણે આ વર્કઆઉટ પૂરા કર્યા હોય એવા અન્ય યૂઝરની સરખામણીએ તમારા વર્કઆઉટના પર્ફોર્મન્સને માપવાની અનુમતિ આપે છે. જો તમે બર્ન બાર સક્ષમ કરવાનું પસંદ કરો તો વર્કઆઉટના તમારા મેટાબોલિક ઇક્વિવેલંટ ઑફ ટાસ્ક અર્થાત કે તમારી MET વૅલ્યૂને Apple દ્વારા અજ્ઞાત સ્થિતિમાં સ્ટોર કરવામાં આવશે જેથી તે વર્કઆઉટ માટે તેને બર્ન બારમાં ઉમેરવામાં આવશે અને તેને તમારા Apple અકાઉંટ અથવા તમારા અન્ય Apple Fitness+ ડેટા સાથે જોડવામાં નહિ આવે. તમે વર્કઆઉટ સેટિંગ્સમાં વર્કઆઉટ પૂરા કરીને કોઈ પણ સમયે બર્ન બારને અક્ષમ કરી શકો છો.

ઍક્ટિવિટી શેરિંગ

જો તમે ફિટનેસ ઍપમાં ઍક્ટિવિટી શેરિંગ સક્ષમ કરો તો તમારા Fitness+ વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટાને મિત્રો સાથે શેર કરવામાં આવશે અને તે Appleને મોકલવામાં આવશે. જેથી Apple તમે પસંદ કરેલા લોકો સાથે તે ડેટાને સુરક્ષિત રીતે શેર કરી શકે. આ ડેટામાં સામેલ હોઈ શકે છે : ઍક્ટિવ કૅલરિ અથવા કિલોજૂલ, કસરતની મિનિટ, સ્ટૅન્ડ અથવા રોલ કલાક, પગલા, ટાઇમ ઝોન અને વર્કઆઉટ માહિતી જેમ કે શીર્ષક, પ્રકાર અને અવધિ. Apple તમારા વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા અમુક સમય માટે જાળવી રાખશે અને આ ડેટાનો ઉપયોગ માત્ર આ ઍક્ટિવિટી શેરિંગ ફીચરને સક્ષમ કરવા માટે કરવામાં આવશે. જો તમે iOS 18 અથવા તેના પછીના વર્ઝન અને/અથવા watchOS 11 અથવા તેના પછીના વર્ઝનનો ઉપયોગ કરો છો અને iOS 18 અથવા તેના પછીના વર્ઝન અને/અથવા watchOS 11 અથવા તેના પછીના વર્ઝનનો ઉપયોગ કરતા કોઈ મિત્ર સાથે વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા શેર કરો છો તો તમારા ડેટાને એવી રીતે ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટ કરવામાં આવશે જેથી તમારા મિત્ર સાથે તમે જે વર્કઆઉટ અને ઍક્ટિવિટી ડેટા શેર કરવાનું પસંદ કરો છો તે Apple વાંચી શકતું નથી.

Apple Music

Apple Fitness+ પ્લેલિસ્ટ Apple Musicમાં ઉપલબ્ધ છે. જો તમે Apple Musicમાં કોઈ પ્લેલિસ્ટ સાંભળવા માટે ટૅપ કરો તો તમને તે ઍપ પર મોકલવામાં આવશે અને તમારી કોઈ પણ ઍક્શન www.apple.com/in/legal/privacy/data/en/apple-music પર Apple Music અને પ્રાઇવસિને આધિન રહેશે. ઉદાહરણ તરીકે, Appleને તમારા પ્લેલિસ્ટના શીર્ષકની માહિતી હોય છે જેનાથી તમારા પૂરા કરેલા વર્કઆઉટની માહિતી સામે આવી શકે છે અને જો Apple Musicમાં મિત્રો સાથે પ્લેલિસ્ટ શેર કરો તો તમારા મિત્રોને પણ આ માહિતી મળી જશે.

તૃતીય પક્ષ સાથે શેરિંગ

અમે Apple Fitness+ પર પ્લે કરવાના ગીત અંગેનો રેકોર્ડ લેબલ જેવો અમુક બિન-વ્યક્તિગત ડેટા આ સેવા સાથે જોડાયેલા સ્ટ્રૅટજિક પાર્ટનરને પ્રદાન કરવા બંધાયેલા છીએ. જેથી તેઓ તેમના ક્રિએટિવ કામનું પર્ફોર્મન્સ માપી શકે, રૉયલ્ટી અને અકાઉંટિંગની આવશ્યકતાઓને પૂરી કરી શકે અને તેમના ઉત્પાદન અને સેવામાં સુધારો કરી શકે.

તમારી સાથે સંચાર કરવો

Fitness+ની તમામ વ્યક્તિગત ભલામણ ઑન-ડિવાઇસ ઇંટેલિજંસનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે જેથી Appleને તમારી વર્કઆઉટ હિસ્ટરીને સ્ટોર કરવાની જરૂર ન પડે. ઉદાહરણ તરીકે તમારા પસંદ કરેલ ટ્રેનર અને શૈલી અને તમે વ્હીલચેર યૂઝર છો કે નહિ તે નક્કી કરવું જેવી ઑન-ડિવાઇસ માહિતીનો ઉપયોગ તમારા માટે સુસંગત વર્કઆઉટ પ્લાનની ભલામણ કરવા માટે કરી શકાય છે.

Apple તમારી પાસેની Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન જેવી તમારી અકાઉંટ માહિતીનો ઉપયોગ તમને Apple Fitness+ અને તમને ગમતી સંબંધિત Apple પ્રૉડક્ટ, સર્વિસ અને Apple One સહિત ઑફર અંગેના કમ્યૂનિકેશન મોકલવા માટે કરી શકે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો તમે ફેમિલીમાં હો તો Apple તમને ઉત્પાદન, સેવા અને ફેમિલી શેરિંગના માધ્યમથી ઉપલબ્ધ ઑફર અંગે અનુરૂપ કમ્યૂનિકેશન મોકલી શકે છે. જો તમે Apple One સબ્સ્ક્રિપ્શન ખરીદો તો અમે તમને તમારા દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલી દરેક સેવાના ફીચર અંગે ઇમેલ અને સૂચનાઓ મોકલી શકીએ છીએ. Apple Fitness+ દ્વારા તમને Apple Fitness+માં ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે સૂચનાઓ મોકલવામાં આવી શકે છે. iOS અથવા iPadOS ડિવાઇસ પર સૂચનાઓની પ્રાથમિકતા અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > ફિટનેસ પર જાઓ.

જાહેરાત

જો વ્યક્તિગત જાહેરાત સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારા Fitness+ના સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ જેમ કે તમે Apple Oneના માધ્યમથી સબ્સ્ક્રાઇબ કરો છો કે નહિ આવી માહિતીનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરી શકાય છે કે App Store, Apple News અને સ્ટૉક્સ પર જાહેરાત અનુરૂપ હોય.

જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને ટાર્ગેટ કરતી જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે. તમે તમારા iOS અથવા iPadOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જઈને તેમજ વ્યક્તિગત જાહેરખબર બંધ કરો પર ટૅપ કરીને વ્યક્તિગત જાહેરખબર અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જાઓ અને વ્યક્તિગત જાહેરખબરને સિલેક્શનમાંથી હટાવો.

Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ. App Store અને Apple Newsમાં વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવા વિષે વધુ જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.

છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અમે વ્યક્તિગત ડેટાને છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને અટકાવવા માટે કલેક્ટ કરીએ છીએ. તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે. તમારું Fitness+ જ્યારે સબ્સ્ક્રિપ્શન ઑટો-રિન્યૂ પર સેટ હોય ત્યારે Apple તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે જેનાથી વિનંતી પ્રોસેસ કરી શકાય અને પેમેંટ પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં એ નિર્ધારિત કરી શકાય કે તમારા સબ્સ્ક્રિપ્શન માટે ચાલી રહેલી ઍક્સેસ આપવો કે નહિ.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે Apple Fitness+માં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાની નિમ્નલિખિત શ્રેણીઓ પ્રોસેસ કરીએ છીએ જેથી :

  • તમારા માટે અને અન્ય માટે Apple Fitness+ને બહેતર બનાવો
  • ઑફર માટેની પાત્રતા તપાસો અને જેમાં તમને રસ હોય તેવા Apple Fitness+ અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સાથે સંબંધિત કમ્યૂનિકેશન મોકલવું
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે

ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :

  • સબ્સ્ક્રાઇબ કરતા પહેલાં Fitness+ ટૅબમાં તમારા દ્વારા જોવામાં આવેલા પાનાં અને વર્કઆઉટ પ્રિવ્યૂ, સૂચનાઓ સાથેનું તમારું ઇંટરૅક્શન અને તમે Apple Fitness+ ટૅબમાં માર્કેટિંગ કૅમ્પેનની લિંક દ્વારા એંટર થયા હતા કે કેમ વગેરે તમારી બ્રાઉઝિંગ ઍક્ટિવિટી વિષેની માહિતી
  • તમારા ડિવાઇસ અને તમારા અકાઉંટ વિષેની વિગતો
  • ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર

રિટેંશન

Apple તમારા ટ્રાંઝેક્શન અને Apple Fitness+ના ઉપયોગ સાથે જોડાયેલા વ્યક્તિગત ડેટાને માત્ર અમારા વ્યવસાયની જરૂરીયાત હોય, કૉન્ટ્રૅક્ટની બાધ્યતા હોય અથવા કાનૂની આવશ્યકતા હોય ત્યાં સુધી જ જાળવી રાખે છે. Apple Fitness+ સબ્સ્ક્રાઇબ કરતા પહેલા કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા વધુમાં વધુ બે વર્ષ સુધી સ્ટોર કરવામાં આવે છે. તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા Apple Fitness+માંથી અનસબ્સ્ક્રાઇબ કર્યા પછી પણ કેટલીક માહિતી જેમ કે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની સબ્સ્ક્રિપ્શન ખરીદી હિસ્ટરીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-03-30