Apple Games અને પ્રાઇવસિ

App Store, Game Center અને Apple Arcade સહિત, તમારા ગેમ ડાઉનલોડ અને ગેમપ્લે ઍક્ટિવિટીનો ઉપયોગ Apple Gamesને વ્યક્તિગત કરવા અને બહેતર બનાવવા માટે થાય છે. તમારું ઉપનામ, અવતાર, Apple Arcade સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, સ્કોર અને તમારા દ્વારા શેર કરવા માટે પસંદ કરવામાં આવેલી અન્ય ઍક્ટિવિટી સંબંધી માહિતી ગેમ અને Game Center યૂઝરને દેખાય છે.
 

Apple Games તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • Apple તમને Apple Games ઍપ પ્રદાન કરવા માટે App Store, Apple Arcade અને Game Centerમાંથી તમારા વિષેની માહિતી તેમજ તમારા ડિવાઇસ પરની માહિતી એકત્રિત કરે છે.
  • અમે સ્ટોરમાં તમારી ખરીદી, ડાઉનલોડ અને અન્ય ઍક્ટિવિટી અંગેની માહિતીનો ઉપયોગ ફીચરને તમારી જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અને બહેતર અનુભવ માટે અને તમને સંચાર મોકલવા માટે કરીએ છે. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, App Store માટે આ ડેટાના ઉપયોગમાંથી બહાર નિકળી શકો છો.
  • આ સેવાઓ પરની તમારી ઍક્ટિવિટીનો ઉપયોગ ગેમ્સ ઍપ અને સેવાઓને તમારા માટે અને અન્ય લોકો માટે બહેતર બનાવવા માટે કરવામાં આવે છે.
  • છેતરપિંડી ઓળખવામાં અને રોકવામાં મદદ કરવા માટે તમારા ફોન કૉલ અથવા તમારા દ્વારા મોકલવામાં આવેલી અને પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેલની અંદાજિત સંખ્યા સહિત તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની માહિતીનો ઉપયોગ જ્યારે તમે ડાઉનલોડ અથવા ખરીદી કરો ત્યારે ડિવાઈસ ટ્રસ્ટ સ્કોરની ગણના કરવા માટે કરવામાં આવશે. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.

Apple Games ઍપ તમને નવી ગેમ શોધવા તેમજ લીડરબોર્ડ અને મલ્ટિપ્લેયર ગેમમાં સહભાગિતા, મિત્રો શોધવા, જોવા અને તેમને ગેમ માટે ચૅલેંજ કરવા અને ઉપલબ્ધિઓ ટ્રૅક કરવા જેવી ગેમિંગ ઍક્ટિવિટીમાં ભાગ લેવાની અનુમતિ આપે છે.

ગેમ ઍપ તમારા માટે શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા માટે App Store, Apple Arcade અને Game Centerના તમારા ઉપયોગ વિષેની માહિતી તેમજ તમે તમારા ડિવાઇસમાંથી લૉન્ચ કરો તે ગેમ-સંબંધિત ઍપ વિષેની માહિતી એકત્રિત કરે છે. ગેમ ઍપ શરૂ કરવા માટે તમારે તમારા Game Center અકાઉંટમાં સાઇન ઇન કરવું પડશે અને Appleને આ સર્વિસ પર તમારી ઍક્ટિવિટીને જોડવાની અનુમતિ આપવા માટે સહમત થવું પડશે. તમે સેટિંગ્સ > Apple Games પર જઈને કોઈ પણ સમયે તમારી પસંદગી બદલી શકો છો. જોકે, જો તમે આ અન્ય સેવાઓમાંથી માહિતીનો ઉપયોગ કરવા માટે Apple Gamesને અનુમતિ આપતા નથી તો તમે ગેમ્સ ઍપનો ઉપયોગ કરી શકશો નહિ.

ગેમ ઍપ પ્રદાન કરવું

ગેમ ઍપ તમે ડાઉનલોડ કરેલી ગેમ-સંબંધિત ઍપ (App Storeમાંથી, Apple Games ઍપમાં અને તમારા Mac પર) અને Game Centerમાંથી તાજેતરમાં પ્લે કરેલ અથવા લૉન્ચ થયેલ માહિતી અને તમારા ઑન-ડિવાઇસની આ ઍપ વિષેની માહિતીનો ઉપયોગ હોમ ટૅબ અને તમારી ગેમ લાઇબ્રેરી જેવા અનુભવોને પ્રોત્સાહન આપે છે. તમને તમારી તમામ ગેમ ઍપ એક જ જગ્યાએ બતાવવા માટે અમે આ માહિતીનો ઉપયોગ કરીએ છીએ અને તમે જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી સરળતાથી શરૂ કરી શકો છો.

જ્યારે તમે ગેમ ઍપ અથવા App Storeમાંથી ગેમ-સંબંધિત ઍપ ડાઉનલોડ કરો છો ત્યારે તમારા ડિવાઇસના હાર્ડવેર ID અને IP અડ્રેસ જેવા આઇડેંટિફાયરને Apple દ્વારા તમારા Apple અકાઉંટ સાથે લૉગ કરવામાં આવે છે. અમુક વિસ્તારના કાનૂની પ્રતિબંધને આધીન અમુક ઍપ તમને ઉપલબ્ધ કરાવી શકાય છે કે નહિ તે નક્કી કરવા તેમજ તમારા લોકેશનનો અંદાજ મેળવવા માટે Apple તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસનો ઉપયોગ કરી શકે છે.

પ્રોફાઇલ
તમારી Game Center પ્રોફાઇલ, જેમાં તમારું ઉપનામ, અવતાર, તમારા મિત્રોની સૂચી અને તમારી ગેમિંગ ઍક્ટિવિટી સામેલ હોય છે તે ગેમ ઍપમાં ઉપલબ્ધ રહેશે. તમારી Game Center પ્રોફાઇલ અને ઍક્ટિવિટી માટે તમે ચાલુ કરેલા કોઈ પણ પ્રાઇવસિ સેટિંગ્સ Apple Gamesમાં પણ લાગુ થશે. પ્લેયરના અવતાર પર ટૅપ કરવાથી તમે તે પ્લેયરના પ્રોફાઇલ પેજ પર પહોંચી જશો. જો તમે પહેલાંથી મિત્ર ન હોવ તો પ્રોફાઇલ પેજ પર તમે મિત્ર બનવાની વિનંતી કરી શકો છો અથવા જો તમારી અને તેમની સેટિંગ્સ અનુમતિ આપે તો પ્લેયરનો સંપર્ક કરી શકો છો.

મિત્રો
ગેમ ઍપમાં મિત્ર માટેના સૂચનો ચૅલેંજ અને એકસાથે પ્લે થતી મલ્ટિપ્લેયર ગેમ તેમજ તમારી પાસેની સમાન ગેમ અને મિત્રોની સંખ્યા પર આધારિત છે. વધુમાં, જો તમારા Game Centerનું ઉપનામ તમારા સંપર્ક કાર્ડ સાથે જોડાયેલ હોય તો તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ તમારા ઇમેલ અડ્રેસ અને ફોન નંબરનો ઉપયોગ મિત્રોને તમને શોધવામાં મદદ કરવા માટે કરવામાં આવે છે. અને જો તમારા સંપર્કનું Game Center ઉપનામ તેમના સંપર્ક કાર્ડ સાથે જોડાયેલ હોય તો તે માહિતીનો ઉપયોગ તમારા માટે મિત્રોની ભલામણોને વધારવા માટે ઑન-ડિવાઇસની પ્રોસેસ કરવા સાથે કરવામાં આવે છે.

ચૅલેંજ
ચૅલેંજ એ Apple Games ઍપનું ફીચર છે જે તમને અને તમારા Game Centerના મિત્રોને તમારી મનપસંદ ગેમ સાથે રમવાની અનુમતિ આપે છે. અમે તમારા Game Centerના મિત્રો વિષેની માહિતીનો ઉપયોગ તમે કયા મિત્રો સાથે રમી રહ્યા છો અથવા તમને રસ છે, મિત્રોના સૂચનો સાથે નવા મિત્રો શોધવામાં મદદ કરવા માટે અને સાથે રમવા માટે ચૅલેંજ આપવા માટે કરીએ છે.

ચાર્ટ
તમે અને અન્ય લોકો જે Game Center-સક્ષમ ગેમ રમે છે તેના વિષેની એકત્રિત માહિતીનો ઉપયોગ ગેમ ઍપમાં અને App Store પર પાવર ચાર્ટમાં થાય છે.

ગેમ ઍપને પર્સનલાઇઝ કરવી

તમને એક જ જગ્યાએ શ્રેષ્ઠ ગેમિંગ અનુભવ પ્રદાન કરવા માટે અમે ગેમ ઍપમાં તમારા અનુભવને વ્યક્તિગત કરીએ છે. આ કરવા માટે, અમે App Store, Apple Arcade અને Game Centerમાંથી તમારા વિષેની માહિતી તેમજ તમારા ગેમ ઍપના ઉપયોગ વિષે ઑન-ડિવાઇસ માહિતીનો ઉપયોગ કરીએ છે.

App Store
અમે તમારા App Store સાથેના ઇંટરૅક્શનનો ઉપયોગ તમારી પસંદની ગેમ શોધવામાં માટે કરીએ છે. ઉદાહરણ તરીકે, અમે તમારા દ્વારા App Store અને ગેમ ઍપમાં પહેલેથી સર્ચ કરવામાં આવેલા, ડાઉનલોડ કરેલા, અપડેટ કરેલા અથવા રિવ્યૂ કરેલા કૉન્ટેંટને આધારે તમારી પસંદને અનુરૂપ ગેમ અને ઇન-ઍપ ઇવેંટની ભલામણ કરીએ છીએ. અમે તમારા Apple અકાઉંટમાંથી મેળવવામાં આવેલી અકાઉંટની માહિતી જેમ કે તમારા દ્વારા ઉપયોગ કરાયેલ ડિવાઇસ અને તમારા દ્વારા સક્રિય કરાયેલ નવા ડિવાઇસ સાથે તમારી ઍપમાં ખરીદી, સબ્સ્ક્રિપ્શન સહિત ખરીદીની હિસ્ટરી અને ચુકવણી પદ્ધતિનો પણ ઉપયોગ કરીએ છીએ. વધુ સારી ભલામણો પ્રદાન કરવા માટે અમે Apple સાથે ડિવાઇસ ઍનાલિટિક્સ શેર કરવાનું પસંદ કરતા યૂઝર તરફથી ઍપ લૉન્ચ, ઇંસ્ટૉલ અને ડિલીટ કરવા સંબંધિત માહિતી તેમજ ઍપ રેટિંગ વિષે ઍગ્રીગેટ કરેલી માહિતીનો પણ ઉપયોગ કરીએ છે. તમારા App Store અને ગેમ્સના વપરાશ સંબંધિત માહિતી વિષે Appleને મળતી માહિતીમાં તમે જેના પર ટૅપ કરો છો અને જુઓ છો તેમાં વ્યક્તિગત કૉન્ટેંટ સંબંધિત માહિતી સામેલ હોય છે.

તમારા Apple અકાઉંટ માટે વ્યક્તિગત ફીચર બંધ કરીને App Store અને અમુક અન્ય સર્વિસ માટે વ્યક્તિગત સુવિધાઓ બંધ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી > અકાઉંટ જુઓ પર જાઓ પછી વ્યક્તિગત ભલામણોને બંધ કરવા માટે ટૅપ કરો. વ્યક્તિગત ભલામણો બંધ હોય ત્યારે ગેમ્સ ઍપ તમને ભલામણ કરવા માટે ઉપર પ્રમાણે App Storeથી તમારી માહિતીનો ઉપયોગ કરશે નહિ પણ તમને ગેમ્સ ઍપ લાઇબ્રેરીના હિસ્સા મુજબ તમારી ડાઉનલોડ કરેલી ગેમ્સ ઍપ્સ હજુ પણ બતાવવામાં આવશે.

Arcade
જ્યારે તમે Apple Arcade પર સબ્સ્ક્રાઇબ કરો ત્યારે ગેમ ઍપમાં તમે ડાઉનલોડ કરેલ અને રમેલી Arcade ગેમ અને તમારા સબ્સ્ક્રિપ્શનના ભાગ રૂપે ઉપલબ્ધ Apple Arcade ઍપનો સમાવેશ થશે. અમે તમારી Apple Arcade ઍક્ટિવિટી વિષેની માહિતીનો ઉપયોગ તમને રસ હોઈ શકે તેવી અન્ય ગેમ માટે ભલામણો જણાવવા માટે પણ કરીએ છે.

Game Center
તમારી Game Center ઍક્ટિવિટી જેમાં તમે રમો છો તે Game Center-સક્ષમ ગેમ અને Game Center ચૅલેંજ, ઉપલબ્ધિ અને લીડરબોર્ડનો ઉપયોગ તમારી App Store ઍક્ટિવિટી સાથે તમને ગેમ, ચૅલેંજ, ઇન-ઍપ ઇવેંટ અને મિત્રોની ભલામણ કરવા માટે થાય છે.

ઑન-ડિવાઇસ ઍપનો વપરાશ
વધુ સારા યૂઝર અનુભવ પ્રદાન કરવા માટે અમે તમારા ડિવાઇસ પર તમે લૉન્ચ કરેલી ગેમ-સંબંધિત ઍપ અને તમે તેમને તાજેતરમાં કેટલા સમયમાં લૉન્ચ કર્યા છે તે વિષેની માહિતી ઍક્સેસ કરીએ છે જેથી તમારી ગેમને નવીનતમ દ્વારા સૉર્ટ કરી શકાય.

ગેમ ઍપ બહેતર બનાવવી

ગેમ ઍપ અને સંબંધિત સેવામાં અનુભવને બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે અમે ઍપ તેમજ App Store, Apple Arcade અને Game Centerના તમારા ઉપયોગ વિષે માહિતી કલેક્ટ કરીએ છે. આ માહિતીમાં તમે આ ઍપ અને સેવા ક્યારે ખોલો અને બંધ કરો તમે જે કૉન્ટેંટ અને ગેમ સર્ચ કરો, જુઓ તેમજ ડાઉનલોડ કરો છો, સૂચનાઓ અને બેજ સાથેના તમારા ઇંટરૅક્શન અને ગેમ-સંબંધિત ઍપમાં તમારી ખરીદીનો સમાવેશ થાય છે. અમે તમારા ડિવાઇસની માહિતી પણ એકત્રિત કરીએ છે જેમ કે ડિવાઇસનો પ્રકાર, તમારી ઑપરેટિંગ સિસ્ટમનું વર્ઝન અને તમારા ડિવાઇસ પરની ફ્રી સ્પેસ. અમે આ માહિતીને એકત્રિત કરીએ છે અને તેનો ઉપયોગ એ સમજવા માટે કરીએ છે કે તમે અને અન્ય લોકો ગેમ ઍપ અને સંબંધિત સર્વિસના ફીચર સાથે કેવી રીતે જોડાઓ જેથી આ ઍપ અને સર્વિસને બહેતર બનાવી શકાય અને નવા ગેમ-સંબંધિત ફીચર અને કાર્યક્ષમતાના વિકાસને માર્ગદર્શન આપી શકાય.

તમારી ગેમ ઍપના ઉપયોગની માહિતી રૅન્ડમ યુનીક આઇડેંટિફાયર સાથે જોડાયેલી છે જે Apple Gamesના તમારા ઉપયોગ માટે વિશિષ્ટ છે અને તમારા Apple અકાઉંટમાં સ્ટોર કરેલ નથી. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર આ આઇડેંટિફાયરને રીસેટ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > ગેમ > આઇડેંટિફાયર રીસેટ કરો પર જાઓ. Mac પર ગેમ > સેટિંગ્સ > આઇડેંટિફાયર રીસેટ કરો પર જાઓ.

ગેમ ઍપમાં બાળકો

Apple Games ઍપ બાળકોના અકાઉંટના સેટિંગ્સ અને વાલી નિયંત્રણનું ધ્યાન રાખે છે. Game Center પ્રાઇવસિ સેટિંગ્સ અને બાળકો માટે સ્ક્રીન ટાઇમ કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધો ગેમ ઍપમાં ઍક્ટિવિટી પર લાગુ થશે. વ્યક્તિગત ભલામણો સેટિંગ્સનું પણ ધ્યાન રાખવામાં આવશે. ચોક્કસ ગેમ-સંબંધિત ઍપમાં વિતાવેલા સમયને સીમિત કરવા અને તમારા બાળકના ડિવાઇસ પર Game Center ફીચરને બ્લૉક કરવા માટે જેમાં મલ્ટિપ્લેયર કાર્યક્ષમતા, મિત્રો ઉમેરવાની ક્ષમતા અને તમારા iOS, iPadOS, visionOS ડિવાઇસ અથવા Mac પર સમાન ગેમ રમતા મિત્રો સાથે કનેક્ટ થવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, સેટિંગ્સ > સ્ક્રીન ટાઇમ > કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધો > App Store, મીડિયા, વેબ અને ગેમ પર જાઓ અને Game Center સેક્શન સુધી સ્ક્રોલ કરો. tvOS પર સેટિંગ્સ > સામાન્ય > પ્રતિબંધો પર જાઓ.

જ્યારે Game Centerમાં અન્ય પ્લેયર સાથે સંચાર કરવામાં આવે છે ત્યારે બાળકો યૂઝર-ઇનપુટ કરેલી ટેક્સ્ટ મોકલી અથવા પ્રાપ્ત કરી શકતા નથી. તે પ્રિસેટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે પ્રતિબંધિત છે. Game Center-સક્ષમ ઍપમાં બાળકો માટે ઇન-ગેમ વૉઇસ ચેટ પણ અક્ષમ કરેલ છે. જોકે, જે ગેમ એપ Game Center-સક્ષમ નથી અથવા જ્યાં Game Centerની બહાર કાર્યક્ષમતાનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાં તે ઍપ માટે ઇન-ઍપ નિયંત્રણો અને તે ઍપની પૉલિસી લાગુ થશે.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન વગેરે તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને ગેમ ઍપ અને અન્ય તમારા રસના Apple પ્રૉડક્ટ, સર્વિસ અને ઑફર વિષેના સંચારને મોકલવા માટે કરી શકે છે. Apple તમને નવા ફીચર, કૉન્ટેંટ, ઇન-ઍપ ઇવેંટ, ચૅલેંજ, લીડરબોર્ડ અને ગેમ પર ઉપલબ્ધ ઑફર વિષે સંચાર મોકલવા માટે ગેમ ઍપ, App Store, Apple Arcade અને Game Centerમાં તમારી ઍક્ટિવિટી વિષેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે.

ઇમેલ માર્કેટિંગ
જો તમે ઇમેલ માર્કેટિંગ પ્રાપ્ત કરવાની સંમતિ આપો તો તમે આ સંચાર ઇમેલ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તમે account.apple.com પર જઈને અથવા તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > કમ્યૂનિકેશન પ્રાથમિકતામાં જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

સૂચનાઓ
તમે Game Center દ્વારા ડિલિવર કરેલ સંચાર પુશ, બૅનર અથવા બેજ સૂચનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર તમારી સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > Game Center પર જાઓ. Apple અમારી સેવાઓને બહેતર બનાવવા માટે સૂચનાઓ સહિત અમારા સંચાર સાથેના તમારા ઇંટરૅક્શન સંબંધિત માહિતીનો ઉપયોગ કરે છે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે Apple Games ઍપમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :

  • સંબંધિત કૉન્ટેંટ ડિસ્પ્લે કરવું અને ઍક્સેસ કરી શકે કે તમારા ડિવાઇસમાં વિનંતી કરવામાં આવેલા કૉન્ટેંટને ડાઉનલોડ કરવા માટે પુરતી જગ્યા છે કે નહિ અને અપડેટ થયેલ કૉન્ટેંટને ઑટોમૅટિક ડાઉનલોડમાં મદદરૂપ થવા
  • ગેમ ઍપમાં તમારા અનુભવને પર્સનલાઇઝ કરો
  • તમારા માટે અને અન્ય લોકો માટે ગેમ ઍપ અને અન્ય સંબંધિત Apple પ્રૉડક્ટ અને સેવાઓને બહેતર બનાવો અને ઑપ્ટિમાઇઝ કરો
  • તમને રસ હોઈ શકે તેવી ઑફર ઇમેલ, પુશ, બૅનર અને બેજ સૂચનાઓ દ્વારા મોકલો
  • ડેવલપરને ડાઉનલોડ પર અને તેના ઍપમાં ખરીદીનો રિપોર્ટ આપવો
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે

ઉપયોગમાં લેવાતા ડેટામાં આનો સમાવેશ થાય છે :

  • તમારા ગેમ્સ ઍપનો ઉપયોગ જેમ કે તમારા ડાઉનલોડ અને ખરીદી તેમજ Game Center સૂચનાઓ, મેસેજ, ઍપમાં ખરીદીની સૂચનાઓ અને મેસેજ
  • તમારા ડિવાઇસ અને અકાઉંટ વિષેની વિગતો
  • તમારું IP અડ્રેસ
  • ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર

રિટેંશન

ગેમ્સ ઍપ અને App Store પરથી તમારી ખરીદી અને ડાઉનલોડ સંબંધિત તમારા વ્યક્તિગત ડેટાને અમે વિવિધ ક્ષેત્રોમાં લાગુ પડતા અલગ-અલગ નાણાકીય બાબતોને લગતા કાયદા દ્વારા નિર્ધારિત અવધિ સુધી જાળવી રાખીએ છે. મોટા ભાગના ગ્રાહકો માટે ઓછામાં ઓછી 10 વર્ષની રિટેંશન અવધિ જરૂરી હોય છે પરંતુ ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે. જ્યાં સુધી અમારી સાથે તમારું અકાઉંટ છે ત્યાં સુધી અમે તમારી ખરીદી અને ડાઉનલોડનો રેકોર્ડ જાળવી રાખીએ છીએ જેથી તમે ડાઉનલોડ કરવાની અમારી શરતો અનુસાર તે કૉન્ટેંટને ફરીથી ડાઉનલોડ કરી શકો. અમે ટૂંકી અવધિ માટે બ્રાઉઝિંગ ઍક્ટિવિટી અને સર્ચ જેવી અન્ય માહિતી જાળવી રાખીએ છીએ. ડેટા જાળવી રાખવા અને વિશેષ વ્યવસાયિક ઉપયોગના કેસ માટે લાગુ પડતી કાયદાકીય જરૂરિયાતોના આધારે અવધિને પસંદ કરવામાં આવે છે. જોકે, તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા ગેમ્સ ઍપનો ઉપયોગ બંધ કર્યા પછી પણ અમુક માહિતી જેમ કે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની ખરીદીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.

તમે ચુકવણી કાર્ડનો ઉપયોગ કરો ત્યારે Apple ભવિષ્યમાં ખરીદી, રિકરિંગ ટ્રાંઝેક્શન અથવા તમારા દ્વારા અધિકૃત અન્ય ઉપયોગ માટે તમારા કાર્ડ નંબર અને બિલિંગની માહિતીને જાળવી રાખવામાં આવી શકે છે અને ઑટોમૅટિક રીતે અપડેટ કરવામાં આવી શકે છે. Apple આ માહિતી તમારી નાણાકીય સંસ્થા અથવા ચુકવણી નેટવર્ક પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને છેતરપિંડી રોકવા અને વેરિફિકેશન માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.

છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અમે વ્યક્તિગત ડેટાને Apple Games ઍપ, App Store, Apple Arcade, Game Center અને અન્ય Apple ઍપ અને સર્વિસમાં છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીને રોકવા માટે કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી, સર્ચ અને આ સર્વિસ સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે.

તમે ખરીદી કરો છો અથવા જ્યારે સબ્સ્ક્રિપ્શન ઑટો-રિન્યૂ પર સેટ હોય ત્યારે Apple તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેનાથી વિનંતી પ્રોસેસ કરી શકાય અને ચુકવણી પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં એ નિર્ધારિત કરી શકાય કે ઉત્પાદન અથવા સેવા આપવી કે નહિ.

તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની પણ ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.

App Store સહિત, ગેમ્સ ઍપને પાવર આપતી ઍપ અને સર્વિસ વિષે વધુ માહિતી માટે www.apple.com/legal/privacy/data/en/app-store જુઓ. Apple Arcade માટે www.apple.com/legal/privacy/data/en/apple-arcade જુઓ. Game Center માટે www.apple.com/legal/privacy/data/en/game-center જુઓ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12