Apple નકશો અને પ્રાઇવસિ

Apple નકશો (“નકશો”) એકદમ શરૂઆતથી તમારી પ્રાઇવસિને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અમે તમારા નકશા ઍપના વપરાશ સાથે જોડાયેલા વ્યક્તિગત ડેટાને કલેક્ટ કરી શકતા નથી.


નકશો ઍપ તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે માત્ર તમને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે જરૂરી હોય એવા ડેટાને જ કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે.

સાઇન-ઇન કરો અને સિંક કરો

તમારે નકશા ઍપનો ઉપયોગ કરવા માટે તમારા Apple અકાઉંટમાં સાઇન ઇન કરવાની જરૂર નથી. જો તમે તમારા અકાઉંટમાં સાઇન ઇન કરવાનું પસંદ કરો છો અને તમે બે-ફૅક્ટર ઑથેંટિકેશન સક્ષમ કરેલું છે તો નક્શો ઍપ દ્વારા તમારા ડેટાને ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને તમારા તમામ ડિવાઇસ પર સિંક કરવામાં આવશે. ઉદાહરણ તરીકે તમારા પિન કરેલ લોકેશન, તાજેતરનાં, વિઝિટ કરેલ સ્થળો અને ગાઇડ ઍન્ડ ટૂ ઍન્ડ એંક્રિપ્ટ કરેલ છે જેથી Apple તેને વાંચી શકતું નથી. જ્યારે તમે અન્ય નકશા યૂઝર સાથે તમારું ETA શેર કરો છો ત્યારે શેર કરવામાં આવેલું લોકેશન Apple જોઈ શકતું નથી.

જો તમે સાઇન ઇન કર્યું હોય તો નકશો તમે પુખ્ત છો કે બાળક છો તેવી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી માહિતીનો ઉપયોગ તે નક્કી કરવા માટે કરે છે કે અમુક ફીચર તમને ઉપલબ્ધ કરાવવા જોઈએ કે નહિ. નકશા ઍપ તે માહિતી સ્ટોર કરતું નથી.

લોકેશન

દરેક ફીચરના શ્રેષ્ઠ ફંક્શન માટે મોટેભાગે નકશા ઍપને તમારા લોકેશનની જરૂર પડે છે. તમારા લોકેશનથી તમારી ઓળખ કરી શકાય છે તેથી અમે 24 કલાકમાં ચોક્કસ લોકેશનને ઓછા ચોક્કસ લોકેશનમાં બદલી નાખીએ છે. જ્યારે તમે નૅવિગેશન માટે નકશા ઍપનો ઉપયોગ કરો ત્યારે અમે રૂટની શરૂઆતના ચોક્કસ લોકેશનને ઓછા ચોક્કસ વિસ્તારમાં બદલી નાખીએ છે.

સેટિંગ્સ > ઍપ્સ > નકશો > લોકેશન પર જઈને અને ચોક્કસ લોકેશન બંધ કરીને તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર નકશા ઍપની લોકેશન-આધારિત ફંકશનાલિટીને અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા સૂચી પર જઈને નકશો બંધ કરવા માટે ક્લિક કરો. જો તમે આ સેટિંગ અક્ષમ કરો તો નકશા ઍપના ટર્ન-બાય-ટર્ન નૅવિગેશન જેવા કેટલાક ફીચર અનુપલબ્ધ થઈ જશે.

જો લોકેશન સેવા ચાલુ હોય તો રૂટિંગ, ટ્રૅફિક અને આસપાસના રસપ્રદ લોકેશન અંગેની માહિતીને અજ્ઞાત, ઍગ્રીગેટ કરેલ ફૉર્મમાં નકશા ઍપને બહેતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા> સિસ્ટમ સર્વિસમાં જઈને બંધ કરવા માટે તેના પર ટૅપ કરીને રૂટિંગ અને ટ્રૅફિકને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો.

જો તમે તમારા વિઝિટ કરેલ સ્થળ સક્ષમ કરવાનું પસંદ કરો તો તમે તાજેતરમાં વિઝિટ કરેલ સ્થળો જેમ કે રેસ્ટૉરંટ અથવા પાર્કનો ઍક્સેસ નકશાને પ્રાપ્ત થશે. તમે તમારા વિઝિટ કરેલ સ્થળ સક્ષમ કરો તે પછી ફક્ત તમે વિઝિટ કરેલ સ્થળ સંબંધિત ડેટા જ નકશા સાથે શેર કરવામાં આવશે. તમારી મુલાકાત લીધેલ જગ્યા ઍન્ડ-ટૂ-ઍન્ડ-એંક્રિપ્ટ કરેલ છે અને તે Apple દ્વારા વાંચી શકાતા નથી. તમે પસંદ કરી શકો છે કે નકશામાં તમારા વિઝિટ કરેલ સ્થળ કેટલા સમય સુધી રહી શકે છે અને તમે તે સમયને નકશામાં લાઇબ્રેરી > મુલાકાત પર જઈને મુલાકાત રાખો પર ટૅપ કરીને બદલી શકો છો.

જો તમે તમારા પસંદગીના રૂટ અને અનુમાનિત સ્થળો સક્ષમ કરવાનું પસંદ કરો તો તમે જે રૂટ વારંવાર લો છો તે માહિતી નકશા ઍપ સાથે શેર કરવામાં આવશે. જ્યારે તમે તમારા ડેસ્ટિનેશન માટે રૂટ સર્ચ કરો છો ત્યારે નકશો તમારા પસંદના અને ભવિષ્યમાં લેવાના એક અથવા રૂટ Appleને મોકલી શકે છે. નકશા વિજેટ પર આ રૂટ દર્શવવા માટે અથવા તમારા આગલા સ્થાનના સૂચનો આપવા માટે નકશો ઍપ તમારા એકથી વધુ પસંદગીના રૂટ અથવા અનુમાનિત રૂટ Appleને મોકલી શકે છે. આ માહિતી તમારા Apple અકાંઉટથી જોડાયેલી નથી અને અમે 24 કલાકમાં પગલાં લઈએ છે જેથી આ પસંદગીનો રૂટ છે અથવા અનુમાનિત સ્થળ છે તેની જાણ Appleને થાય નહિ.

નકશામાં વિઝિટ કરેલ સ્થળ અથવા પસંદગીના રૂટ અને અનુમાનિત સ્થળોને સક્ષમ કરવા માટે તમારે મહત્ત્વપૂર્ણ સ્થાનને સક્ષમ કરવું પડશે અને નકશાને તમારા વર્તમાન લોકેશનનો ઍક્સેસ આપવો પડશે. તમે નકશામાં વિઝિટ કરેલ સ્થળ અથવા પસંદગીના રૂટ અને અનુમાનિત સ્થળોને સેટિંગ્સ > ઍપ્સ > નકશો > નકશો ઍક્સેસ કરવાની અનુમતિ આપો > લોકેશન > વધુ લોકેશન ઍક્સેસની અનુમતિ આપો પર જઈને વિઝિટ કરેલ સ્થળ અથવા પસંદગીના રૂટ અને અનુમાનિત સ્થળોને બંધ કરવા માટે ક્લિક કરીને તેને અક્ષમ કરી શકો છો. લોકેશન સેવા અંગે વધુ માહિતી માટે, જેમ કે વિઝિટ કરેલ સ્થળો અને પસંદગીના રૂટ તેમજ અનુમાનિત સ્થળો, www.apple.com/in/legal/privacy/data/en/location-services જુઓ.

નકશા ઍપનો ઉપયોગ કરવો

જ્યારે તમે નકશા ઍપનો ઉપયોગ કરો ત્યારે આ માહિતી Appleને મોકલવામાં આવે છે :

  • તમારી વિનંતીનો સમય
  • ડિવાઇસ મૉડલ અને સોફ્ટવેર વર્ઝન
  • ઇનપુટ ભાષા
  • ડિવાઇસ લોકેશન, જો તમે નકશા ઍપને તમારું લોકેશન ઍક્સેસ કરવા માટે અધિકૃત કરી હોય
  • તમારા ડિવાઇસ પર દેખાતા નકશા ક્ષેત્રની સરહદો
  • સર્ચ શબ્દ અને તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા ફીચર, તમે જોયેલા સ્થળ અને નકશા ઍપ તરફથી મળતી સૂચનાઓ સાથે તમારું ઇંટરૅક્શન સહિત નકશા ઍપ સાથે ઇંટરૅક્શન

નકશા ઍપનો ઉપયોગ કરતી વખતે અમે ઍપ્લિકેશન, ડિવાઇસ અને નેટવર્ક કંફિગરેશન અને પર્ફૉર્મન્સને લગતા ડેટાને પણ કલેક્ટ કરીએ છીએ. વ્યક્તિગત ઉપયોગ મેટ્રિક્સ એક એવા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવ્યા જે દર કલાકે અનેક વાર રોટેટ કરવામાં આવે છે અને જે તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવતા નથી. આનો અર્થ કે નકશા ઍપ દ્વારા તમારી અથવા તમારા ડિવાઇસ સાથે લિંક કરવામાં આવેલા આઇડેંટિફાયર પર આધારિત માહિતીને સર્ચ કરી શકાતી નથી. વધારે સમય સુધી સક્રિય રહેતા આઇડેંટિફાયરનો ઉપયોગ ઍપ્લિકેશનનું પર્ફૉર્મન્સ, ઍગ્રીગેટ વપરાશ મેટ્રિક્સ અને સર્વિસની ઇંટેગ્રિટી જાળવી રાખવા માટે કરવામાં આવે છે. આ વધારે સમય સુધી સક્રિય રહેતા આઇડેંટિફાયર તમારા Apple અકાઉંટ સાથે અથવા તમારી ઓળખ છતી કરતી અન્ય માહિતી સાથે જોડવામાં આવતા નથી.

આ સિવાય, જ્યારે તમે નૅવિગેશન અથવા દિશા નિર્દેશની વિનંતી કરવા માટે નકશા ઍપનો ઉપયોગ કરે તો નીચે આપેલા સહિતના રૂટને લગતા વર્ણન પણ Appleને મોકલવામાં આવે છે :

  • ડિવાઇસનું શરૂઆતનું અને વર્તમાન લોકેશન જ્યારે તમે વિનંતી કરો અને તમારા નૅવિગેશન સત્ર દરમિયાન જો તમારા દ્વારા નકશા ઍપને તમારું લોકેશન ઍક્સેસ કરવા માટે અધિકૃત કરવામાં આવી હોય
  • ડેસ્ટિનેશન
  • તમે CarPlay સાથે કનેક્ટેડ છો કે નહિ તે સહિતનું ટ્રાંસપોર્ટનું માધ્યમ
  • રૅન્ડમ આઇડેંટિફાયર, જેમાં તમારા દિશા નિર્દેશની વિનંતી કરવા પર નૅવિગેશન સત્રની અવધિ માટે બનાવવામાં આવે છે

જો તમે EV રૂટિંગનો ઉપયોગ કરો તો તમારા EV રૂટિંગની વિનંતીની શરૂઆતમાં ચાર્જની સ્થિતિ અને ટ્રિપ દરમિયાન તમારા વાહનના ચાર્જ અંગેની માહિતી પણ Appleને મોકલવામાં આવે છે. વધુમાં, જો તમે તમારા EV રૂટિંગને બહેતર બનાવવાનો વિકલ્પ પસંદ કરો તો તમારા દિશા નિર્દેશન માટે વિનંતી કરો ત્યારે Apple તમારા ઇલેક્ટ્રિક વાહનના ડેટાનો ઉપયોગ તમારી ટ્રિપને ઑપ્ટિમાઇઝ કરવા, તમારું વાહન ચાર્જ થઈ જવાની સૂચના આપવા અને તમારા માર્ગમાં ચાર્જનું અંદાજિત સ્તર પ્રદાન કરવા માટે કરી શકે છે. આ માહિતીમાં બૅટરીની ક્ષમતા, ચાર્જની સ્થિત, તમારી રેંજને અસર કરી શકતી વાહનની અન્ય લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. જોકે, આમાં કોઈ પણ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી. EV રૂટિંગ અંગે વધુ માહિતી માટે www.apple.com/in/legal/privacy/data/en/improve-ev-routing જુઓ.

જો તમે બહેતર ઇનહાંસ કરેલી નૅવિગેશન ચોકસાઈ, લોકેશનને વધુ સચોટ બનાવવા અથવા AR વૉકિંગ માટે નૅવિગેશન ફીચરનો ઉપયોગ કરો તો નકશા ઍપ તમારી સ્થિતિ અને હેડિંગમાં સુધારો કરવા અને પોતાને ઑરિએંટ કરવામાં સહાય માટે તમારા કૅમેરા અને મોશન સેંસરનો ઉપયોગ કરશે. આ ડેટા સ્ટોર કરવામાં આવતો નથી અને તમારા ડિવાઇસ પર જ રહે છે. જો તમે AR લોકેશનની ચોકસાઈ બહેતર બનાવોને ચાલુ કરો તો જ્યારે તમે નકશા ઍપમાં લોકેશન બહેતર કરો અથવા AR વૉકિંગનો ઉપયોગ કરો તો તમારા ડિવાઇસના કૅમેરાનો ઇમારતોના કદ અને આકાર તથા આસપાસની અન્ય ભૌતિક સુવિધાઓનો ડેટા Appleને મોકલવામાં આવશે. આ ડેટા તમારી Apple અકાઉંટ સાથે જોડવામાં આવ્યો નથી અને તે તમારી અથવા અન્યની ઓળખ છતી કરતો નથી. તમે સેટિંગ્સ > ઍપ્સ > નકશા ઍપ પર જઈને દિશા નિર્દેશન સેક્શનમાં જઈને વૉકિંગ પર ટૅપ કરીને અને પછી ઇનહાંસ્ડ બંધ કરવા માટે ટૅપ કરીને ઇનહાંસ્ડ નૅવિગેશન ઍક્યુરસીને અક્ષમ કરી શકો છો. તમે “AR લોકેશન ચોકસાઈને બહેતર કરો”ને બંધ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જઈને AR લોકેશન ચોકસાઈને બહેતર કરો પર ટૅપ કરીને બંધ કરી શકો છો.

જો તમે વિઝ્યુઅલ ઇંટેલિજંસનો ઉપયોગ કરો તો નકશો તમને બિઝનેસ, લૅન્ડમાર્ક અને તમને રસ હોય તેવી અન્ય જગ્યા વિષે માહિતી પ્રદાન કરી શકે છે. જ્યારે નકશો માહિતી પ્રદાન કરે છે ત્યારે Apple તમને રસ હોય તેવી ભલામણ કરવામાં આવેલી જગ્યા અને નકશો દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતી સાથે તમારા ઇંટરૅક્શન વિષેના ડેટા કલેક્ટ કરી શકે છે.

Apple નકશા ઍપના તમારા ઉપયોગમાંથી કલેક્ટ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ નકશા ઍપ અને અન્ય લોકેશન આધારિત પ્રોડક્ટ અન સર્વિસ બહેતર બનાવવા માટે કરી શકે છે.

તમારી પાસે રેટિંગ અને ફોટોસ ઍપમાં સહભાગી થવાનો વિકલ્પ છે, જે તમને સાર્વજનિક રીતે પૉઇંટ ઑફ ઇંટરેસ્ટ (“POI”)માં રેટિંગ્સ, ફોટો અને અન્ય કૉન્ટેંટ પોસ્ટ કરવાની અનુમતિ આપે છે. તમારું ફોટો સબમિશન તમારા Apple અકાઉંટ સાથે લિંક હોય છે. રેટિંગ્સ અને ફોટોસ વિષે વધુ માહિતી માટે, www.apple.com/in/legal/privacy/data/en/ratings-photos પર જાઓ.

તમે ઇસ્યૂને રિપોર્ટ કરો ફીચરનો ઉપયોગ કરીને નકશા ઍપમાં ઇસ્યૂ રિપોર્ટ કરી શકો છો. અમુક રિપોર્ટ તમારા Apple અકાઉંટ સાથે લિંક કરેલા હોય છે. “ઇસ્યૂ રિપોર્ટ કરો” વિષે વધુ માહિતી માટે, www.apple.com/in/legal/privacy/data/en/maps-report-an-issue પર જાઓ.

નકશા ઍપને વ્યક્તિગત કરવી

નકશા ઍપમાં અમુક વ્યક્તિગત કરેલા ફીચર, જેમ કે તમારી મુલાકાત લીધેલ જગ્યા, પાર્ક કરેલી કાર, નીકળવાનો સમય, પિન કરેલ લોકેશન અને સૂચનો (જેમ કે આગામી ડેસ્ટિનેશન)ને તમારા ડિવાઇસ પર જનરેટ થયેલા ડેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આનાથી તમારા ડિવાઇસ દ્વારા મોકલવામાં આવેલા ડેટાનું પ્રમાણ ન્યૂનતમ કરવામાં મદદ મળે છે.

નૅવિગેશન સંબધિત વિનંતી પૂરી કરવા માટે પસંદગીના રૂટ અને અનુમાનિત સ્થળો માટે જરૂરી છે કે તે પસંદગીના રૂટ અને અનુમાનિત રૂટનું રેખાગણિત Appleને મોકલે. આ માહિતી તમારા Apple અકાંઉટથી જોડાયેલી નથી અને અમે 24 કલાકમાં પગલાં લઈએ છે જેથી આ પસંદગીનો રૂટ છે અથવા અનુમાનિત સ્થળ છે તેની જાણ Appleને થાય નહિ.

જાહેરાત

નકશો ઍપમાં Apple દ્વારા પ્રદાન કરવામાં આવતી જાહેરાત તમને માત્ર સંદર્ભ માહિતીનો ઉપયોગ કરીને સંબંધિત બિઝનેસ અને સેવા શોધવાની અનુમતિ આપે છે. તમે નકશો ઍપમાં ક્યાં જાઓ છો અને તમે જે જાહેર ખબર જુઓ છો અને તેની સાથે ઇંટરૅક્ટ કરો છો તે તમારી ઓળખ અથવા તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલા નથી.

સંબંધિત જાહેર ખબર તમારા વર્તમાન સર્ચના શબ્દ, તમે સર્ચ કરો ત્યારે નકશાનો વ્યૂ અને જો તમે અમને અનુમતિ આપો તો ડિવાઇસના અંદાજિત લોકેશનનો ઉપયોગ કરીને સિલેક્ટ થઈ શકે છે. આ ઉપરાંત, તમારા ડિવાઇસની ભાષા, ડિવાઇસનો પ્રકાર, OS વર્ઝન અને દિવસના સમય અંગેની માહિતીનો ઉપયોગ તમને જાહેર ખબર બતાવવા માટે થઈ શકે છે.

તમારી જાહેરાતનો અનુભવ બહેતર બનાવવા માટે, તમારું ડિવાઇસ વધારાની સંદર્ભ માહિતી – જેમ કે સેશન દરમિયાન તમે જે કૉન્ટેંટ જુઓ છો અથવા તેની સાથે ઇંટરૅક્ટ કરો છો તેનો ઉપયોગ કઈ જાહેરાત ડિસ્પ્લે કરવી તે નક્કી કરવા માટે કરી શકે છે. આ વિશ્લેષણ તમારા ડિવાઇસ પર સીધું થાય છે અને Apple Ads પર મોકલવામાં આવતું નથી. અમે ઉંમર પૉલિસી, જાહેર ખબર સંબંધિત કૉન્ટેંટ અને ઉપલબ્ધતા પ્રતિબંધો લાગુ કરવા અને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા માટે ઑન-ડિવાઇસ લૉજિકનો પણ ઉપયોગ કરીએ છીએ.

જો તમે નકશાને તમારું લોકેશન ઍક્સેસ કરવાની અનુમતિ આપો તો નકશો ઍપ તમને તેમાં ભૌગોલિક રીતે સંબંધિત જાહેર ખબર બતાવવા માટે ફક્ત તમારું અંદાજિત લોકેશન Apple Ads સાથે શેર કરશે. તમારી પસંદગીને ધ્યાનમાં લીધા વગર તમારું લોકેશન જાહેરાતકર્તાઓ સાથે શેર કરવામાં આવતું નથી. સેટિંગ્સ > ઍપ્સ > નકશો > લોકેશન પર જઈને અને ચોક્કસ લોકેશન બંધ કરીને તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર નકશા ઍપની લોકેશન-આધારિત ફંકશનાલિટીને અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા સૂચી પર જઈને નકશો બંધ કરવા માટે ક્લિક કરો. જો તમે આ સેટિંગ અક્ષમ કરો તો નકશા ઍપના ટર્ન-બાય-ટર્ન નૅવિગેશન જેવા કેટલાક ફીચર અનુપલબ્ધ થઈ જશે.

તમે જુઓ છો અથવા ટૅપ કરો છો તે જાહેર ખબર વિષેની માહિતી રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાયેલી છે જે દર કલાકે ઘણી વખત રોટેટ થાય છે અને ક્યારેય તમારી ઓળખ અથવા તમારા Apple અકાઉંટ સાથે કનેક્ટ થતી નથી.

Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.

ચીનમાં નકશો ઍપ સર્વિસ

ચીનમાં Apple નકશો પ્રૉડક્ટ Amap Software Co. Ltd.ની મૅપિંગ સર્વિસનો ઉપયોગ કરે છે. ચીનમાં તમારે નકશા ઍપનો ઉપયોગ કરવા માટે તમારા Apple અકાઉંટથી સાઇન ઇન કરવાની જરૂર પડતી નથી અને તમારી ઍક્ટિવિટી રૅન્ડમ અને રોટેટ થતા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવે છે જે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી હોતી નથી. Apple કલેક્ટ કરવામાં આવેલી કોઈ પણ માહિતી સાથે તમારી વ્યક્તિગત રૂપે ઓળખ ન થઈ શકે તે માટે તમારા લોકેશનને છુપાવવા માટે પ્રાઇવસિ સુરક્ષિત રાખવાની ટૅક્નીક લાગુ કરી શકાય તે માટે Amap સાથે કામ કરે છે.

ચીનમાં ઉપલબ્ધ લાઇસંસ પ્લેટ પ્રતિબંધ ફીચરથી તમને ઉપલબ્ધ રોડ નેટવર્કના પ્રતિબંધો અને તમારી નંબર પ્લેટના આધારે વૈકલ્પિક રૂટની માહિતી મળે છે. Amap સાથે કામ કરી નકશો ઍપ તમારી નંબર પ્લેટના આધારે એવા રૂટને શોધે છે જે પ્રતિબંધિત પ્રદેશમાંથી થઈને નીકળતા ન હોય. જ્યારે તમે રૂટની વિનંતી કરો ત્યારે માત્ર તમારી નંબર પ્લેટ પર લાગુ થતા પ્રતિબંધો વિષેની જાણકારી જ શેર કરવામાં આવે છે. આમ Apple અથવા Amap તમારી વાસ્તવિક નંબર પ્લેટ જોઈ શકતા નથી અને તેની કોઈ પણ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવતી નથી.

તૃતીય પક્ષ સાથે શેરિંગ

Apple તેના પાર્ટનર સાથે મુવમેંટ ડેટા, POI ડેટા અને ઍગ્રીગેટ કરેલા યૂઝર ઍનાલિટિક્સ શેર કરે છે. જોકે ડેટા માત્ર અમુક ન્યૂનતમ થ્રેશોલ્ડ પૂરો થાય ત્યારે જ શેર કરવામાં આવે છે, જેથી આ પાર્ટનર આ માહિતીને કોઈ નિર્દેશિત નકશો ઍપ યૂઝર સાથે જોડી ન શકે.

જ્યારે તમે કોઈ જાહેર ખબર જુઓ છો અથવા તેની સાથે ઇંટરૅક્ટ કરો છો ત્યારે જાહેરાત ઇંપ્રેશન અને ઇંટરૅક્શન તેમજ ઍગ્રીગેટ કરેલ જાહેરાત મેટ્રિક્સ વિષેની બિન-વ્યક્તિગત માહિતી નકશામાં જાહેરાત મૂકનારા જાહેરાતકર્તાઓ સાથે શેર કરે છે.

જો તમે CarPlay રૂટ શેરિંગને સક્ષમ કરવાનું પસંદ કરો તો જ્યારે તમે નૅવિગેશન વિનંતી કરવા માટે નકશાનો ઉપયોગ કરો ત્યારે Apple તમારા વાહનના નૅવિગેશન અને ડ્રાઇવર સહાયતા સિસ્ટમને સપોર્ટ કરવા માટે તમારા રૂટ સંબંધિત વિગતો તમારા વાહન સાથે શેર કરશે, જેમાં આનો સમાવેશ થાય છે :

  • તમે વિનંતી કરો ત્યારે અને જ્યારે પણ તમારો રૂટ બદલાય છે ત્યારે આરંભ સ્થાન અને વર્તમાન ડિવાઇસનું લોકેશન
  • ડેસ્ટિનેશન
  • રૂટ લાઇન

આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી. તમારા વાહન દ્વારા માહિતીનો ઉપયોગ વાહનની પ્રાઇવસિ પૉલિસીને આધીન છે. તમે સેટિંગ્સ > સામાન્ય > CarPlay > મારી કાર > રૂટ શેરિંગ પર જઈને તમારી કાર માટે CarPlay રૂટ શેરિંગને અક્ષમ કરી શકો છો.

જ્યારે નકશા ઍપમાં તમારી સમસ્યા તૃતીય પક્ષના ડેટા પ્રોવાઇડરને લગતી સમસ્યા રિપોર્ટ કરે ત્યારે Apple તમારા દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી સમસ્યાથી તૃતીય પક્ષને માહિતી આપશે જેથી તમારા દ્વારા ઓળખવામાં આવેલી સમસ્યાનું સમાધાન કરવામાં મદદ મળે. આવા તૃતીય પક્ષને Apple માત્ર કોઈ સમસ્યા ઉકેલવા માટે જરૂરી હોય ત્યારે જ માહિતી શેર કરે છે. તેમાંથી જેનાથી તમારી વ્યક્તિગત રીતે ઓળખ થઈ શકે તેની માહિતી પહેલેથી ડિલીટ કરવામાં આવે છે.

Appleને મોકલવામાં આવતા ડેટાને વિશ્વાસુ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રોસેસ અને સ્ટોર કરવામાં આવી શકે છે.

રિટેંશન

અમે તમારા નકશા ઍપના વપરાશ સાથે જોડાયેલા વ્યક્તિગત ડેટાને કલેક્ટ કરતા નથી અથવા જાળવી રાખતા નથી. જો તમને નકશા ઍપના વપરાશ વિષે કોઈ પ્રશ્ન અથવા ચિંતા હોય અથવા તમે અમારા ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવા માંગતા હો તો તમે અમારો www.apple.com/in/legal/privacy/contact પર સંપર્ક કરી શકો છો.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-05-11