Apple Music મિત્રો અને પ્રાઇવસિ
Apple Music મિત્રો તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
![]()
- જ્યારે તમે કોઈ પ્રોફાઇલ બનાવો છો તો કેટલીક માહિતી હંમેશા સાર્વજનિક હોય છે પણ કોણ તમારી ઍક્ટિવિટી ફૉલો કરે છે તે તમે કંટ્રોલ કરી શકો છો.
- Apple Music તમારા ડિવાઇસ પર સમયાંતરે સંપર્કની તપાસ કરીને નવા મિત્રોની ભલામણ કરી શકે છે. આ એવી રીતે કરવામાં આવે છે કે Apple Music તમારા સંપર્ક વિષે જાણે નહિ.
- જે લોકો પાસે તમારા Apple અકાઉંટની સંપર્ક માહિતી હશે તેઓ તમને ભલામણ કરેલ મિત્ર તરીકે જોઈ શકે કે નહિ તે તમે કંટ્રોલ કરી શકો છો.
તમારી માહિતીની પ્રાઇવસિ અને સુરક્ષાને સુરક્ષિત રાખવી એ Appleમાં દરેકની પ્રાથમિકતા છે. અમે માત્ર એ જ ડેટા કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ જેની તમારા અનુભવને બહેતર બનાવવા માટે અમને જરૂર હોય છે અને જ્ચારે અમે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે અમે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું મહત્ત્વનું છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને અમને શા માટે તેની જરૂર છે, જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો. Appleના દરેક પ્રૉડક્ટ અને સેવાની જેમ Apple Musicને પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
જો તમે Apple Musicનો ઉપયોગ કરનારા અન્ય લોકો સાથે કનેક્ટ કરવા અથવા શેર કરવા માંગો છો તો તમે એક યૂઝર હૅન્ડલ (ઉદાહરણ તરીકે @johnappleseed), ડિસ્પ્લે નામ અને જો તમારી ઇચ્છા હોય તો એક પ્રોફાઇલ ફોટો અને અન્ય માહિતી પ્રદાન કરીને પર્સનલ પ્રોફાઇલ બનાવી શકો છો. Apple આ માહિતી તમારા અકાઉંટ સાથે સ્ટોર કરે છે જેથી તમે તમારી કોઈ પણ ડિવાઇસથી તેનો ઍક્સેસ કરી શકો. તમારું યૂઝર હૅન્ડલ, ડિસ્પ્લે નામ અને પ્રોફાઇલ ફોટો તમારા દ્વારા પોસ્ટ કરવામાં આવતા કૉન્ટેંટ સાથે અને Apple Music પર તમારા દ્વારા શેર કરવામાં આવતી ઍક્ટિવિટી સાથે દેખાઈ શકે છે. બાળકોના Apple અકાઉંટ માટે કૉન્ટેંટ પોસ્ટ શેર કરવાનું અને પોસ્ટ કરવાનું વર્તમાનમાં હેતુપૂર્વક અથવા ઉપલબ્ધ નથી.
તમારા દ્વારા આપવામાં આવેલ માહિતીનો ઉપયોગ કરીને અન્ય લોકો પણ તમારી Apple Music પ્રોફાઇલ શોધવામાં સક્ષમ થઈ શકે છે.
તમે સાંભળવાની ઍક્ટિવિટી અને પ્લેલિસ્ટ જેવા તમારી પ્રોફાઇલ સાથેના કૉન્ટેંટ માત્ર એવા લોકોને ઉપલબ્ધ કરાવી શકો છો જેને તમે પસંદ કરો છો. જોકે તમારી પ્રોફાઇલની માહિતી જેમ કે હૅન્ડલ, ડિસ્પ્લે નામ, ફોટો, તમારા ફૉલોઅર અને તમે જે લોકોને ફૉલો કરો છો તે હંમેશાં તમામ લોકોને દેખાશે.
જ્યારે તમે Apple Music પર પ્રોફાઇલ બનાવો છો તો અમે અન્ય Apple Music સબ્સ્ક્રાઇબરને ભલામણ કરીએ છીએ જેને તમે મિત્ર તરીકે કનેક્ટ કરવા માંગી શકો છો. મિત્રોની ભલામણ કરવા માટે Apple તમારા સંપર્કની માહિતીની જાણ રાખતું નથી તેમજ તેને સ્ટોર કરતું નથી. Appleને તમારા સંપર્કના ફોન નંબર અને ઇમેલ અડ્રેસના માત્ર સંક્ષિપ્ત અને એંક્રિપ્ટ કરેલ હૅશ મોકલવામાં આવે છે અને પછી ભલામણ કરવા માટે મૅચ થતાં Apple Music સબ્સ્ક્રાઇબર સ્થાનિક સ્તરે તમારા ડિવાઇસ પર નક્કી કરવામાં આવે છે. ભવિષ્યમાં નવા મિત્ર માટે ભલામણ કરવા Apple Music સમયાંતરે તમારા સંપર્કની તપાસ કરે છે અને તમે અકાઉંટ સેટિંગ્સમાં Apple Music પર સંપર્કને અક્ષમ કરીને તેને નિયંત્રિત કરી શકો છો. જો તમે અન્ય લોકો પાસે તેના સંપર્કમાં ઉપલબ્ધ તમારા Apple અકાઉંટ સંપર્કની માહિતીને આધારે તેઓ શોધી શકે તે નથી ઇચ્છતા તો તમે અકાઉંટ સેટિંગ્સમાં Apple અકાઉંટ દ્વારા શોધવાની અનુમતિને અક્ષમ કરીને તેને બદલી શકો છો.
તમારી પ્રોફાઇલમાં આપવામાં આવેલ માહિતીને તમે કોઈ પણ સમયે અપડેટ કરી શકો છો તેમજ કાઢી શકો છો. તમે ઑનલાઇન શેર કરો તો તમે જે સાર્વજનિક કરો છો તેં વિષે ધ્યાનથી વિચારણા કરી લેવી જોઈએ. Apple Music પરથી અન્ય વેબસાઇટ અથવા સોશિઅલ નેટવર્ક પર જ્યારે તમે કંઈ શેર કરો તો તમે જે પણ શેર કરો તે અન્ય સેવાની પ્રાઇવસિ પૉલિસી દ્વારા સંચાલિત થાય છે.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમેApple Music મિત્રોમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં Apple Music મિત્રો પ્રદાન કરવા અને Apple Musicના અન્ય સબ્સ્ક્રાઇબર જેની સાથે તમે કનેક્ટ થવા ઇચ્છતા હોવ તે સૂચનોનો સમાવેશ થાય છે.
ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :
- તમારી Apple Music મિત્ર પ્રોફાઇલ માહિતી અને Apple અકાઉંટની સંપર્ક માહિતી
- તમારા દ્વારા પોસ્ટ અને શેર કરવામાં આવેલ કૉન્ટેંટ, તમે કોને ફૉલો કરો છો અને કોણ તમને ફૉલો કરે છે
- તમારા સંપર્ક વિષેની માહિતી
- જેની સાથે તમે કનેક્ટ થવા ઇચ્છો છો તે Apple Music સબ્સ્ક્રાઇબર
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12