Apple News અને પ્રાઇવસિ

Apple Newsને બહેતર બનાવવા માટે અને વ્યક્તિગત કરવા માટે Apple દ્વારા તમારા Newsમાં તમારી ઍક્ટિવિટી એકત્રિત કરવામાં આવે છે જે તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવતી નથી. જ્યારે તમે કોઈ ચૅનલ માટે સૂચનાઓ ચાલુ કરો છો તો તે ચૅનલ તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત કરવામાં આવી શકે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
 

Apple News+ સહિત Apple News ઍપ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • Newsમાં અને સ્ટૉકમાં તમારી વાંચવાની અને સાંભળવાની ઍક્ટિવિટીની News અને સ્ટૉકના ચોક્કસ આઇડેંટિફાયર સાથે જોડાયેલી હોય છે અને તે તમારા Apple અકાઉંટ સાથે અથવા અન્ય Apple સર્વિસ સાથે જોડાયેલી નથી હોતી.
  • Apple Newsનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ અંગેની માહિતીનો અમે ઉપયોગ કરીએ છીએ જેથી તમારા અંગત રસ અનુસાર ફીચર બનાવી શકાય. આ માહિતી તમારી Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી.
  • અમે તમારા અકાઉંટ, તમે વાંચેલી સ્ટોરીના ટૉપિક અને શ્રેણીઓ, તમે ફૉલો, સબસ્ક્રાઇબ કરતા હો અથવા સૂચનાઓ ચાલુ કરેલી હોય તેવા પબ્લિકેશનની માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ. અમે તમારી સબ્સ્ક્રિપ્શનની માહિતીનો ઉપયોગ App Store પર તમારી જાહેરાતને વ્યક્તિગત કરવા માટે પણ કરી શકીએ છીએ. તમારી પાસે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ જાહેરખબરને લગતી પસંદગીઓ છે.
  • અમે Apple Newsમાં ઉપયોગ કરી શકાય તેવા કોઈ પણ સબ્સ્ક્રિપ્શન માટે તમારા Apple અકાઉંટને તપાસીએ છીએ.
  • જ્યારે તમે કોઈ ચૅનલ માટે સૂચનાઓ ચાલુ કરો છો તો અમે તે ચૅનલને તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત કરી શકીએ છીએ.

તમારી માહિતીની પ્રાઇવસિ અને સુરક્ષાને સુરક્ષિત રાખવી એ Appleમાં દરેકની પ્રાથમિકતા છે. અમે માત્ર તમને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે જરૂરી હોય એવા ડેટાને જ કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે? જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો. Appleના દરેક પ્રૉડક્ટ અને સેવાની જેમ Apple Newsને પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Apple News પ્રદાન કરવું

અમે સમજીએ છીએ કે તમારા દ્વારા વાંચવામાં અને સાંભળવામાં આવતી સ્ટોરી પર્સનલ હોય છે એટલે અમે News અને સ્ટોક્સ ઍપ એવી રીતે ડિઝાઇન કરી છે જેથી તમારી વાંચવાની અને સાંભળવાની ઍક્ટિવિટી અને તમે Apple Newsનો ઉપયોગ કેવી રીતે કરો છો તે તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવતું નથી અને અન્ય Apple સર્વિસ સાથે લિંક કરવામાં આવતું નથી. અમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલ ડેટા News અને સ્ટૉક્સ ઍપ માટે વિશિષ્ટ આઇડેંટિફાયર સાથે જોડવામાં આવે છે.

Apple તમે Apple Newsનો કેવી રીતે ઉપયોગ કરો છો એ વિષેની માહિતી કલેક્ટ કરે છે જેથી તમારી વ્યક્તિગત રુચિ અનુસાર ફીચર બનાવી શકાય. ઉદાહરણ તરીકે, “આજે” ફીચરમાં તમને પર્સનલ સમાચાર ફીડ આપવામાં આવે છે, જેમાં તમારી મનપસંદ ચૅનલ અને વિષયની તમારા માટે શ્રેષ્ઠ સ્ટોરી હાઇલાઇટ કરવામાં આવે છે. તમે કઈ સ્ટોરી વાંચો છો, સેવ કરો છો અથવા શેર કરો છો અને તમે કયા વિષય અને ચૅનલને ફૉલો કરો છો તે સહિત Apple News સાથે તમારું ઇંટરૅક્શન અંગેની માહિતી કલેક્ટ કરીને Apple આ ફીચરને સંભવ બનાવી શકે છે.

Apple Newsમાં તમારી ભલામણ તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવેલી માહિતી પર આધારિત હોય છે. તમારા iOS ડિવાઇસ પર તમારી વાંચન અને સાંભળવાની હિસ્ટરી ક્લિઅર કરવા માટે “ફૉલો કરી રહ્યા છો” > હિસ્ટરી પર જાઓ અને ક્લિઅર કરો પર ટૅપ કરો. તમારા iPadOS ડિવાઇસમાં હિસ્ટરી પર જાઓ અને ક્લિઅર કરો પર ટૅપ કરો. Mac પર, News > હિસ્ટરી ક્લિઅર કરો પર જાઓ અને હિસ્ટરી ક્લિઅર કરો પર ક્લિક કરો. આ News અને સ્ટૉક માટે ઉપયોગમાં લેવાયેલા આઇડેંટિફાયરને પણ રીસેટ કરી દેશે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર તમારી વાંચવા અને સાંભળવાની હિસ્ટરીને ક્લિઅર કર્યા વગર પણ આઇડેંટિફાયરને રીસેટ કરી શકો છો. આ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > News પર જઈને આઇડેંટિફાયર રીસેટ કરો ચાલુ કરવા માટે ટૅપ કરો. Mac પર News ખોલો, પછી News > હિસ્ટરી ક્લિઅર કરો પર જાઓ અને આઇડેંટિફાયરને રીસેટ કરો પર ક્લિક કરો.

જ્યારે તમે Apple Newsમાં કોઈ ચૅનલ માટે સૂચનાઓ સક્ષમ કરો તો અમે તે માહિતીને સ્ટોર કરીએ છીએ જેથી તમને ચૅનલની મહત્ત્વપૂર્ણ સ્ટોરી અને નવા ઇસ્યૂ અંગે સૂચિત કરીએ છીએ. તે માહિતી તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત કરવામાં આવી શકે છે. (નવા વર્ઝનની સૂચનાઓ માત્ર Apple News+ સબ્સ્ક્રાઇબર માટે અને માત્ર iOS અને iPadOS ડિવાઇસ પર ઉપલબ્ધ હોય છે.) તમારા દ્વારા લાઇવ ઍક્ટિવિટી ધરાવતી ઇવેંટને ફૉલો કરવા દરમિયાન અમે તે ઇવેંટ તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત કરી શકીએ છીએ જેથી તમને તે ઇવેંટની અવધિમાં અપડેટ મોકલી શકાય.

જ્યારે તમે Apple Newsમાં સર્ચ કરો છો તો તમારા સંબંધિત સર્ચ પરિણામ પ્રદાન કરવા અને સર્ચ સુધારવા માટે Appleને તમારી સર્ચ ક્વેરી સાથે સબ્સ્ક્રિપ્શન સહિતની માહિતી મોકલવામાં આવે છે. આ માહિતી તમારી Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી.

જો તમે Apple Newsને તમારા લોકેશનને ઍક્સેસ કરવાની અનુમતિ આપો છો તો સ્થાનિક સમાચાર, હવામાન, સર્ચ પરિણામ અને જાહેરાત જેવી સ્થાનિક રીતે સંબંધિત માહિતી પ્રદાન કરવા માટે તમારા અંદાજિત લોકેશનનો ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત Apple Newsમાં તમારા લોકેશન અને તમારી ઍક્ટિવિટીના આધારે તમને ચૅનલ અને વિષય સૂચન આપી શકાય છે. તમે સ્થાનિક રીતે સંબંધિત માહિતી શોધવા માટે મૅન્યુઅલ રીતે લોકેશન અથવા પિન કોડ પણ એંટર કરી શકો છો. આ માહિતી તમારી Apple અકાઉંટ સાથે જોડાયેલી નથી.

તમે iOS અથવા iPadOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા પર જઈને News પર ટૅપ કરીને “ક્યારેય નહિ” પર સિલેક્ટ કરીને લોકેશન-આધારિત ફંક્શનાલિટીને કોઈ પણ સમયે બંધ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > પ્રાઇવસિ > લોકેશન સેવા પર જઈને Newsનું સિલેક્શન હટાવો.

Siri તમારા દ્વારા ઉપયોગ કરાયેલ ઍપ અને Safari પર તમારા દ્વારા જોવામાં આવેલી વેબસાઇટથી મેળવવામાં આવેલી માહિતીની ઑન-ડિવાઈસ પ્રોસેસિંગના આધારે તમને પસંદ આવે તેવી સ્ટોરી, ચૅનલ અને વિષયનું સૂચન આપે છે. આ માહિતી Appleને મોકલવામાં આવી નથી. તમે તમારા iOS અથવા iPadOS ડિવાઇસમાં સેટિંગ્સ > ઍપ > News > Siri અને સર્ચમાં જઈને ”ઍપમાં બતાવો” પર ટૅપ કરીને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો. તમારા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > ઍપ > News પર જાઓ, પછી ઍપમાં બતાવોને બંધ કરવા માટે ટૅપ કરો. Mac પર, સિસ્ટમ સેટિંગ્સ > Siri અને Spotlight પર જઈને, Siri સૂચનો અને પ્રાઇવસિ પર ક્લિક કરીને News પર ક્લિક કરો પછી ઍપમાં Siri સૂચનો બતાવોનું સિલેક્શન હટાવો.

તમારી અનુકૂળતા માટે Apple News iCloudનો ઉપયોગ કરીને તમારા અનુભવના પાસાઓને તમારા તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખે છે. ઉદાહરણ તરીકે, Apple News તમારા દ્વારા ફૉલો કરવામાં આવેલા ચૅનલ અને વિષય, તમારી વાંચવા અને સાંભળવાની હિસ્ટરી અને તમારી વાંચવા અને સાંભળવાની પ્રાથમિકતાઓ તથા તમારી રૅસિપી રેટિંગ અને નોટ યાદ રાખવા માટે iCloudનો ઉપયોગ કરશે, જેથી તમે કોઈ પણ ડિવાઇસ પર Apple News અનુભવનો આનંદ માણી શકો. તમારી વાંચવાની અને સાંભળવાની હિસ્ટરી ત્રણ મહિના સુધી સ્ટોર કરવામાં આવે છે. જો તમે કોઈ ચૅનલ અથવા વિષયને અનફૉલો કરો છો, તમારી સેવ કરેલી સ્ટોરીમાંથી કોઈ સ્ટોરી કાઢી નાખો છો અથવા તમારી વાંચન હિસ્ટરીમાંથી કોઈ સ્ટોરી ડિલીટ કરો છો તો તે માહિતી Appleના સર્વર પરથી તરત ડિલીટ થઈ જશે. તમે આ ક્ષમતાને Apple News માટે iCloudને બંધ કરીને અક્ષમ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર આમ કરવા માટે સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ, પછી News બંધ કરવા માટે ટૅપ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ અને પછી Newsનું સિલેક્શન હટાવો. જો તમે આ ફીચરને અક્ષમ કર્યું હશે અને જો તમે iCloud બૅકઅપ સક્ષમ કરી રાખ્યું હોય તો તમારા દ્વારા ફૉલો કરવામાં આવેલા ચૅનલ અને વિષય, તમારી વાંચવા અને સાંભળવાની હિસ્ટરી અને તમારી વાંચવા અને સાંભળવાની પ્રાથમિકતાઓનો બૅકઅપ હજુ પણ iCloud પર કરવામાં આવશે.

સબ્સ્ક્રિપ્શન

જો તમે Apple News+ને સબ્સ્ક્રાઇબ કરો તો તમે અનેક પ્રકાશનોના સબ્સ્ક્રિપ્શન કૉન્ટેંટનો ઍક્સેસ મેળવી શકશો. વિકલ્પ તરીકે તમે અનેક રીત પૈકી કોઈ એકથી અલગ-અલગ પ્રકાશનોના સબ્સ્ક્રિપ્શન કૉન્ટેંટનો ઉપયોગ કરી શકો છો.

પહેલાં, Apple News જેનો Apple Newsમાં ઉપયોગ કરી શકાય તેવું તમારી પાસે App Storeમાં કોઈ સક્રિય સબ્સ્ક્રિપ્શન છે કે કેમ તે માટે તમારા Apple અકાઉંટને ચેક કરે છે. જો એમ હોય તો Apple News ઑટોમૅટિક રીતે તમારા સબ્સ્ક્રિપ્શનને અનલૉક કરશે અને તમને પ્રકાશનની પેઈડ સ્ટોરીનો ઍક્સેસ આપશે. બીજું, તમે News ઍપમાં કોઈ પણ પ્રકાશનનું સબ્સ્ક્રિપ્શન સીધું જ ખરીદી શકો છો. એમ કરવા પર પ્રકાશન સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્રીજું, જો તમે અગાઉ પ્રકાશક પાસેથી સીધુ જ કોઈ સબ્સ્ક્રિપ્શન સીધું ખરીદી લીધું હોય (ઉદાહરણ તરીકે પ્રકાશકની વેબસાઇટ પર) તો બની શકે કે પ્રકાશક Apple Newsમાં તમને સબ્સ્ક્રિપ્શન અકાઉંટથી સાઇન ઇન કરવાની અનુમતિ આપે. પ્રકાશક ત્યાર પછી તમારા સબ્સ્ક્રિપ્શનને વેરિફાઈ કરશે અને તમને Apple Newsમાં તમારા સબ્સ્ક્રિપ્શન કૉન્ટેંટ ઍક્સેસ કરવા દેશે.

જો તમારી પાસે કોઈ એવા પ્રકાશકનું વ્યક્તિગત સબ્સ્ક્રિપ્શન હોય જે Apple News+નો ભાગ હોય તો તમે Apple News+ સબ્સ્ક્રિપ્શન ન હોય તો પણ પ્રકાશકના પેઇડ કૉન્ટેંટનો ઍક્સેસ મેળવવા સક્ષમ રહેશો.

અમુક દેશમાં તમે સિલેક્ટ કરેલી સ્ટોરીના ઑડિઓ વર્ઝન અને Apple Newsના સંપાદક દ્વારા સંકલિત દિવસની શ્રેષ્ઠ સ્ટોરીનું ઑડિઓ બ્રિફિંગ સાંભળી શકો છો. ઑડિઓ iPhone, iPod touch અને CarPlay પર ઉપલબ્ધ છે. ફુલ ઑડિઓ સ્ટોરી માત્ર Apple News+ સબ્સ્ક્રાઇબર માટે જ ઉપલબ્ધ હોય છે. સબ્સ્ક્રાઇબર નથી તેઓ ટૂંકા પ્રિવ્યૂ સાંભળી શકે છે. ઑડિઓ બ્રીફિંગ સબ્સ્ક્રાઇબર અને સામાન્ય યૂઝર બંને માટે ઉપલબ્ધ છે.

સ્ટોરીના ઑડિઓ વર્ઝન અને બ્રિફીંગના ઍક્સેસ કંટ્રોલ અને એંક્રિપ્શન માટે બનેલા Appleના FairPlay Streaming ડિજિટલ રાઇટ્સ મૅનેજમેંટ (DRM) ફ્રેમવર્કથી સુરક્ષિત છે. Apple News બહુવિધ કૉન્ટેંટ ફાઇલ માટે ડીક્રિપ્શન કી શેર કરે છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે Apple તે કી દ્વારા તમારી સાંભળવાની હિસ્ટરીને પ્રાપ્ત ન કરી શકે જેની તમારા ડિવાઇસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Apple Podcasts

Apple News ઑડિઓ કૉન્ટેંટ Apple Podcasts પર ઉપલબ્ધ છે. જો તમે Apple Podcastsમાં એવું કૉન્ટેંટ સાંભળો છો તો તમારી સાંભળવાની ઍક્ટિવિટી www.apple.com/in/legal/privacy/data/en/apple-podcasts પર Apple Podcasts અને પ્રાઇવસિને આધિન રહેશે. ઉદાહરણ તરીકે, Apple જેને તમે સાંભળો છો એ પૉડકાસ્ટ ઍપિસોડને પ્લે કરવાની સ્થિતિ જાણે છે જેથી તેને તમામ ડિવાઇસ પર સિંક કરવામાં આવે.

Game Center

જયારે તમે Game Centerમાં સાઇન ઇન હો છો ત્યારે Appleને તમારી પઝલ ઍક્ટિવિટી પ્રાપ્ત થશે, જેમાં સ્કોર, પઝલ સોલ્વ કરવાનો સમય અને અન્ય ઉપલબ્ધિઓનો સમાવેશ થઈ શકે છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > ઍપ્સ > News > News+ પઝલમાં જઈને અને Game Center બંધ કરવા માટે ટૅપ કરીને તેને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો. Mac પર, News > સેટિંગ્સ પર જાઓ અને Game Centerથી સિલેક્શન હટાવવા માટે તેના પર ક્લિક કરો. www.apple.com/in/legal/privacy/data/en/game-center પર જઈને તમે Game Center અને પ્રાઇવસિ અંગે વધુ જાણી શકો છો.

Apple News બહેતર બનાવવું

Apple તમારા Apple Newsના ઉપયોગ વિષે તમારા Apple અકાઉંટ સાથે ન જોડાયેલી માહિતી પણ એકત્રિત કરે છે. આમાં તમે ઉપયોગ કરો છો તે ફીચર અને તમે વાંચો છો અથવા જુઓ છો તે સ્ટોરી, લાઇવ ઍક્ટિવિટી સાથેની તમારા ઇંટરૅક્શન, તેમજ ઍપના પર્ફૉર્મન્સ વિષેની માહિતી જેમ કે લોડ થવાનો સમય, સૂચના ડિલિવરી, એરર અને ક્રૅશ વિષેની માહિતીનો સમાવેશ થાય છે. અમે ડિવાઇસના પ્રકાર અને તમારી ઑપરેટિંગ સિસ્ટમના વર્ઝન જેવી તમારા ડિવાઇસની માહિતી પણ એકત્રિત કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ તમારા અને અન્ય લોકો માટે Apple Newsને બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે કરીએ છીએ.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ અને તમે ડાઉનલોડ કરો તે Apple ઍપની સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન જેવી તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને Apple News+ અને તમને ગમતા અન્ય Apple પ્રૉડક્ટ, સર્વિસ અને Apple One સહિત ઑફર અંગેના કમ્યૂનિકેશન મોકલવા માટે કરી શકે છે. તમારા ડિવાઇસનો સિરિઅલ નંબર અથવા તમારા Apple News+ સબ્સ્ક્રિપ્શન અંગેના વિવરણનો ઉપયોગ Apple ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા માટે કરી શકાય છે. જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હો તો Apple તમને ઉત્પાદન, સેવા અને ફેમિલી શેરિંગના માધ્યમથી ઉપલબ્ધ ઑફર અંગે અનુરૂપ કમ્યૂનિકેશન મોકલી શકે છે. જો તમે Apple One સબ્સ્ક્રિપ્શન ખરીદો તો અમે તમને તમારા દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલી દરેક સેવાના ફીચર અંગે ઇમેલ અને પુશ સૂચનાઓ મોકલી શકીએ છીએ. Apple તમને ઇમેલ મોકલવા અને Apple Newsમાં ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે તમને પુશ સૂચનાઓ મોકલવા માટે Apple Newsની અંદર તમારી ખરીદી સંબંધી ઍક્ટિવિટી વિશેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે. તમે account.apple.com પર જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને આ ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સૂચનાઓની પ્રાથમિકતા અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > News પર જાઓ. Mac પર News ખોલો અને ફાઇલ > “સૂચનાઓ અને ઇમેલ મૅનેજ કરો” પર જાઓ. Apple અમારી સેવાઓને બહેતર બનાવવા માટે સૂચનાઓ સહિત અમારા સંચાર સાથેના તમારા ઇંટરૅક્શન સંબંધિત માહિતીનો ઉપયોગ કરે છે.

જાહેરાત

અગ્રણી પ્રકાશકોના શ્રેષ્ઠ કૉન્ટેંટને ડિલીવર કરવા માટે Apple News જાહેરાત સપોર્ટેડ છે. જો વ્યક્તિગત જાહેરાત સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારા અકાઉંટ, તમે વાંચેલી સ્ટોરીના ટૉપિક અને શ્રેણીઓ, વધુ સુસંગત જાહેરાત બતાવવા માટે તમે ફૉલો, સબસ્ક્રાઇબ કરતા હો અથવા સૂચનાઓ ચાલુ કરેલી હોય તેવા પબ્લિકેશનની માહિતીનો ઉપયોગ કરી શકે છે. અમે તમારી સબ્સ્ક્રિપ્શનની માહિતીનો ઉપયોગ App Store પર તમારી જાહેરાતને વ્યક્તિગત કરવા માટે પણ કરી શકીએ છીએ. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે આ માહિતીનો ઉપયોગ કરતા રોકશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જઈને તેમજ “વ્યક્તિગત જાહેરખબર બંધ કરો” પર ટૅપ કરીને વ્યક્તિગત જાહેરાત અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જાઓ અને વ્યક્તિગત જાહેરખબરને સિલેક્શનમાંથી હટાવો. Apple Newsમાં તમે જે સ્ટોરી વાંચી અને સાંભળી રહ્યા છો તેનો ઉપયોગ માત્ર જ્યારે તમે News અથવા સ્ટૉક ઍપમાં હો ત્યારે જાહેરાત મોકલવા માટે કરવામાં આવશે.

તૃતીય પક્ષ સાથે ડિસ્ક્લોઝર

અમે કોઈ પણ તૃતીય પક્ષ સાથે વ્યક્તિગત ડેટા શેર કરતા નથી. અમારા ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા Apple Newsમાં ડિસ્પ્લે કરવા માટે Apple તરફથી જાહેરખબર વેચવા માટે Apple સાથે કામ કરતા સ્ટ્રૅટજિક પાર્ટનરને અમે અમુક બિન-વ્યક્તિગત ડેટા ઉપલબ્ધ કરવા માટે વચનબદ્ધ છીએ. ઉદાહરણ તરીકે, પ્રકાશકોને ચુકવણી કરવા માટે Apple દ્વારા તમારા Apple Newsના ઉપયોગ અંગે બિન-વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવામાં આવી શકે છે અને ઍગ્રિગેટ રિપોર્ટને Apple News પ્રકાશકો સાથે શેર કરી શકાય છે જેથી તે એ સમજી શકે કે યૂઝર તેનું કૉન્ટેંટ કેવી રીતે વાંચે અથવા ઉપયોગ કરે છે. આમાંથી અમુક ઍગ્રિગેટ રિપોર્ટમાં યૂઝરની ઉંમર અને જાતિ (જેમાં તમારા Apple અકાઉંટમાં તમારા નામ અને અભિવાદન જેવી માહિતીમાંથી તારવી શકાય છે) જેવી વસ્તી વિષયક માહિતીનો સમાવેશ થાય છે. Apple અમારા માટે કામ કરતા સર્વિસ પ્રોવાઇડર જેમાં માહિતીનું પ્રોસેસિંગ, ગ્રાહક સેવા પ્રદાન કરવી, અમારા ઉત્પાદનો અને સેવામાં તમારી રુચિનું મૂલ્યાંકન કરવું અને અમારી તરફથી ગ્રાહક રિચર્સ અથવા સંતુષ્ટિ સર્વેક્ષણ કરવા જેવી સેવાઓ વગેરે સાથે પણ માહિતી શેર કરી શકે છે. આ કંપની તમારી માહિતીની સુરક્ષા માટે બાધ્ય છે અને તે એવા કોઈ પણ લોકેશન પર સ્થિત હોઈ શકે છે જ્યાં Apple ઑપરેટ કરે છે.

જ્યારે તમે Apple Newsમાં કોઈ પ્રકાશનનું સબ્સ્ક્રિપ્શન ખરીદો છો તો Apple તમારા માટે અને પ્રકાશક માટે એક વિશિષ્ટ સબ્સ્ક્રાઇબર ID બનાવે છે. અમે પ્રકાશકને રિપોર્ટ પ્રદાન કરવા માટે સબ્સ્ક્રાઇબર IDનો ઉપયોગ કરીએ છીએ જેમાં તમારા દ્વારા ખરીદેલ સબ્સ્ક્રિપ્શન અને તમારા દેશ અથવા નિવાસસ્થાનના વિસ્તાર વિષેની માહિતી સામેલ હોય છે જેથી પ્રકાશ તેના સબ્સ્ક્રિપ્શનની કાર્યક્ષમતાને સમજી શકે. જો તમે કોઈ ચોક્કસ પ્રકાશક સાથે સબ્સ્ક્રિપ્શન રદ કરો છો અને જો તમે ફરીથી સબ્સ્ક્રાઇબ કરતા નથી તો સબ્સ્ક્રાઇબર ID 180 દિવસ પછી રીસેટ થઈ જશે.

સાથે જ Apple News તમને Apple News કૉન્ટેંટને અન્ય વેબસાઇટ અથવા સોશિઅલ નેટવર્ક સાથે શેર કરવાની અનુમતિ પણ આપે છે. જ્યારે તમે Apple News કૉન્ટેંટને અન્ય લોકેશન જેમકે વેબસાઇટ અથવા સોશિઅલ નેટવર્ક પર શેર કરે તો તે માહિતી તે વેબસાઇટ અથવા સોશિઅલ નેટવર્કની પ્રાઇવસિ પૉલિસી દ્વારા સંચાલિત થાય છે. જો તમે ન ઇચ્છતા હો કે આ માહિતી તૃતીય પક્ષ સાથે શેર કરવામાં આવે તો Apple News કૉન્ટેંટને તૃતીય પક્ષ વેબસાઇટ અથવા સોશિયલ નેટવર્ક પર શેર કરશો નહિ.

અમે કોઈ હેતુસર બિન-વ્યક્તિગત ડેટા કલેક્ટ, ઉપયોગ, ટ્રાંસફર અને ડિસક્લોઝ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે સેવા બહેતર બનાવવા માટે Apple Newsના અન્ય યૂઝરની માહિતી સાથે તમારા બિન-વ્યક્તિગત ડેટાને ઍગ્રીગેટ કરી શકીએ છીએ.

છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે. અમે તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો પણ ઉપયોગ કરી શકે છે જેનાથી Apple News+ સબ્સ્ક્રિપ્શનની રિન્યૂઅલ પ્રોસેસ કરી શકાય અને પેમેંટ પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં એ નિર્ધારિત કરી શકાય કે તમારા સબ્સ્ક્રિપ્શનને સતત ઍક્સેસ આપવો કે નહિ.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે Apple Newsમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :

  • તમારા માટે ઉપલબ્ધ કૉન્ટેંટ ડિસ્પ્લે કરો
  • ઑફર માટે યોગ્યતા તપાસવા, તમારા અને અન્ય લોકો માટે સેવાને ઑપ્ટિમાઇઝ કરવા અને સુધારવા અને Apple News અને Apple One સહિતના તમને ગમતા અન્ય સંબંધિત Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના કમ્યૂનિકેશન મોકલવા
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે

ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :

  • તમારા ડિવાઇસ અને અકાઉંટની વિગતો, પ્રકાશન અને Apple સર્વિસનું સબ્સ્ક્રિપ્શન, તમે જેના ઓનર છો તે Apple પ્રૉડક્ટ, તમે ડાઉનલોડ કરેલી Apple ઍપ અને તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં છો કે નહિ
  • જેના માટે તમારી સૂચનાઓ સક્ષમ કરવામાં આવી છે તે ચૅનલ
  • ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર

રિટેંશન

અમે Apple News સાથે જોડાયેલા વ્યક્તિગત ડેટાને માત્ર અમારા વ્યવસાયની જરૂરીયાત હોય, કૉન્ટ્રૅક્ટની બાધ્યતા હોય અથવા કાનૂની આવશ્યકતા હોય ત્યાં સુધી જ જાળવી રાખીએ છીએ. તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા Apple News+માંથી અનસબ્સ્ક્રાઇબ કર્યા પછી પણ કેટલીક માહિતી જેમ કે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની સબ્સ્ક્રિપ્શન ખરીદી હિસ્ટરીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-03-30