Apple Pay અને પ્રાઇવસિ

કાર્ડ સંબંધિત માહિતી, લોકેશન અને ડિવાઇસ સેટિંગ્સ અને ઉપયોગ પેટર્ન વિષેની માહિતી Appleને મોકલવામાં આવી શકે છે અને તેનો ઉપયોગ અકાઉંટ માહિતી સાથે Apple Pay સેટ અપ કરવા માટે અને ટ્રાંઝેક્શન સંબંધી છેતરપિંડી રોકવા માટે તમારા કાર્ડ જાહેરકર્તા અથવા ચુકવણી નેટવર્કને મૂલ્યાંકન પ્રદાન કરવા માટે કરવામાં આવી શકે.
 

Apple Pay તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • જ્ચારે તમે Apple Pay, કાર્ડમાં કોઈ કાર્ડ ઉમેરો છો તો કાર્ડ સંબંધિત માહિતી, લોકેશન અને ડિવાઇસ સેટિંગ્સ અને ઉપયોગ પૅટર્ન Appleને પાત્રતા નક્કી કરવા માટે મોકલવામાં આવી શકે છે.
  • ઉપરની અમુક માહિતી, અકાઉંટ સંબંધિત માહિતી અને પેર કરેલા ડિવાઇસની વિગતોનો ઉપયોગ તમારા કાર્ડ ઇસ્યૂકર્તા સાથે અથવા બૅન્ક સાથે યોગ્યતા નક્કી કરવા અને છેતરપિંડી રોકવાની પ્રક્રિયા માટે શેર કરી શકાય છે.
  • તમે ઍપ અથવા વેબ પર Apple Payનો ઉપયોગ કરતા હો તો ચુકવણીની પ્રોસેસ કરવા માટે જરૂરી માહિતી ઍપ અથવા વેબસાઇટ સાથે શેર કરવામાં આવે છે. તમારો વાસ્તવિક કાર્ડ નંબર મર્ચંટ સાથે શેર કરવામાં આવતો નથી.
  • હવે તમારી સાથે જોડી નહિ શકાતા Apple Pay ડેટાનો ઉપયોગ Apple દ્વારા Apple Pay અને Apple પ્રૉડક્ટ અને સેવાઓને સુધારવા માટે કરવામાં આવી શકે છે.
  • Apple Pay એક ટૅક્નોલોજી સેવા છે જે Apple Inc.ના સહયોગીઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેઓ તમારા વ્યક્તિગત ડેટા માટે જવાબદાર છે.

Apple Pay તમને સ્ટોર, ઍપ અને વેબ પર તમારા ડેબિટ, ક્રેડિટ અને પ્રીપેડ કાર્ડનો ઉપયોગ કરીને સુરક્ષિત ખરીદી કરવાની સુવિધા આપે છે.

Apple Pay એક ટૅક્નોલોજી સેવા છે જે Apple Inc.ના સહયોગીઓ દ્વારા પ્રદાન કરવામાં આવે છે અને તેઓ તમારા વ્યક્તિગત ડેટા માટે જવાબદાર છે. તમારા Apple Pay પ્રોવાઇડર તમારા લોકેશનના આધારે અલગ-અલગ હોઈ શકે છે જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સમાં Apple Payments Services LLC. તમારા વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરવા માટે જવાબદાર Apple એંટિટી વિષે વધુ જાણવા માટે apple.com/privacy પર જઈને Appleની પ્રાઇવસિ પૉલિસી અને www.apple.com/legal/privacy/en/affiliated-company પર જઈને Apple સંબંધિત કંપનીઓ જુઓ.

Apple Payમાં કાર્ડ ઉમેરવું

જ્યારે તમે Apple Payમાં સ્ટોર, ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેડ કાર્ડ જેવા ચુકવણી કાર્ડ ઉમેરો છો ત્યારે તમારા દ્વારા આપવામાં આવેલી તમારા કાર્ડની માહિતી અને અમુક ડિવાઇસ સેટિંગ્સ સક્ષમ છે કે નહિ તે Appleને મોકલવામાં આવી શકે છે જેથી Apple Pay અને તેના ફીચર સક્ષમ કરવા માટે તમારી યોગ્યતા નક્કી કરવામાં આવે. તમારું ડિવાઇસ છેતરપિંડીની ઓળખ કરવા ડિવાઇસના ઉપયોગની પેટર્ન (ઉદાહરણ તરીકે ડિવાઇસ જેટલા સમય માટે ગતિમાં હોય તેની ટકાવારી, દર અઠવાડિયે આવતા કૉલની અંદાજિત સંખ્યા)નું મૂલ્યાંકન પણ કરી શકે છે. તમારા ડિવાઇસ દ્વારા મૂલ્યાંકન કરાયેલ માહિતી Apple સાથે એવી રીતે શેર કરવામાં આવતી નથી જેને તમારી સાથે લિંક કરી શકાય છે.

તમારા કાર્ડ જાહેરકર્તા, ચુકવણી નેટવર્ક અથવા તમારા કાર્ડ જાહેરકર્તા દ્વારા અધિકૃત પ્રોવાઈડર દ્વારા Apple સાથે કાર્ડ ફીચર અને લાભ વિષેની માહિતી શેર કરવામાં આવી શકે છે જેમ કે પુરસ્કાર અથવા ઇંસ્ટૉલમેંટ પ્રોગ્રામને સપોર્ટ કરે છે કે નહિ જેનાથી અમુક Apple Pay ફીચર માટે યોગ્યતા નક્કી કરી શકાય. Apple દ્વારા તે સંસ્થાઓને Apple Payને સક્ષમ કરવા, કાર્ડની યોગ્યતા નક્કી કરવા, Apple Pay સાથે તમારા કાર્ડનું સેટ અપ કરવા અને છેતરપિંડી રોકવા માટે પણ માહિતી પ્રદાન કરવામાં આવે છે જેમાં આ સામેલ છે :

  • તમારા ક્રેડિટ, ડેબિટ અથવા પ્રીપેડ કાર્ડ નંબર
  • તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ નામ અને બિલિંગ અડ્રેસ
  • તમારા Apple અકાઉંટ ઍક્ટિવિટી (ઉદાહરણ તરીકે, iTunesમાં તમારી ટ્રાંઝેક્શનની લાંબી હિસ્ટરી છે કે નહિ) સાથે જોડાયેલી સામાન્ય માહિતી
  • તમારા ડિવાઇસ અને જો તમે Apple Watchનો ઉપયોગ કરતા હો તો પેર કરેલા iOS ડિવાઇસ અંગેની માહિતી (ઉદાહરણ તરીકે, ડિવાઇસ આઇડેંટિફાયર, ફોન નંબર, તમારી Apple Watch અને પેર કરેલ iOS ડિવાઇસ બંનેનું નામ અને મૉડલ)
  • તમારું કાર્ડ ઉમેરો તે સમયનું લોકેશન (જો તમે લોકેશન સેવા સક્ષમ કરી હોય તો)
  • અકાઉંટ અથવા જેમાં પેમેંટ કાર્ડ ઉમેરવામાં આવ્યું તે ડિવાઇસની હિસ્ટરી
  • તમે Apple Payમાં ઉમેરેલા અથવા ઉમેરવાનો પ્રયાસ કરેલા પેમેંટ કાર્ડ સાથે સંબંધિત માહિતીમાંથી ઍગ્રીગેટ કરેલ આંકડા

જ્ચારે તમે તૃતીય-પક્ષ ઍપ જેમ કે બૅન્કિંગ ઍપથી Apple Payમાં કોઈ કાર્ડ ઉમેરો છો ત્યારે ઍપ તમારા ડિવાઇસ પર એક અકાઉંટ અથવા કાર્ડ આઇડેંટિફાયર મોકલે છે. આ માહિતીનો ઉપયોગ Apple અને તમારા કાર્ડ ઇસ્યૂકર્તા દ્વારા તમારા કાર્ડની યોગ્યતા નક્કી કરવા માટે, Apple Pay સાથે તમારા કાર્ડ સેટ અપ કરવા અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવે છે.

તમારી પાસે હાલમાં જે Apple Pay કાર્ડ છે તેને અથવા હમણાં સુધી હતા તેવા કાર્ડને અન્ય ડિવાઇસ પર સેટ અપ કરવામાં સહાય કરવા માટે Apple તમારા Apple અકાઉંટ સાથે તે Apple Pay કાર્ડ માટે કાર્ડ સંદર્ભને સ્ટોર કરે છે, જેનો ઉપયોગ કાર્ડ જાહેરકર્તા અથવા ચુકવણી નેટવર્ક સાથે સિક્યુરિટી કોડ દાખલ કર્યા પછી કાર્ડને ફરીથી કનેક્ટ કરવા માટે થઈ શકે છે. Apple Pay તમારા ક્રેડિટ, ડેબિટ અથવા પ્રીપેડ કાર્ડના મૂળ નંબર જાળવી રાખતું નથી. જ્યારે તમે નવા ડિવાઇસ પર માઇગ્રેટ કરો છો ત્યારે Apple છેતરપિંડી રોકવા માટે તમારી આસપાસના iCloud સક્ષમ કરેલા ડિવાઇસ વિષેની માહિતી કલેક્ટ કરશે. તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલા iCloud સક્ષમ કરેલા ડિવાઇસ વિષે Apple પાસે હોય તેવી માહિતીના વર્ણન માટે www.apple.com/legal/privacy/data/en/apple-idમાં Apple અકાઉંટ અને પ્રાઇવસિ પર જાઓ.

તમારા iCloud કીચેનમાં સ્ટોર કરેલા સેવ કરેલા ઑટોફિલ કાર્ડને સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay પર જઈને “કાર્ડનો Apple Pay સાથે ઉપયોગ કરો”ને સક્ષમ કરીને Apple Payમાં ઉમેરી શકાય છે. સક્ષમ કરેલું હોય ત્યારે તમારું ડિવાઇસ તમારા iCloud કીચેનમાંથી તમારા ઑટોફિલ કાર્ડના નંબરને Apple Payની પાત્રતા નક્કી કરવા માટે તમારા કાર્ડના ચુકવણી નેટવર્ક સાથે શેર કરે છે. જો યોગ્ય હોય તો વધુ સુરક્ષિત ટ્રાંઝેક્શનને સક્ષમ કરવામાં મદદ કરવા માટે તમે તમારા સેવ કરેલા ઑટોફિલ કાર્ડને Apple Payમાં ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી શકો છો. પ્રાપ્ત થયા પછી સેવ કરેલા ઑટોફિલ કાર્ડ નંબર તમારી સુવિધા માટે સંબંધિત Apple Pay પાસની પાછળ ડિસ્પ્લે કરવામાં આવી શકે છે. તમારા સેવ કરેલા ઑટોફિલ કાર્ડ નંબર તમારા iCloud કીચેનમાં સ્ટોર કરવામાં આવે છે, તે Apple દ્વારા ઍક્સેસ કરી શકાતા નથી અને Apple Pay ટ્રાંઝેક્શન માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.

Apple Pay વડે ચુકવણી

જ્યારે તમે ચુકવણી શરૂ કરો છો ત્યારે ટૅક્સ અને ડિલીવરી ખર્ચની ગણતરીને સક્ષમ કરવા માટે તમારો પિન કોડ, પોસ્ટલ કોડ અથવા અન્ય સમકક્ષ માહિતી ઍપ, વેબસાઇટ અથવા મર્ચંટને આપવામાં આવે છે. જ્ચારે તમે તૃતીય-પક્ષ બ્રાઉઝરમાં ચુકવણી શરૂ કરો છો ત્યારે બ્રાઉઝર એક QR કોડ અથવા તમારા Apple Payને સપોર્ટ કરતા ડિવાઇસથી સ્કૅન કરવા માટે એક App Clip કોડ જનરેટ કરે છે. એક વાર સ્કૅન કર્યા પછી, Apple બ્રાઉઝર અને Apple Pay-સપોર્ટ કરતા ડિવાઇસ વચ્ચે એક કમ્યૂનિકેશન ચૅનલ શરૂ કરે છે જેથી બ્રાઉઝર અને ડિવાઇસ ટ્રાંઝેક્શનને પ્રોસેસ કરવા માટે જરૂરી સુસંગત ટ્રાંઝેક્શન અને બિલિંગ અને/અથવા ડિલિવરી માહિતી શેર કરે છે.

જો ઇંસ્ટૉલમેંટ અથવા પુરસ્કારથી ચૂકવણી કરવાની યોગ્યતા જેવા ઇનહાંસ્ડ Apple Pay ચુકવણી ફીચર સક્ષમ છે તો તમે Apple Pay ખરીદી શરૂ કર્યા પછી Apple તમારા વૉલેટમાં ઉપલબ્ધ કાર્ડ અને કાર્ડ જાહેરકર્તા દ્વારા Appleને પ્રદાન કરવામાં આવેલ કાર્ડના લાભ અને ફીચરના આધારે તમારા માટે ઉપલબ્ધ ચુકવણી વિકલ્પની ઓળખ કરશે. તમે તે પણ પસંદ કરી શકો છો કે Apple તમારા માટે વધારે ચુકવણી વિકલ્પની ઓળખ કરે જે તમારા માટે ઉપલબ્ધ થઈ શકે છે અને જે હજી પણ તમારા વૉલેટમાં નથી. આમ કરવા માટે, Apple તમારી મર્ચંટ અને રકમ જેવી ટ્રાંઝેક્શન માહિતીનો ઉપયોગ એ નક્કી કરવા માટે કરે છે કે તે ટ્રાંઝેક્શન માટે કોઈ વધારે ચુકવણી પદ્ધતિ ઉપલબ્ધ છે કે નહિ. Apple ટ્રાંઝેક્શન અને ચુકવણી પદ્ધતિ યોગ્યતાની તપાસ વિષેની માહિતીને તમારી સાથે લિંક હોય એવી રીતે જાળવી રાખતું નથી. જો તમે નવી ચુકવણી પદ્ધતિ માટે અપ્લાઇ કરવાનું પસંદ કરો છો તો તમારી ઍપ્લિકેશન માહિતી સીધા ઇસ્યૂકર્તા સાથે શેર કરવામાં આવશે અને Apple દ્વારા જોવામાં અથવા સ્ટોર કરવામાં આવશે નહિ. જો તમે પુરસ્કારથી ચુકવણી કરવાનું પસંદ કરો છો તો તમને સુમાહિતગાર નાણાકીય નિર્ણય લેવામાં મદદ કરવા માટે, Apple તમારા કાર્ડ, કાર્ડના ફીચર અને લાભ તેમજ ટ્રાંઝેક્શન મર્ચંટ અને રકમ વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેથી તમારા વર્તમાન પુરસ્કાર બૅલેંસ, ટ્રાંઝેક્શન માટે ચાર્જ કરવામાં આવેલ પુરસ્કાર પૉઇંટ (અથવા આની બરાબર) અને ટ્રાંઝેક્શન પછી તમારા પુરસ્કાર બૅલેંસને ફેચ અને ડિસ્પ્લે કરી શકે. તમને તમારી નાણાકીય પરિસ્થિતિ માટે યોગ્ય ઇંસ્ટૉલમેંટ પ્લાન પસંદ કરવામાં સક્ષમ બનાવવા માટે Apple તમારા સહભાગી જાહેરકર્તાને મર્ચંટ અને રકમની માહિતી પૂરી પાડે છે જેનો ઉપયોગ તેઓ પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે કરે છે અને Appleને ડિસ્પ્લે કરવા માટે ઇંસ્ટૉલમેંટ વિકલ્પોની સૂચી પ્રદાન કરે છે. Apple આ પ્રોસેસ કરેલી માહિતીને તમારી સાથે લિંક હોય એવી રીતે ઇનહાંસ્ડ Apple Pay ચુકવણી ફીચર પ્રદાન કરવા માટે જાળવી રાખતું નથી.

તમે ચુકવણીને અધિકૃત કર્યા પછી મર્ચંટ દ્વારા વિનંતી કરવામાં આવેલી અન્ય માહિતી, જેવી કે ડિવાઇસ- અથવા મર્ચંટ માટેનો વિશિષ્ટ અકાઉંટ નંબર, તમારું ડિલિવરી અડ્રેસ અથવા ઇમેલ અડ્રેસ પણ પ્રદાન કરવામાં આવે છે. જો તમે મર્ચંટને ચુકવણી કરવા માટે તૃતીય-પક્ષના ઍપ અથવા વેબસાઇટ જેમ કે સોશિયલ મીડિયા અથવા જનરેટિવ AI ઍપનો ઉપયોગ કરી રહ્યા છો તો તે તૃતીય-પક્ષના ઍપ અથવા વેબસાઇટ મર્ચંટ દ્વારા વિનંતી કરવામાં આવેલી અન્ય માહિતીને ઍક્સેસ કરી શકે છે. Apple દ્વારા આ માહિતીનો ઉપયોગ ફક્ત Apple Pay ટ્રાંઝેક્શનને સરળ બનાવવાના હેતુ માટે જ કરવામાં આવશે. જ્યારે તમે Apple Payનો ઉપયોગ કરો છો ત્યારે તમારા ક્રેડિટ, ડેબિટ અથવા પ્રીપેડ કાર્ડથી કાર્ડ નંબર પ્રદાન કરવામાં આવતો નથી.

સબ્સ્ક્રિપ્શન જેવા કોઈ પણ રિકરિંગ અથવા અન્ય મર્ચંટ દ્વારા લેવામાં આવતા ચાર્જ તમારા દ્વારા અધિકૃત કરાયેલા છે તેની ખાતરી કરવા માટે, જ્યારે પણ તમે સહભાગી મર્ચંટ સાથે રિકરિંગ અથવા અન્ય મર્ચંટ દ્વારા લેવામાં આવતા ચાર્જની ચુકવણી માટે ચુકવણી પદ્ધતિ તરીકે સક્ષમ Apple Pay પ્રદાન કરવાનું પસંદ કરો છો, ત્યારે ઇસ્યૂઅર અને/અથવા ચુકવણી નેટવર્ક આવા ચાર્જ માટે ઉપયોગમાં લેવા માટે મર્ચંટ માટે વિશિષ્ટ અકાઉંટ નંબર જનરેટ કરશે અને મંજૂર કરશે. તમારા દ્વારા કોઈ ચોક્કસ પગલાં લીધા વગર ટ્રાંઝેક્શન પ્રમાણિત કરવા માટે સહભાગી મર્ચંટ દ્વારા ફક્ત તે મર્ચંટ અકાઉંટ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. Appleને એ જાણશે કે કયા મર્ચંટ તમારા ચોક્કસ મર્ચંટ અકાઉંટ નંબર સાથે સંબંધ ધરાવે છે પરંતુ એ ખબર નહીં પડે કે તમે શું ખરીદ્યું છે કે તેના માટે કેટલી રકમ ચૂકવી છે. તમે કાર્ડને ટૅપ કરીને અને કાર્ડની વિગતો જોવા માટે “વધુ” બટન પર ટૅપ કરીને વૉલેટમાં તમારા મર્ચંટ વિશિષ્ટ અકાઉંટ નંબરને મૅનેજ કરી શકો છો.

અમુક વિશેષ રીતે છેતરપિંડીના ઉન્નત નિવારણ માટે આ કાર્ડથી જ્યારે તમે ઑનલાઇન ટ્રાંઝેક્શન અથવા ઇન-ઍપ ટ્રાંઝેક્શન કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે જો તમે વૉલેટ માટે લોકેશન સેવા સક્ષમ નથી કરી તો તમારું ડિવાઇસ છેતરપિંડીની રોકથામ સંબંધિત ઑન-ડિવાઇસ મૂલ્યાંકન વિકસાવવા માટે તમારા Apple અકાઉંટ, ડિવાઇસ અને લોકેશન વિષેની માહિતીનું મૂલ્યાંકન કરશે. અંતર્ગત ડેટા સિવાય છેતરપિંડી રોકથામ સંબંધિત ઑન-ડિવાઇસ મૂલ્યાંકનનું આઉટપુટ Appleને મોકલવામાં આવશે અને Apple Pay ટ્રાંઝેક્શન છેતરપિંડી રોકથામ સંબંધિત મૂલ્યાંકનને વિકસાવવા માટે તમારા ડિવાઇસ અને અકાઉંટ વિષેની માહિતી જે Apple જાણે છે તેની સાથે જોડવામાં આવશે. આ ટ્રાંઝેક્શન છેતરપિંડી રોકથામ સંબંધિત મૂલ્યાંકનને ડિલિવરી અડ્રેસ આઇડેંટિફાયર અને જો ઉપલબ્ધ હોય તો IP અડ્રેસ સાથે તમારા ચુકવણી નેટવર્ક સાથે શેર કરવામાં આવી શકે છે જેથી ટ્રાંઝેક્શન સમયે છેતરપિંડીને રોકી શકાય. ડિલિવરી અડ્રેસ આઇડેંટિફાયર દરેક નેટવર્ક માટે જુદું હોય છે અને તેનો ઉપયોગ તમારા ડિવાઇસ પર કોઈ વિશેષ કાર્ડનો ઉપયોગ કરતા વિવિધ ટ્રાંઝેક્શન માટે મોકલવાનું અડ્રેસ એક સરખું હોવાની એ રીતે પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે કે અંતર્ગત અડ્રેસ જાહેર ન થાય. કોઈ પણ સમયે વૉલેટમાં તમારી ચુકવણી ક્રિડેંશલ્સની પાછળ જઈને તમે ચેક કરી શકો છો કે કોઈ કાર્ડમાં છેતરપિંડીનું ઇનહાંસ કરેલું નિવારણ છે કે કેમ. તમારા ચુકવણી નેટવર્ક સાથે છેતરપિંડી રોકથામ સંબંધિત મૂલ્યાંકનનું શેરિંગ રોકવા માટે તમે કોઈ અન્ય કાર્ડ સિલેક્ટ કરી શકો છો.

જ્યારે તમે કોઈ ઍપનો ઉપયોગ કરો છો અથવા Safariથી કોઈ એવી વેબસાઇટ પર જાઓ છો જે Apple Payનો ઉપયોગ iOS, watchOS અથવા macOSમાં કરે છે ત્યારે ઍપ અથવા વેબસાઇટ તમારા ડિવાઇસ પર Apple Pay સક્ષમ છે કે નહિ તેની તપાસ કરી શકે છે. iOS ડિવાઇસ અથવા Mac પર Safariમાં તમારા દ્વારા મુલાકાત લેવામાં આવતી એવી વેબસાઇટ જેમાં કાર્ડ ઉમેરવામાં આવી શકતું નથી ત્યારે વેબસાઇટ તપાસી શકે છે કે સમાન Apple અકાઉંટનો ઉપયોગ કરતા iPhone અથવા Apple Watch પર Apple Pay સેટ અપ કરેલ છે કે નહિ. તમે તમારા સેટિંગ્સ બદલીને તે વેબસાઇટને ચેક કરવાથી અક્ષમ કરી શકો છો કે Apple Pay સક્ષમ છે કે નહિ. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > ઍપ્સ > Safari > ઍડવાંસ પર જઈને Apple Pay માટે ચેક કરોને બંધ કરવા માટે ટૅપ કરો. તમારા Macમાં Safari > સેટિંગ્સ > ઍડવાંસ પર જાઓ અને “Apple Pay અને Apple Cardને ચેક કરવા માટે વેબસાઇટને અનુમતિ આપો”નું સિલેક્શન હટાવો.

Apple અકાઉંટ ચુકવણીની પદ્ધતિઓનું સંરક્ષણ કરવું

Apple ઇકોસિસ્ટમ પર તમારી ચુકવણી પદ્ધતિને મૅનેજ કરવામાં તમારી મદદ કરવા માટે Apple તેની તપાસ કરી શકશે કે તમારા Apple અકાઉંટની ફાઇલમાં ચુકવણી પદ્ધતિ તરીકે Apple Pay ચુકવણી પદ્ધતિ ઉમેરવા યોગ્ય છે કે કેમ અને પછી ચુકવણી પદ્ધતિને સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરી > ચુકવણી પદ્ધતિ ઉમેરો > ચુકવણી પદ્ધતિ અંતર્ગત ડિસ્પ્લે કરવામાં આવશે. જ્યારે તમે તમારા Apple અકાઉંટ સાથે ટ્રાંઝેક્શન કરો તો Apple ફાઇલ પર રહેલી Apple અકાઉંટ ચુકવણી પદ્ધતિ Apple Pay માટે યોગ્ય છે કે કેમ તેની તપાસ કરી શકે છે. જો એમ હોય તો તમારી ચુકવણી માહિતીની સુરક્ષા માટે Apple તે ચુકવણી પદ્ધતિ માટે Apple Payને સક્ષમ કરી શકે છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરીમાં જઈને કોઈ પણ સમયે તમારી Apple અકાઉંટ ચુકવણી પદ્ધતિમાં ફેરફાર કરી શકો છો. તમારા Macમાં સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરી પર જાઓ.

Apple તમારી ચુકવણી માહિતી ટ્રાંસમિટ કરે છે પરંતુ તેને સ્ટોર નથી કરતું

ઍપ, વેબસાઇટ અને બિઝનેસ ચૅટ વચ્ચે તમારી ચુકવણીની માહિતીને સુરક્ષિત રીતે મોકલવા માટે માહિતીને એંક્રિપ્ટેડ રૂપમાં Appleને મોકલવામાં આવે છે, જ્યાં આ માહિતીને ટુંક સમય માટે ડીક્રિપ્ટ કરવામાં આવે છે અને મર્ચંટ માટેની વિશિષ્ટ કી સાથે ફરીથી એંક્રિપ્ટ કરવામાં આવે છે, જેથી માત્ર મર્ચંટ, ડેવલપર અથવા તેમના પેમેંટ પ્રોસેસર તમારી ચુકવણીની માહિતીને ડિક્રિપ્ટ કરી શકે. જ્યારે તમે એવા Mac પરથી ચુકવણી કરો છો કે જેના પર કાર્ડને ઉમેરી શકાતું નથી ત્યારે Mac અને અધિકૃત ડિવાઇસ Apple સર્વર દ્વારા એંક્રિપ્ટેડ માધ્યમ વડે કમ્યૂનિકેટ કરે છે. Apple તમારી વ્યક્તિગત રૂપે ઓળખ થાય તેવી આમાંથી કોઈપણ માહિતીને જાળવી રાખતું નથી.

Apple Pay તમને તૃતીય-પક્ષ બ્રાઉઝરમાં ચુકવણી કરવા અને ટ્રાંઝેક્શનને અધિકૃત કરવા માટે Apple Payને સપોર્ટ કરતા ડિવાઇસનો ઉપયોગ કરવાની અનુમતિ આપે છે. આ ફીચરનો ઉપયોગ કરતા સમયે Apple તૃતીય-પક્ષ બ્રાઉઝર અને તમારા અધિકૃત ડિવાઇસ વચ્ચે Apple સર્વરના માધ્યમથી એક કમ્યૂનિકેશન ચૅનલ બનાવશે જેથી તમે તમારી ડિલિવરી અને ચુકવણી વિગતો અપડેટ કરીને તમારી અધિકૃતિ આપી શકો. તમારી ડિલિવરી અને બિલિંગ માહિતી અને તમારી ખરીદી સાથે સંબંધિત ટૅક્સ અથવા ડિલિવરી ફી જેવા મર્ચંટ ચાર્જની માહિતીને Apple થોડાક સમય માટે જોઈ શકશે. Apple તમારી વ્યક્તિગત રૂપે ઓળખ થાય તેવી આમાંથી કોઈપણ માહિતીને જાળવી રાખતું નથી.

Apple Pay ઑર્ડર ટ્રૅકિંગ

Apple Pay ખરીદી કરતા તમને ઑર્ડર ટ્રૅકિંગ પ્રદાન કરવા માટે સહભાગી મર્ચંટ તમારા ડિવાઇસને ઓર્ડર ટ્રૅક કરવા માટે ડિવાઇસ-લિમિટેડ ઓર્ડર માહિતી મોકલે છે. અને Apple મર્ચંટને મર્ચંટ-વિશેષ ડિવાઇસ આઇડેંટિફાયર અને પુશ ટોકન પ્રદાન કરે છે જેનો ઉપયોગ મર્ચંટ ડિવાઇસને ઑર્ડર અપડેટ પ્રદાન કરવા માટે કરી શકે છે. Apple મર્ચંટ અપડેટને સુવિધાજનક બનાવે છે પરંતુ તે ઑર્ડરની માહિતીને સ્ટોર કરતું નથી કે કેટલા મર્ચંટ કેટલીવાર અથવા કયા મર્ચંટ ઑર્ડર અપડેટ મોકલે છે તેને ટ્રૅક કરતું નથી. ઑર્ડર ટ્રૅકિંગ માહિતીને તમારા ડિવાઇસ પર સ્થાનિક રીતે સ્ટોર કરવામાં આવે છે અને તેની Apple દ્વારા ઍક્સેસ નહિ કરવામાં આવતી એંક્રિપ્ટેડ કૉપિને સિંક કરીને તેને તમામ ડિવાઇસ પર અપ-ટૂ-ડેટ રાખવામાં આવે છે. તમે વૉલેટમાં વધુ બટન પર ટૅપ કરીને પછી ઑર્ડર પર ટૅપ કરીને કોઈ વિશેષ ઑર્ડર પર ટૅપ કરીને અને “ઑર્ડર મૅનેજ કરો” પર ટૅપ કરીને તમારા Apple Pay ઑર્ડરને કોઈ પણ સમયે મૅનેજ કરી શકો છો. તમે વૉલેટમાં વધુ બટન પર ટૅપ કરીને પછી ઑર્ડર પર ટૅપ કરીને કોઈ વિશેષ ઑર્ડર પર ટૅપ કરીને વધુ બટન પર ટૅપ કરીને પછી “સૂચના મ્યૂટ કરો” પર ટૅપ કરીને તમારા ઑર્ડર વિષેની સૂચના પણ મૅનેજ કરી શકો છો.

જ્યારે તમે તમારા અકાઉંટમાંથી સાઇન આઉટ કરો છો ત્યારે બની શકે છે કે તમારા ડિવાઇસ પર હજુ પણ ઑર્ડરની લિમિટેડ માહિતી ઉપલબ્ધ હોય શકે છે જેથી ડિવાઇસને અપડેટ મળે છે. આ માહિતી ડિવાઇસ યૂઝરને દેખાશે નહિ. તેને ટૂંક સમય માટે જાળવી રાખવામાં આવશે અને તમારા ડિવાઇસ દ્વારા સાઇન-આઉટ પછી ડિવાઇસને અપડેટ મોકલવાથી રોકવા માટે જ ઉપયોગ કરવામાં આવશે જેથી તમારી ઑર્ડર માહિતીના અનધિકૃત ઍક્સેસને રોકવામાં આવી શકે.

તૃતીય-પક્ષ ઍપ્સ સાથે અકાઉંટ ઍક્ટિવિટી શેર કરવી

તમે તમારા Apple Card, Savings, Apple Cash અને અન્ય કનેક્ટેડ કાર્ડ અકાઉંટ વિગતો અને ટ્રાંઝેક્શન હિસ્ટરીને App Storeમાંથી તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિગત નાણાકીય મૅનેજમેંટ ઍપ્સ સાથે શેર કરી શકો છો. ઍપ્સને વૉલેટમાં Apple Payમાંથી તમારી અકાઉંટ ઍક્ટિવિટી રીડ કરવા માટે વિનંતી કરવી પડશે. આ ઍપ્સ સાથે તમે જે ડેટા શેર કરો છો તેના પર તમારો કંટ્રોલ રહે છે અને તમે તે કોઈ પણ સમયે શેર કરવાનું બંધ કરી શકો છો. અકાઉંટ ઍક્ટિવિટી જેને તમે તૃતીય-પક્ષ સાથે શેર કરવાનું પસંદ કરો છો તે ઍપની પ્રાઇવસિ પૉલિસી અનુસાર હૅન્ડલ કરવામાં આવશે. જ્યારે તમે તમારી અકાઉંટ ઍક્ટિવિટી શેર કરો છો ત્યારે Apple દ્વારા તમારી અકાઉંટ વિગતો અથવા ટ્રાંઝેક્શન સંબંધિત વિગતો જોવામાં કે સ્ટોર કરવામાં આવતી નથી.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે તમારા Apple Pay વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ કારણ કે તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના કાયદેસરના હિતોના હેતુ માટે જરૂર અનુસાર નિમ્નલિખિત શ્રેણીના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં આ માહિતીનો પણ સમાવેશ થાય છે :

  • તમારું અકાઉંટ, જેમ કે તમારું અકાઉંટ સક્રિય છે કે કેમ
  • તમારું ડિવાઇસ, જેમ કે ડિવાઇસ પ્રકાર, સોફ્ટવેર વર્ઝન અને ડિવાઇસનો સિરિઅલ નંબર
  • તમારો પાસ, જેમ કે પાસ પર ડિસ્પ્લે કરવામાં આવતી માહિતી
  • પાસ માટે અપડેટ પ્રદાન કરવા માટે અધિકૃત છે એવા તૃતીય પક્ષ જેવા તમારા પાસ ઇસ્યૂકર્તા
  • તમારા દ્વારા Apple Payનો ઉપયોગ ઉદાહરણ તરીકે તમે ઉમેરેલા Apple Pay પાસની સંખ્યા
  • તમારું લોકેશન

આ કાયદેસરના હિતમાં સામેલ છે :

  • પાસ ઉમેરવા અને મૅનેજ કરવા
  • તમારા માટે અને અન્ય લોકો માટે સર્વિસને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવી
  • તમારા માટે સુસંગત હોય તેવા ફીચર શોધવામાં તમારી મદદ કરવી
  • પાત્રતા તપાસવી
  • તમારા દ્વારા વિનંતી કરવામાં આવેલી સેવા તમને પૂરી પાડવી
  • જેમાં તમને રસ હોય તેવા Apple Pay અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સંબંધિત કમ્યૂનિકેશન મોકલવુ
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અન્ય માહિતી

વૉલેટ અને Apple Pay ફીચરની યોગ્યતા નક્કી કરવા માટે જ્યારે તમે વૉલેટમાં કોઈ કાર્ડ પર ટૅપ કરો છો ત્યારે Apple દ્વારા કાર્ડ ઇસ્યૂ થયું તે દેશ વિષે જાણીને ફીચર યોગ્યતાની તપાસ કરી શકે છે કે જાહેરકર્તા ફીચરમાં સામેલ છે કે નહિ.

જો તમારી લોકેશન સેવા ચાલુ હોય તો તમે સ્ટોર પર ખરીદી માટે ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો ત્યારના લોકેશનને અજ્ઞાત રૂપે Appleને મોકલવામાં આવશે અને વૉલેટ કાર્ડ ટ્રાંઝેક્શન હિસ્ટરીમાં વ્યવસાટિક નામની ચોકસાઈને બહેતર કરવામાં Apple Payની મદદ માટે ઉપયોગ કરવામાં આવશે. Apple નકશો, Apple Pay અને વૉલેટને બહેતર બનાવવા માટે ઍગ્રીગેટ રૂપે સ્ટોર કરી શકાય છે. તમે Apple Payની આ લોકેશન આધારિત ફંક્શનાલિટી તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો. તેના માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સર્વિસમાં જઈને Apple Pay મર્ચંટ ઓળખને બંધ કરવા માટે તેના પર ટૅપ કરો. તમારા Macમાં સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા પર જઈને વૉલેટ બંધ કરવા માટે ક્લિક કરો.

Apple Pay બહેતર બનાવવા માટે Apple દ્વારા તમારા Apple Payના ઉપયોગ વિષે માહિતી કલેક્ટ કરવામાં આવી શકે છે અને આ માહિતીને એ રીતે સ્ટોર કરવામાં આવે છે કે જેનાથી તમારી વ્યક્તિગત રીતે ઓળખ ન થઈ શકે. આ માહિતીમાં તે સમયની માહિતી સામેલ હોય છે જ્યારે તમે સફળતાપૂર્વક કાર્ડ ઉમેર્યું હતું અથવા Apple Payનો ઉપયોગ કરીને ટ્રાંઝેક્શન પૂરું કર્યું હતું. Apple એવા સિગ્નલ જાળવી રાખે છે જે સૂચવે છે કે તમે Apple Pay સાથેના ટ્રાંઝેક્શનમાં સક્રિય છો કે નહિ જેમ કે તમે પાછલાં અઠવાડિયાંમાં Apple Pay સાથે ખરીદી કરી છે કે નહિ. આ સિગ્નલની ગણતરી તમારા ડિવાઇસ પર કરવામાં આવે છે અને Apple સાથે આંતરિક ખરીદી અથવા ઍક્ટિવિટીની માહિતી શેર કરવાની જરૂર નથી. Apple દ્વારા આ માહિતીનો ઉપયોગ અન્ય Apple પ્રૉડક્ટ અને સર્વિસને બહેતર બનાવવા માટે, માર્કેટિંગ માટે, છેતરપિંડી અટકાવવા માટે અને સુરક્ષાના હેતુસર કરવામાં આવી શકે છે.

તમારા કાર્ડના ઇસ્યૂકર્તા અથવા ચુકવણી નેટવર્ક સાથે તમારું જો કાર્ડને લગતું અગ્રીમંટ હોય તો તેની શરતો તમારા ચુકવણી કાર્ડ અને Apple Pay સાથે જોડાયેલા તેના ઉપયોગ પર લાગુ રહેશે અને એવી શરતો માટે વધારાની પ્રાઇવસિ પૉલિસી હોઈ શકે છે. Apple કે તેની સહયોગી કંપની બૅન્ક નથી અને આ નોટિસ તમારી બૅન્ક વતી તમને મોકલવામાં આવેલી કોઈ પણ નોટિસની સાથે વધારાની નોટિસ છે. Apple Pay ઉપયોગ સંબંધિત જો Appleને છેતરપિંડીની શંકા જાય તો છેતરપિંડીની સંભાવનાવાળા Apple અકાઉંટ અને ટ્રાંઝેક્શનને તમારા કાર્ડ ઇસ્યૂકર્તા અથવા ચુકવણી નેટવર્ક પ્રોવાઇડર સાથે છેતરપિંડી અટકાવવા માટે શેર કરી શકાય છે.

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી આ નોટિસ અને Appleની પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય છે અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12