Apple TV ઍપ અને પ્રાઇવસિ

તમારા પ્લેબૅક, સર્ચ, બ્રાઉઝિંગ, ખરીદીઓ અને ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરનો ઉપયોગ તમારા અનુભવને વ્યક્તિગત કરવા માટે, સેવાઓને બહેતર બનાવવા માટે, તમને સૂચનાઓ મોકલવા માટે અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવે છે. ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
 

Apple TV ઍપ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • Apple TV ઍપ તમારા મનપસંદ TV શો અને મૂવિ તમામને એક સાથે લાવે છે અને તમે કદાચ માણી શકો તેવા અન્યની ભલામણો કરે છે.
  • Apple તમારી ખરીદી, ડાઉનલોડ, Apple TV ઍપમાં ઍક્ટિવિટી અને તમે જોયેલું કૉન્ટેંટ તથા Apple TV ઍપ અને તમારા કોઈ પણ સપોર્ટેડ ડિવાઇસમાં કનેક્ટેડ ઍપમાં કયું કૉન્ટેંટ જુઓ અને ક્યાં જુઓ છો તે અંગે માહિતી કલેક્ટ કરે છે. અમે આ માહિતીનો ઉપયોગ સેવા પ્રદાન કરવા અને તમારા અને અન્ય લોકો માટે Apple TV ઍપમાં સુધારો કરવા માટે કરીએ છીએ.
  • તમારી ખરીદારી, ડાઉનલોડ, Apple TV ઍપમાં તમારા દ્વારા થતી ઍક્ટિવિટી, તમે કયું કૉન્ટેંટ જુઓ છો તથા તમે તેને ક્યાં જુઓ છો, જેવી જાણકારીઓ ભેગી કરીએ છીએ અને તમારા પ્રમાણે ફીચર્સ ઉપલબ્ધ કરવા, વ્યક્તિગત ભલામણો કરવા તથા તમને સૂચનાઓ મોકલવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ હેતુ માટે ડેટાના ઉપયોગમાંથી બહાર નીકળી શકો છો.
  • અમે તમારા દ્વારા ખરીદવામાં અને ડાઉનલોડ કરવામાં આવેલી મૂવિ અને TV શોની માહિતીનો ઉપયોગ જાહેરખબર ઑફર કરતી વખતે એ ખાતરી કરવા માટે કરીએ છીએ કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરખબર તમારા માટે સુસંગત હોય. તમારી પાસે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ જાહેરખબરને લગતી પસંદગીઓ છે.
  • છેતરપિંડી ઓળખવામાં અને રોકવામાં મદદ કરવા માટે તમારા ફોન કૉલ અથવા તમારા દ્વારા મોકલવામાં આવેલી અને પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેલની અંદાજિત સંખ્યા સહિત તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની માહિતીનો ઉપયોગ જ્યારે તમે ખરીદી કરો ત્યારે ડિવાઈસ ટ્રસ્ટ સ્કોરની ગણના કરવા માટે કરવામાં આવશે. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.

Apple TV તમારા મનપસંદ ટીવી શો અને મૂવિ બધું જ એક જગ્યાએ જોવાની સુવિધા પ્રદાન કરે છે. તમે Apple પરથી રેંટ પર લીધેલું અથવા ખરીદેલું કૉન્ટેંટ જોઈ શકો છો. જો ઉપલબ્ધ હોય તો તમે તમારા Apple TV સબ્સ્ક્રિપ્શન, Apple TV ચૅનલ અને તમારી કનેક્ટ કરેલ તૃતીય-પક્ષની વીડિયો ઍપ્સ દ્વારા પણ કૉન્ટેંટને ઍક્સેસ કરી શકો છો. તમે આ તમામ કૉન્ટેંટ Apple TV ઍપ દ્વારા તમામ સપોર્ટેટ ડિવાઇસ પર ઍક્સેસ કરી શકો છો જેના પર એક જ Apple અકાઉંટ દ્વારા સાઇન ઇન કરવામાં આવ્યું હોય.

Apple TV ઍપ પ્રદાન કરવું

અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ Apple TV ઍપમાં સર્વિસ અને ફીચર પ્રદાન કરવા માટે કરીએ છીએ. આ માહિતીમાં તમારા અકાઉંટ અને ચુકવણીની માહિતીનો સમાવેશ થાય છે જેને તમે સેટિંગ્સમાં ઍક્સેસ કરી શકો છો અને બદલી શકો છો.

Apple સમાન Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલા કોઈ પણ સપોર્ટેડ ડિવાઇસ પર Apple TV ઍપમાં તમારા દ્વારા ખરીદવામાં આવેલા અને જોવામાં આવેલા વિષેની માહિતી કલેક્ટ કરે છે. Apple તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી આ માહિતીને સ્ટોર કરે છે જેથી તમે તમારી તમામ સપોર્ટેડ ડિવાઇસ પર તમે શું જુઓ છો તો અમે ડિસ્પ્લે કરી શકીએ. જ્યારે તમે કોઈ તૃતિય-પક્ષ ઍપ્સમાં સાઇન ઇન કરો છો ત્યારે તમે તે સેવાઓને સબ્સ્ક્રાઇબ કરેલ છે કે નહિ તે માહિતીનો ઉપયોગત તમારા માટે ઉપલબ્ધ કૉન્ટેંટ બતાવવા માટે કરવામાં આવે છે. જો તમે કોઈ તૃતીય પક્ષ ઍપને Apple TV ઍપ સાથે કનેક્ટ કરવાની અનુમતિ આપો છો તો Apple તમારા સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ તેમજ તમારા કોઈ પણ સપોર્ટેડ ડિવાઇસ પર તે ઍપમાં તમે શું જુઓ છો તે વિષેની માહિતી કલેક્ટ અને સ્ટોર કરશે. તમારા દ્વારા Apple TV ઍપનો ઉપયોગ શરૂ કરવાથી Apple Music અને રિમોટ જેવા સપોર્ટેડ કૉન્ટેંટ ધરાવતી Apple ઍપ્સ ઑટોમૅટિક રીતે કનેક્ટ થઈ જશે.

તમે શું જોઈ રહ્યા છો તે વિષેની માહિતીમાં તમે કયું કૉન્ટેંટ પ્લે કરી રહ્યા છો, એને ક્યારે પ્લે કર્યું, કઈ ડિવાઇસ પર પ્લે કર્યું અને કૉન્ટેંટમાં તમે ક્યાં પૉઝ કર્યું અથવા ક્યાં રોક્યું તેનો સમાવેશ થાય છે. અમે Apple TV ચૅનલ અને તમારા Apple TV સબસ્ક્રિપ્શન માટેની તમામ પ્લેબૅક ઍક્ટિવિટીની વિગતવાર હિસ્ટરી પણ કલેક્ટ કરીએ છીએ.

જો તમે Apple TV ઍપને તમારું લોકેશન ઍક્સેસ કરવાની અનુમતિ આપો છો, તો તમારા લોકેશનનો ઉપયોગ તમારા વિસ્તારમાં બ્રાઉઝ કરવા અથવા જોવા માટે શું ઉપલબ્ધ છે તે નક્કી કરવા માટે કરવામાં આવશે, જેમાં લાઇવ સ્પોર્ટ્સ, ઇવેંટ અને સમાચાર જેવા સ્થાનિક કૉન્ટેંટનો સમાવેશ થાય છે. અમુક કૉન્ટેંટમાં ભૌગોલિક રીતે સુસંગત જાહેરાતોનો સમાવેશ હોય છે. તમે સિલેક્ટ કરેલ કૉન્ટેંટને પ્લે કરવા માટે અમારી પાસે જરૂરી લાઇસંસ સંબંધિત અધિકારો છે તેની ખાતરી કરવા માટે Apple તમારા ઈંટરનેટ કનેક્શનના IP અડ્રેસનો ઉપયોગ તમે કયા દેશ અથવા વિસ્તારમાંથી સેવા ઍક્સેસ કરી રહ્યા છો તે નક્કી કરવા માટે અલગથી કરી શકે છે. આ નિર્ધારણ થઈ ગયા પછી અમે IP અડ્રેસ અને IP અડ્રેસથી મેળવેલી કોઈ પણ લોકેશન સંબંધિત માહિતીને કાઢી નાખીએ છે.

Apple TV ઍપ બહેતર બનાવવી

Apple તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતા ફીચર (જેમ કે “જોવાનું ચાલુ રાખો” અથવા લાઇબ્રેરી), તમારા દ્વારા સર્ચ કરવામાં આવતી આઇટમ, સૂચનાઓ સાથે તમારા ઇંટરૅક્શન, તમારા દ્વારા બ્રાઉઝ કરાતા અથવા જોવાતા કૉન્ટેંટ પેજ, ઍપમાં થતાં એરર અથવા ક્રેશ વિષેની માહિતી અને તમારા બિલિંગ પિન કોડ સહિત Apple TV ઍપ અને તમારા અકાઉંટમાં તમારા ઉપયોગ વિષેની માહિતી કલેક્ટ કરે છે. અમે આ માહિતી, તમારી ઓળખ ન કરનારી અંદાજિત લોકેશન માહિતી અને તમે શું જુઓ છો તે વિષેની માહિતીનો ઉપયોગ તમારા અને અન્ય લોકો માટે સેવા બહેતર બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે કરીએ છીએ. આ ઉપરાંત અમે તમારા ડિવાઇસ વિષે ડિવાઇસના પ્રકાર, એવી ચૅનલ કે જેના દ્વારા તમારું ડિવાઇસ મેળવવામાં આવ્યું હોય, તમારી ઑપરેટિંગ સિસ્ટમના વર્ઝન અને તમારા ડિવાઇસ પરની ફ્રી સ્પેસ વગેરે માહિતી પણ એકત્ર કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ જેમ કે વિનંતી કરવામાં આવેલું કૉન્ટેંટ ડાઉનલોડ કરી શકાય છે કે નહિ, ડિવાઇસ સ્ટોરેજના ઉપયોગના સામાન્ય ટ્રેંડને સમજવા અને તમારું ડિવાઇસ Wi-Fi અથવા મોબાઇલ ડેટા સાથે કનેક્ટેડ છે કે નહિ નિર્ધારિત કરવા માટે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારા ડિવાઇસ પર ફ્રી સ્પેસની જાણકારીના આધારે અમને એવા ફીચર તૈયાર કરવામાં મદદ મળે છે જેની મદદથી તમે ખરીદી સમયે ડાઉનલોડ કર્યા વગર તમારા iPhone પર મૂવિની ખરીદી કરી શકો છો. જો તમે અન્ય યૂઝર સાથે કૉન્ટેંટ જોવા માટે SharePlayનો ઉપયોગ કરો છો તો તમે SharePlay સેશન દરમિયાન કૉન્ટેંટ જોયું છે અને આ સેશનમાં સામેલ ડિવાઇસની સંખ્યા જેવી માહિતી Apple TV ઍપ દ્વારા કલેક્ટ કરવામાં આવશે પણ SharePlay સેશનના સહભાગીઓને ઓળખી શકાય એવી કોઈ પણ માહિતી કલેક્ટ કરતું નથી.

અમે Apple TVને પાવર આપતા મૉડલને બહેતર બનાવવા માટે Apple TV સર્ચ ડેટાનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે Apple TV ઍગ્રીગેટ કરેલી સર્ચ ક્વેરીનો ઉપયોગ Apple TV સર્ચ મૉડલને સુધારવા માટે કરવામાં આવે છે.

Apple TV ઍપને વ્યક્તિગત કરવી

તમારા માટે સૌથી સુસંગત હોય તેવું કૉન્ટેંટ શોધવામાં તમારી મદદ કરવા માટે અમે તમારા Apple TV ઍપને વ્યક્તિગત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, તમે અગાઉ જોયેલી મૂવિના આધારે તમને ગમશે તેવું માનીને એવી મૂવિની અમે ભલામણ કરીએ છીએ અને Apple TV ઍપમાં તમારી ઍક્ટિવિટીના આધારે અમે વધુ સંબંધિત સર્ચ પરિણામો આપીએ છીએ. અમે પર્સનલાઇઝેશન પ્રદાન કરવા માટે Apple TV ઍપમાં તમે શું જુઓ છો, તમારી ખરીદી, સબ્સ્ક્રિપ્શન, ડાઉનલોડ, સર્ચ, બ્રાઉઝિંગ અને અન્ય ઍક્ટિવિટી સહિતની માહિતી તેમજ તમારા અકાઉંટમાંથી તમારી ઉંમર જેવી માહિતીનો ઉપયોગ કરીએ છીએ.

જો તમે Apple TV ઍપને સપોર્ટ કરતા હોય તેવા તમામ ડિવાઇસ પર પર્સનલાઇઝેશન માટે Apple TV ઍપમાં તમે આ ડિવાઇસ પર જે જુઓ છો તેનો ઉપયોગ Apple દ્વારા થાય તેમ ન ઇચ્છતા હોવ તો સેટિંગમાં ‘પ્લે હિસ્ટરીનો ઉપયોગ કરો’ બંધ કરી શકો છો. તમારા iOS, iPadOS, visionOS અથવા tvOS ડિવાઇસ પર સેટિંગ્સ > ઍપ > TV > પ્લે હિસ્ટરીનો ઉપયોગ કરો પર જાઓ. Mac પર Apple TV ઍપમાં TV > સેટિંગ્સ > પ્લેબૅક પર જાઓ, પછી “બ્રાઉઝિંગ હિસ્ટરીનો ઉપયોગ કરો”નું સિલેક્શન હટાવો.

તમારા Apple અકાઉંટ માટે વ્યક્તિગત ભલામણ ફીચર બંધ કરીને તમે App Store, Apple Books, iTunes Store, Apple TV, Apple Podcastsમાં અને Appleના સબ્સ્ક્રિપ્શન માટે પર્સનલાઇઝેશનને બંધ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી > અકાઉંટ જુઓ પર જાઓ પછી વ્યક્તિગત ભલામણોને બંધ કરવા માટે ટૅપ કરો.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ, તમારા Apple સર્વિસના સબ્સ્ક્રિપ્શન, તમે ડાઉનલોડ કરેલા Apple ઍપ અને તમારા બિલિંગ પિન કોડ જેવી તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને Apple TV ઍપ અને Apple One સહિત તમને ગમતા અન્ય Apple પ્રૉડક્ટ, સર્વિસ અને ઑફર અંગેના સંચાર મોકલવા માટે કરી શકે છે. તમારા ડિવાઇસની વિગતો જેમ કે તમારા ડિવાઇસનો સિરિઅલ નંબર અથવા તમારા સંબંધિત App Store સબ્સ્ક્રિપ્શનની વિગતોનો ઉપયોગ Apple ઑફર માટેની પાત્રતા ચકાસવા માટે થઈ શકે છે. જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હો તો Apple તમને ઉત્પાદન, સેવા અને ફેમિલી શેરિંગના માધ્યમથી ઉપલબ્ધ ઑફર અંગે અનુરૂપ કમ્યૂનિકેશન મોકલી શકે છે. જો તમે Apple One સબ્સ્ક્રિપ્શન ખરીદો તો અમે તમને તમારા દ્વારા સબ્સ્ક્રાઇબ કરવામાં આવેલી દરેક સેવાના ફીચર અંગે ઇમેલ અને સૂચનાઓ મોકલી શકીએ છીએ. Apple તમને Apple TV ઍપમાં ઉપલબ્ધ નવાં ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે ઇમેલ અને સૂચનાઓ મોકલવા માટે Apple TV ઍપની અંદરની તમારી ઍક્ટિવિટી વિષેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે. તમે account.apple.com પર જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને આ ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સૂચનાઓની પ્રાથમિકતા અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > TV પર જાઓ.

જાહેરાત

Apple TV ઍપમાં, જો તમે Apple TV ઍપને તમારું લોકેશન ઍક્સેસ કરવાની અનુમતિ આપો છો તો તમારા લોકેશનનો ઉપયોગ ભૌગોલિક રીતે સંબંધિત જાહેરાતો બતાવવા માટે થઈ શકે છે.

App Store, Apple News અને સ્ટૉક્સ જેવી અન્ય ઍપ માટે જો વ્યક્તિગત કરેલ જાહેરાતો સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તે ઍપ્સમાં તમારા માટે વધુ સુસંગત હોય તેવી જાહેરાતો આપવા માટે તમે Appleમાંથી ખરીદેલ મૂવિ અને ટીવી શો વિશેની માહિતી સહિત તમારી માહિતીનો ઉપયોગ કરી શકે છે.

જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને ટાર્ગેટ કરતી જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હોવ તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે.

તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાતો પર જઈને તમારી વ્યક્તિગત જાહેરાત સેટિંગ્સ બદલી શકો છો.

Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.

App Store, Apple News અને સ્ટૉક્સ પર વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નિકળવાનો વિક્લ્પ પસંદ કરવા વિષે વધુ જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.

પાર્ટનર દ્વારા Apple TV સબ્સ્ક્રિપ્શન

જો તમારા મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર દ્વારા Apple TV સબ્સ્ક્રિપ્શન અને ફ્રી ટ્રાયલ ઑફર કરવામાં આવે તો તમે મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર પાર્ટનરના માધ્યમથી યોગ્ય છો કે નહિ તે નિર્ધારિત કરવા માટે Apple તમારા ફોન નંબરની તપાસ કરી શકે છે. જો તમે મોબાઈલ નેટવર્ક પ્રોવાઇડર અથવા અન્ય Apple પાર્ટનર મારફતે Apple TV સબ્સ્ક્રિપ્શન અથવા ફ્રી ટ્રાયલ માટે સાઇન અપ કરો છો તો Apple દ્વારા તમારા ફોન નંબર અથવા પાર્ટનર દ્વારા શેર કરવામાં આવેલા યૂનિક અકાઉંટ આઇડેંટિફાયરનો ઉપયોગ તમારા અકાઉંટની ઓળખ કરવા અને મોબાઇલ નેટવર્ક પ્રોવાઇડર અથવા અન્ય પાર્ટનરને તે માહિતી આપવા માટે કરવામાં આવે છે કે તમે સબ્સ્ક્રિપ્શન સક્રિય કરી લીધું છે. અમે તમારા સબ્સ્ક્રિપ્શન સાથે જોડાયેલા ફોન નંબર અથવા યૂનિક અકાઉંટ આઇડેંટિફાયરનો ઉપયોગ માત્ર સાઇન ઇન દરમિયાન તમારા અકાઉંટને વેરિફાઈ કરવા અને તમારા Apple TV સબ્સ્ક્રિપ્શનને તમારા અકાઉંટ સાથે કનેક્ટ કરવા માટે કરશું.

પાર્ટનર અકાઉંટને કનેક્ટ કરવા

Apple અને અમારા અમુક પાર્ટનર તમને તમારું પાર્ટનર અકાઉંટ અને તમારું Apple અકાઉંટ કનેક્ટ કરવાની અનુમતિ આપી શકે છે જેથી તમે Apple TV સબ્સ્ક્રિપ્શન કૉન્ટેંટ Apple TV ઍપમાં અને પાર્ટનરના પ્લૅટફૉર્મ પર બંને જગ્યાએ જોઈ શકો. તમે તમારું પાર્ટનર અકાઉંટ કનેક્ટ કરવાનું પસંદ કરો ત્યારે Appleને પાર્ટનર પાસે રહેલી તમારા અકાઉંટ વિષેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થાય છે પરંતુ Apple માત્ર તમારા Apple TV સબ્સ્ક્રિપ્શનનું સ્ટેટસ અને પાર્ટનર ID સ્ટોર કરે છે.

Apple તમારા સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ અને તમે તમારા Apple અકાઉંટ સાથે પાર્ટનર અકાઉંટ કનેક્ટ કરો છો કે નહિ તે વિષેની માહિતીનો ઉપયોગ તમારા અને અન્ય વ્યક્તિ માટે ફીચર અને Apple TV ઍપને ઑપ્ટિમાઇઝ અને બહેતર બનાવવા માટે કરે છે.

તૃતીય પક્ષ સાથે શેરિંગ

અમારા પ્રૉડક્ટ અને સેવા પ્રદાન કરવા, Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા અને App Store અને Apple News અને સ્ટૉક્સમાં ડિસ્પ્લે કરવા માટે Apple તરફથી જાહેરખબર વેચવા માટે Apple સાથે કામ કરતા અમારા જાહેરાતકર્તા અને સ્ટ્રૅટજિક પાર્ટનરને અમુક બિન-વ્યક્તિગત ડેટા પ્રદાન કરવા માટે વચનબદ્ધ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારા ટ્રાંઝેક્શન, જોવાની ઍક્ટિવિટી અને વિસ્તાર તેમજ એગ્રીગેટ કરવામાં આવેલી યૂઝર વસ્તીવિષયક માહિતી જેવી કે ઉંમર ગ્રૂપ અને લિંગ (જે તમારા Apple અકાઉંટમાં તમારા નામ અને સંબોધન જેવી માહિતી પરથી જાણી શકાય છે)ને કૉન્ટેંટ ઓનર જેવા Apple TVના સ્ટ્રૅટજિક પાર્ટનર સાથે તમારી બિન-વ્યક્તિગત માહિતીને શેર કરી શકીએ છીએ જેથી તેઓ તેમના ક્રિએટિવ કામનું પર્ફૉર્મન્સ માપી શકે, રૉયલ્ટી અને અકાઉંટિંગની આવશ્યકતાઓને પૂરી કરી શકે અને તેમના ઉત્પાદનો અને સેવામાં સુધારો કરી શકે.

જો તમે Apple સિવાયના ડિવાઇસ પર Apple TV ઍપમાં સાઇન ઇન કરશો તો ઍપના ફંક્શનને સક્ષમ કરવા Apple પ્લૅટફૉર્મ પ્રદાતા સાથે માહિતી શેર કરી શકે છે, જેથી તમારા Apple TV સબ્સ્ક્રિપ્શનનો કૉન્ટેંટ એ પ્લૅટફૉર્મ પર દેખાય અને શોધના પરિણામો તથા વ્યક્તિગત ભલામણો જેવા પ્લૅટફૉર્મ ફીચરને સપૉર્ટ કરી કરી શકાય. આમાં તમે Apple TV ઍપ ખોલી છે કે કેમ અને તમે Apple TV અને Apple TV ચૅનલ જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં સબ્સ્ક્રાઇબ કરેલ છે કે કેમ તે જેવી માહિતી સામેલ હોઈ શકે છે. તમે તમારા બિન-Apple ડિવાઇસ પર Apple TV ઍપ સેટિંગ્સમાં જઈને તમારી સબ્સ્ક્રિપ્શન માહિતી શેર કરવાનું રોકી શકો છો, જો કે આમ કરવાથી તે પ્લૅટફૉર્મ પર Apple TV કૉન્ટેંટ બતાવવાની રીતોને સીમિત કરી શકે છે.

સપોર્ટેડ બિન-Apple ડિવાઇસ પર તમારા Apple TV સબ્સ્ક્રિપ્શન, Apple TV ચૅનલ અને અન્ય કૉન્ટેંટ (જ્યાં ઉપલબ્ધ હોય છે) સહિત Apple TV ઍપમાં તમે શું જુઓ છો, ખરીદો છો અથવા ભાડે આપો છો તેને તમે તમારા તૃતીય-પક્ષ પ્લૅટફૉર્મના પ્રદાતા સાથે શેર કરવું કે ન કરવું તે તમે પસંદ કરી શકો છો. આમાં તમારું પ્રોફાઇલ નામ અથવા Apple TV ઍપમાંના તમારા ડેટાને તમારા અકાઉંટ અથવા તમારા બિન-Apple ડિવાઇસ પરની પ્રોફાઇલ સાથે મેચ કરવા માટે ઉપયોગમાં લેવાતી અન્ય માહિતી શામેલ હોઈ શકે છે. તમારા પ્લૅટફૉર્મ પ્રવાઇડર Apple TV ઍપમાંની તમારી માહિતીનો ઉપયોગ તમારા દ્વારા જોવાઈ રહેલાં કાર્યક્રમો અને વ્યક્તિગત ભલામણોને ડિસ્પ્લે કરવા જેવા પ્લૅટફૉર્મ ફીચરને સક્ષમ કરવા માટે કરી શકે છે. તમે તમારા બિન Apple ડિવાઇસ પર Apple TV ઍપ સેટિંગ્સમાં તેને બંધ કરી શકો છો. કેટલાંક ડિવાઇસ પર આ તમને પ્લૅટફૉર્મના સેટિંગ્સ પર લઈ જશે.

જો તમે Apple સિવાયના કોઈ ડિવાઇસ પર Apple TV ઍપમાં સાઇન ઇન કરવાનું પસંદ કરો છો, તો તમારે પ્લેટફોર્મના પ્રોવાઇડરની શરતો, પ્રાઇવસિ પૉલિસી અને વ્યવહારોને રિવ્યૂ કરવા જોઈએ જેથી તમે તે સમજી શકો કે તે તમારા ડેટાને કઈ રીતે કલેક્ટ કરીને તેનો ઉપયોગ અને તેને શેર કરે છે.

રિટેંશન

અમે Apple TV ઍપ પર તમારી ખરીદી, ડાઉનલોડ અને અને જોવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિગત ડેટાને વ્યવસાયની જરૂરિયાત, કરારની જવાબદારીઓ અને કૉન્ટ્રૅક્ટની બાધ્યતા અને કાનૂની આવશ્યકતાના આધારે વિવિધ સમય માટે જાળવીએ છીએ. ખરીદી અને ડાઉનલોડ માટે રિટેંશન અવધિ ઓછામાં ઓછી 10 વર્ષની જરૂરી હોય છે, પરંતુ ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે. જ્યાં સુધી અમારી સાથે તમારું અકાઉંટ છે ત્યાં સુધી અમે તમારી ખરીદી અને ડાઉનલોડનો રેકોર્ડ જાળવી રાખીએ છીએ જેથી તમે અમારી શરતો અનુસાર તે કૉન્ટેંટને ડાઉનલોડ કરી શકો. અમે બ્રાઉઝિંગ ઍક્ટિવિટી અને સર્ચ જેવી અન્ય માહિતીને મહત્તમ બે વર્ષ સુધી જાળવી રાખીએ છીએ. તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા Apple TV ઍપનો ઉપયોગ બંધ કર્યા પછી પણ કેટલીક માહિતી જેમકે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાય ટ્રાંઝેક્શનને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.

તમે ચુકવણી કાર્ડનો ઉપયોગ કરો ત્યારે Apple ભવિષ્યમાં ખરીદી, રિકરિંગ ટ્રાંઝેક્શન અથવા તમારા દ્વારા અધિકૃત અન્ય ઉપયોગ માટે તમારા કાર્ડ નંબર અને બિલિંગની માહિતીને જાળવી રાખવામાં આવી શકે છે અને ઑટોમૅટિક રીતે અપડેટ કરવામાં આવી શકે છે. Apple આ માહિતી તમારી નાણાકીય સંસ્થા અથવા ચુકવણી નેટવર્ક પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને છેતરપિંડી રોકવા અને વેરિફિકેશન માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.

પ્લે હિસ્ટરી ક્લિઅર કરો

તમે Apple TV ઍપમાં સેટિંગ્સમાં જઈને તમારી પ્લે હિસ્ટરી ક્લિઅર કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર Apple TV ઍપ પર અકાઉંટ > પ્રાઇવસિ અને ઍક્સેસ > પ્લે હિસ્ટરી ક્લિઅર કરો પર જાઓ. તમારા Mac પર Apple TV ઍપમાં TV > સેટિંગ્સ > ઍડવાંસ > પ્લે હિસ્ટરી ક્લિઅર કરો પર જાઓ. tvOS પર સેટિંગ્સ > ઍપ્સ > TV > “પ્લે હિસ્ટરી ક્લિઅર કરો” પર જાઓ. આ તમારા વૉચલિસ્ટમાંથી બધા TV શોને કાઢી નાખશે અને તમારા અકાઉંટમાંથી આગળની પ્લેબૅક હિસ્ટરીને જોડવાનું રદ કરશે. આ સમાન Apple અકાઉંટનો ઉપયોગ કરતા તમામ ડિવાઇસ પર Apple રહેલા અને ઉપયોગ કરાયેલા તમારા પ્લે ડેટા પર લાગુ પડશે. તમે Apple સિવાયના ડિવાઇસનો ઉપયોગ કરતા હો અને તમારા દ્વારા જોવામાં આવતા કૉન્ટેંટને તે પ્લૅટફૉર્મના પ્રોવાઇડર સાથે શેર કરવાનો વિકલ્પ પસંદ કરો તો તમારી પ્લે હિસ્ટરીને ક્લિઅર કરવાથી પ્લૅટફૉર્મના પ્રોવાઇડર પાસે સ્ટોર થયેલા ડેટા પર અસર થશે નહિ. તમે પ્રોવાઇર દ્વારા સ્ટોર કરવામાં આવેલા ડેટાને ડિલીટ કરી શકો છો કે કેમ તે સમજવા માટે તમારે પ્લૅટફૉર્મ પ્રોવાઇડરની શરતો, પ્રાઇવસિ પૉલીસી અને વ્યવહારોને રિવ્યૂ કરવા જોઈએ.

તમે ઍપિસોડને દબાવી રાખીને અને “વૉચલિસ્ટમાંથી કાઢી નાખો” સિલેક્ટ કરીને અલગ-અલગ આઇટમને તમારા વૉચલિસ્ટમાંથી કાઢી શકો છો. સમાન મેન્યૂમાં જો તમે “હાલમાં જોવામાં આવેલામાંથી કાઢી નાખો” સિલેક્ટ કરો છો તો તેના કારણે ઍપિસોડને પર્સનલાઇઝ કરેલી ભલામણો જનરેટ કરવા માટે ઉપયોગમાં લેવાથી પણ હટાવી દેવામાં આવશે. જો કે, Apple રિપોર્ટિંગ અને રૉયલ્ટીને લગતી જરૂરિયાતો માટે Apple TV ચૅનલ અને Apple TV+ની પ્લે હિસ્ટરીનો રેકોર્ડ જાળવી રાખશે.

તૃતીય પક્ષ કનેક્ટેડ ઍપ

તમારે તમારી સહભાગી તૃતીય પક્ષ ઍપને Apple TV ઍપ સાથે કનેક્ટ કરવાની અનુમતિ આપવી આવશ્યક છે જેથી તે ઍપ પર જોવાયેલા કૉન્ટેંટની માહિતી Apple સાથે શેર કરવાનું શરૂ કરી શકાય. તમે Apple TV ઍપ સેટ અપ કરો ત્યારે તમને એક જ સમયે વધુ ઍપ્લિકેશનને અનુમતિ આપવાનું કહેવામાં આવી શકે છે. અમુક ઍપ એવી હોઈ શકે છે જેને તમે હજુ સુધી તે ડિવાઇસ પર ઇંસ્ટૉલ કરી નથી અને જ્યારે તમે તેને પછીથી ઇંસ્ટૉલ કરો ત્યારે પ્રાથમિકતાઓ લાગુ કરી દેવામાં આવશે. તમે પરવાનગી આપો કે ન આપો, તમે સેટિંગ્સમાં દરેક ઍપ માટે તમારી પ્રાથમિકતાઓ બદલી શકશો.

તમે કોઈ પણ સમયે એવો નિર્ણય કરો કે હવે તમારે તમારી કોઈ તૃતીય પક્ષ ઍપને Apple TV ઍપ સાથે કનેક્ટેડ રાખવી નથી, તો તમે તે ઍપ Apple TV ઍપ સાથે ડિસ્કનેક્ટ કરી શકો છો અને Apple તે તૃતીય પક્ષ ઍપથી તમારો પ્લે ડેટા કલેક્ટ કરવાનું રોકી દેશે. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર Apple TV ઍપમાં અકાઉંટ > કનેક્ટેડ ઍપ પર જાઓ અને તૃતીય પક્ષ ઍપ સિલેક્ટ કરો અને તેને બંધ કરો. tvOS પર સેટિંગ્સ > ઍપ્સ > TV > TV સાથે કનેક્ટ કરો પર જાઓ અને તૃતીય પક્ષ ઍપ સિલેક્ટ કરો અને તેને બંધ કરો. Apple TV ઍપમાંથી તૃતીય પક્ષ ઍપ કાઢવા દરમિયાન તમે “પ્લે હિસ્ટરી કાઢી નાખો અને ક્લિઅર કરો” વિકલ્પ પસંદ કરીને જેને Apple દ્વારા તે ઍપમાંથી તમારા દ્વારા જોવામાં આવેલા કૉન્ટેંટને લઈને સ્ટોર કરી તે તમામ પ્લે ડેટા માહિતી ડિલીટ કરવાનું પણ પસંદ કરી શકો છો. કોઈ પણ સમયે, જેને Apple TV ઍપ પર જુઓ છો તે Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલા તૃતીય પક્ષ કૉન્ટેંટની તમારી તમામ પ્લે ડેટા માહિતીને “તમારી પ્લે હિસ્ટરી કાઢી નાખો અને ક્લિઅર કરો” વિકલ્પ પસંદ કરીને ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો. વર્ણન કરવામાં આવેલા ઉદાહરણો પૈકી કોઈ પણમાંથી તમારી પ્લે હિસ્ટરી ક્લિઅર કરવાથી માત્ર Apple દ્વારા Apple TV ઍપ માટે રાખવામાં અને ઉપયોગમાં લેવાયેલો તમારો તૃતીય પક્ષ ઍપ પ્લે ડેટા જ ક્લિઅર થશે. તે તૃતીય પક્ષ ઍપ પ્રોવાઇડર દ્વારા અલગથી રાખવામાં આવેલા પ્લે ડેટાને અસર નથી કરતું (ઉદાહણ તરીકે, તેમની પોતાની ઍપમાં અથવા તેમના સર્વર પર).

તમારે સહભાગી તૃતીય ઍપની શરતો, પ્રાઇવસિ પૉલીસી અને વ્યવહારોને રિવ્યૂ કરવી જોઈએ જેથી એ સમજી શકાય કે તે કેવી રીતે તમારા પ્લે ડેટા અને તેને સંબંધિત માહિતીનો ઉપયોગ કરે છે અને તેને શેર કરે છે.

ગ્રૂપ ભલામણો

જો તમે Apple TV ડિવાઇસમાં ગ્રૂપ ભલામણોને સક્ષમ કરવાનું પસંદ કરો છો તો તે જ Apple TVમાં પસંદ કરેલા યૂઝરના કોઈ પણ સંયોજનમાં ગ્રૂપ ભલામણો બતાવવા માટે તમે જે જુઓ છો તેના વિષેની માહિતીનો ઉપયોગ કરવામાં આવશે. જો ગ્રૂપમાં બાળકનું અકાઉંટ પણ હોય તો બાળકો માટેની ભલામણો સામેલ કરવામાં આવશે પરંતુ તેમની જોવાયાની હિસ્ટરીનો ઉપયોગ કરવામાં આવશે નહિ. તમે સેટિંગ્સ > યૂઝર અને અકાઉંટ પર જઈને તમારું પ્રોફાઇલ સિલેક્ટ કરીને પછી “તમારા તમામ માટે” સિલેક્ટ કરીને તમારા અકાઉંટ માટે ક્યારેય પણ ગ્રૂપ ભલામણોને બંધ કરી શકો છો.

tvOS અને તૃતીય પક્ષના ટીવી પર Apple TV ઍપ પ્રોફાઇલ

તમે tvOS પર અને અમુક તૃતીય પક્ષના ટીવી પર Apple TV ઍપ પર તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી પ્રોફાઇલ બનાવી શકો છો, જેમાં બાળકોના પ્રોફાઇલનો સમાવેશ થાય છે. આ પ્રોફાઇલનો ઉપયોગ તે પ્લૅટફૉર્મ પર Apple TV ઍપ પર કરી શકાય છે અને Apple TV ઍપ પર વ્યક્તિગત અનુભવોની અનુમતિ આપે છે. Apple અકાઉંટ સાથે સંકળાયેલી પ્રોફાઇલ ઍડમિન પ્રોફાઇલ છે. તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલ પ્રોફાઇલ બનાવવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. તમે પ્રોફાઇલ માટે નામ અને ઇમેજ પસંદ કરશો અને આ પ્રોફાઇલ બાળક માટે છે કે નહિ તેમ નિર્ધારિત કરશો. પ્રોફાઇલ સેટઅપ દરમિયાન અને સેટિંગ્સમાં કોઈ પણ સમયે તમે તમારા Apple અકાઉંટનો ઉપયોગ કરીને ખરીદી અને ભાડે લેવાની પ્રોફાઇલની ક્ષમતાને કંટ્રોલ કરી શકો છો. તમે Apple TV ઍપ માટે કૉન્ટેંટ પ્રતિબંધો પણ સેટ અપ કરી શકો છો. tvOS પર, સેટિંગ્સ > ઍપ્સ > TV > કૉન્ટેંટ પ્રતિબંધો પર જાઓ, પ્રોફાઇલ સિલેક્ટ કરો અને પગલાં અનુસરો.

તમે પસંદ કરેલા કૉન્ટેંટ રેટિંગના આધારે પ્રોફાઇલ Apple પાસેથી ખરીદેલા અથવા ભાડે લીધેલા કૉન્ટેંટ અને તમારા Apple TV સબ્સ્ક્રિપ્શન અને Apple TV ચૅનલને ઍક્સેસ કરી શકે છે અને જોઈ શકે છે. પ્રોફાઇલ તમારી કનેક્ટ કરેલ તૃતીય-પક્ષની વીડિયો ઍપ્સને પણ ઍક્સેસ કરી શકે છે, પરંતુ કૉન્ટેંટ પ્રતિબંધો માત્ર Apple TV ઍપ પર લાગુ થાય છે.

પ્રોફાઇલ સંબંધિત Apple જે માહિતી એકત્રિત કરે છે અને સ્ટોર કરે છે તે ઍડમિન પ્રોફાઇલના Apple અકાઉંટ સાથે સંકળાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, આમાં કોઈ પ્રોફાઇલ પર શું જોવાય છે, ક્યારે જોવાય છે, કયા ડિવાઇસ પર જોવાય છે અને ક્યાં સુધી જોવાય છે તેની વિગતવાર પ્લેબૅક ઍક્ટિવિટીનો સમાવેશ થાય છે.

બાળકોની પ્રોફાઇલ માટે અમે Apple TV ઍપ પર તે પ્રોફાઇલના યૂઝરને ઉંમર પ્રમાણે યોગ્ય અનુભવ પ્રદાન કરવા માટે બાળકોની પ્રોફાઇલ સાથે સંકળાયેલું પર્સિસ્ટંટ આઇડેંટિફાયર એકત્રિત કરીશું. અમે તે પ્રોફાઇલના યૂઝરને Apple TV ઍપ પ્રદાન કરવા, પ્રોફાઇલ ફીચર અને Apple TV ઍપને બહેતર બનાવવા અને છેતરપિંડી અને સુરક્ષા સંબંધિત હેતુઓ માટે આઇડેંટિફાયર અને બાળકની પ્રોફાઇલના ઍક્ટિવિટી ડેટાનો (જેમ કે સર્ચ અને જોવાયાની હિસ્ટરી) ઉપયોગ કરીશું. Apple આઇડેંટિફાયર અને સંબંધિત માહિતીનો ઉપયોગ અસંગત હેતુઓ માટે કરવામાં ન આવે અથવા તેને જાહેર કરવામાં ન આવે તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લેશે.

ઍડમિન પ્રોફાઇલની મંજૂરીથી સેટિંગ્સમાં પ્રોફાઇલને Apple અકાઉંટમાં અપગ્રેડ કરી શકાય છે. tvOS પર, સેટિંગ્સ > પ્રોફાઇલ અને અકાઉંટ પર જાઓ, પ્રોફાઇલ સિલેક્ટ કરો, Apple અકાઉંટમાં અપગ્રેડ કરો સિલેક્ટ કરો અને પગલાં અનુસરો. જ્યારે પ્રોફાઇલ અપગ્રેડ કરવામાં આવે છે ત્યારે તે પ્રોફાઇલ પર શું જોવાયું છે તે સંબંધિત માહિતી અને જોવાયાની હિસ્ટરી સાથે સંકળાયેલી વિગતો નવા Apple અકાઉંટમાં ટ્રાંસફર કરવામાં આવશે અને તે હવે ઍડમિન પ્રોફાઇલ સાથે સંકળાયેલી રહેશે નહિ. જો કે, જ્યારે પ્રોફાઇલ અપગ્રેડ કરવામાં આવે છે, ત્યારે ખરીદીઓ, સબ્સ્ક્રિપ્શન અને ભાડાઓ ઍડમિન પ્રોફાઇલ સાથે સંકળાયેલા રહેશે અને પ્રોફાઇલના નવા Apple અકાઉંટમાં ટ્રાંસફર કરવામાં આવશે નહિ અથવા તેની સાથે સંકળાયેલા રહેશે નહિ. સેટિંગ્સમાં ઍડમિન પ્રોફાઇલ દ્વારા પ્રોફાઇલને કોઈ પણ સમયે ડિલીટ પણ કરી શકાય છે. tvOS પર, સેટિંગ > પ્રોફાઇલ અને અકાઉંટ પર જાઓ, પ્રોફાઇલ સિલેક્ટ કરો અને પ્રોફાઇલ ડિલીટ કરો સિલેક્ટ કરો. એક વાર ડિલીટ કર્યા પછી, પ્રોફાઇલ અને તેની જોવાયાની હિસ્ટરી ઍડમિન પ્રોફાઇલના Apple અકાઉંટ માટે ઉપલબ્ધ રહેશે નહિ.

છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અમે Apple TV ઍપમાં છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીને અટકાવવા માટે વ્યક્તિગત ડેટાને કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી અને Apple TV ઍપ સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે. તમારું સબ્સ્ક્રિપ્શન ઑટો-રિન્યૂ પર સેટ હોય ત્યારે Apple તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે જેનાથી વિનંતી પ્રોસેસ કરી શકાય અને ચુકવણીના પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં તમારા સબ્સ્ક્રિપ્શન માટે ચાલી રહેલી ઍક્સેસ આપવી કે નહિ તે નિર્ધારિત કરી શકાય.

તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની પણ ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે Apple TV ઍપમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :

  • તૃતીય પક્ષની સેવાઓ સહિત તમારા માટે ઉપલબ્ધ અને સંબંધિત કૉન્ટેંટ ડિસ્પ્લે કરો અને પ્લેબૅક કરવાની અનુમતિ આપો
  • ઑફર માટે યોગ્યતા તપાસવા, તમારા અને અન્ય લોકો માટે સેવાને ઑપ્ટિમાઇઝ કરવા અને સુધારવામાં મદદ કરવા માટે અને Apple TV ઍપ સહિતના તમને ગમતા અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના કમ્યૂનિકેશન મોકલવા
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે

ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :

  • Apple TV ઍપનો તમારો એવો ઉપયોગ જેમાં તમારા દ્વારા ઉપયોગમાં લેવાતાં ફીચર (જેમ કે Continue Watching અથવા લાઇબ્રેરી), તમારા દ્વારા સર્ચ કરવામાં આવતી આઇટમ, સૂચનાઓ સાથેની તમારા ઇંટરૅક્શન, તમારા દ્વારા બ્રાઉઝ કરાતા અથવા જોવાતા કૉન્ટેંટ પેજ, જે તમે જુઓ, ખરીદો, સબ્સ્ક્રાઇબ કરો અને ડાઉનલોડ કરો છો અને ઍપમાં થતાં એરર અથવા ક્રેશ વિષેની માહિતી સામેલ હોય છે
  • તમારા ડિવાઇસ અને અકાઉંટ વિષેની વિગતો
  • ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર
  • તમારું લોકેશન

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-05-11