તમારા બાળકો માટે Apple Watch અને પ્રાઇવસિ

તમારા બાળકો માટે Apple Watchની મદદથી તમે તમારા પરિવારના કોઈ સભ્યની Apple Watch તમારા iPhone સાથે પેર કરી શકો છો. કેટલાક ફીચર માટે તમારા પરિવારના સભ્યની Apple Watchમાંથી કેટલાક ડેટા પ્રાપ્ત કરવાની વિનંતી કરી શકશો.
 

તમારા બાળકો માટે Apple Watchને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • તમારા બાળકો માટે Apple Watchની મદદથી તમે તમારા પરિવારના કોઈ સભ્યની Apple Watch તમારા iPhone સાથે પેર કરી શકો છો.
  • તમારા બાળકો માટે Apple Watch સાથે ઉપલબ્ધ અમુક watchOS ફીચર માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે.
  • અમુક ફીચર માટે તમે તમારા પરિવારના સભ્યની Apple Watchમાંથી કેટલાક ડેટા પ્રાપ્ત કરવાની વિનંતી કરી શકશો અથવા સંબંધિત ઍક્ટિવિટીનો લૉગ જોઈ શકશો. આમાં તમારા પરિવારના સભ્યનો આરોગ્ય ડેટા, સ્કૂલટાઇમ અનલૉક, લોકેશન અને સંપર્ક ડેટા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આરોગ્ય ડેટા અને સ્કૂલટાઇમ અનલૉક માટે આ માહિતી ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શન સાથે Appleને માત્ર સંબંધિત માહિતી અને લૉગને શેર કરવા માટે મોકલવામાં આવશે.

તમારા બાળકો માટે Apple Watchની મદદથી તમે તમારા પરિવારના કોઈ સભ્યની Apple Watch તમારા iPhone સાથે પેર કરી શકો છો. તમારા બાળકો માટે Apple Watch માટે જરૂરી છે કે તમે અને તમારા પરિવારના સભ્ય એક જ ફેમિલી શેરિંગનો ભાગ હોય અને તમે તમારા ફેમિલી ગ્રૂપમાં પરિવારના આયોજક અથવા પેરેંટ/કાયદેસર વાલી હોય. જો તમારી પાસે ફેમિલી શેરિંગ નહિ હોય તો તમારે એને સેટ અપ કરવું પડશે અથવા જો તમારા પરિવારના સભ્ય પાસે Apple અકાઉંટ નહિ હોય તો તમારે તે બનાવવું પડશે.

તમારા બાળકો માટે Apple Watch સાથે તમે તમારા પરિવારના સભ્યની Apple Watch તમારા iPhoneની નજીક ન હોય ત્યારે અમુક watchOS ફીચર ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ હશે. તમારા બાળકો માટે Apple Watch સાથે તમામ watchOS ફીચર કદાચ ઉપલ્બધ ન હોય. જો તમારી Apple Watchમાં મોબાઇલ સર્વિસ પ્લાન નથી અથવા પરિવારના સભ્યની ઉંમરના આધારે કૉલ કરવાની ક્ષમતા જેવા અમુક વધારાના watchOS ફીચર કદાચ ઉપલબ્ધ ન હોઈ શકે. જ્યારે તમે મોબાઇલ સર્વિસ ક્ષમતા સાથે તમારા બાળકો માટે Apple Watchમાં કોઈ Apple Watchને ઉમેરો છો ત્યારે Apple Watchના સિરિઅલ નંબર અને મોબાઇલ સર્વિસ હાર્ડવેર આઇડેંટિફાયર Appleને મોકલવામાં આવશે જેથી મોબાઇલ સર્વિસ પ્લાન કંફિગર કરી શકાય છે.

અમુક ફીચર માટે તમારા પરિવારના સભ્યની Apple Watchમાંથી અમુક ડેટા પ્રાપ્ત કરવાની વિનંતી કરી શકશો. આમાં તમારા પરિવારના સભ્યનો આરોગ્ય, લોકેશન અને સંપર્ક ડેટા જેવી માહિતીનો સમાવેશ થાય છે. તમારા પરિવારના સભ્ય પાસે આ ડેટાને તમારી સાથે શેર કરવા અથવા શેરિંગ રોકવાનો વિકલ્પ હોઈ શકે છે. જો તમે તમારા પરિવારના સભ્યના આરોગ્ય ડેટાને ઍક્સેસ કરવા માટે વિનંતી કરો છો તો તે સભ્યને તેમની Watch પર સંકેત મોકલવામાં આવશે. જો તમારા પરિવારના સભ્ય તમારી સાથે તેમનો આરોગ્ય ડેટા શેર કરવાનું પસંદ કરે છે તો આ માહિતી ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટેટ તરીકે Appleને મોકલવામાં આવશે. આ ડેટા તમારા Apple અકાઉંટથી માત્ર તે માટે જ જોડાયેલ રહેશે જેથી Apple આ માહિતીને શેર કરવાની અનુમતિ આપી શકે.

સ્કૂલટાઇમ સાથે તમને એ સમયને નિર્ધારિત કરવાની ક્ષમતા મળે છે જ્યારે Apple Watchના અમુક ચોક્કસ ફીચર પ્રતિબંધિત રહેશે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય સ્કૂલટાઇમ દરમિયાન તેમની ઘડિયાળને અનલૉક કરે છે તો તમે તમારા iPhone પર Apple Watch ઍપ પર અનલૉકને જોઈ શકશો. આ માહિતી Appleને ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટેડ તરીકે મોકલવામાં આવશે પણ તમારા Apple અકાઉંટથી માત્ર તે માટે જ જોડાયેલ રહેશે જેથી Apple દ્વારા અનલૉક વિષેની માહિતી આપવામાં આવી શકે.

તમારા બાળકો માટે Apple Watchની મદદથી તમે તમારા iPhone પર તમારા પરિવારના કોઈ સભ્યની Apple Watchના લૉગ અને સ્ક્રીનશૉટ પણ જોઈ શકો છો.

તમે તમારા iPhone પર Apple Watch ઍપની મદદથી કોઈ પણ સમયે તમારા બાળકો માટે Apple Watchને અક્ષમ કરી શકો છો અને તમારા પરિવારના સભ્ય Apple Watch પર સેટિંગ્સમાં જઈને તમારા બાળકો માટે Apple Watchને અક્ષમ કરી શકે છે. તમારા પરિવારના સભ્ય પણ Apple Watchના સેટિંગ્સમાં જઈને તમારી સાથે ડેટા શેર કરવા જેવી તેમની પ્રાથમિકતાઓ બદલી શકે છે.

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી આ નોટિસ અને Apple પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય છે અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે કે કેમ અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા તમારા બાળકો માટે Apple Watchના ઉપયોગ અથવા તમારા બાળકો માટે Apple Watchથી સક્ષમ કરેલ કોઈ પણ ફીચરમાંથી કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Appleની પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/privacy પર જોઈ શકાય છે.

2025-12-12