AppleCare અને પ્રાઇવસિ
AppleCare+ અને AppleCare Oneને તમારા વ્યક્તિગત ડેટાની પ્રાઇવસિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.
![]()
- AppleCare પ્લાનનું પ્રોવિઝન અને ખરીદીને સરળ બનાવવા માટે Apple તમારા Apple અકાઉંટ વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેમાં તમારા પોતાના ડિવાઇસ અને તેમની ખરીદી અને ઍક્ટિવેશન તારીખનો સમાવેશ થાય છે જેથી તમને કયો પ્લાન ખરીદવો તે વિષેની ભલામણો મળી શકે. Apple યૂઝરના પાથને સમજવા અને AppleCare ભલામણોને બહેતર બનાવવા માટે આ ભલામણો વિષે ઓળખી શકાય તેવી માહિતી રેકોર્ડ કરે છે.
- AppleCare One સાથે તમારા ડિવાઇસને કવર કરતા પહેલા Apple તમારા ડિવાઇસની AppleCare One માટેની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે તમારા Apple અકાઉંટ, તમારા પોતાના ડિવાઇસ અને ઍક્સેસરિ, Apple સાથે તમારા ઇંટરૅક્શન અને તમારા વર્તમાન AppleCare પ્લાન વિષેની માહિતીનો ઉપયોગ કરશે. અમુક કિસ્સામાં તમને ડિવાઇસ અથવા ઍક્સેસરિ એનરોલ કરવાની અનુમતિ આપતા પહેલા Appleને વધારાના ડાયગ્નોસ્ટિક્સની અથવા રૂબરૂ સ્ટોરમાં મૂલ્યાંકનની જરૂર હોય શકે છે.
- જ્યારે તમે સપોર્ટ અને સર્વિસ માટે વિનંતી કરો ત્યારે Apple તમારા Apple અકાઉંટ, ડિવાઇસ અને AppleCare પ્લાન વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે. આ માહિતીનો ઉપયોગ તમારી સમસ્યાનું વિશ્લેષણ કરવા અને તેનું નિવારણ કરવા, તમારી સાથે વાતચીત કરવા, જરૂર પડે ત્યાં તમને રિફંડ આપવા, છેતરપિંડી સામે રક્ષણ આપવા અને Appleના પ્રૉડક્ટ અથવા સર્વિસને બહેતર બનાવવા માટે કરવામાં આવી શકે છે.
- તમારા AppleCare પ્લાનના અમુક પાસાને સપોર્ટ કરવા માટે Apple અમે કલેક્ટ કરેલી માહિતી તૃતીય-પક્ષ સર્વિસ પ્રોવાઇડર અને અમારા ઇંશ્યોરંસ પાર્ટનર સાથે શેર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે એનરોલ કરો અથવા કવેરેજ રદ કરો ત્યારે Apple દ્વારા આ માહિતી અમારા ઇંશ્યોરંસ પાર્ટનર સાથે શેર કરવામાં આવી શકે છે.
AppleCare પ્લાન Apple નિષ્ણાતો તરફથી સર્વિસ અને સપોર્ટ પૂરો પાડે છે જેમાં તમારી જરૂરિયાતને અનુરૂપ કવરેજ પસંદ કરવાના વિકલ્પ છે.
AppleCareની ભલામણો
જ્યારે તમે નવું ડિવાઇસ ખરીદો છો અથવા તમારી પાસે પહેલાથી હોય તેવા ડિવાઇસમાં AppleCare પ્લાનમાં એનરોલ થાવ છો ત્યારે કયો AppleCare પ્લાન ખરીદવો તે વિષેની ભલામણો પ્રદાન કરવા માટે તમારા Apple અકાઉંટ વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે. આમાં તમારા પોતાના ડિવાઇસ, તેમની ખરીદી અને ઍક્ટિવેશનની તારીખ અને તમે પહેલાથી AppleCareને સબ્સ્ક્રાઇબ કરેલું છે કે નહિ જેવી માહિતીને સમાવેશ થાય છે. સામાન્ય રીતે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં વ્યક્તિગત ભલામણો સક્ષમ અથવા અક્ષમ કરવા માટે સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી > અકાઉંટ જુઓ પર જાઓ પછી વ્યક્તિગત ભલામણો પર ટૅપ કરો. Apple Store ઍપમાં તમે જે ડેટા શેર કરો છો તેનો ભલામણો માટેના ઉપયોગને કંટ્રોલ કરી શકો છો. તમે જે શેર કરો છો તે બદલવા માટે Apple Store ઍપમાં અકાઉંટ > સેટિંગ્સ પર જઈને પછી “તમારા ડિવાઇસ” અથવા “તમારી સેવાઓ” પર ટૅપ કરો. Apple યૂઝરના પાથને સમજવા અને AppleCare પ્લાનની ભલામણોને બહેતર બનાવવા માટે આ ભલામણો વિષે ઓળખી શકાય તેવી માહિતી રેકોર્ડ કરે છે.
AppleCare ચુકવણીઓ
તમે AppleCare માટે નિશ્ચિત કવરેજ મુદત, માસિક રિકરિંગ કવરેજ મુદત (“માસિક પ્લાન”) અથવા વાર્ષિક રિકરિંગ કવરેજ મુદત (“વાર્ષિક પ્લાન”) તરીકે ચુકવણી કરી શકો છો. માસિક અને વાર્ષિક પ્લાન માટે ખર્ચ તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ ચુકવણી પદ્ધતિથી ચાર્જ કરવામાં આવશે. જ્યારે તમે Apple.com પરથી માસિક અથવા વાર્ષિક પ્લાનની ઑનલાઇન ખરીદો છો ત્યારે તમે જે ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરો છો તે તમારા Apple અકાઉંટમાં નૉન-ડિફૉલ્ટ ચુકવણી પદ્ધતિ તરીકે ઉમેરવામાં આવે છે. જો તમારી પાસે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી ચુકવણી પદ્ધતિ નથી તો અમે તમારા પ્લાન માટેની ચુકવણીને કવર કરવા માટે આ ખરીદી માટે તમે જે ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરો છો તેને તમારા Apple અકાઉંટમાં ઉમેરીશું. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં કોઈ પણ સમયે સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરી પર જઈને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ ચુકવણી પદ્ધતિ અપડેટ કરી શકો છો. તમારા Macમાં સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] > ચુકવણી અને ડિલિવરી પર જાઓ.
AppleCare One : ડિવાઇસની પાત્રતા
AppleCare Oneથી તમે ઘણા ડિવાઇસ અને/અથવા સુસંગત ઍક્સેસરિ સાથે AppleCareમાં એનરોલ થઈ શકો છો. તમે તમારા જે પણ ડિવાઇસને AppleCare One પ્લાનમાં ઉમેરવા માંગો છો તે તમામમાં Apple અકાઉંટમાં સાઇન ઇન કરવું પડશે. તમે એનરોલ કરો તે પછી Apple કયા ડિવાઇસ અને સુસંગત ઍક્સેસરિ તાત્કાલિક કવર કરી શકાય છે તેનું અને કવરેજ માટે પાત્ર થવા માટે કયા ડિવાઇસને વધારાનાં ડાયગ્નોસ્ટિક્સની જરૂર છે તેનું મૂલ્યાંકન કરવા તમારા અને તમારા ડિવાઇસ વિષેની માહિતીનો ઉપયોગ કરશે. આ પાત્રતા મૂલ્યાંકનનો ઉદ્દેશ તમારું પાત્ર હોય તે ડિવાઇસ શ્રેષ્ઠ કવરેજ મળે તેની ખાતરી કરવાનો અને Appleને છેતરપિંડી રોકવામાં મદદ કરવાનો છે. ખાસ કરીને જ્યારે તમે ડિવાઇસને તમારા AppleCare One પ્લાનમાં ઉમેરવાનો પ્રયાસ કરો છો ત્યારે Apple તમારા Apple અકાઉંટ, ડિવાઇસ અને હાલના AppleCare પ્લાન કવર વિષેની માહિતીનો ઉપયોગ કરશે જેમાં તમે iCloudમાં છેલ્લી વખત ક્યારે સાઇન ઇન કર્યુ, Appleને ચુકવવાની કોઈ ચુકવણી ડિલિંક્વંટ છે કે નહિ, તમારા ડિવાઇસની ઉંમર, ડિવાઇસ જ્યાં રજીસ્ટર થયેલ છે તે દેશ, ડિવાઇસના ભૂતકાળના રિપેર અને સર્વિસના સંપર્ક અને આ નિર્ણય લેવા માટે ડિવાઇસને ખોજીનો ઉપયોગ કરીને ગુમ થયેલ અથવા ચોરી થયેલ તરીકે અંકિત કરેલ છે કે નહિ શામેલ છે. અમુક કિસ્સામાં તમને ડિવાઇસ અથવા ઍક્સેસરિ એનરોલ કરવાની અનુમતિ આપતા પહેલા Appleને વધારાના ડાયગ્નોસ્ટિક્સની જરૂર હોય શકે છે જેમાં ટેસ્ટ કૉલ અથવા મેસેજિંગ, રિમોટ ફંક્શનલ અને કૉસ્મેટિક ડાયગ્નોસ્ટિક્સ અને/અથવા રૂબરૂ સ્ટોરમાં મૂલ્યાંકન સામેલ હોય શકે છે. જ્યાં Appleને પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે તમારી પાસેથી ડાયગ્નોસ્ટિક્સ રિમોટ સબમિટ કરવાની જરૂર હોય ત્યાં તમને અમે કલેક્ટ કરેલા ડેટા વિષેની વધારાની માહિતી તેના સબમિશન પહેલા દેખાશે.
સપોર્ટ અને સર્વિસ
જ્યારે તમે સપોર્ટ અને સર્વિસ માટે વિનંતી કરો ત્યારે Apple તમારા Apple અકાઉંટ, ડિવાઇસ અને AppleCare પ્લાન વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે. આ માહિતી, જેમાં તમારી સંપર્ક માહિતી, તમારા લોકેશન વિષેની માહિતી, ડિવાઇસ સિરિઅલ નંબર, નાણાંકીય અકાઉંટની માહિતી અને તમે પ્રદાન કરી શકો છો તે અન્ય માહિતી જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ તમને પ્રમાણિત કરવા, તમારી સમસ્યાનું વિશ્લેષણ કરવા અને નિવારણ કરવા, તમારી સાથે વાતચીત કરવા, જરૂર પડે ત્યાં તમને રિફંડ આપવા, છેતરપિંડી સામે રક્ષણ આપવા અને Appleના પ્રૉડક્ટ અથવા સર્વિસને બહેતર બનાવવા માટે કરવામાં આવશે.
તૃતીય પક્ષ સાથે શેરિંગ
તમારા AppleCare પ્લાનના અમુક પાસાને સપોર્ટ કરવા માટે Apple અમે કલેક્ટ કરેલી માહિતી તૃતીય-પક્ષ સર્વિસ પ્રોવાઇડર અને અમારા ઇંશ્યોરંસ પાર્ટનર સાથે શેર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે AppleCareમાં એનરોલ કરો, કરાર રદ કરો, તમારા AppleCare One પ્લાનમાં ડિવાઇસને એનરોલ કરો અથવા એનરોલમાંથી કાઢી નાખો અથવા ચોરી અને નુકસાનનો દાવો શરૂ કરો ત્યારે Apple તમારી સંપર્ક માહિતી અને ડિવાઇસ આઇડેંટિફાયર અમારા ઇંશ્યોરંસ પાર્ટનર સાથે શેર કરશે.
તમારી સાથે સંચાર કરવો
તમારા AppleCare પ્લાન વિષે તમારી સાથે વાતચીત કરવા માટે Apple તમારા Apple અકાઉંટ અને ડિવાઇસ વિષેની માહિતીનો ઉપયોગ કરી શકે છે. આમાં ચુકવણી અને ખરીદીઓ સંબંધિત મેસેજ તમને ઇનવૉઇસ અથવા રસીદ પ્રદાન કરવા અને તમારા દાવા અને તમારા ડિવાઇસ વિષે વાતચીત કરવાનું સામેલ હોઈ શકે છે. Apple તમારા Apple અકાઉંટ વિષેની માહિતી જેમ કે તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ તમને Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. જો તમે ઇમેલ માર્કેટિંગ પ્રાપ્ત કરવાની સંમતિ આપો તો તમે આ સંચાર ઇમેલ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. Apple અમારી સેવાઓને બહેતર બનાવવા માટે સૂચનાઓ સહિત અમારા સંચાર સાથેના તમારા ઇંટરૅક્શન સંબંધિત માહિતીનો ઉપયોગ કરે છે. તમે account.apple.com પર જઈને અથવા તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > સંચાર પ્રાથમિકતામાં જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારા Macમાં સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતી > સંચાર પ્રાથમિકતા પર જાઓ.
ઍનાલિટિક્સ
Apple તમારા AppleCare સાથેના ખરીદી અનુભવ અને ઇંટરૅક્શન વિષે ઓળખવા યોગય માહિતી સંગ્રહિત કરે છે અને તેમાં યોગ્યતા પ્રક્રિયા, પ્લાન સેલ્સ, ડિવાઇસ પ્રોવિઝનિંગ અને સર્વિસ ઇવેંટ સામેલ હોય છે. આવી માહિતીનો ઉપયોગ બિઝનેસ અને ઇંટર્નલ રિસર્ચ તેમજ ઍનાલિટિક્સ માટે થઈ શકે છે જેથી સર્વિસ ઓપરેટ કરી શકાય અને તેને બહેતર બનાવવામાં મદદ મળી શકે, માર્કેટિંગ માટે અને છેતરપિંડી રોકવા માટે અને સુરક્ષા હેતુથી પણ કરી શકે છે.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
સામાન્ય રીતે અમે તમારા વ્યક્તિગત ડેટાને Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છે કારણ કે તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :
- તમારા માટે અને અન્ય માટે Apple પ્રૉડક્ટ અને સર્વિસને બહેતર બનાવો
- તમને સર્વિસ અને સપોર્ટ પૂરો પડવો
- ઑફર માટેની પાત્રતા તપાસો અને જેમાં તમને રસ હોય તેવા AppleCare અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સાથે સંબંધિત સંચાર વિષે તપાસો
- છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે
ઉપયોગમાં લેવાતા ડેટામાં આનો સમાવેશ થાય છે :
- Apple સાથે તમારા સપોર્ટ અને સર્વિસના ઇંટરૅક્શન
- તમારા ડિવાઇસ અને તમારા Apple અકાઉંટ વિષેની વિગતો
- તમારા AppleCare પ્લાન વિષેની વિગતો
રિટેંશન
Apple તમારા ટ્રાંઝેક્શન સાથે જોડાયેલા વ્યક્તિગત ડેટા અને પ્લાનનો ઉપયોગ માત્ર વ્યવસાયની જરૂરીયાત, કરારની બાધ્યતા અથવા કાનૂની આવશ્યકતા માટે જ કરે છે. સામાન્ય રીતે, Apple દ્વારા AppleCare સપોર્ટ અને સર્વિસ કેસની તમારાથી 10 વર્ષની જોડાયેલી માહિતી રિટેન કરવામાં આવે છે જેને કાનૂન મુજબ વધારા સમય માટે લંબાવી પણ શકાય છે.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2026-03-30