Siri, ડિક્ટેશન અને પ્રાઇવસિ

Siri સાથે Apple તમારા ઇંટરૅક્શનના ટ્રાંસક્રિપ્ટને સ્ટોર કરે છે અને આ ટ્રાંસક્રિપ્ટના સબસેટનો રિવ્યૂ કરી શકે છે. તમારી વિનંતી પ્રોસેસ કરવા Siri દ્વારા Appleને તમારો ઑડિઓ, Siri સેટઅપ, સંપર્ક અને લોકેશન જેવી માહિતી મોકલી શકાય છે. ડેટા તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવ્યો નથી.
 

Siri તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Siri, ડિક્ટેશન અને પ્રાઇવસિ, Siri અને ડિક્ટેશન માટે ડિફૉલ્ટ વર્તણૂક આઉટલાઇન કરે છે. જો તમે Siri અને ડિક્ટેશનને બહેતર બનાવો વિકલ્પ પસંદ કરશો તો વધારાના ડેટાને કલેક્ટ, સ્ટોર અને રિવ્યૂ કરવામાં આવશે. વધુ માહિતી માટે www.apple.com/legal/privacy/data/en/improve-siri-dictation જુઓ.

Siri અને ડિક્ટેશન

જ્યારે તમે Siriનો ઉપયોગ કરો ત્યારે તમારા દ્વારા કરવામાં આવતી વાતોને તમારા ડિવાઇસ પર પ્રોસેસ કરવામાં આવે અને Apple સર્વર પર મોકલવામાં ન આવે તો તમારું ડિવાઇસ Siri સેટિંગ્સમાં તેનો સંકેત આપશે. નહિતર તમારા ઑડિઓને Apple સર્વર પર મોકલવામાં અને પ્રોસેસ કરવામાં આવે છે. તમે Siri અને ડિક્ટેશનને બહેતર બનાવો વિકલ્પ પસંદ નહિ કરો ત્યાં સુધી તમારો ઑડિઓ ડેટા Apple દ્વારા સ્ટોર કરવામાં આવતો નથી.

જ્યારે તમે ડિક્ટેશનનો ઉપયોગ કરો છો ત્યારે તમારું ડિવાઇસ કીબોર્ડ સેટિંગ્સમાં સૂચવે છે કે તમારા ઑડિઓ અને ટ્રાંસક્રિપ્ટને તમારા ડિવાઇસ પર પ્રોસેસ કરવામાં આવે છે કે નહિ અને Apple સર્વર પર મોકલવામાં આવતી નથી. નહિતર તમે ડિક્ટેટ કરેલી બાબતોને સર્વર પર મોકલવામાં અને પ્રોસેસ કરવામાં આવે છે પરંતુ જ્યાં સુધી તમે Siri અને ડિક્ટેશનને બહેતર બનાવો વિકલ્પ પસંદ નહિ કરો ત્યાં સુધી તેને સ્ટોર કરવામાં આવશે નહિ.

Apple દ્વારા તમારા દ્વારા કરવામાં આવેલી વિનંતીની શ્રેણી અને તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે કે નહિ, ડિવાઇસના સ્પેસિફિકેશન, ડિવાઇસના કંફિગરેશન, પર્ફૉર્મન્સના આંકડા અને તમે Siri માટે લોકેશન સેવાને ચાલુ કરી હોય તો વિનંતી કરતી વખતે તમારા ડિવાઇસના અંદાજીત લોકેશન જેવા સંબંધિત વિનંતી ડેટાને પણ સ્ટોર કરવામાં આવશે.

ટ્રાંસક્રિપ્ટ અને કોઈ પણ સંબંધિત વિનંતી ડેટા સામેલ હોય તેવી તમારી વિનંતી હિસ્ટરી ડિવાઇસ દ્વારા જનરેટ કરવામાં આવેલ રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાયેલી હોય છે જે પ્રત્યેક કલાકે ઘણી વખત ફરે છે અને તે તમારા Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સાથે જોડાયેલી હોતી નથી. Apple દ્વારા આ ડેટાનો Apple પ્રૉડક્ટ અને સેવાઓમાં Siri, ડિક્ટેશન, સર્ચ અને લિમિટેડ અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગની લિમિટેડ ફંક્શનાલિટીને ડેવલપ અને સુધારો કરવા માટે બે વર્ષ સુધી રાખવામાં અને ઉપયોગ કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે ટ્રાંસક્રિપ્ટનો ઉપયોગ Siri, સર્ચ, વૉઇસ કંટ્રોલ, અનુવાદ અને ઑટોમૅટિક રીતે સ્પીચ ઓળખ મોડલને સુધારવા માટે કરી શકાય છે. Apple તમારા Siri સાથેના ઇંટરૅક્શનની ટ્રાંસક્રિપ્ટના સબસેટનો પણ રિવ્યૂ કરી શકે છે અને રિવ્યૂ કરવામાં આવેલા ઇંટરૅક્શનના આ નાના સબસેટને તે પ્રૉડક્ટ અને સેવાઓમાં સતત સુધારો કરવા માટે બે વર્ષ કરતા વધુ સમય સુધી જાળવી રાખી શકે છે.

તમારા Siri અને ડિક્ટેશનના ઇંટરૅક્શનની હિસ્ટરીને તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવે છે અને જેનો ઉપયોગ તમારા Siriના અનુભવને પર્સનલાઇઝ કરવા માટે કરવામાં આવી શકે છે.

જ્યારે તમે Siri અને ડિક્ટેશનનો ઉપયોગ કરો છો ત્યારે તમારા ડિવાઇસ દ્વારા Appleને અન્ય સંદર્ભિત ડેટા મોકલવામાં આવી શકે છે જેમાં “Siri વિનંતી સાથે ઉપયોગ કરો”ની સાથે ઇંટિગ્રેટ કરવા માટે તમારા દ્વારા અનુમતિ આપવામાં આવેલી તૃતીય પક્ષની ઍપના ડેટાનો સમાવેશ થઈ શકે છે, જેમકે :

  • સંપર્કના નામ, ઉપનામ અને સંબંધ (જેમ કે, “મારા પિતા”), જો તેને તમે તમારા સંપર્કમાં સેટ કર્યા હોય તો
  • સંબોધનનો પ્રકાર જો ભાષા અને વિસ્તાર સેટિંગ્સમાં સેટ કરેલ હોય તો
  • તમને ગમતું સંગીત અને પૉડકાસ્ટ
  • તમારા અને તમારા ફેમિલી શેરિંગ સભ્યોના ડિવાઇસના નામ
  • ઍક્સેસરિ, ઘર, સીન, હોમ ઍપમાં શેર કરવામાં આવેલા ઘરના સભ્ય અને Apple TV યૂઝર પ્રોફાઇલના નામ
  • ફોટોમાંના લોકોના નામ, અલાર્મના નામ અને રિમાઇંડર લિસ્ટ જેવી આઇટમ માટેના લેબલ
  • તમારા ડિવાઇસ પર ઇંસ્ટૉલ કરવામાં આવેલી ઍપના નામ અને Siriના માધ્યમથી જોડવામાં આવેલા શૉર્ટકટ

આ ડેટા રૅન્ડમ, ડિવાઇસ દ્વારા જનરેટ કરવામાં આવેલા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવે છે અને તે તમારા Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સાથે જોડાયેલ નથી. Apple દ્વારા તેનો ઉપયોગ માત્ર એ નિર્ધારિત કરવા માટે કરવામાં આવે છે કે Siri તમારી વિનંતીને સમજ્યું છે કે કેમ અથવા તમારી વાતને વધુ સારી રીતે સમજવા માટે તમારા iOS ડિવાઇસ અને તમારી Apple Watch, HomePod અથવા સપોર્ટેડ HomeKit ઍક્સેસરિ જેવા કનેક્ટેડ Apple ડિવાઇસની મદદ માટે કરવામાં આવે છે.

આ સંદર્ભિત ડેટાની સાથે તમારા Siri ટ્રાંસક્રિપ્ટ અને સંબંધિત વિનંતી ડેટાનો ઉપયોગ માર્કેટિંગ પ્રોફાઇલ બનાવવા માટે કરવામાં આવતો નથી અને તેને ક્યારેય કોઈને વેચવામાં આવતો નથી.

તૃતીય પક્ષ ઍપ

Siri તમારી અને અન્ય તૃતીય પક્ષ ઍપ અથવા સર્વિસ સાથે ઇંટરૅક્શન કરે છે ત્યારે તમે તે ઍપ અથવા સર્વિસના નિયમો અને શરતો તેમજ પ્રાઇવસિ પૉલિસીને આધીન રહો છો. વધુમાં, જો તમે ટ્રાંસક્રિપ્શન માટે સ્પીચની ઓળખનો ઉપયોગ કરવાની અનુમતિ આપવાનું પસંદ કરો છો તો ટ્રાંસક્રાઇબ કરવા માટેનો ઑડિઓ ડેટા Appleને મોકલવામાં આવી શકે છે.

Siri સૂચનો

તમે તમારા ડિવાઇસ અને ઍપનો કેવી રીતે ઉપયોગ કરો છો તે વિષે જાણવા માટે Siri સૂચન દ્વારા લોકલ ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તમારો અનુભવ પર્સનલાઇઝ કરી શકાય. તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી માહિતી જેમ કે તમારી Safari બ્રાઉઝિંગ હિસ્ટરી, ઇમેલ, મેસેજ, ઇમેજ, સૂચનાઓ અને સંપર્ક તેમજ અન્ય ઇંસ્ટૉલ કરેલી ઍપ દ્વારા ડોનેટ કરવામાં આવેલી અથવા કંટ્રિબ્યૂટ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરીને Siri દ્વારા શૉર્ટકટના સૂચન કરવામાં આવી શકે અને સર્ચ, શેર શીટ, કૅલેંડર, ખોજો, વિઝ્યુઅલ લુક અપ, Safari, ઍપ વગેરેને સૂચનો પ્રદાન કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે ફોટોમાં કોણ છે તેના આધારે શેર શીટમાં ફોટો કોની સાથે શેર કરવો જોઈએ તેનું સૂચન કરવા માટે Siri દ્વારા ઑન-ડિવાઇસ ઇંટેલિજંસનો ઉપયોગ કરવામાં આવશે. Apple સેવાઓને વ્યક્તિગત કરવા માટે સૂચનોનો ઉપયોગ કરવામાં આવી શકે છે પણ તેમને Apple સર્વર પર સ્ટોક કરવામાં નથી આવતી અથવા તૃતીય પક્ષ સાથે શેર કરવામાં નથી આવતી. તમે Siri દ્વારા સૂચવાયેલો શૉર્ટકટ રન કરો ત્યારે તમે ઍપના નિયમો અને શરતો તેમજ પ્રાઇવસિ પૉલિસીને આધીન રહો છો.

લોકેશન સેવા

જો તમે Siri માટે લોકેશન સેવાઓ ચાલુ કરો તો તમારી વિનંતીઓ પર Siri અને ડિક્ટેશનને પ્રતિસાદની ચોકસાઈમાં સુધારો કરવામાં મદદ મળે તે માટે તમે જ્યારે વિનંતી કરો ત્યારે તમારા ડિવાઇસનું લોકેશન Appleને મોકલવામાં આવશે. સંબંધિત પ્રતિભાવો અને સૂચનો પ્રદાન કરવા માટે Apple તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસનો ઉપયોગ ભૌગોલિક વિસ્તાર સાથે મૅચ કરીને અંદાજિત લોકેશનની માહિતી મેળવવા માટે કરી શકે છે.

iCloud સિંકિંગ

જો તમે iCloudનો ઉપયોગ કરો છો તો તમારા Siri સેટિંગ્સ અને Siri સૂચનોનું પર્સનલાઇઝેશન ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને તમારા તમામ Apple ડિવાઇસ પર સિંક થશે. જો તમે Siri સેટ અપ કર્યું હોય તો તમારી વિનંતીઓના નાના સેંપલ દરેક ડિવાઇસ પર પર્સનલાઇઝ કરેલ Siri ઓળખમાં સુધારો કરવા માટે ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને સિંક પણ થશે. વ્યક્તિગત સ્પીચ ઓળખ કરતા મૉડલ અને ઑન-ડિવાઇસ પર પર્ફૉર્મ કરવાનું Siri અને ડિક્ટેશન સાથેનું તમારું ઇંટરૅક્શન તમારી ઑન-ડિવાઇસ માહિતીનો ઉપયોગ કરી શકે છે જેથી ચોકસાઈ અને મૉડલનું પર્ફૉર્મન્સ બહેતર બનાવી શકાય. તમારી નજીકનું ટાઇમર, અલાર્મ, શેર કરવામાં આવેલા મીડિયાનું સ્ટેટસ અને જો તમે HomePodમાં વ્યક્તિગત વિનંતીનો વિકલ્પ પસંદ કર્યો હોય તો તમારા ડિવાઇસમાંથી અને તમારા તે ડિવાઇસની નજીકથી ફોન કૉલ સ્ટેટસ તમારા Apple ડિવાઇસ સાથે સ્થાનિક રીતે શેર કરી શકાય છે જેથી અન્ય લોકો તમારી નજીકના Siri સક્ષમ ડિવાઇસથી તેને કંટ્રોલ કરી શકે.

પસંદગી અને કંટ્રોલ તમારી પાસે છે

તમે કોઈ પણ સમયે Siri અને ડિક્ટેશન અક્ષમ કરી શકો છો. Siri બંધ કરવા માટે સેટિંગ્સ > Siri > Siri સાથે વાત કરો અને બંધ કરો પર ટૅપ કરો અને સેટિંગ્સ > Siri પર જાઓ અને બંધ કરવા માટે “Siri માટે હોમ બટન દબાવો” અથવા “Siri માટે સાઈડ બટન દબાવો” પર ટૅપ કરો. ડિક્ટેશન બંધ કરવા માટે સેટિંગ્સ > સામાન્ય > કીબોર્ડમાં જઈને ડિક્ટેશન સક્ષમ કરવાના ફીચરને બંધ કરો. જો તમે Siri અને ડિક્ટેશન બંને બંધ કરો તો તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવેલી અને તમારા અનુભવને પર્સનલાઇઝ કરવા માટે ઉપયોગમાં લેવાતી તમારી Siri અને ડિક્ટેશન વિનંતીઓની ટ્રાંસક્રિપ્ટ ડિલીટ કરવામાં આવશે.

તમે સેટિંગ્સ > Siri > Siri અને ડિક્ટેશન હિસ્ટરીમાં જઈને અને “Siri અને ડિક્ટેશન હિસ્ટરી ડિલીટ કરો” પર ટૅપ કરીને તમારા ડિવાઇસમાં સ્ટોર કરેલી તમારી Siri અને ડિક્ટેશન વિનંતીઓની ટ્રાંસક્રિપ્ટને ડિલીટ કરી શકો છો.

તમે કોઈ પણ સમયે સેટિંગ્સ > Siri > ઍપ્સ > [ઍપનું નામ] > Siri વિનંતીઓ સાથે ઉપયોગ કરો ફીચર પર જઈને એ કંટ્રોલ કરી શકો છો કે કઈ ઍપ Siri વિનંતીને અનુમતિ આપો ફીચર સાથે ઇંટિગ્રેટ કરી શકે છે.

જો તમે ઍપ્સમાં અથવા શેર કરવા, સર્ચ કરવા અથવા સાંભળવા દરમિયાન Siri સૂચનો પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે સેટિંગ્સ > Siri પર જઈને “ઍપ લાઇબ્રેરીમાં બતાવો”, “Spotlightમાં બતાવો”, “શેરિંગ વખતે બતાવો” અથવા “સાંભળતી વખતે બતાવો”ને બંધ કરવા પર ટૅપ કરીને Siri સૂચનો અક્ષમ કરી શકો છો.

તમે Siri દ્વારા પર્સનલાઇઝ કરવામાં આવતા ફીચર અને શૉર્ટકટ માટે સૂચવવામાં આવતી ઍપની સૂચી સેટિંગ્સ > Siriમાં જઈને જોઈ અને કંટ્રોલ કરી શકો છો. Siriને વ્યક્તિગત કરવા માટે ઍપ્સમાં યોગદાન બંધ કરવા માટે સેટિંગ્સ > Siri > ઍપ્સ > [ઍપનું નામ] પર જાઓ પછી આ ઍપમાંથી શીખો ફીચરને બંધ કરવા માટે ટૅપ કરો. Siriને પર્સનલાઇઝ કરવા માટે ઍપ ક્લિપના યોગદાનને બંધ કરવા માટે સેટિંગ્સ > Siri > ઍપ ક્લિપ પર જાઓ અને ઍપ ક્લિપમાંથી “શીખો” ફીચરને બંધ કરવા માટે ટૅપ કરો.

જો તમે લોકેશન સેવા સક્ષમ કરી હોય તો તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા > Siri પર જઈને ક્યારેય નહિ પર ટૅપ કરીને Siri માટે લોકેશન સેવાને બંધ કરી શકો છો.

જો તમે લોકેશન સેવા સક્ષમ કરી હોય તો તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા > સિસ્ટમ સેવા પર જઈને સૂચનો અને સર્ચ બંધ કરવા માટે Siri સૂચનો માટે લોકેશન સેવાને બંધ કરી શકો છો.

તમે Siri પર્સનલાઇઝેશનને તમારા કોઈ અન્ય ડિવાઇસ પર સિંક કરવા ન ઇચ્છતાં હો તો તમે સેટિંગ્સ > [તમારું નામ] > iCloud > iCloudમાં સેવ કરેલ > તમામ જુઓ પર જઈને Siri બંધ કરવા માટે ટૅપ કરીને Siriને અક્ષમ કરી શકો છો.

તમે સેટિંગ્સ > સ્ક્રીન ટાઇમ > કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધ > અનુમતિ પ્રાપ્ત ઍપ અને ફીચર પર જઈને Siri અને ડિક્ટેશન પર ટૅપ કરીને Siri અને ડિક્ટેશનનો ઉપયોગ કરવાને એકદમ મર્યાદિત પણ કરી શકો છો.

તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > સ્પીચ ઓળખ પર જઈને એ કંટ્રોલ કરી શકો છો કે કઈ ઍપ ટ્રાંસક્રિપ્શન માટે Siriનો ઉપયોગ કરી શકે છે.

Siri, ડિક્ટેશન અથવા Siri સૂચનોનો ઉપયોગ કરીને તમે Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર આ માહિતીનું ટ્રાંસમિશન, કલેક્શન, મેનટેનંસ, પ્રોસેસિંગ અને આ માહિતીનો Siriને બહેતર બનાવવા, ડિક્ટેશન, સર્ચ અને ઉપર વર્ણવેલ Apple પ્રૉડક્ટ અને સેવામાં અન્ય મર્યાદિત લૅનગ્વેજ પ્રોસેસિંગ ફંકશન માટે ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો. Apple આ માહિતીને વિશ્વાસુ એવા તૃતીય પક્ષના સર્વિસ પ્રોવાઇડર સાથે પ્રોસેસ અને સ્ટોર કરી શકે છે. હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-02-11