ChatGPT એક્સટેંશન અને પ્રાઇવસિ
ChatGPT એક્સટેંશન તમારી પાસે કંટ્રોલ રહે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
સપોર્ટેડ ફીચર જેમ કે Siri, લેખનશિલ્પી અને વિઝ્યુઅલ ઇંટેલિજંસનો (ઉપલબ્ધ હોય તો) ઉપયોગ કરતી વખતે તમે ChatGPT એક્સટેંશનને સક્ષમ કરવાનું પસંદ કરી શકો છો. ChatGPT એક્સટેંશનથી પ્રશ્નોના જવાબ આપવામાં મદદ મળે છે અને સાથે ટેક્સ્ટ અને ઇમેજ કૉન્ટેંટ પણ જનરેટ કરી શકાય છે. ChatGPTનો ક્યારે ઉપયોગ કરવો અને તમારી માહિતી શેર કરતા પહેલા મંજૂરી લેવી કે નહિ તેના પર તમારો કંટ્રોલ રહે છે.
તમે અકાઉંટ વગર પણ ChatGPT એક્સ્ટેંશનનો ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે ChatGPT અકાઉંટ હોય તો તમે તમારા અકાઉંટને આ એક્સટેંશન સાથે કનેક્ટ કરવાનું પણ પસંદ કરી શકો છો.
ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરવો
કોઈ પણ માહિતીને ChatGPTને મોકલતા પહેલાં તમારે ChatGPT એક્સટેંશન સક્ષમ કરવું આવશ્યક છે. આ એક્સટેંશન ડિફૉલ્ટ રૂપે બંધ છે. તેને સક્ષમ કરવાથી સપોર્ટેડ ફીચર જેમ કે Siri, લેખનશિલ્પી અને વિઝ્યુઅલ ઇંટેલિજંસમાં તમને ChatGPTને વિનંતી મોકલવાની અનુમતિ મળે છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર કોઈ પણ સમયે સેટિંગ્સ > Apple Intelligence અને Siri > ChatGPT પર જઈને અને ChatGPT બંધ કરો પર ટૅપ કરીને ChatGPT એક્સટેંશનને અક્ષમ કરવાનું પસંદ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Apple Intelligence અને Siri > ChatGPT પર જાઓ અને “ChatGPTનો ઉપયોગ કરો” બંધ કરવા માટે ટૅપ કરો.
જ્યારે તમે ChatGPT એક્સટેંશન માટે Siriનો ઉપયોગ કરો ત્યારે તમે વિનંતી પર પ્રોસેસ કરવા માટે સ્પષ્ટ રીતે ChatGPTને પૂછી રહ્યા છો તે નિર્ધારિત કરવા માટે તમારી વિનંતીનું પરીક્ષણ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, તમે સ્પષ્ટપણે ChatGPTને કોઈ કામ કરવા કહો છો જેમ કે બોલીને અથવા ટાઇપ કરીને “ChatGPTને કવિતા લખવા કહો”, આ વિનંતીઓ પછી સીધી ChatGPT પર મોકલવામાં આવશે.
ChatGPTના ઉપયોગ માટેની સ્પષ્ટ વિનંતી ન હોય તો ChatGPTમાં ઉપયોગી પરિણામ આવી શકે છે કે નહિ તે નિર્ધારિત કરવા માટે તમારી વિનંતીનું વિશ્લેષણ કરવામાં આવશે. જો એમ થાય તો Siri દ્વારા પૂછવામાં આવશે કે શું તમે ChatGPTનો ઉપયોગ કરવા ઇચ્છો છો. તમે પસંદ કરો તો Siri તમારી વિનંતીને ChatGPT મોકલશે અને તમારી સામે સીધો જવાબ રજૂ કરવામાં આવશે. તમે સેટિંગ્સ > Apple Intelligence અને Siri > ChatGPT પર જઈને ChatGPT વિનંતીઓની પુષ્ટિને બંધ કરવા માટે ટૅપ કરીને કે Siriએ ChatGPT વિનંતીઓ મોકલવી જોઈએ તેની ખાતરી કરવા માટે Siriને અક્ષમ કરવાનું પસંદ કરી શકો છો.
જ્યારે તમે અન્ય સપોર્ટેડ ફીચર જેમ કે લેખનશિલ્પી અથવા વિઝ્યુઅલ ઇંટેલિજંસનો ઉપયોગ કરો છો ત્યારે તમને પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે કે તમે આ દરેક ફીચર માટે અલગથી ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરવા માંગો છો કે નહિ.
ChatGPTને ડેટા મોકલવામાં આવ્યો
ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરતી વખતે તમે પસંદ કરી શકો છો કે કયું કૉન્ટેંટ ChatGPT પર મોકલવામાં આવશે. તમારી વિનંતી અને અટૅચમેંટ જેમ કે ડૉક્યુમૅન્ટ, ફોટો અથવા ડૉક્યુમૅન્ટના કૉન્ટેંટ તેમજ વિનંતી સાથે સંકળાયેલ સીમિત ડેટા જેમ કે વર્તમાન ટાઇમઝોન, દેશ, ડિવાઇસનો પ્રકાર, ભાષા અને વિનંતી કરતી વખતે ઉપયોગ કરેલા ફીચરને તમારી વિનંતીનો જવાબ આપવા માટે ChatGPTને મોકલવામાં આવશે અને તે ChatGPTને તમને સચોટ અને સુસંગત પરિણામ પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.
ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરતી વખતે તમારું IP અડ્રેસ ChatGPTથી છુપાવામાં આવે છે. તમારા સામાન્ય લોકેશનને, જે તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને એક ભૌગોલિક વિસ્તાર સાથે મૅચ કરીને નક્કી કરવામાં આવે છે, ChatGPTને પ્રદાન કરવામાં આવે છે જેથી તેનો ઉપયોગ છેતરપિંડી અટકાવવા અને લાગુ કાયદાનું પાલન કરવા સક્ષમ બનાવવાના હેતુઓ માટે કરવામાં આવે છે.
અકાઉંટ વગર ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરવો
જો તમે અકાઉંટ વગર ChatGPT એક્સટેંશનને ઍક્સેસ કરો તો ફક્ત ઉપર જણાવેલી માહિતી ChatGPTને મોકલવામાં આવશે. OpenAI તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલ કોઈ પણ માહિતી પ્રાપ્ત કરશે નહિ.
OpenAI ફક્ત તમારી વિનંતીને પરિપૂર્ણ કરવાના હેતુથી તમારી માહિતી પર પ્રક્રિયા કરશે અને લાગુ કાયદા દ્વારા જરૂરી ન હોય ત્યાં સુધી તમારી માહિતી અથવા કોઈ પણ જવાબોને સ્ટોર કરશે નહિ. OpenAI તેનાં મૉડલને સુધારવા અથવા તાલીમ આપવા માટે પણ તમારી વિનંતીઓનો ઉપયોગ કરવો જોઈએ નહિ.
ChatGPT અકાઉંટ સાથે ChatGPT એક્સટેંશનનો ઉપયોગ કરવો
તમે ChatGPT અકાઉંટ બનાવવાનું અથવા ઉપલબ્ધ અકાઉંટમાં સાઇન ઇન કરવાનું પસંદ કરી શકો છો. જો તમે ChatGPT સબ્સ્ક્રાઇબર હો તો તમે Apple અનુભવોના માધ્યમથી પેડ ફીચર્સ ઍક્સેસ કરી શકશો.
જ્યારે તમે સાઇન ઇન કરેલું હોય ત્યારે તમારા ChatGPT અકાઉંટ સેટિંગ્સ અને OpenAIની ડેટા પ્રાઇવસિ પૉલિસી લાગુ થશે. આનો અર્થ છે કે OpenAI તમારી વિનંતી, અટૅચમેંટ અને સેશન હિસ્ટરીના લૉગ રાખી શકે છે અને આ ડેટાનો ઉપયોગ તેના મૉડલને ટ્રેન કરવા અથવા બહેતર બનાવવા માટે કરી શકે છે. OpenAIની પ્રાઇવસિ પૉલિસી વિષે વધુ જાણવા માટે, https://openai.com/policies/row-privacy-policy પર જાઓ.
Appleને પ્રદાન કરેલ ડેટા
જ્યારે તમે ChatGPTનો સપોર્ટેડ ફીચરમાં ઉપયોગ કરો છો ત્યારે Apple ChatGPT અને ChatGPTના પ્રતિસાદ માટે તમારી વિનંતીઓ વિષે સીમિત માહિતી એકત્રિત કરે છે જેમ કે મોકલવામાં આવેલી વિનંતીઓની સંખ્યા અથવા સેવાને સંચાલિત કરવા અને છેતરપિંડી અટકાવવા માટે વિનંતી અથવા પ્રતિસાદનું અંદાજિત કદ.
જ્યારે તમે Siriમાં ChatGPTનો ઉપયોગ કરો ત્યારે Apple તમારી વિનંતી વિષેની માહિતી એકત્રિત કરે છે. વધુ માહિતી માટે www.apple.com/legal/privacy/data/en/ask-siri-dictation જુઓ. જો તમે Siri અને ડિક્ટેશનને બહેતર બનાવો વિકલ્પ પસંદ કરો છો તો તમારી વિનંતીનું ઑડિઓ રેકૉર્ડિંગ અને ટ્રાંસક્રિપ્ટ અને જવાબ સાથે જોડાયેલો મેટાડેટા જેવી તમારી વિનંતી સાથે જોડાયેલો વધારાનો ડેટા Apple દ્વારા લૉગ કરવામાં આવી શકે છે. આમાંથી કોઈ પણ ડેટા તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલો નથી. વધુ માહિતી માટે www.apple.com/legal/privacy/data/en/improve-siri-dictation જુઓ.
જો તમે તમારા Apple ડિવાઇસ દ્વારા તમારા વર્તમાન ChatGPT પ્લાનને અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરો તો અનુભવને સમજવા અને બહેતર બનાવવા માટે અપગ્રેડના અનુભવ સાથે તમારા ઇંટરૅક્શન સાથે જોડાયેલી વ્યૂ અને ક્લિક જેવી સીમિત માહિતી Apple દ્વારા કલેક્ટ કરવામાં આવી શકે છે. આ ડેટા તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ નથી.
સમસ્યા વિષે રિપોર્ટિંગ કરવું
તમે ChatGPT એક્સ્ટેંશન અંગે કોઈ સમસ્યા રિપોર્ટ કરવા ઇચ્છતાં હો તો તમે સમસ્યા રિપોર્ટ કરીને તેમ કરી શકો છો. તમે કોઈ સમસ્યા રિપોર્ટ કરો તો તમે OpenAI સાથે સમસ્યા અંગે માહિતી શેર કરવાનો અલગ વિકલ્પ પસંદ કરી શકો છો. વધુ માહિતી માટે www.apple.com/legal/privacy/data/en/report-concern જુઓ.
2025-12-12