ClassKit અને પ્રાઇવસિ

ClassKitને વિદ્યાર્થીઓની પ્રાઇવસિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે.


જો તમારી સ્કૂલ અથવા સંસ્થા (“સંસ્થા”) વિદ્યાર્થી પ્રગતિ ફીચરને સક્ષમ કરે છે તો પ્રગતિનું રિપોર્ટિંગ કરનારી ઍપ કોઈ પુસ્તકમાં કોઈ પ્રકરણ વાંચવું, કોઈ ગણિતનું સમીકરણ પૂર્ણ કરવું અથવા ક્વિઝ લેવા જેવી અસાઈન કરેલી ઍક્ટિવિટીમાં તમારી પ્રગતિ વિષેનો ડેટા રિપોર્ટ કરે છે. રિપોર્ટ કરવામાં આવેલા પ્રોગ્રેસ ડેટામાં અસાઇન કરવામાં આવેલી ઍક્ટિવિટી પર શરૂઆત અને સમાપ્તિ સમયના આધારે પસાર કરેલો સમય; પૂર્ણતાની ટકાવારી; હા/ના, સાચું/ખોટું અને પૂર્ણ/અપૂર્ણ જેવી બાઇનરિ વૅલ્યૂ ; શબ્દ સંખ્યા અને ઉપાર્જિત પૉઇંટ જેવી ન્યૂમરિક વૅલ્યૂ; અને ક્વિઝ સ્કોર જેવો સ્કોર સામેલ હોઈ શકે છે. ઓછામાં ઓછું, પ્રગતિના રિપોર્ટિંગને સપોર્ટ કરતી દરેક ઍક્ટિવિટી પસાર કરેલા સમયનો ડેટા મોકલે છે. પ્રગતિ રિપોર્ટ કરનારી ઍપ દ્વારા આ ડેટા Appleને મોકલવામાં આવે છે અને તમારી સંસ્થા સાથે શેર કરવામાં આવે છે જેથી તમારા શિક્ષક અસાઇન કરેલી ઍક્ટિવિટીમાં તમારી શીખવાની પ્રગતિ બહેતર રીતે સમજી શકે.

પ્રોગ્રેસ ડેટા માત્ર તમારી સંસ્થાની સૂચના અનુસાર તમારા શિક્ષક દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ કરનારી ઍપમાં સ્પષ્ટ રીતે અસાઇન કરવામાં આવેલી ઍક્ટિવિટી માટે રિપોર્ટ કરવામાં આવે છે અને તમે તમારી સંસ્થા દ્વારા બનાવીને અસાઇન કરવામાં આવેલા તમારા મૅનેજ કરેલા Apple અકાઉંટમાં સાઇન કરેલું હોય ત્ચારે જ કરવામાં આવે છે. શેર કરેલ iPad અથવા તમારા ઘરના iPad સહિત કોઈ iPad પર મૅનેજ કરેલા Apple અકાઉંટથી સાઇન ઇન થઈને જ્યારે તમે પહેલી વાર પ્રોગ્રેસ-રિપોર્ટિંગ ઍપ ઍક્સેસ કરો છો ત્યારે તમે વિદ્યાર્થી પ્રોગ્રેસ રિપોર્ટિંગ પર ઑનસ્ક્રીન સૂચના પ્રાપ્ત કરશો. જ્યારે તમે પ્રગતિનું રિપોર્ટિંગ કરનારી ઍપમાં અસાઈન કરેલી ઍક્ટિવિટી પર કામ કરવાનું શરૂ કરો છો ત્યારે વિદ્યાર્થીની પ્રગતિનું રિપોર્ટિંગ પર ઑનસ્ક્રીન સૂચના બૅનર થોડા સમય માટે ડિસ્પ્લે કરવામાં આવશે.

સ્કૂલવર્કને બહેતર બનાવવું

સ્કૂલવર્કને બહેતર કરવાના ઉદ્દેશ્યથી તમારી સંસ્થા Appleને મશીન લર્નિંગ જેવી ટૅક્નીકનો ઉપયોગ કરીને તમારા પ્રોગ્રેસ ડેટા સહિત તમારા સ્કૂલવર્ક વપરાશ ડેટાને પ્રોસેસ કરવાની અનુમતિ આપે છે. ડેટા પ્રોસેસ કરતા પહેલાં ડિફરેંશલ પ્રાઇવસિ જેવી પ્રાઇવસિ જાળવી રાખતી ટૅક્નીકને આધીન હોય છે જેથી તેને તમારાથી લિંક કરી શકાતો નથી. ઉદાહરણ માટે Apple તમારા ઓળખી ન થયેલ અથવા ઍગ્રિગેટ કરેલ સ્કૂલવર્ક ડેટાને વપરાશના ટ્રેંડ્સને સમજવા માટે, યૂઝર અનુભવને કસ્ટમાઇઝ કરવા અને સ્કૂલવર્ક માટે નવા શિક્ષણ ફીચરને ડેવલપ કરવા માટે પ્રોસેસ કરી શકે છે. તમારી સંસ્થા દ્વારા આ ફીચર સક્ષમ થયા પછી જ્યારે તમે પહેલી વાર મૅનેજ કરેલા Apple અકાઉંટથી સાઇન ઇન થઈને સ્કૂલવર્કને ઍક્સેસ કરો છો ત્યારે તમે ઑનસ્ક્રીન સૂચના પ્રાપ્ત કરશો. તમારી સંસ્થા અલગ-અલગ વિદ્યાર્થી અને શિક્ષકોને આ ફીચરમાંથી બહાર રાખી શકે છે. નાપસંદ કરવા માટે તમારી સંસ્થાનો સંપર્ક કરો.

ટ્રાંસપરેંસી અને કંટ્રોલ

સેટિંગ્સ > ક્લાસ પ્રોગ્રેસ પર જઈને તમે જોઈ શકશો કે પ્રગતિ રિપોર્ટ કરનારી ઍપ દ્વારા કયો પ્રોગ્રેસ ડેટા Appleને મોકલવામાં આવ્યો છે અને તમારી સંસ્થા સાથે શેર કરવામાં આવ્યાં છે. તમારા ડિવાઇસ પર સ્કૂલવર્ક ઇંસ્ટૉલ હોય તો તમે તમારા પ્રોગ્રેસ ડેટાનો પૂરો વ્યૂ પણ જોઈ શકો છો.

Apple School Manager અગ્રીમંટની શરતો હેઠળ તમારા પ્રોગ્રેસ ડેટા માટે તમારી સંસ્થા જવાબદાર છે. તમારી સંસ્થા એ કંટ્રોલ કરે છે કે વિદ્યાર્થી પ્રોગ્રેસ ફીચરને સક્ષમ કરવું કે કેમ અને વિદ્યાર્થીઓની વિનંતી પર તેની પ્રોગ્રેસ શેર કરવામાંથી બહાર કરવાની ક્ષમતા તેની પાસે હોય છો. જો તમે તમારી સંસ્થા સાથે તમારી પ્રોગ્રેસ શેર કરવાનું બંધ કરવા માંગતા હો અથવા તમારા પ્રોગ્રેસ ડેટાને ડિલીટ કરવા માંગતા હો તો તમારી સંસ્થાનો સંપર્ક કરો.

Apple તમારો પ્રોગ્રેસ ડેટા સ્ટોર કરવા દરમિયાન તે ડેટા રેસ્ટ અને ટ્રાંઝિટમાં એંક્રિપ્ટેડ હોય છે. તમારો ડેટા કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે તે અંગે વધુ માહિતી માટે support.apple.com/102651 પર અમારો iCloud સુરક્ષા ઓવરવ્યૂ જુઓ.

રિટેંશન

તમારી સંસ્થાના નિર્દેશ અનુસાર Apple પ્રોગ્રેસ ડેટાને જાળવી રાખે છે. જો તમે તમારી સંસ્થાને તમારા ડેટાને અથવા તમારા મૅનેજ કરેલા Apple અકાઉંટને ડિલીટ કરવા કહો અને તમારી સંસ્થા Appleને તેમ કરવાના નિર્દેશ આપે તો Apple તેના સર્વર પરથી આ ડેટા 30 દિવસમાં ડિલીટ કરશે.

જો તમારી સંસ્થા તમને Apple School Managerમાં ક્લાસમાંથી કાઢી નાખે તો તે ક્લાસ માટેનો તમારો વિદ્યાર્થી પ્રોગ્રેસ ડેટા ડિલીટ કરવામાં આવશે. તમારી સંસ્થા દ્વારા Apple School Managerમાં ક્લાસ કાઢી નાખવાથી તમામ સંબંધિત જેટા પણ ડિલીટ થઈ જશે.

ડેવલપર્સ

અમે ClassKit અડૉપ્ટ કરતા તમામ ડેવલપર પર વધારાની શરતો રાખી છે. App Store પર ઍપને પબ્લિશ કરવા માટે અમારી સ્ટૅન્ડર્ડ જરૂરિયાતોની પૂર્તિ કરવા ઉપરાંત ClassKit અડૉપ્ટ કરતા ડેવલપરે એ ખાતરી કરવી જરૂરી રહેશે કે ClassKitનો ઉપયોગ શૈક્ષણિક સેવાઓ પ્રદાન કરવા માટે કરવામાં આવે. તેમણે તેમના તમામ ડેટા ઉપયોગને અનુરૂપ અને સમગ્ર પ્રાઇવસિ પૉલિસી પણ પ્રદાન કરવી પડશે.

Apple School Manager અગ્રીમંટ હેઠળ મૅનેજ કરાયેલ Apple અકાઉંટની જરૂરિયાત ધરાવતી સેવા પ્રદાન કરવાને લગતી Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ www.apple.com/in/privacy પર ઉપલબ્ધ Apple પ્રાઇવસિ પૉલિસી અને school.apple.com પર ઉપલબ્ધ Apple School Manager અગ્રીમંટના સેક્શન 3 અને એક્ઝિબિટ A અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે. Appleની પ્રાઇવસિ પૉલિસી અને Apple School Manager અગ્રીમંટના સેક્શન 3 અને એક્ઝિબિટ A વચ્ચે કૉન્ફ્લિક્ટ થાય તો Apple School Manager અગ્રીમંટના સેક્શન 3 અને એક્ઝિબિટ Aને પ્રાથમિકતા આપવામાં આવશે.

2025-12-12