કનેક્ટેડ કાર્ડ અને પ્રાઇવસિ

તમારું ડિવાઇસ Appleની પૂર્ણ માલિકીની સહાયક કંપની દ્વારા તમારી નાણાકીય સંસ્થા સાથે કનેક્ટ કરેલ છે જે તમારા ડિવાઇસ પર ડિસ્પ્લે કરવા માટે તમારી અકાઉંટ માહિતીને ફેચ, વર્ગીકૃત અને સ્ટૅન્ડર્ડાઈઝ કરે છે. તમારા અકાઉંટની માહિતી સ્ટોર કરવામાં નથી આવી.
 

તમારા કાર્ડને કનેક્ટ કરવાથી તમે તમારું બૅલેંસ અને તાજેતરના ટ્રાંઝેક્શન જેવી અપ-ટૂ-ડેટ અકાઉંટ માહિતી જોઈ શકો છો જે તમને તમારા પૈસાને વધુ સારી રીતે મૅનેજ કરવામાં મદદ કરે છે.


Privacy Icon

  • Apple તમારા ડિવાઇસ પર ડિસ્પ્લે કરવા માટે તમારા કનેક્ટ કરેલા કાર્ડમાંથી ડેટા ફેચ, વર્ગીકૃત અને સ્ટૅન્ડર્ડાઇઝ કરે છે જેમ કે ટ્રાંઝેક્શન, બૅલેંસ, શેડ્યૂલ કરવામાં આવેલ અથવા નિયમિત ચુકવણીની માહિતી અને અકાઉંટ નંબર જેવી અકાઉંટની માહિતી.
  • Appleની સંપૂર્ણ માલિકી ધરાવતી સહાયક શાખા તમારા અકાઉંટની માહિતી જુએ છે પરંતુ તેને સ્ટોર કરતી નથી.
  • તમારા કનેક્ટેડ કાર્ડમાંથી ડેટા કે જે હવે તમારી સાથે જોડાયેલ નથી તે Apple પ્રૉડક્ટ અને સેવાઓને સુધારવા માટે Apple દ્વારા ઉપયોગમાં લેવામાં આવી શકે છે.

તમારા કાર્ડને કનેક્ટ કરવાથી તમે તમારું બૅલેંસ અને તાજેતરના ટ્રાંઝેક્શન જેવી અપ-ટૂ-ડેટ અકાઉંટ માહિતી જોઈ શકો છો જે તમને તમારી પૈસાને વધુ સારી રીતે મૅનેજ કરવામાં મદદ કરે છે.

તમારું કાર્ડ કનેક્ટ કરવું

જ્યારે તમે વૉલેટમાં કોઈ કાર્ડ પર ટૅપ કરો છો તો Apple દેશનું નામ અને જાહેરકર્તાને જોઈને તપાસ કરશે કે આ તમારી નાણાકીય સંસ્થા સાથે કનેક્ટ કરવાને પાત્ર છે કે નહિ. Apple પર્ફૉર્મન્સ કારણોને લીધે પણ ફીચરમાં ભાગીદારી મર્યાદિત કરી શકે છે; આવી કોઈ પણ લિમિટ રૅન્ડમ રીતે ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે અને તે Apple સાથે તમારા સંબંધોની ગુણવત્તા પર આધારિત નહિ હશે.

જ્યારે તમે કોઈ કાર્ડ સાથે કનેક્ટ કરવા માટે ટૅપ કરો છો તો Apple તમારા કાર્ડ અને તેના અંતર્ગત અકાઉંટ (જેમ કે આંશિક અકાઉંટ નંબર)ની માહિતીનો ઉપયોગ ઇસ્યૂકર્તા નાણાકીય સંસ્થાની ઓળખ કરવા માટે કરે છે. Apple આ માહિતીનો ઉપયોગ તમને ઉપલબ્ધ કનેક્શન પ્રકાર (જેમ કે ઉપલબ્ધ નાણાકીય માહિતીની શ્રેણીઓ) અને તમારી પાસે હોય તેવી કોઈ પણ પસંદગીઓ જેમ કે કનેક્શનની અવધિ રજૂ કરવા માટે કરે છે. તમે તમારી પસંદગી કરી લો તે પછી Apple નાણાકીય સંસ્થાને કનેક્શન શરૂ કર્યાનો સમય અને વિનંતી કરવામાં આવેલ માહિતીના પ્રકાર જેમ કે ટ્રાંઝેક્શન અને બૅલેંસ ડેટા અને અકાઉંટ આઇડેંટિફાયર સહિત કનેક્શનના પ્રકાર વિષેની માહિતી મોકલે છે. જો મંજૂર કરેલ હોય તો બૅન્ક દ્વારા Appleને આઇડેંટિફાયર મોકલવામાં આવે છે જેથી ડિવાઇસ કનેક્ટ કરેલા કાર્ડને સેટ અપ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.

તમારું ડિવાઇસ નાણાકીય સંસ્થાની ઍપ અથવા વેબપેજથી કનેક્ટ કરવા માટે આઇડેંટિફાયર અને સુરક્ષિત લિંકનો ઉપયોગ કરે છે. તમે તમારી નાણાકીય સંસ્થા સાથે પ્રમાણિત કરશો અને તમારા ડિવાઇસ સાથે જે અકાઉંટને કનેક્ટ કરવાનું પસંદ કરવા માંગતા હો તેને ઓળખી શકો છો. તમારી નાણાકીય સંસ્થા તમારા અકાઉંટ વિષેની માહિતી અને કંસેંટ ટોકન બનાવવા માટે કનેક્શન સ્કોપનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ તમારા ડિવાઇસ દ્વારા તમારા અકાઉંટને ઍક્સેસ કરવા તેમજ અપડેટ થયેલ ડેટાને ફેચ કરવા માટે કરવામાં આવે છે. Apple કંસેંટ ટોકનને એંક્રિપ્ટ કરે છે અને સ્ટોરેજ માટે તમારા ડિવાઇસને મોકલે છે; Apple કંસેંટ ટોકનને સ્ટોર કરતું નથી.

તમારી અકાઉંટ માહિતીને અપડેટ કરવી અને જોવી

જ્યારે પણ તમે વૉલેટમાં કાર્ડ પર ટૅપ કરીને તમારા અકાઉંટ સાથે ઇંટરૅક્ટ કરો છો તો તમારા અકાઉંટ માહિતી અપડેટ કરવામાં આવશે અને જ્યારે તમે કનેક્ટ કરેલા કાર્ડ સાથે ઑનલાઇન અથવા ઇન-ઍપ Apple Pay ટ્રાંઝેક્શન શરૂ કરો ત્યારે તમારી બૅલેંસ માહિતી અપડેટ કરવામાં આવશે. અમુક કનેક્ટેડ કાર્ડ તમારા અકાઉંટને ઑટોમૅટિક રીતે અપડેટ કરવાની ક્ષમતા અને વૉલેટમાં બૅલેંસ સંબંધિત માહિતીને પણ સપોર્ટ કરી શકે છે. તમે તમારા કનેક્ટેડ અકાઉંટ સેટિંગ્સને વૉલેટ પર જઈને તેમજ તમારા કનેક્ટેડ કાર્ડ પર ટૅપ કરીને અથવા સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay > પર જઈને કોઈ પણ સમયે તમારા અપડેટ કરેલ અકાઉંટની માહિતી જોઈને મૅનેજ કરી શકો છો.

તમારી અકાઉંટ માહિતી કાઢી નાખવી

તમે સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay > [તમારી નાણાકીય સંસ્થા] પર જાઓ અને “ડેટા ફેચ કરો” બંધ કરવા માટે ટૅપ કરીને અપડેટ કરેલી અકાઉંટ માહિતીને ફેચ કરવાનું રોકી શકો છો. એકવાર અક્ષમ કર્યા પછી તમે “અકાઉંટ ઍક્ટિવિટી ડિલીટ કરો” પર ટૅપ કરીને પ્રવર્તમાન અકાઉંટ માહિતીને ડિલીટ કરી શકો છો.

તમે સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay > [તમારી નાણાકીય સંસ્થા] પર ટૅપ કરીને “ડિસ્કનેક્ટ કરો” પર જઈને કોઈ પણ સમયે તમારું અકાઉંટ ડિસ્કનેક્ટ કરી શકો છો. તમારી નાણાકીય સંસ્થાને ડિસ્કનેક્ટ કરવાથી Apple માટે તમારી અકાઉંટ માહિતી પ્રાપ્ત કરવાની તમારી સંમતિ પાછી ખેંચી લેવામાં આવશે, તે નાણાકીય સંસ્થાને સંલગ્ન તમામ અકાઉંટ ડિસ્કનેક્ટ થઈ જશે અને તમારી પહેલા ફેચ કરવામાં આવેલી અકાઉંટ માહિતી ડિલીટ થઈ જશે.

ઍનાલિટિક્સ

ફીચર બહેતર બનાવવા માટે Apple દ્વારા કનેક્શન પ્રોસેસ અને વૉલેટ અને સેટિંગ્સ ઍપમાં તમારા કનેક્ટેડ કાર્ડના ઉપયોગની માહિતી કલેક્ટ કરવામાં આવે છે અને આ માહિતી એવી રીતે સ્ટોર કરવામાં આવે છે કે તેનાથી તમારી વ્યક્તિગત ઓળખ ન થાય. આ માહિતીમાં કનેક્શન પ્રોસેસને પૂરી કરવામાં લાગતો સમય અને કનેક્ટેડ કાર્ડ ફીચરના કયા પાસાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તેની વિગતોનો સમાવેશ થાય છે. Apple આ માહિતીનો ઉપયોગ Apple પ્રૉડક્ટ અને સેવાઓને બહેતર બનાવવા, માર્કેટિંગ માટે અને છેતરપિંડી અટકાવવા અને સુરક્ષાના હેતુથી પણ કરી શકે છે.

સંચાર

Apple તમારા દ્વારા કનેક્ટેડ કાર્ડની માહિતીનો ઉપયોગ માર્કેટિંગ મેસેજ સહિત કોઈ મેસેજ તમારા માટે સુસંગત છે કે કેમ તે નિર્ધારિત કરવા માટે કરી શકે છે. તમારી સાથે જોડી ન શકાતી અજ્ઞાત અને ઍગ્રીગેટ કરેલી માહિતીનો ઉપયોગ ફીચરના માર્કેટિંગ અને અન્ય મેસેજ માટે પણ કરી શકશે. માર્કેટિંગ ઇમેલમાં “અનસબ્સ્ક્રાઇબ કરો” લિંક પર ક્લિક કરીને અથવા વૉલેટ માટે સૂચનાઓ બંધ કરીને તમે માર્કેટિંગ મેસેજ ન મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

સપોર્ટ

જો કનેક્ટેડ કાર્ડ વિષે તમને કોઈ પ્રશ્નો હોય તો તમે Apple સપોર્ટનો સંપર્ક કરી શકો છો. તમારી વિનંતીને પ્રોસેસ કરવા માટે Apple વ્યક્તિગત ડેટા સહિતની તમારા દ્વારા શેર કરવામાં આવતી માહિતીનો ઉપયોગ કરશે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે કાનૂની એંટિટી અને લાગૂ પડતો કાનૂની આધાર

તમે યુનાઇટેડ સ્ટેટ્સમાં હોવ તો કનેક્ટેડ કાર્ડ Apple Payments Services LLC દ્વારા પ્રદાન કરવામાં આવે છે; તમે યુનાઇડેટ કિંગડમમાં હોવ તો કનેક્ટેડ કાર્ડ Apple Payments Services Ltd (“Apple” સાથે) દ્વારા પ્રદાન કરવામાં આવે છે. Apple તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરે છે કારણ કે તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં Apple તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં Apple અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરે છે જેથી :

  • તમારા ડિવાઇસ પર ડિસ્પ્લે માટેની અકાઉંટ માહિતીને સ્ટૅન્ડર્ડાઇઝ, વર્ગીકૃત અને ફૉર્મેટ કરવી
  • કનેક્ટેડ કાર્ડ, Apple Pay, વૉલેટ અને સેટિંગ્સને બહેતર કરવામાં મદદ કરવી
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે

ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :

  • તમારા ડિવાઇસ અને Apple અકાઉંટ વિષેની વિગતો
  • તમારી નાણાકીય સંસ્થા પાસેથી પ્રાપ્ત અકાઉંટ માહિતી

યુનાઇડેટ કિંગડમમાં જો તમે તમારી નાણાકીય સંસ્થાથી ડિસ્કનેક્ટ કરી દીધું હોય તો પણ કનેક્ટેડ કાર્ડ સંબંધીત માહિતીનો ઉપયોગ Apple Payment Services Ltd દ્વારા એ સીમા સુધી કરી શકાય જ્યાં સુધી કાયદાનું અનુપાલન અથવા માન્ય કાનૂની પ્રક્રિયા માટે એમ કરવું જરૂરી હોય.

વધુ માહિતી

તમારા કનેક્ટેડ કાર્ડના ટ્રાંઝેક્શન ડેટાને Appleને મોકલવામાં આવી શકે છે અને વૉલેટ કાર્ડ ટ્રાંઝેક્શન હિસ્ટરીમાં વ્યવસાયિક નામની ચોકસાઈને બહેતર બનાવવામાં Apple Payની મદદ માટે ઉપયોગ કરવામાં આવશે. તમારી સાથે લિંક ન નથી તેવી માહિતીને જાળવી શકાય છે અને સાથે જ Apple Maps, Apple Pay અને વૉલેટને બહેતર બનાવવા માટે ઍગ્રીગેટ કરીને રાખી શકાય છે.

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી આ નોટિસ અને Appleની પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય અથવા કાનૂનીરૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટાને જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12