Face ID અને પ્રાઇવસિ
Face ID તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Face ID તમને TrueDepth કૅમેરાનો ઉપયોગ કરીને પ્રમાણિત કરે છે
Face IDનો ઉપયોગ તમારા iPhone અથવા iPad અનલૉક કરવા માટે થઈ શકે છે. TrueDepth કૅમેરાના ઉપયોગથી Face ID નક્કી કરે છે કે iPhone અથવા iPad જોઈ રહેલી વ્યક્તિ એનરોલ કરેલા યૂઝર છે કે નહિ. Face IDના અન્ય ઉપયોગમાં Apple Payથી ચુકવણી કરવી, App Storeમાં ખરીદી કરવી અને ઍપ્સની અંદર પ્રમાણીકરણનો સમાવેશ થાય છે.
Face ID ડેટા — તમારા ચહેરાના ગાણિતીય નિરૂપણ સહિત — એંક્રિપ્ટેડ છે અને તે એવી કીથી સુરક્ષિત છે જે માત્ર Secure Enclaveમાં ઉપલબ્ધ છે. જ્યારે તમે તમારા અનુભવને બહેતર બનવવા તેમજ સફળતાપૂર્વક પ્રમાણિત કરવા માટે Face IDનો ઉપયોગ કરો છો ત્યારે આ ડેટા રિફાઇન અને અપડેટ કરવામાં આવશે. Face ID આ ડેટાને ત્યારે પણ અપડેટ કરશે જ્યારે તેને નજીકના મૅચ મળે છે પણ ત્યાર પછી ડિવાઇસ અનલૉક કરવા માટે પાસકોડ એંટર કરવામાં આવશે.
Face ID ડેટા તમારા ડિવાઈસમાં જ રહે છે તેમજ iCloud અથવા બીજી કોઈ જગ્યા પર તેનું બૅકઅપ લેવામાં આવતું નથી.
તમે Face ID સંબંધિત કંટ્રોલ ધરાવો છો
જો તમે Face IDમાં એનરોલ કરો છો તો તમે તેને કંટ્રોલ કરો શકો છો કે આનો ઉપયોગ કેવી કરવામાં આવે છે અથવા તમે કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે તમારા iPhone અથવા iPadને અનલૉક કરવા માટે Face IDનો ઉપયોગ કરવા નથી માંગતા તો સેટિંગ્સ > Face ID અને પાસકોડ પર જાઓ, પાસકોડ એંટર કરો પછી “iPhone અનલૉક અથવા iPad અનલૉક બંધ કરો” પર ટૅપ કરો. Face ID અક્ષમ કરવા માટે સેટિંગ્સ > Face ID અને પાસકોડ પર જઈને તમારો પાસકોડ એંટર કરો પછી “Face ID રીસેટ કરો” પર ટૅપ કરો. આવું કરવાથી તમારા ડિવાઇસમાંથી તમારા ચહેરાના ગાણિતીક નિરૂપણ સહિતનો Face ID ડેટા ડિલીટ કરવામાં આવશે. જો તમે ખોજીની મદદથી અથવા તો બધું કૉન્ટેંટ અને સેટિંગ્સ મિટાવીને તમારા ડિવાઇસને રીસેટ કરવાનું કે તેમાંથી બધું મિટાવવાનું પસંદ કરો છો તો બધો Face ID ડેટા ડિલીટ કરવામાં આવશે.
Face ID અને ઍપ
સપોર્ટેડ ઍપમાં તમે પ્રમાણીકરણ માટે Face ID સક્ષમ કરી શકો છો. ઍપને ફક્ત પ્રમાણીકરણ સફળ થયું છે કે નહિ એ સ્થિતિમાં જ સૂચિત કરવામાં આવે છે. ઍપ એનરોલ કરેલા ચહેરાથી સંબંધિત Face ID ડેટા ઍક્સેસ નથી કરી શકતી.
TrueDepth કૅમેરાના અન્ય ઉપયોગ
તમે Face IDમાં એનરોલ નથી કરતા તો પણ TrueDepth કૅમેરા અટેંશન અવેર જેવા ફીચરને સમર્થન આપવા માટે બુદ્ધિપૂર્વક સક્રિય થઈ જાય છે જેમ કે જો તમે તમારા iPhone કે iPadની તરફ જોઈ ન રહ્યા હોય તો ડિસ્પ્લે ડિમ કરવી કે પછી જો તમે તમારા ડિવાઇસની તરફ જોઈ રહ્યા હોય તો અલર્ટના વૉલ્યૂમને ઓછું કરવું. ઉદાહરણ તરીકે, જ્યારે તમે સફારીનો ઉપયોગ કરી રહ્યા હો, ત્યારે તમારું ડિવાઇસ ચેક કરશે કે તમે તમારા ડિવાઇસ તરફ જોઈ રહ્યા છો કે નહીં અને જો તમે ન જોઈ રહ્યા હો, તો સ્ક્રીનને બંધ કરી દેશે.
જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા ન માંગતા હો તો તમે સેટિંગ્સ > Face ID અને પાસકોડ પર જઈને તમારો પાસકોડ એંટર કરી શકો છો અને પછી અટેંશન અવેર ફીચર બંધ કરવા માટે ટૅપ કરી શકો છો.
2025-12-12