FaceTime અને પ્રાઇવસિ
FaceTime તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
![]()
- FaceTime ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટ કરેવામાં આવેલું છે. તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતો ફોન નંબર અને ઇમેલ અડ્રેસ તમે જે લોકોનો સંપર્ક કરો તેમને બતાવવામાં આવે છે અને તમે તમારા નામ અને ફોટો શેર કરવાનું પસંદ કરી શકો છો.
- તમે ક્યારે FaceTime કૉલ કરવાનો પ્રયત્ન કર્યો જેવી FaceTimeના ઉપયોગ સંબંધિત સીમિત માહિતી Apple પોતાની પાસે મહત્તમ 30 દિવસ સુધી જાળવે છે.
- FaceTime કેટલાક ક્ષેત્રોમાં વેબ યૂઝરને વેબના માધ્યમથી FaceTime કૉલ જોડવાની અનુમતિ આપે છે.
FaceTime એક Apple સેવા છે જેની મદદથી કોઈ એવા વ્યક્તિને વીડિયો અથવા ઑડિઓ કૉલ કરી શકાય છે જે પોતે પણ iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ અથવા Mac અથવા Apple Watchનો ઉપયોગ કરીને ઑડિઓ કૉલ અથવા વેબ દ્વારા તેનો ઉપયોગ કરી રહ્યા હોય. આ કૉલ કરવા માટે તમારા મોબાઇલ પ્લાનની મિનિટ વપરાતી નથી.
અમે FaceTime ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરવા માટે ડિઝાઇન કર્યું. અમે FaceTime કૉલના કૉન્ટેંટને ક્યારેય સ્ટોર કરતા નથી.
તમે તમારા Apple અકાઉંટ અથવા માત્ર તમારા ફોન નંબરથી FaceTimeમાં સાઇન ઇન કરી શકો છો. જ્યારે તમે તમારા ડિવાઇસ પર Apple અકાઉંટમાં સાઇન ઇન કરશો ત્યારે તમે FaceTimeમાં ઑટોમૅટિક રીતે સાઇન ઇન થઈ જશો. તમારા Apple અકાઉંટ અથવા ફોન નંબર તમારા દ્વારા સંપર્ક કરવામાં આવતા લોકોને દેખાશે અને લોકો તમારા Apple અકાઉંટ અને તમારા અકાઉંટના ઇમેલ અડ્રેસ અથવા ફોન નંબર દ્વારા તમારી સાથે સંપર્ક કરી શકે છે. તમે FaceTime સેટિંગ્સમાં FaceTime કૉલ માટે કયા ફોન નંબર અથવા ઇમેલ અડ્રેસનો ઉપયોગ કરવા માંગો છો તે સિલેક્ટ કરી શકો છો. તમે account.apple.com પર તમારા Apple અકાઉંટ પેજથી વધારાની સંપર્ક કરી શકાય તેવી માહિતી ઉમેરી અને વેરિફાઈ કરી શકો છો.
SharePlay તમને Apple અથવા તૃતીય પક્ષ ઍપના અનુભવને FaceTime કૉલમાં શેર કરવાની અનુમતિ આપે છે. SharePlay પર એક્સચેંજ કરાયેલ માહિતી ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટ કરવામાં આવેલી છે. ઍપ ડેવલપર પાસે તમારા દ્વારા ઉપયોગ કરવામાં આવતી તેમની ઍપની માહિતીનો ઍક્સેસ હોઈ શકે છે.
FaceTime લિંક દ્વારા યૂઝર પછીથી કરવાના કૉલનું સેટ અપ અને Windows અથવા Android દ્વારા સહભાગીઓને આમંત્રિત કરી શકે છે. વેબ યૂઝર માટે પોતાની ઓળખ આપવા અને FaceTime કૉલમાં ઍક્સેસ મેળવવાની વિનંતી કરવા માટે નામ આપવું જરૂરી છે. કૉલ પર રહેલો કોઈ પણ પ્રમાણિત યૂઝર વેબ યૂઝરને કૉલમાં જોડાયાં બાદ પહેલી 30 સેકંડમાં કાઢી નાખી શકે છે.
FaceTime ઑડિઓ અને ફોન કૉલ માટે તમારું સંપર્ક પોસ્ટર તમારા આવી રહેલા કૉલને સ્ક્રીન પર ડિસ્પ્લે કરશે. તમે માત્ર તમારા સંપર્ક પોસ્ટર સાથે ઑટોમૅટિક રીતે શેર કરવાનું અથવા દરેક વખતે શેર કરવા માટે સંકેત આપવાનો વિકલ્પ પસંદ કરી શકો છો અને શેર કરેલ ડેટા તેમના ડિવાઇસ પર શેર કરવામાં આવશે. જો તમે તમારું સંપર્ક પોસ્ટર ગ્રૂપ FaceTime ઑડિઓ અથવા ફોન વાર્તાલાપમાં વધારે લોકો સાથે શેર કરો તો તમારું સંપર્ક પોસ્ટર તે વાર્તાલાપમાં તમામ લોકોને મોકલવામાં આવશે. તમે તમારું સંપર્ક પોસ્ટર કોઈ પણ સમયે અપડેટ કરી શકો છો. જો તમે ઑટોમૅટિક રીતે શેર કરો તો આગામી FaceTime ઑડિઓ અથવા ફોન કૉલ કરવા પર અપડેટ મોકલવામાં આવશે. જો તમે સંપર્ક પોસ્ટર શેર કર્યા પછી શેરિંગ બંધ કરી દો તો જે લોકોને તમારું સંપર્ક પોસ્ટર પહેલેથી મેળવી ચૂક્યા છે તે લોકોના ડિવાઇસ પર તમારી માહિતી હજુ પણ રહેશે. કૉલ માટે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલું સંપર્ક પોસ્ટર Appleને મોકલવામાં આવશે અને Appleના સર્વર પર એવી રીતે એંક્રિપ્ટ કરેલા સ્વરૂપે રાખવામાં આવે છે જેથી Apple તેને ન જોઈ શકે.
તમારા visionOS ડિવાઇસ પર FaceTime કૉલ કરવા માટે તમારા Personaને કૉલ પર ઉપલબ્ધ તમામ લોકોને સુરક્ષિત રીતે મોકલવામાં આવશે જેથી તેઓ તમારો Persona જોઈ શકે. કૉલ સમાપ્ત થયા પછી તમારો Persona અન્ય કૉલ સહભાગીના ડિવાઇસ પર 30 દિવસ સુધી એંક્રિપ્ટેડ રૂપે સ્ટોર રહી શકે છે. અન્ય કૉલ સહભાગી Persona માત્ર તે તમારી સાથે કૉલ પર હોય ત્યારે જ ઍક્સેસ કરી શકશે.
Apple તમારા FaceTimeના ઉપયોગ અંગેની અમુક માહિતી Appleના ઉત્પાદનો અને સેવાઓના ઑપરેશન અને સુધારણા માટે રેકોર્ડ અને સ્ટોર કરી શકે છે
- Apple તમારી સેવાના ઉપયોગની માહિતી તમારી ઓળખ ન થઈ શકે એવી રીતે રેકોર્ડ અને સ્ટોર કરી શકે છે.
- Apple કૉલ માટે કોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તમારા ડિવાઇસના નેટવર્ક કંફિગરેશન જેવા FaceTime કૉલની માહિતી રેકોર્ડ અને સ્ટોર કરી શકે છે અને આ માહિતીને 30 દિવસ સુધી સ્ટોર કરી શકે છે. Apple એ લૉગ નથી કરતું કે તમારા કૉલનો જવાબ આપવામાં આવ્યો કે કેમ અને તમારા કૉલના કૉન્ટેંટને પણ ઍક્સેસ કરી શકતું નથી.
- જ્યારે તમે અથવા કોઈ અન્ય વ્યક્તિ સ્પૅમ અથવા જંક FaceTime કૉલને રિપોર્ટ કરે તો Appleને મોકલવામાં આવેલી માહિતી Apple સ્ટોર કરી શકે છે.
- તમારા ડિવાઇસ પરની અમુક ઍપ્સ (FaceTime સહિત) Appleના સર્વર સાથે એ જાણવા માટે કમ્યૂનિકેટ કરી શકે છે કે અન્ય લોકો સુધી FaceTime દ્વારા પહોંચી શકાય છે કે કેમ. આમ થાય તો Apple તમારા અકાઉંટ સાથે જોડાયેલા એ ફોન નંબર અને ઇમેલ અડ્રેસને 30 દિવસ સુધી સ્ટોર કરી શકે છે.
આ ફીચરનો ઉપયોગ કરીને Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર આ માહિતીને સંચારિત, સંગ્રહિત, મેનટેનંસ, પ્રોસેસ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12