Freeform અને પ્રાઇવસિ
Freeform તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવાની અનુમતિ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
![]()
- જ્યારે તમે Freeform ખોલો છો ત્યારે Apple પર્ફૉર્મન્સના એકંદર માપનને સમજવા અને પ્રદાન કરવા માટે સત્રની લંબાઈ, ઍપ વર્ઝન, ડિવાઇસનો પ્રકાર, કંટ્રી કોડ, રેંડમ આઇડેંટિફાયર, ઑપરેટિંગ સિસ્ટમ અને સબ્સ્ક્રિપ્શનની માહિતી વિષે ઇનસાઇટ એકત્રિત કરે છે.
- Freeformના તમારા ઉપયોગ વિષેના ડેટાનો ઉપયોગ Freeform અને Apple Creator Studio પ્રદાન કરવા, ડેવલપ કરવા અને બહેતર બનાવવા માટે કરવામાં આવે છે અને તે તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલ નથી. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ હેતુઓ માટે અમુક ઍનાલિટિક્સ ડેટાના ઉપયોગમાંથી બહાર નીકળી શકો છો.
- જો તમે Apple Creator Studioનું સબ્સ્ક્રિપ્શન લો છો તો અમે તમને સેવા પ્રદાન કરવા અને તમને માર્કેટિંગ સંચાર અને પુશ સૂચનાઓ મોકલવા માટે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી તમારી સબ્સ્ક્રિપ્શન સ્થિતિ વિષેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ.
Freeform ખોલવામાં આવી રહ્યું છે
જ્યારે તમે Freeform ખોલો છો ત્યારે તમે Apple Creator Studio સર્વિસ એક્સપ્લોર કરી શકો છો અને Freeformના ફીચર જોઈ શકો છો. Apple સત્રની લંબાઈ, ઍપ વર્ઝન, ડિવાઇસનો પ્રકાર, કંટ્રી કોડ, રેંડમ આઇડેંટિફાયર, ઑપરેટિંગ સિસ્ટમ અને સબ્સ્ક્રિપ્શનની માહિતી વિષે ઇનસાઇટ એકત્રિત કરે છે. આ માહિતી જે રેંડમ આઇડેંટિફાયર સામે સ્ટોર કરવામાં આવે છે અને તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલી નથી તે Freeformનું પર્ફૉર્મન્સ સમજવા અને માપન કરવા માટે રિપોર્ટ પ્રદાન કરવા માટે એકત્રિત કરવામાં આવે છે.
ઍનાલિટિક્સ કલેક્શન
Apple દ્વારા Freeformના તમારા ઉપયોગ વિષે ઍનાલિટિક્સ માહિતી એકત્રિત કરવામાં આવે છે જેમાં તમારા દ્વારા બનાવવામાં આવતા બોર્ડની સંખ્યા અને પ્રકાર વિષેની સારાંશ માહિતી, હાર્ડવેર અને ઑપરેટિંગ સિસ્ટમ સ્પેશિફિકેશન વિષેની વિગતો, પર્ફૉર્મન્સના આંકડા, તમે તમારા ડિવાઇસ અને ઍપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેનો ડેટા, એક્સટર્નલ લિંકને ફૉલો કરવા અથવા અલગ Apple પ્રૉડક્ટ લિંક દ્વારા ઍપમાંથી બહાર નીકળવા જેવી સબ્સ્ક્રાઇબ કરવા માટેની ઍક્શન, Freeformમાં તમે જુઓ છો અથવા જેની સાથે તમે ઇંટરૅક્ટ કરો છો તે ફીચર અને કૉન્ટેંટ, સૂચના સાથે તમારું ઇંટરૅક્શન, તમારા ભાષા સેટિંગ અને અન્ય ડાયગ્નોસ્ટિક અને બિહેવિયરલ ડેટાનો સમાવેશ થાય છે. જો તમે કોઈ માર્કેટિંગ કૅમ્પેનના ઇમેલ અથવા ડિજિટલ જાહેરખબર જેવી કોઈ લિંકથી Apple Creator Studioમાં એંટર કરો છો તો Apple તે માર્કેટિંગ કૅમ્પેનની માહિતી પણ રેકોર્ડ કરે છે.
Apple આ માહિતીનો ઉપયોગ સેવા પ્રદાન કરવા, ડેવલપ કરવા અને બહેતર બનાવવા માટે કરે છે. Apple માર્કેટિંગ સોર્સને ઍટ્રિબ્યૂશન પ્રદાન કરવા અને અમારા માર્કેટિંગ કૅમ્પેનને બહેતર બનાવવા માટે માર્કેટિંગ કૅમ્પેન વિષેની માહિતીનો ઉપયોગ પણ કરે છે. તમે આ હેતુઓ માટે આ ઍનલિટિક્સ માહિતીના ઉપયોગમાંથી બહાર નીકળી શકો છો. તમારા iOS અને iPadOS ડિવાઇસ પર આમ કરવા માટે સેટિંગ્સ > ઍપ્સ > Freeform પર જાઓ અને ઍનાલિટિક્સ ડેટા શેર કરો પર ટૅપ કરો. તમારા Macમાં Freeformમાં Freeform > પ્રાઇવસિ અને ઍનાલિટિક્સ પર જાઓ અને ઍનલિટિક્સ ડેટા શેર કરોને ડિસિલેક્ટ કરો.
તમારું આઇડેંટિફાયર રીસેટ કરી રહ્યા છીએ
ઉપર દર્શાવેલ માહિતી રેંડમ, રોટેટિંગ આઇડેંટિફાયર સામે સ્ટોર કરવામાં આવે છે જે Apple Creator Studio માટે ખાસ અને તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલ ન હોતી નથી. તમે તમારા iOS અને iPadOS ડિવાઇસ પર સેટિંગ્સ > ઍપ્સ > Freeform પર જઈને અને આઇડેંટિફાયર રીસેટ કરો પર ટૅપ કરીને આઇડેંટિફાયરને રીસેટ કરી શકો છો. તમારા Macમાં Freeformમાં Freeform > પ્રાઇવસિ અને ઍનાલિટિક્સમાં જાઓ અને આઇડેંટિફાયર રીસેટ કરો પર ક્લિક કરો.
Apple Creator Studio સબ્સ્ક્રિપ્શન
જો તમે Apple Creator Studio સબ્સ્ક્રિપ્શન ખરીદો છો તો અમે તમારા ખરીદીના ટ્રાંઝેક્શનની પ્રોસેસ કરવા માટે વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીશું, જેમ કે અકાઉંટ અને ચુકવણીની માહિતી. જે તમે સેટિંગ્સ અને ખરીદી હિસ્ટરીમાં ઍક્સેસ કરી શકો અને બદલી શકો છો. અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ તમે Appleના ફ્રી ટ્રાયલ અથવા સ્પેશલ ઑફર માટે પાત્રતા ધરાવો છો કે નહિ તે તપાસવા માટે કરી શકીએ છીએ.
અમે App Storeથી ખરીદેલ Appleની સર્વિસ તમારા સક્રિય સબ્સ્ક્રિપ્શનની જાણકારીનો ઉપયોગ એ જાણવા માટે કરીએ છે કે તમે Apple Creator Studioમાં વધારાનો સબ્સ્ક્રિપ્શન કૉન્ટેંટ ઍક્સેસ કરવા માટે યોગ્ય છો કે નહિ.
જો તમે તમારી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવેલા મૅનેજ કરેલા Apple અકાઉંટમાં સાઇન ઇન કરેલું હોય ત્યારે Freeform ઍક્સેસ કરો છો તો Apple Creator Studio સબ્સ્ક્રિપ્શન અને સંબંધિત સેવાઓ ઉપલબ્ધ નહિ રહે. Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતી ઉપર વર્ણવ્યા મુજબ રૅન્ડમ આઇડેંટિફાયર સામે સ્ટોર કરવામાં આવશે અને તમારા મૅનેજ કરેલા Apple અકાઉંટ સાથે જોડાયેલી નહિ રહે.
તૃતીય પક્ષને કૉન્ટેંટ મોકલવા
તમે Apple Creator Studioમાં ઉપલબ્ધ હોય ત્યાં OpenAI દ્વારા સંચાલિત ફીચરનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકો છો. આમાંથી દરેક ફીચર સૂચવશે કે તે OpenAI દ્વારા સંચાલિત છે. તમે આ ફીચરનો ઉપયોગ ક્યારે કરશો તે તમે કંટ્રોલ કરો છો અને તેનો ઉપયોગ કરવા માટે તમારે OpenAI અકાઉંટની જરૂર નથી.
જ્યારે તમે OpenAI દ્વારા સંચાલિત ફીચરનો ઉપયોગ કરો છો ત્યારે તમે OpenAIને કયું કૉન્ટેંટ મોકલવું તે પસંદ કરી શકો છો. તમારી વિનંતી અને અટૅચમેંટ જેમ કે બોર્ડનું કૉન્ટેંટ તેમજ વિનંતી સાથે સંકળાયેલ સીમિત ડેટા જેમ કે વર્તમાન ટાઇમઝોન, દેશ, ડિવાઇસનો પ્રકાર, ભાષા અને વિનંતી કરતી વખતે ઉપયોગ કરેલા ફીચરને તમારી વિનંતીનો જવાબ આપવા માટે OpenAIને મોકલવામાં આવશે અને તે OpenAIને તમને સચોટ અને સુસંગત પરિણામ પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.
OpenAI દ્વારા સંચાલિત કોઈ ફીચરનો ઉપયોગ કરતી વખતે તમારું IP અડ્રેસ OpenAIથી છુપાવવામાં આવે છે. તમારા સામાન્ય લોકેશનને, જે તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને એક ભૌગોલિક વિસ્તાર સાથે મૅચ કરીને નક્કી કરવામાં આવે છે, OpenAIને પ્રદાન કરવામાં આવે છે જેથી OpenAIનો ઉપયોગ છેતરપિંડી અટકાવવા અને લાગુ કાયદાનું પાલન કરવા સક્ષમ બનાવવાના હેતુઓ માટે કરવામાં આવે છે.
OpenAI તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલ કોઈ પણ માહિતી પ્રાપ્ત કરશે નહિ. OpenAI ફક્ત તમારી વિનંતીને પરિપૂર્ણ કરવાના હેતુથી તમારી માહિતી પર પ્રક્રિયા કરશે અને લાગુ કાયદા દ્વારા જરૂરી ન હોય ત્યાં સુધી તમારી માહિતી અથવા કોઈ પણ જવાબોને સ્ટોર કરશે નહિ. OpenAI દ્વારા તેનો ઉપયોગ તાલીમ આપવા માટે પણ થવો જોઈએ નહિ.
તમારી સાથે સંચાર કરવો
Apple તમારા અકાઉંટ વિષેની માહિતી જેમ કે તમારી Apple પ્રૉડક્ટ, તમારા અકાઉંટમાં રજિસ્ટર થયેલા ડિવાઇસ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શનનો ઉપયોગ તમને Freeform અને તમને ગમતા અન્ય સંબંધિત Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. સર્વિસ ઑફર માટે યોગ્યતાની તપાસ કરવા તમારા ડિવાઇસના સિરિઅલ નંબરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હોવ તો Apple તમને પ્રૉડક્ટ, સેવા અને ફેમિલી શેરિંગના માધ્યમથી ઉપલબ્ધ ઑફર અંગે અનુરૂપ સંચાર મોકલી શકે છે. જો તમે Apple Creator Studioનું સબ્સ્ક્રિપ્શન ખરીદો છો તો અમે તમને Apple Creator Studioમાં ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે ઈમેલ અને પુશ સૂચના મોકલી શકીએ છીએ. તમે account.apple.com પર જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને આ ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારા iOS, iPadOS અને visionOS ડિવાઇસ પર સૂચનાઓની પ્રાથમિકતા અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ પર જાઓ. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > સૂચનાઓ પર જાઓ.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમે સામાન્ય રીતે Apple સાથેના તમારા કરારના અનુપાલન માટે સેવા પ્રદાન કરવા માટે જરૂરી હોય તે મુજબ અને અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા માટે Freeform અને તમારા Apple Creator Studio સબ્સ્ક્રિપ્શનમાં તમારો વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરીએ છીએ. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :
- તમને Apple Creator Studio પ્રદાન કરવું
- ઑફર માટેની પાત્રતા તપાસો અને જેમાં તમને રસ હોય તેવા Apple Creator Studio અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સાથે સંબંધિત કમ્યૂનિકેશન મોકલવું
- છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે
ઉપયોગમાં લેવાતા ડેટામાં આનો સમાવેશ થાય છે :
- તમારા ખરીદી ટ્રાંઝેક્શનને પ્રોસેસ કરવા માટે જરૂરી વ્યક્તિગત ડેટા, જેમ કે તમારું અકાઉંટ અને ચુકવણીની માહિતી
- App Store દ્વારા ખરીદેલા Apple સેવાઓ માટેના તમારા સક્રિય સબ્સ્ક્રિપ્શન વિષેની માહિતી
રિટેંશન
અમે Freeform અને તમારા Apple Creator Studio સબ્સ્ક્રિપ્શન સાથે જોડાયેલા વ્યક્તિગત ડેટાને માત્ર અમારા વ્યવસાયની જરૂરીયાત હોય, કરારની બાધ્યતા અનુસાર અથવા કાનૂની આવશ્યકતા હોય ત્યાં સુધી જ જાળવી રાખીએ છીએ. તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા Apple Creator Studioમાંથી અનસબ્સ્ક્રાઇબ કર્યા પછી પણ કેટલીક માહિતી જેમ કે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની સબ્સ્ક્રિપ્શન ખરીદી હિસ્ટરીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2026-03-30