Game Center અને પ્રાઇવસિ

તમારા દ્વારા રમવામાં આવતી ગેમ અને તમારી ગેમ ઍક્ટિવિટી સહિતની તમારી ગેમપ્લે માહિતીનો ઉપયોગ Game Centerને સુધારવા માટે કરવામાં આવે છે. તમારું ઉપનામ, અવતાર, Arcade સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, સ્કોર અને તમારા દ્વારા શેર કરવા માટે પસંદ કરવામાં આવેલી અન્ય ઍક્ટિવિટી સંબંધી માહિતી Game Center યૂઝરને દૃશ્યમાન હોય છે.
 

Game Center તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • Game Center તમને ગેમ-સંબંધિત ઍક્ટિવિટીમાં ભાગ લેવા દે છે જેમ કે લીડરબોર્ડ; મલ્ટિપ્લેયરમાં સહભાગિતા, મિત્રો શોધવા, જોવા અને તેમને ગેમ માટે ચૅલેંજ કરવા; અને ઉપલબ્ધિઓ ટ્રૅક કરવી.
  • તમે Game Centerમાં સાઇન ઇન થઈને Game Center દ્વારા સક્ષમ કરેલી ગેમ્સ રમો ત્યારે Apple તમારા દ્વારા રમવામાં આવેલી ગેમ અને તમારી ગેમ ઍક્ટિવિટી જેવી માહિતી કલેક્ટ કરે છે. આ માહિતીનો ઉપયોગ તમારા હાઇ સ્કોર, ઉપલબ્ધિઓ અને ચૅલેંજને ટ્રૅક કરવા અને તમારા માટે અને અન્ય લોકો માટે Game Center સુધારવા માટે કરવામાં આવે છે.
  • Apple તમારા Game Center મિત્રોનું લિસ્ટ, તમારી સાથે રમતા પ્લેયર અને તમારો એકસાથે રમવાના સમય વિષેની માહિતી પણ કલેક્ટ કરે છે. આ માહિતીનો મલ્ટિપ્લેયર ગેમમાં સરળતાથી ફરીથી સામેલ કરવામાં તમને મદદ કરવા, ઝડપથી એકબીજાના હાઇ સ્કોર જોવા અને તમારા માટે અને અન્ય લોકો માટે Game Centerમાં સુધારા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
  • તમારું Game Center ઉપનામ, અવતાર, સ્કોર અને Arcade સબ્સ્ક્રિપ્શન સ્થિતિ Game Centerના તમામ યૂઝરને દેખાય છે. તમે તમારા Game Centerના મિત્રો અથવા Game Centerના તમામ યૂઝર સાથે Game Centerની તમારા દ્વારા રમવામાં આવેલી ગેમ અને ઉપલબ્ધિઓની પ્રગતિ જેવી અન્ય ઍક્ટિવિટીની માહિતી શેર કરવાનું પણ પસંદ કરી શકો છો. આ માહિતી એ લોકોને દેખાશે જેમની સાથે તમે આ Game Center, App Store, Apple Games અને Apple Arcade જેવી અન્ય Apple સર્વિસમાં શેર કરો છો. તમારું નામ તમારા Game Centerના મિત્રોને પણ દેખાઈ શકે છે.
  • Apple દ્વારા તમારા મિત્રોને સૂચવવા માટે તમારા જે સંપર્ક દ્વારા તેમના Game Center ઉપનામને તેમના સંપર્ક કાર્ડ સાથે લિંક કર્યું હોય તેમની ઓળખ ન કરી શકાય તેવી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે પણ તે માહિતીને સ્ટોર કરવામાં નથી આવતી. આ ભલામણો સાથે અસિસ્ટ કરવા માટે Game Center દ્વારા ઑન-ડિવાઈસ પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

તમારી માહિતીની પ્રાઇવસિ અને સુરક્ષાને સુરક્ષિત રાખવી એ Appleમાં દરેકની પ્રાથમિકતા છે. અમે માત્ર એ જ ડેટા કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ જેની તમારા અનુભવને બહેતર બનાવવા માટે અમને જરૂર હોય છે અને જ્ચારે અમે ડેટા કલેક્ટ કરીએ છીએ ત્યારે અમે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું મહત્ત્વનું છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને અમને શા માટે તેની જરૂર છે, જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો. Appleની દરેક પ્રૉડક્ટ અને સર્વિસની જેમ Game Center પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Game Center પ્રદાન કરવું અને બહેતર કરવું

એકવાર તમે Game Center પર ઑનબોર્ડ થાઓ પછી તમે ગેમ-સંબંધિત ઍક્ટિવિટીમાં ભાગ લઈ શકો છો જેમ કે લીડરબોર્ડ; મલ્ટિપ્લેયર ગેમમાં સહભાગિતા, મિત્રો શોધવા, જોવા અને તેમને ગેમ માટે ચૅલેંજ કરવા અને ઉપલબ્ધિઓ ટ્રૅક કરવી. જ્યારે તમે Game Centerનો ઉપયોગ કરો છો ત્યારે Apple તમારા ગેમપ્લે સંબંધિત માહિતી કલેક્ટ કરે છે જેમાં તમારા દ્વારા રમવામાં આવતી ગેમ, તેને રમતી વખતે અને તમે તેને કોની સાથે રમો છો; તમારા સ્કોર અને ઉપલબ્ધિઓ અને તમારા દ્વારા મોકલવામાં આવતી અને પ્રાપ્ત થતી ચૅલેંજનો સમાવેશ થાય છે. Apple તમારા Game Centerના મિત્રો અને તમારી સાથે રમતા પ્લેયર અને જ્યારે તમે મલ્ટિપ્લેયર ગેમમાં સરળતાથી અને ઝડપથી એકબીજાના ઉચ્ચ સ્કોર જોવા માટે એકસાથે રમો છો ત્યારે તેની સૂચી પણ કલેક્ટ કરે છે. આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ છે.

Apple Game Centerના ફીચર સાથે તમારા ઇંટરૅક્શનની માહિતી પણ કલેક્ટ કરે છે જેમાં તમે શું જોયું અને ક્લિક કર્યું, તમે ગેમ કંટ્રોલરનો ઉપયોગ કરો છો કે નહિ અને કંટ્રોલર વિષેની વિગતો અને સેટિંગ્સમાંથી ઍક્સેસ કરી શકાય તેવા ફીચર જેમ કે તમારી ફ્રેંડ રિક્વેસ્ટનો સમાવેશ થાય છે. જ્યારે તમે Game Centerમાં સાઇન ઇન કરેલું હોય અને કંટ્રોલ સેંટર દ્વારા ગેમ ઓવરલે અને ગેમ કંટ્રોલને ઍક્સેસ કરો ત્યારે Apple ઓવરલે અને કંટ્રોલ સાથેના તમારા ઇંટરૅક્શનને કલેક્ટ કરે છે. આ માહિતી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ ન હોય તેવા રૅન્ડમ આઇડેંટિફાયર સામે સ્ટોર કરવામાં આવે છે. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં આ આઇડેંટિફાયરને રીસેટ કરવા માટે સેટિંગ્સ > Game Center > આઇડેંટિફાયર રીસેટ કરો પર જાઓ. Macમાં સિસ્ટમ સેટિંગ્સ > Game Center > આઇડેંટિફાયર રીસેટ કરો પર જાઓ.

આ સેક્શનમાં વર્ણવ્યા મુજબ માહિતીનો ઉપયોગ Game Center તેમજ તમારા અને અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા Game Center માટે અન્ય Apple સર્વિસને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે થઈ શકે છે.

પ્લેયર અને મિત્રો સાથે રમવું

તમારું Game Center ઉપનામ, અવતાર, સ્કોર અને Arcade સબ્સ્ક્રિપ્શન ગ્લોબલ લીડરબોર્ડ સાથેની ગેમ માટે Game Centerના તમામ યૂઝરને દેખાય છે. તમે તમારા Game Centerના મિત્રો અથવા Game Centerના તમામ યૂઝર સાથે Game Center ઍક્ટિવિટીની માહિતી શેર કરવાનું પણ પસંદ કરી શકો છો. આ માહિતીમાં તમારા દ્વારા રમાયેલ ગેમ અને તમારી ઉપલબ્ધિઓની પ્રગતિ એ લોકોને દેખાશે જેમની સાથે તમે આ Game Center અને અન્ય Apple સર્વિસમાં જેમ કે App Store અને Apple Arcadeમાં શેર કરો છો. બાળકોની Game Center ઍક્ટિવિટીની માહિતી માત્ર તેના Game Center મિત્રો સાથે શેર કરી શકાય છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > Game Center > ઍક્ટિવિટી શેરિંગ પર જઈને તેમજ Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Game Center > ઍક્ટિવિટી શેરિંગ પર જઈને તમારી ઍક્ટિવિટી શેરિંગની સ્થિતિને જોઈ શકો છો અને બદલી શકો છો.

જ્યારે તમારા Game Center ઉપનામને સંપર્ક કાર્ડ સાથે લિંક કરવામાં છે ત્યારે Game Center તમારા Apple અકાઉંટ સાથે સંકળાયેલા ઇમેલ અડ્રેસ અને ફોન નંબરનો ઉપયોગ કરશે. આ તમારા Game Centerના મિત્રોને તેમની સંપર્ક ઍપમાં તમારું જે નામ સેવ કર્યું હોય તેનો ઉપયોગ કરીને તમને વધુ સરળતાથી શોધવાની તેમને અનુમતિ આપે છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > Game Center > “તમને શોધવામાં મિત્રોને મદદ કરો” પર જઈને અને Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Game Center > “તમને શોધવામાં મિત્રોને મદદ કરો” પર જઈને તમે આ સેટિંગને કંટ્રોલ કરી શકો છો.

જ્યારે તમે મલ્ટિપ્લેયર ફંક્શનાલિટિને સપોર્ટ કરતી ગેમ રમો છો ત્યારે અન્ય Game Center યૂઝર જે સમાન ગેમને સમાન Wi-Fi નેટવર્ક અથવા લોકલ એરિયા નેટવર્ક પર ઍક્સેસ કરતા અથવા Bluetoothની રેંજમાં હોય તેઓ એ જોવામાં સક્ષમ હશે કે તમે નજીકમાં છો અને તમારું ઉપનામ અને અવતાર જોઈ શકશે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > Game Centerમાં જઈને ”નજીકના પ્લેયરને બંધ કરો” પર ટૅપ કરીને અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Game Center પર જાઓ પછી “નજીકના પ્લેયર” બંધ કરો પર ક્લિક કરો. tvOS પર સિસ્ટમ સેટિંગ્સ > પ્રોફાઇલ અને અકાઉંટ > [તમારું નામ] > Game Center પર જાઓ અને નજીકના પ્લેયર બંધ કરો.

Apple તમારા જે સંપર્ક દ્વારા તેમના Game Center ઉપનામને તેમના સંપર્ક કાર્ડ સાથે લિંક કર્યું હોય તેમની ઓળખ ન કરી શકાય તેવી માહિતી મેળવે છે. આ માહિતીનો ઉપયોગ તમને Game Center પર બતાવવામાં આવતા મિત્ર ભલામણોને ઇનહાંસ કરવા માટે કરવામાં આવે છે પણ તેને Apple દ્વારા સ્ટોર કરવામાં આવતી નથી. આ ભલામણો સાથે અસિસ્ટ કરવા માટે Game Center દ્વારા ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમે iOS 10 પહેલાં મિત્ર બનાવ્યા છે તો તે મિત્રો તમારું વાસ્તવિક નામ જોઈ શકશે. જો તમે iOS 10 પર આવ્યા ત્યારથી મિત્ર બનાવ્યા છે તો તે મિત્રો તમારું વાસ્તવિક નામ જોઈ શકશે. બાળકોના અકાઉંટથી વાસ્તવિક નામ iOS 10 પહેલાના વર્ઝન સહિતમાં મિત્રોને ક્યારેય દેખાતું નથી.

Game Center અને Apple Games

Game Center એ Apple Games ઍપ અનુભવનો એક મુખ્ય ભાગ છે. Apple Games ઍપનો ઉપયોગ કરવા માટે તમારે Game Centerમાં સાઇન ઇન કરવું પડશે. તમારી Game Center પ્રોફાઇલ, જેમાં તમારું ઉપનામ અને અવતાર તેમજ તમારી Game Center ઍક્ટિવિટી સામેલ છે — જો તમે તેને શેર કરવાનું પસંદ કર્યું હોય તો — તમે ગેમ ઍપનો ઉપયોગ ન કરો તો પણ Apple Games ઍપમાં ઉપલબ્ધ રહેશે. જ્યારે તમે Apple Games ઍપનો ઉપયોગ કરો ત્યારે તમારી ગેમિંગ ઍક્ટિવિટી, મિત્રો, ચૅલેંજ અને ઉપલબ્ધિઓ વિષેની માહિતીનો ઉપયોગ Apple Games ઍપ દ્વારા તમારા Apple Games અનુભવને વધારવા અને વ્યક્તિગત કરવા, ગેમ શોધવા અને મિત્રો શોધવામાં મદદ કરવા, Game Center અને Apple Gamesને પ્રદાન કરવા અને બહેતર બનાવવામાં મદદ કરવા અને તમને સંચાર મોકલવા માટે થઈ શકે છે જેમ કે ઉપર “Game Centerને ઑપ્ટિમાઇઝ કરવું અને બહેતર બનાવવું” અને “અન્ય લોકો અને મિત્રો સાથે રમવું” વિભાગોમાં વર્ણવેલ છે. Apple Games વિષે વધુ માહિતી માટે, www.apple.com/legal/privacy/data/en/apple-games પર જાઓ.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન વગેરે તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને Game Center અને અન્ય તમારા રસના Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. Apple તમને ઇમેલ મોકલવા અને Game Centerમાં ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે તમને પુશ સૂચનાઓ મોકલવા માટે Game Centerની અંદર તમારી ખરીદી સંબંધી ઍક્ટિવિટી વિષેની માહિતીનો ઉપયોગ પણ કરી શકે છે. તમે account.apple.com પર જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને આ ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સૂચનાઓની પ્રાથમિકતા અપડેટ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > Game Center પર જાઓ. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > સૂચનાઓ > Game Center પર જાઓ. Apple અમારી સેવાઓને બહેતર બનાવવા માટે સૂચનાઓ સહિત અમારા સંચાર સાથેના તમારા ઇંટરૅક્શન સંબંધિત માહિતીનો ઉપયોગ કરે છે.

તૃતીય-પક્ષ ડેવલપર

જયારે તમે Game Centerમાં સાઇન ઇન કરો છો ત્યારે તમારા દ્વારા રમવામાં આવતી ગેમના ડેવલપર તમારું ઉપનામ, અવતાર અને અન્ય વિશિષ્ટ Game Center આઇડેંટિફાયર સહિત તમારા વિષેની માહિતી માટે વિનંતી કરી શકે છે. ડેવલપર તમારા મિત્રો અને તાજેતરમાં તમારી સાથે રમતા પ્લેયર સહિત સંબંધિત પ્લેયરના લિસ્ટ માટે વિનંતી કરી શકે છે જેમાં ઉપનામ અને અવતાર સામેલ હશે. જો તમે કોઈ ઍપને મિત્રો સાથે તમને કનેક્ટ કરવાની અનુમતિ આપો છો તો તે આ ગેમ રમતા તમારા મિત્રોનું લિસ્ટ ઍક્સેસ કરી શકે છે. માત્ર તે મિત્રો તમારા મિત્રના રૂપમાં દેખાશે જેઓ આ ઍપને તેમના મિત્રો સાથે કનેક્ટ કરવા માટે સંમત થયા હતા. તમે કોઈ પણ સમયે ઍપને તમારા મિત્રો સાથે કનેક્ટ કરવાની અનુમતિ નહિ આપવાનું પસંદ પણ કરી શકો છો. તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર આ કરવા માટે સેટિંગ્સ > Game Center પર જાઓ અને “મિત્રોનું લિસ્ટ શેર કરો” બંધ કરો પર ટૅપ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > Game Center પર જાઓ અને “મિત્રોનું લિસ્ટ શેર કરો” બંધ કરો પર ક્લિક કરો. આ ઍપ્સને તમારા Game Center મિત્રો સાથે કનેક્ટ કરવા માટે પૂછવાથી રોકે છે અને પહેલાંથી અનુમતિ આપેલી ઍપ સાથે તમારા મિત્રોનું લિસ્ટ શેર કરવાનું બંધ કરશે. જ્યારે તમે તૃતીય પક્ષ ઍપનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ડેવલપરની શરતો, પ્રાઇવસિ પૉલિસી અને વ્યવહારોને રિવ્યૂ કરવા જોઈએ જેથી તમે તે સમજી શકો કે તે ઍપ તમારા ડેટાને કઈ રીતે કલેક્ટ કરીને તેનો ઉપયોગ કરે છે.

Game Centerમાં બાળકો

તમારા પરિવારમાં Game Centerનો ઉપયોગ કરનારા બાળકો માટે તમે કોઈ ચોક્કસ ઍપ પર વિતાવવામાં આવેલા સ્ક્રીન ટાઇમ પર કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધનો ઉપયોગ કરી શકો છો અને તમારા બાળકના ડિવાઇસ પર મલ્ટિપ્લેયર ફંક્શનાલિટિ, મિત્રો ઉમેરવાની ક્ષમતા અને સમાન ગેમ રમતા મિત્રો સાથે કનેક્ટ થવાની ક્ષમતા જેવા Game Centerના ફીચરને બ્લૉક કરી શકો છો. તમારા iOS, iPadOS, અથવા visionOS ડિવાઇસ પર આ કરવા માટે સેટિંગ્સ > સ્ક્રીન ટાઇમ > કૉન્ટેંટ અને પ્રાઇવસિ પ્રતિબંધ > App Store, મીડિયા, વેબ અને ગેમ પર જઈને Game Center સેક્શન સુધી સ્ક્રોલ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> સ્ક્રીન ટાઇમ > કૉન્ટેંટ અને પ્રાઇવસિ પર જાઓ. tvOS પર સેટિંગ્સ > સામાન્ય > પ્રતિબંધો પર જાઓ. વધુમાં, જ્યારે Game Centerમાં અન્ય પ્લેયર સાથે કમ્યૂનિકેટ કરવામાં આવે છે ત્યારે બાળકો યૂઝર-ઇનપુટ કરેલી ટેક્સ્ટ મોકલી અથવા પ્રાપ્ત કરી શકતા નથી. તે પ્રિસેટ મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે પ્રતિબંધિત છે. બાળકો માટે ઇન-ગેમ વૉઇસ ચૅટ અક્ષમ કરેલ છે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે Game Centerમાં તમારી સહમતિના આધારે તેમજ તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ. જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાની નિમ્નલિખિત શ્રેણીઓ પ્રોસેસ કરીએ છીએ :

  • તમારો Game Centerનો ઉપયોગ જેમાં તમારા દ્વારા રમવામાં આવેલી ગેમ અને તમારી ગેમ ઍક્ટિવિટી સામેલ હોય છે
  • તમારું ઉપનામ, અવતાર, Arcade સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, સ્કોર અને અન્ય ઍક્ટિવિટીની માહિતી
  • તમારા Game Centerના મિત્રો, તમારી સાથે રમતા પ્લેયર અને તમારો એકસાથે રમવાનો સમય

આ કાયદેસરના હિતમાં સામેલ છે :

  • તમારા અને અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા Game Center માટે અન્ય Apple સર્વિસને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે થઈ શકે છે
  • જેમાં તમને રુચિ હોય તેવી Game Center અને અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફરથી સંબંધિત કમ્યૂનિકેશન મોકલવા
  • છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

રિટેંશન

Game Center તમારા વિષે કલેક્ટ કરવામાં આવેલી માહિતીને ત્યાં સુધી જાળવી રાખશે જ્યાં સુધી તમે તમારા Game Center અકાઉંટ સાથે જોડાયેલ Apple અકાઉંટને જાળવી રાખો છો.

છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે

અમે વ્યક્તિગત ડેટાને Game Center અને અન્ય Apple ઍપ અને સેવામાં છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને રોકવા માટે પણ કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી અને Game Center અને અન્ય ઍપ અને સેવાઓ સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-03-30