આરોગ્યના રેકોર્ડ અને પ્રાઇવસિ

આરોગ્ય રેકોર્ડ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


તમારા હેલ્થકેર પ્રોવાઇડર સાથે સીધા કનેક્શનથી આરોગ્ય રેકોર્ડ દ્વારા તમને તમારા iPhone અથવા iPadમાં આરોગ્ય રેકોર્ડને ઑટોમૅટિક રીતે ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. આ ફીચરના કનેક્શનમાં તમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા કોઈ પણ આરોગ્ય રેકોર્ડ એંક્રિપ્ટ કરેલા રૂપમાં સ્ટોર કરવામાં આવે છે અને તમારા ડિવાઇસ પર તમારા પાસકોડ દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવે છે.

આરોગ્ય રેકોર્ડને સપોર્ટ કરી શકે તેવા આરોગ્ય સર્વિસ પ્રોવાઇડર શોધવામાં તમારી મદદ કરવા માટે Apple તમારા પ્રોવાઇડરના નામ સર્ચ કરી શકે છે. તમારી સહમતિથી તમારા ડિવાઇસના લોકેશનનો ઉપયોગ ભૌગોલિક રીતે સુસંગત પરિણામો પ્રદાન કરવા માટે કરવામાં આવશે. એક વાર તમે તમારા હેલ્થકેર પ્રોવાઇડરને લોકેટ કરી લો એટલે તમને તમારી પેશંટ લૉગઇન માહિતી પ્રમાણિત કરવાનું કહેવામાં આવે છે. આરોગ્ય રેકોર્ડ તમારા iPhone અથવા iPad ડિવાઇસમાં ઑટોમૅટિક રીતે ડાઉનલોડ કરવામાં આવશે. તમારું ડિવાઇસ સુરક્ષિત ટોકનનો ઉપયોગ કરશે જેનો ઉપયોગ આરોગ્ય રેકોર્ડ પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. આરોગ્ય ઍપ દર્દીના લૉગ ઇન સંબંધિત માહિતી સ્ટોર કરતું નથી.

તમારા આરોગ્ય ઍપ ડેટા તેમજ આરોગ્ય રેકોર્ડને iCloudનો ઉપયોગ કરીને તમારા તમામ ડિવાઇસમાં ઑટોમૅટિક રીતે અપ-ટૂ-ડેટ રાખવામાં આવશે જ્યાં તેને ટ્રાંઝિટ અને રેસ્ટ દરમિયાન એંક્રિપ્ટ કરવામાં આવે છે. આ ફીચર અક્ષમ કરવા માટે સેટિંગ્સ > [તમારું નામ] > iCloud પર જાઓ અને “આરોગ્ય બંધ કરો” પર ટૅપ કરો.

તમે તમારા અકાઉંટને કાઢીને કોઈ પણ સમયે આરોગ્ય રેકોર્ડ મેળવવાનું અટકાવી શકો છો. આમ કરવા માટે આરોગ્ય ઍપ ખોલો, બ્રાઉઝ ટૅબ પર ટૅપ કરો, તમારી પ્રોફાઇલ પર ટૅપ કરો, આરોગ્ય રેકોર્ડ પર ટૅપ કરો અને તમે જે અકાઉંટ કાઢી નાખવા માંગતા હો તેને સિલેક્ટ કરો, પછી “અકાઉંટ કાઢી નાખો” પર ટૅપ કરો. તમારા અકાઉંટને કાઢી નાખવાથી તે અકાઉંટ સાથે જોડાયેલ રેકોર્ડ તમારા ડિવાઇસ અને Apple સર્વર પરથી ડિલીટ થઈ જશે.

જો તમને તમારા દર્દીઓની લૉગ ઇન માહિતી અથવા તમારા આરોગ્ય રેકોર્ડના કૉન્ટેંટ સાથે કોઈ સમસ્યાનો અનુભવ કરો છો તો તમારા હેલ્થકેર પ્રોવાઈડર સાથે સંપર્ક કરો.

આરોગ્ય રેકોર્ડ જે તમે તમારા iPhone અથવા iPad પર ડાઉનલોડ કરો છો તે તમારી મેડિકલ હિસ્ટરીને સચોટ રીતે ન પણ દર્શાવે તેમજ તેને તમારા અધિકૃત આરોગ્ય રેકોર્ડ અથવા તેને તમારા વ્યવસાયિક મેડિકલ નિર્ણયના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાતો નથી. તમારા આરોગ્ય વિષે કોઈ નિર્ણય લેવા માટે તમારે તમારા હેલ્થકેર પ્રોવાઈડરની સલાહ લેવી જોઈએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12