iCloud ઍનાલિટિક્સ અને પ્રાઇવસિ

ઍનાલિટિક્સ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


તમારા Apple અકાઉંટમાંથી ઉપયોગ અને ડેટાના ઍનાલિટિક્સની અનુમતિ આપીને Siri અને અન્ય ઇંટેલિજંટ ફીચર સહિત તેમના ઉત્પાદનો અને સેવાઓને બહેતર બનાવવામાં Appleને મદદ કરો. ઇમેલ મેસેજના ટેક્સ્ટ સ્નિપેટ અથવા તમારા અકાઉંટના અન્ય સમાન ડેટા સહિત તમારા Apple અકાઉંટના ડેટાનું તમામ વિશ્લેષણ ડિફરેંશલ પ્રાઇવસિ જેવી ટૅક્નીકનો ઉપયોગ કર્યા પછી જ કરવામાં આવે છે તેથી તે તમારી સાથે કે તમારા અકાઉંટ સાથે જોડી ન શકાય.

તમે કોઈ પણ સમયે iCloud ઍનાલિટિક્સને બંધ કરવાનું પસંદ કરી શકો છો. આમ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ અને iCloud ઍનાલિટિક્સને શેર કરોને બંધ કરવા માટે ટૅપ કરો.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12