iCloud કીચેન અને પ્રાઇવસિ

iCloud કીચેન તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


iCloud કીચેન તમારા દ્વારા iCloudમાં સેવ કરેલી વેબસાઇટ યૂઝરનેમ, પાસવર્ડ, ક્રેડિટકાર્ડ નંબર અને મુદત પૂરી થવાની તારીખને સ્ટોર કરે છે. તેને તમારા તમામ iOS 7 અથવા તે પછીના વર્ઝન સાથેના ડિવાઇસ અને તમારા Mac કંપ્યૂટર પર ચાલતા OS X Mavericks (10.9) અને તે પછીના વર્ઝન પર અપ-ટૂ-ડેટ રાખે છે.

તમે iCloud કીચેન ચાલુ કરો ત્યારે તમારા દ્વારા યૂઝરનેમ, પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી એંટર કરતા Safari ઑટોફિલ ફીચર તેને સેવ કરવા માટે તમને સંકેત આપશે. સેવ કરી લીધા પછી યૂઝરનેમ, પાસવર્ડ અથવા ક્રેડિટ કાર્ડની માહિતી ઑટોફિલ થઈ જશે, જેથી તમારે તેને ફરીથી એંટર ન કરવી પડે. Safari ઑટોફિલ અને iCloud કીચેન તમારા ક્રેડિટ કાર્ડના સિક્યુરિટી કોડને સ્ટોર કરશે નહિ. ઉદાહરણ તરીકે, Safariમાં ખરીદી કરતી વખતે તમે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો અને Safari ઑટોમૅટિક રીતે ક્રેડિટ કાર્ડ નંબર અને કાર્ડની એક્સપાયરી ડેટ ભરી દેશે. તે પછી પણ તમારે ખરીદી પૂર્ણ કરવા માટે તમારો સિક્યુરિટી કોડ એંટર કરવાનો રહેશે. Safariનું પાસવર્ડ જનરેટર પણ તમારા ઑનલાઇન અકાઉંટ માટે તમને વિશિષ્ટ, મુશ્કેલીથી અનુમાન કરી શકાય તેવા પાસવર્ડનું સૂચન આપી શકે છે અને આ પાસવર્ડને સ્ટોર કરવા માટે iCloud કીચેનનો ઉપયોગ કરી શકે છે. તમે તમારા ડિવાઇસને બૅકઅપમાંથી રિસ્ટોર કરો તો iCloud કીચેન તમારા સેવ કરેલા અકાઉંટમાં ઑટોમૅટિક સાઇન ઇન કરી શકે છે. iCloud કીચેનના સેટ અપ અંગે વધુ માહિતી માટે support.apple.com/109016 પર જાઓ.

તમારું iCloud કીચેન તમારા ડિવાઇસ પર ટ્રાંસમિટ કરતી વખતે અને iCloudમાં સ્ટોરેજ દરમિયાન એંક્રિપ્ટ કરેલું હોય છે અને Apple દ્વારા વાંચી શકાતું નથી.

2025-12-12