વૉલેટમાં ID અને પ્રાઇવસિ
વૉલેટમાંના ઓળખપત્ર લોકોને તેમનું ઓળખપત્ર રજુ કરવા માટે એક સરળ, ઝડપી અને વધુ સુરક્ષિત રીત પ્રદાન કરવામાં માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
![]()
- તમારું ડિજિટલ ઓળખપત્ર જાહેરકર્તા વિભાગ Apple અથવા તો તમારી સરકારને તમે તમારું ઓળખપત્ર ક્યારે અને કોની સામે પ્રસ્તુત કરો છો તે માહિતીની જાણ થતી નથી.
- Apple તમારા ઓળખપત્રની ઇમેજને સ્ટોર કરતું નથી. Apple છેતરપિંડી રોકવા અને વૉલેટમાં તમારા IDને ડિસ્પ્લે કરવા માટે તમારા ઓળખપત્રમાંથી સીમિત માહિતીનો ઉપયોગ કરે છે.
- વૉલેટમાં તમારું ID રજૂ કરતી વખતે તમારું ડિવાઇસ તમે કરેલી વિનંતી માટે ચોક્કસ માહિતી દેખાડશે અને તમારી અનુમતિ વિના તે માહિતીને રજૂ કરશે નહિ.
- વૉલેટ દ્વારા તમારું ઓળખપત્ર ઉમેરતી વખતે તમારી ઓળખ સંબંધિત માહિતી અને તમારા Apple અકાઉંટ તેમજ ડિવાઇસ ઉપયોગ પૅટર્ન અને સેટિંગ્સની માહિતીનો ઉપયોગ ડિજિટલ ઓળખપત્ર જાહેરકર્તા વિભાગ દ્વારા છેતરપિંડી રોકવા માટે કરવામાં આવશે.
- તમારી ID ઉમેરતી વખતે Live Photo અને રેકોર્ડ કરવામાં આવેલી ચહેરાની અને માથાની મુવમેંટ જેવી તમારા દ્વારા સબમિટ કરાતી વેરિફિકેશન સંબંધિત વધારાની માહિતીનો ઉપયોગ Apple દ્વારા આ ફીચર માટે છેતરપિંડી રોકવા માટે કરવામાં આવશે અને જ્યાં સુધી ડિજિટલ ઓળખપત્ર જાહેરકર્તા વિભાગ દ્વારા તમારા ઓળખપત્રને વૉલેટમાં ઉમેરવાનું અધિકૃત કરવામાં આવે અથવા નકારવામાં આવે માત્ર ત્યાં સુધી જાળવવામાં આવશે.
વૉલેટમાંના ID લોકોને તેમનું ઓળખપત્ર રજુ કરવા માટે એક સરળ, ઝડપી અને વધુ સુરક્ષિત રીત પ્રદાન કરે છે.
તમારું ઓળખ કાર્ડ ઉમેરવું
વૉલેટ દ્વારા તમારું સરકારી ઓળખપત્ર ઉમેરવું
ઓળખપત્ર ઉમેરવા માટે, તમને તમારા સરકારી ઓળખપત્ર જેમ કે તમારા ડ્રાઇવિંગ લાઇસંસ અથવા સરકારી IDની આગળ અને પાછળની બાજુનો ફોટો લેવાનું કહેવામાં આવશે. તમારું ડિવાઇસ તમારી ઇમેજની ગુણવત્તા અને તેમના પ્રકારનું મૂલ્યાંકન કરશે જેથી ખાતરી કરી શકાય કે તમારા દ્વારા આપવામાં આવેલી ઇમેજ તમારા સરકારી જાહેરકર્તા વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવશે. તમારા ઓળખપત્રની ઇમેજ ડિવાઇસ પર એંક્રિપ્ટ કરવામાં આવે છે અને તમારા સરકારી જાહેરકર્તા વિભાગને મોકલવામાં આવે છે જે એને તેમના તૃતીય-પક્ષ ઓળખ વેરિફિકેશન સર્વિસ પ્રોવાઇડર સાથે શેર કરશે; Apple તમારા ઓળખપત્રની ઇમેજ જોતું અથવા સ્ટોર કરતું નથી. તમારું ડિવાઇસ તમારા ઓળખ પત્રમાંથી બારકોડને રીડ કરશે અને ઓળખના વેરિફિકેશન અને છેતરપિંડી રોકવા માટે Appleની સાથે નામ, સરનામું અને જન્મતારીખ શેર કરશે. Appleના અંતર્ગત પ્લૅટફૉર્મ પર ફીચરને સપોર્ટ કરવા અને છેતરપિંડી રોકવા માટે ઓળખ સંબંધી જાણકારી સફળતાપૂર્વક વેરિફાઈ કરવામાં આવી કે નહિ જેવા વેરિફિકેશન પરિણામ વિષે Apple માહિતી સ્ટોર કરવાનું ચાલુ રાખી શકે છે પણ Apple અંતર્ગત ઓળખ સંબંધી જાણકારી (જેમ કે બારકોડથી રીડ થયેલ જન્મતારીખ) સ્ટોર કરશે નહિ.
વૉલેટમાં ઓળખ પત્ર ઉમેરતી વ્યક્તિ ઓળખ પત્ર ધરાવતી વ્યક્તિ જ છે તે સુનિશ્ચિત કરવા માટે તમને તમારો Live Photo લેવા માટે કહેવામાં આવશે. તમારું ડિવાઇસ તમારા દ્વારા આપવામાં આવતી Live Photo માટે સ્ટિલ ફ્રેમની ક્વૉલિટીનું મૂલ્યાંકન કરશે જેથી ખાતરી કરી શકાય કે તમારા દ્વારા આપવામાં આવેલો સ્ટિલ ફ્રેમ ફોટો તમારા સરકારી જાહેરકર્તા વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવશે. તમારા Live Photo પરથી આ સ્ટિલ ફ્રેમ ડિવાઇસ પર એંક્રિપ્ટ કરવામાં આવશે અને તમારા સરકારી જાહેરકર્તા વિભાગને તેની ફાઇલમાં રહેલા IDની ઇમેજ સાથે સરખામણી કરવા માટે મોકલવામાં આવશે. તમારો સરકારી જાહેરકર્તા વિભાગ આ સ્ટિલ ફ્રેમ ફોટોને તેની પ્રાઇવસિ પૉલિસી પ્રમાણે પ્રોસેસ કરશે જેથી તે ચહેરાની ઓળખ કરતી ટૅક્નોલોજીનો ઉપયોગ કરવાની અનુમતિ આપી શકે છે. છેતરપિંડી રોકવામાં મદદ કરવા માટે તમારા સરકારી જાહેરકર્તા વિભાગ પાસે તમારો સ્ટિલ ફ્રેમ ફોટો સબમિટ કરતા પહેલાં તમારા Live Photoને તમારા ડિવાઇસ અને Apple દ્વારા તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે Live Photo કોઈ જીવંત વ્યક્તિનો જ છે અને તે જ વ્યક્તિ ઓળખપત્ર વૉલેટ પર ઉમેરવાની પ્રક્રિયામાં તેમનો સ્ટિલ ફ્રેમ ફોટો સબમિટ કરે છે. ચહેરા અને માથાના મુવમેંટની શ્રેણી હાથ ધરવા માટે તમને પ્રૉમ્પ્ટ કરવામાં આવી શકે છે. જેવી રીતે તમારા ડિવાઇસ અને Apple દ્વારા Live Photo ફોટોનું મૂલ્યાંકન કરવામાં આવે છે એવી જ રીતે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. Live Photo અથવા જો લાગુ હોય તો તમારા મૂવમેંટ વિષેની માહિતી પણ Live Photo અથવા મૂવમેંટની રેકૉર્ડિંગ નહિ તે રીતે સ્ટોર કરવામાં આવે છે કે જ્યારે તમે તમારું ID ઉમેરવાની પ્રોસેસમાં હો ત્યારે તે તમારી સાથે જોડાયેલ હોય છે.
તમારા Apple અકાઉંટ, ડિવાઇસના વપરાશની પૅટર્ન અને સેટિંગ્સ, તમારા સ્ટેટ ઓળખપત્રને ઉમેરવાના પ્રયાસ સમયે ડિવાઇસની લોકેશન (જો તમે લોકેશન સેવા સક્ષમ કરેલી હોય) અને તમારા Live Photo અથવા ચહેરાની અને માથાની મૂવમેંટ વિષેની માહિતી Apple સાથે છેતરપિંડી રોકવા માટે શેર કરવામાં આવશે. Apple આ માહિતીને આધારે છેતરપિંડીના સંકેતને છેતરપિંડી અટકાવવા માટે તમારા સરકારી જાહેરકર્તા વિભાગ સાથે શેર કરશે. Apple નહિ પરંતુ તમારા સરકારી જાહેરકર્તા વિભાગ નક્કી કરશે કે તમારા ઓળખપત્રને વૉલેટમાં ઉમેરવાનું અધિકૃત કરવું કે નહિ. અમુક વાર તમારો સરકારી જાહેરકર્તા વિભાગ વધારે માહિતી આપવા અથવા વ્યક્તિગત રીતે હાજર રહેવાનું કહી શકે છે. Apple આ હકીકત સંબંધિત માહિતી પ્રાપ્ત કરી શકે છે કે તમારા સરકારી જાહેરકર્તા વિભાગને વધારાના વેરિફિકેશન અને વેરિફિકેશનના પ્રકાર (જેમ કે રૂબરૂ મુલાકાત)ની જરૂર છે. Apple આ માહિતીને એવી રીતે જાળવી રાખે છે કે જ્યારે સરકારી જાહેરકર્તા વિભાગ ફીચરને મૅનેજ કરવા અને બહેતર બનાવવા માટે વૉલેટમાં તમારી ID ઉમેરવાની અધિકૃતતા આપવી કે નહિ તે અંગે નિર્ણય લેવાની પ્રક્રિયામાં હોય ત્યારે આ માહિતી માત્ર તમારી સાથે જ લિંક થયેલ હોય. અમુક વાર તમારો સરકારી જાહેરકર્તા વિભાગ વધારાની માહિતીને રિવ્યૂ કર્યા બાદ તમને વેરિફિકેશન કોડ આપી શકે છે. આ વેરિફિકેશન કોડ ડિવાઇસ પર એંક્રિપ્ટ કરવામાં આવે છે અને તમારા સરકારી જાહેરકર્તા વિભાગને મોકલવામાં આવે છે. Apple વેરિફિકેશન કોડને જોતું અથવા સ્ટોર કરતું નથી. તમારો સરકારી જાહેરકર્તા વિભાગ Appleને તેના અધિકૃતતા સ્ટેટસ (ઉદાહરણ તરીકે રિવ્યૂ હેઠળ, સ્વીકાર્ય) અંગેની માહિતી પ્રદાન કરી શકે છે જેથી Apple તમારા ડિવાઇસ પર અપડેટ મોકલી શકે અને વૉલેટમાં તમારા ઓળખપત્રને મૅનેજ કરવામાં મદદ કરી શકે.
વૉલેટ દ્વારા તમારી ડિજિટલ ID ઉમેરવી
આ ફીચર માત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ઉપલબ્ધ છે.
તમારી ડિજિટલ ID ઉમેરવા માટે તમારા ડિવાઇસને તમારા પાસપોર્ટ પર રહેલી ઇ-પાસપોર્ટ ચિપની ઍક્સેસ કરવાની અનુમતિ આપવા માટે તમને તમારા પાસપોર્ટના ફોટો પેજ પર રહેલા મશીન-રિડેબલ ઝોન (MRZ) ટેક્સ્ટને તમારા iPhoneનો ઉપયોગ કરીને સ્કૅન કરવાનું કહેવામાં આવશે. પછી ઇ-પાસપોર્ટ રીડ કરવા માટે તમારે તમારા iPhoneને તમારા ડિવાઇસના નિર્દેશ અનુસાર તમારા પાસપોર્ટ પર મૂકવો પડશે. તમારું ડિવાઇસ ઇ-પાસપોર્ટમાં રહેલી માહિતીને વૅલિડેટ કરવા માટે MRZ અને ઇ-પાસપોર્ટ ડેટા Appleને મોકલશે. Apple તમારા ડિવાઇસમાં તમારી ડિજિટલ ID પ્રદાન કરવા અને મૅનેજ કરવામાં મદદ કરવા તેમજ છેતરપિંડી રોકવા માટે તમારા પાસપોર્ટની માહિતીને એનકોડ કરશે અને તેના ભાગને સ્ટોર કરશે. વૉલેટમાં ડિજિટલ ID કાર્ડ ઉમેરતી વ્યક્તિ પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ જ છે તે સુનિશ્ચિત કરવા માટે ઉપર સ્ટેટ ઓળખપત્ર માટે વર્ણવ્યા મુજબ તમારે તમારો Live Photo લેવો આવશ્યક છે. ડિજિટલ ID માટે આ માહિતીને ડિજિટલ IDના જાહેરકર્તા તરીકે માત્ર Appleને મોકલવામાં આવશે અને તમારા સ્ટેટ અથવા રાષ્ટ્રીય સરકારને મોકલાવામાં આવશે નહિ. Apple દ્વારા તમને ડિજિટલ ID જાહેર કરવી કે નહિ તે નક્કી કરવા અને છેતરપિંડી રોકવાના હેતુ અંગે તમારા Live Photo, Apple અકાઉંટ, ડિવાઇસના વપરાશની પૅટર્ન અને સેટિંગ્સ અને તમારા ડિજિટલ IDને ઉમેરવાના પ્રયાસ સમયે ડિવાઇસની લોકેશન (જો તમે લોકેશન સેવા સક્ષમ કરેલી હોય) વિષેની માહિતી કલેક્ટ અને તેનો ઉપયોગ કરવામાં આવશે. તમારા Live Photo અથવા Live Photo ન હોય તેના વિષેની માહિતી તે રીતે સ્ટોર કરવામાં આવે છે કે જ્યારે તમે તમારું ID ઉમેરવાની પ્રોસેસમાં હોવ ત્યારે તે તમારી સાથે જોડાયેલ હોય છે. જો તમે Appleને તમારા Live Photoને મૅન્યુઅલ રીતે રિવ્યૂ કરવાની અનુમતિ આપવાનું પસંદ કરો તો નીચે ઓળખપત્ર સુધારવાના વિભાગમાં વર્ણવ્યા મુજબ Live Photoને થોડા સમય માટે Apple દ્વારા સ્ટોર કરવામાં આવી શકે છે.
જાહેરકર્તા વિભાગની ઍપ દ્વારા તમારું ઓળખપત્ર ઉમેરવું
આ ફીચર માત્ર જપાનમાં જ ઉપલબ્ધ છે.
સરકારી જાહેરકર્તા વિભાગની ઍપ દ્વારા વૉલેટમાં ઓળખપત્ર ઉમેરવા માટે તમારે જાહેરકર્તા વિભાગના નિયમો અને શરતો સાથે સહમત થવાની જરૂર પડશે અને સરકાર જાહેરકર્તા વિભાગને તમારી ઓળખ સાબિત કરવા માટેના પગલાં પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે તેમજ તમારા ઓળખપત્ર માટે PIN અથવા પાસવર્ડ સેટઅપ કરવાની પણ જરૂર પડી શકે છે. તમારો PIN અથવા પાસવર્ડ ફક્ત સરકારી જાહેરકર્તા વિભાગની ઍપ દ્વારા જ અપડેટ કરી શકાય છે. Appleને સરકારી જાહેરકર્તા વિભાગની ઍપમાં તમારી ઍક્ટિવિટી વિષે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. Apple નહિ પરંતુ તમારા સરકારી જાહેરકર્તા વિભાગ નક્કી કરશે કે તમારા ઓળખપત્રને વૉલેટમાં ઉમેરવાનું અધિકૃત કરવું કે નહિ.
તમારા ડિવાઇસ પર તમારા ઓળખપત્રને સાચવવું
ડિજિટલ ઓળખપત્ર જાહેરકર્તા વિભાગ તમારા ઓળખપત્રને વૉલેટમાં ઉમેરવાનું અધિકૃત કરે પછી તમારા ઓળખપત્ર પર પ્રદર્શિત માહિતી એંક્રિપ્ટ કરેલ ફૉર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે જેને માત્ર તમારા ડિવાઇસ પર Secure Enclaveનો ઉપયોગ કરીને જ ડીક્રિપ્ટ કરી શકાય છે. તમે વૉલેટ પર જઈને તમારા ઓળખપત્રની પાછળના ભાગ પર જઈને ડ્રાઇવિંગ લાઇસંસ માહિતી, સરકારી ID માહિતી, ડિજિટલ ID માહિતી અથવા કાર્ડની માહિતી પર ટૅપ કરીને માહિતી જોવા માટે પ્રમાણિત કરીને કોઈ પણ સમયે આ માહિતી જોઈ શકો છો. Apple આ માહિતી જોઈ શકતું નથી. Secure Enclave વિષે વધુ માહિતી માટે support.apple.com/guide/security/secure-enclave-sec59b0b31ff/web પર જાઓ.
વૉલેટમાં તમારું ID સુરક્ષિત રાખવું
તમારા ID કાર્ડને અનધિકૃત રીતે ઍક્સેસ કરવા અથવા પ્રસ્તુત કરવાથી સુરક્ષિત રાખવા માટે તમને તમારા ID કાર્ડને Face ID અથવા Touch ID માટે ઉપયોગમાં લેવાયેલા બાયોમેટ્રિક આઇડેંટિફાયર સાથે જોડવાનું કહેવામાં આવશે. તમારું ID અથવા તમારા IDની માહિતી રજૂ કરવા માટે તમારે નિર્દેશિત પદ્ધતિ અને બાયોમેટ્રિક આઇડેંટિફાયર દ્વારા પ્રમાણિત કરવા પડશે, જેને તમે સેટ અપ સમયે તમારી ID સાથે જોડ્યું હતું. તમારા ડિવાઇસના સેટિંગ્સને આધારે વૈકલ્પિક પ્રમાણીકરણ વિકલ્પ ઉપલબ્ધ હોઈ શકે છે. Apple નહિ પરંતુ તમારું ડિવાઇસ તમારી ઑથેંટિકેશન પદ્ધતિને સ્ટોર કરે છે. જો તમે તમારું પ્રમાણીકરણ બદલવા માંગતા હોવ તો તમારે તમારું ઓળખપત્ર ડિલીટ કરીને તેને નવા પ્રમાણીકરણ સાથે વૉલેટમાં ઉમેરવું આવશ્યક છે.
તમારું ઓળખ કાર્ડ પ્રસ્તુત કરવું
રૂબરૂમાં ઓળખ પત્ર પ્રસ્તુત કરવા માટે તમારો iPhone અથવા Apple Watch આઇડેંટિટી રીડરની નજીક રાખો જેથી તમારી ઓળખની વિનંતી કોણ કરી રહ્યું છે તે વિષેની માહિતી સાથેની સંમતિ શીટ અને તમારા દ્વારા વિનંતી કરાયેલ ઓળખ પત્રની નિર્દેશિત માહિતી પ્રાપ્ત કરી શકાય. અધિકૃતિ થઈ જાય ત્યારે તમારું ડિવાઇસ આઇડેંટિટી રીડર સાથે સીધું ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટેડ ચૅનલ સ્થાપિત કરશે અને અધિકૃત માહિતી ટ્રાંસમિટ કરશે.
સહભાગી ટ્રાંસપોર્ટેશન સિક્યુરિટી ઍડમિનિસ્ટ્રેશન (TSA) ચેકપૉઇંટ પર તમારી ડિજિટલ ID પ્રસ્તુત કરતી વખતે તમારી ડિજિટલ ID સૂચન આપશે કે તે વાસ્તવિક IDનો સ્વીકાર્ય વિકલ્પ છે. તમારી ડિજિટલ ID વાસ્તવિક ID ડૉક્યુમૅન્ટ નથી. અન્ય તૃતીય પક્ષ ઓળખ વાચક પણ આ ઇંડિકેટરની વિનંતી અને પ્રાપ્ત કરી શકે છે. જો તૃતીય પક્ષ ઓળખ વાચક જ્યારે તમે તમારું ડિજિટલ ID પ્રસ્તુત કરો ત્યારે આ ઇંડિકેટરને કલેક્ટ કરે તો તે સંમતિ શીટમાં અને તમારી રજૂઆત હિસ્ટરીમાં દેખાય છે. કારણ કે તમારી ડિજિટલ ID તમારા પાસપોર્ટમાંથી બનાવવામાં આવી છે તેથી જ્યારે તમે તમારી ડિજિટલ ID પ્રસ્તુત કરો ત્યારે વિનંતી કરનાર પક્ષ અનુમાન મેળવી શકે છે કે તમે U.S.ના નાગરિક છો.
ફક્ત જાપનીઝ ઓળખપત્ર માટે તમારે તમારા ઓળખપત્રને રજૂ કરવા માટે ઓળખ રીડર પર ટૅપ કરતા પહેલાં વૉલેટમાં પસંદ કરીને તેને પ્રી-આર્મ કરવાની જરૂર પડશે. જાપાનીઝ પબ્લિક કી ઇંફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તમારું ઓળખપત્ર રજૂ કરતી વખતે વૉલેટ વિનંતી કરવામાં આવી રહેલી ચોક્કસ માહિતી વિષે માહિતી ડિસ્પ્લે કરશે નહિ.
જેની સામગ્રી અને સેવાઓને ઍક્સેસ કરવા માટે ઉંમર અને ઓળખના પુરાવાની જરૂર હોય એવી ઍપ તમારી સામે સંમતિ શીટ પ્રસ્તુત કરશે જેમાં વિનંતી કરવામાં આવેલી નિર્દેશિત માહિતી અને સાથે વિનંતી કરતી ઍપ તે માહિતીને કેટલો સમય સ્ટોર રાખશે તે અંગેની માહિતી દર્શાવવામાં આવશે. અધિકૃતિ થઈ જાય ત્યારે તમારું ડિવાઇસ અધિકૃત માહિતી સાથેના એંક્રિપ્ટેડ પેલોડને ઍપને ટ્રાંસમિટ કરશે. એંક્રિપ્ટ કરેલ પેલોડમાં તમારા ઓળખપત્ર માટે તમારા ડિજિટલ ઓળખપત્ર જાહેરકર્તા વિભાગની વિશિષ્ટ ડિજિટલ સહી હોય છે જેથી ઍપને વેરિફાઈ કરવાની અનુમતિ મળે કે તમારું ઓળખપત્ર માન્ય છે.
તમે તમારું ઓળખ પત્ર ક્યારે, ક્યાં અને કોની સામે રજૂ કરવામાં આવ્યું હતું અને કઈ વિશેષ માહિતી રજૂ કરી હતી તેનું વર્ણન તમે વૉલેટમાં તમારા ઓળખ પત્ર પર ટૅપ કરીને જોઈ શકો છો. આ માહિતી તમારા ડિવાઇસ દ્વારા જનરેટ કરવામાં આવે છે; Apple અથવા તમારા ડિજિટલ ઓળખ કાર્ડ ઇસ્યૂકર્તા ઑથૉરિટીને તમે તમારું ઓળખ કાર્ડ ક્યારે, ક્યાં અને કોની સામે રજૂ કરો છો તે અંગે જાણ હોતી નથી અને તેઓ તેનો રેકોર્ડ રાખતા નથી. જાપાનમાં, જાપાનની સરકાર વિનંતી કરેલી સેવાઓ પૂરી પાડવા માટે જેમ કે હોસ્પિટલમાં તમારું ઓળખપત્ર રજૂ કરતી વખતે તમારી રજૂઆત સંબંધિત માહિતી મેળવી શકે છે.
તમારું ઓળખ પત્ર મૅનેજ કરવું
વૉલેટમાં તમારા ઓળખપત્ર પર ટૅપ કરીને તમે કોઈ પણ સમયે તમારા ઓળખપત્રને મૅનેજ કરી શકો છો. તમારી પ્રાઇવસિની સુરક્ષા કરવામાં મદદ માટે અને તમારા ઓળખ પત્રની માહિતીને સુરક્ષિત રાખવા માટે તમારી ઓળખને લાગતી વિગતો જુઓ તે પહેલાં તમને પ્રમાણિત કરવાનું કહેવામાં આવશે. તમારા ઓળખપત્રની માહિતીને અપડેટ કરવા અથવા બદલવા માટે તમારે તમારા સરકારી જાહેરકર્તા વિભાગનો સંપર્ક કરવો પડશે. વૉલેટમાં તમારા ઓળખપત્રને મૅનેજ કરવામાં મદદ કરવા માટે તમારો સરકારી જાહેરકર્તા વિભાગ સમયાંતરે Appleને જણાવશે કે તમારું ઓળખપત્ર હજુ પણ માન્ય છે કે નહિ. Appleને તમારા સરકારી જાહેરકર્તા વિભાગ તરફથી ઓળખપત્રને લગતા અપડેટ જેમ કે, જો તમારું અડ્રેસ અપડેટ કરવામાં આવે અથવા તમારા ઓળખપત્રના સ્ટેટસમાં ફેરફાર (જેમ કે, સક્રિયથી નિષ્ક્રિય કરવું) અંગે માહિતી પ્રાપ્ત થશે. Apple અપડેટ વિષેની કોઇ અન્ય માહિતી જેમ કે તમારું વાસ્તવિક અપડેટ કરેલું અડ્રેસ પ્રાપ્ત કરશે નહિ. તમે વૉલેટમાં ઓળખ પત્ર રાખો ત્યારે Apple તમારા ઓળખ પત્રનું અડ્રેસ બદલાયું કે કેમ તેવી તમારા ઓળખ પત્રમાં થતા અપડેટ અંગેની માહિતી જાળવી રાખશે. આ માહિતીનો ઉપયોગ માત્ર છેતરપિંડી અટકાવવા અને સુરક્ષાના હેતુસર જ કરવામાં આવશે.
જ્યારે તમારો પાસપોર્ટ ફરી ઇસ્યૂ કરવામાં આવે ત્યારે ડિજિટલ IDને અપડેટ પ્રાપ્ત થતા નથી. તમારું ડિજિટલ ID અપડેટ કરવા માટે તમારે તમારું ડિજિટલ ID ડિલીટ કરવું પડશે અને તમારા નવા પાસપોર્ટનો ઉપયોગ કરીને નવું ડિજિટલ ID ઉમેરવું પડશે.
તમે વૉલેટમાં તમારા ઓળખ કાર્ડની પાછળની બાજુ જઈને “ડ્રાઇવિંગ લાઇસંસ કાઢી નાખો”, “સ્ટેટ ID કાઢી નાખો” અથવા “કાર્ડ કાઢી નાખો” પર ટૅપ કરીને કોઈ પણ સમયે વૉલેટમાંથી તમારા ઓળખ કાર્ડને ડિલીટ કરી કરી શકો છે. તમારા ઓળખ પત્રને કાઢી નાખવાથી તમારા ડિવાઇસ પરથી તમામ રજૂઆત હિસ્ટરી ડિલીટ થઈ જશે.
ઓળખ પત્રને બહેતર બનાવવું
તમે આ માહિતી Appleને પ્રદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તો Apple દ્વારા તમારા ડ્રાઇવિંગ લાઇસંસ અથવા સરકારી ID સાથે તમારી ઉંમર, લિંગ, જાતિ/વંશીયતા (જો હોય તો) અને શરીરના રંગ સાથે વૉલેટ માટે તમને તમારું ઓળખપત્ર ઇસ્યૂ કરવામાં આવે કે કેમ તે વિષેના સ્ટેટના નિર્ણયની માહિતી અજ્ઞાત રૂપે કલેક્ટ કરવામાં આવશે. Apple આ માહિતીનો ઉપયોગ ઓળખ વેરિફિકેશન પ્રોસેસમાં પૂર્વગ્રહ પર નજર રાખવા માટે કરશે. તમે તમારા iOS ડિવાઇસ પર સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારણામાં જઈને આ માહિતીનો રિવ્યૂ કરી શકો છો અથવા તમારી સંમતિમાં ફેરફાર કરી શકો છો. જ્યારે તમે સરકારી જાહેરકર્તા વિભાગની ઍપ દ્વારા સાચવો છો ત્યારે તમે ઓળખપત્રને બહેતર બનાવવાનો વિકલ્પ પસંદ કરી શકતા નથી.
વૉલેટમાં તમારું ડિજિટલ ID અથવા સ્ટેટ ઓળખ કાર્ડ ઉમેરતી વખતે વૉલેટમાં IDના અનુભવને સુધારવામાં મદદ મળે તે માટે તમારા Live Photoમાં ધ્યાન આપવા માટે Apple તમને Appleમાં રહેલી માનવ રિવ્યૂઅરની નાની ટીમને અનુમતિ આપવાનું કહી શકે છે. જો તમે Appleને તમારા Live Photoનો રિવ્યૂ કરવાની અનુમતિ આપો તો Apple 30 દિવસમાં તમારા Live Photoને રિવ્યૂ અને ડિલીટ કરશે.
Apple તમારા નામ અથવા જન્મતારીખ જેવી તમારા ઓળખપત્ર પર ડિસ્પ્લે થયેલી કોઈ અન્ય માહિતીનો ઉપયોગ વૉલેટમાં ઓળખપત્રને બહેતર કરવા માટે કરશે નહિ. તમારી સાથે લિંક નથી તેવા ઓળખ પત્રનો ડેટા ફીચર અને Apple પ્રૉડક્ટ અને સેવાઓને સુધારવા માટે જાળવી શકાય છે. ઉદાહરણ તરીકે, અનુભવને બહેતર બનાવવામાં મદદ માટે Apple વૉલેટમાં ઓળખ પત્ર ઉમેરતી વખતે યૂઝરને ક્યાં તકલીફ પડે છે તે અંગેની અજ્ઞાત અને ઍગ્રીગેટ માહિતી જાળવી શકે છે. વૉલેટમાં ઓળખપત્રને બહેતર બનાવવા માટે Apple આ ફીચર અંગેની તમારી પાસેથી જે માહિતી કલેક્ટ કરે અથવા તમારા સરકારી જાહેરકર્તા વિભાગ તરફથી પ્રાપ્ત કરે તેને તે અજ્ઞાત બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, તમે વૉલેટમાં તમારું ID કાર્ડ ઉમેરતી વખતે સબમિટ કરવામાં આવેલી ઇમેજની ગુણવત્તા અંગે અને ઇમેજ સરકારી જાહેરકર્તા વિભાગ દ્વારા સ્વીકારવામાં આવી હતી કે કેમ તે અંગેની માહિતી Apple પ્રાપ્ત કરશે. ઉદાહરણ તરીકે Apple આ માહિતીને અજ્ઞાત બનાવી શકે છે અને તમારા ડિવાઇસ દ્વારા સબમિટ કરવામાં આવતી ઇમેજના મૂલ્યાંકનને બહેતર બનાવવા અથવા સરકારી ઇસ્યૂકર્તા વિભાગ માટે સ્વીકાર્ય ઇમેજ લેવા અંગે બહેતર દિશાનિર્દેશ પ્રદાન કરવામાં મદદ માટે ઉપયોગ કરી શકે છે.
અન્ય
Apple દ્વારા અમારા સર્વિસ પ્રોવાઇડર સાથે માહિતી શેર કરવામાં આવી શકે છે, જેઓ આ નોટિસ અને Appleના નિર્દેશો સાથે સુસંગત હોય તે રીતે જ માહિતીનો ઉપયોગ કરવા માટે જવાબદાર છે. આવી સંસ્થાઓએ તેમણે પ્રાપ્ત કરેલા કોઈ પણ વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા માટે વાજબી સુરક્ષા પગલાં લેવાં જરૂરી છે અને તેને કાયદા દ્વારા જાળવી રાખવો જરૂરી હોય અથવા તમે સંમતિ આપી ન હોય તે સિવાય સેવાઓ પૂર્ણ કર્યા પછી તરત જ વ્યક્તિગત ડેટાને ડિલીટ કરી દેવો આવશ્યક છે.
Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવે છે જ્યાં સુધી આ નોટિસ અને Appleની પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12