Apple Pay બહેતર બનાવો અને પ્રાઇવસિ
Apple Payને બહેતર બનાવો દ્વારા Appleને તમારા દ્વારા તમારા નાણાકીય અકાઉંટ સાથે કનેક્ટેડ Apple Pay અને કાર્ડના ટ્રાંઝેક્શનની વિગતોને સ્ટોર કરવાની અનુમતિ આપે છે. જેથી Appleને Apple Pay અને સંબંધિત ફીચરને વિકસાવવામાં અને બહેતર કરવામાં મદદ મળે.
જો તમે Apple Payને બહેતર બનાવવાનો વિકલ્પ પસંદ કરો તો Apple Pay સંબંધિત ફીચરને વિકસાવવામાં અને બહેતર કરવામાં મદદ કરવા માટે Apple દ્વારા તમારા નાણાકીય અકાઉંટ સાથે કનેક્ટેડ કાર્ડ અને વૉલેટમાં Apple બ્રાંડના કાર્ડની નીચે સૂચીમાં આપેલ ટ્રાંઝેક્શન અને અકાઉંટની વિગતોનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે Apple ગ્રાહકોને ઉપયોગી થાય તે રીતે મર્ચંટનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે કે નહિ તેનું મૂલ્યાંકન કરવા માટે Apple મર્ચંટનું નામ અને શ્રેણીનો રિવ્યૂ કરી શકે છે.
ટ્રાંઝેક્શન અને અકાઉંટ માહિતી તમારા ડિવાઇસમાંથી સીધા Appleને મોકલવામાં આવે છે. માહિતી સાથે કોઈ Apple અકાઉંટ આઇડેંટિફાયર મોકલવામાં નથી આવતા. ટ્રાંઝેક્શન અને અકાઉંટ વિગતોનો ઉપયોગ તમારી ઓળખ કરવા માટે ન થાય તેની ખાતરી કરવા માટે Apple દ્વારા અતિરિક્ત ઉપાય પણ કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, Apple જેના પર ટ્રાંઝેક્શન થાય છે તે નિશ્ચિત સમયની માહિતી રાખતું નથી, જેથી નિશ્ચિત સમયનો ઉપયોગ ઓળખ કરી શકાય તેવા વાસ્તવિક ટ્રાંઝેક્શનને ફરીથી ટ્રૅક કરવા માટે ન કરી શકાય. અને ટૂલનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે થાય છે કે મર્ચન્ટ અથવા નાણાકીય સંસ્થા દ્વારા ઉમેરવામાં આવેલ કોઈ પણ અન્ય આઇડેંટિફાયર (ઉદાહરણ તરીકે ઇમેલ, ફોન નંબર)ની ટ્રાંઝેક્શન વિગતો કાઢી નાખવામાં આવશે.
નિમ્નલિખિત વિગતો Apple સાથે શેર અને સ્ટોર કરવામાં આવે છે :
- રૅન્ડમ આઇડેંટિફાયર
- એંકોડ કરેલા આઇડેંટિફાયર (ઉદાહરણ તરીકે એંકોડ કરેલા ટ્રાંઝેક્શનની સંખ્યા)
- ટ્રાંઝેક્શનનો પ્રકાર (ઉદાહરણ તરીકે ડેબિટ અથવા ક્રેડિટ, ટ્રાંસફર)
- ટ્રાંઝેક્શન રકમ અને ચલણ
- ટ્રાંઝેક્શન તારીખ
- ટ્રાંઝેક્શન વર્ણન
- ટ્રાંઝેક્શન અને/અથવા અકાઉંટ સ્ટેટસ
- મર્ચંટ અંગેની માહિતી (ઉદાહરણ તરીકે, નામ, શ્રેણી)
- અકાઉંટનો પ્રકાર અને સ્ટેટસ
- અકાઉંટ બૅલેંસ
- અકાઉંટ નિયમો (ઉદારણ તરીકે, વ્યાજ દર)
- નાણાકીય સંસ્થા
હંમેશા Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12