અસિસ્ટિવ વૉઇસ ફીચર બહેતર બનાવો અને પ્રાઇવસિ

“અસિસ્ટિવ વૉઇસ ફીચરને બહેતર બનાવો” Appleને Apple પ્રૉડક્ટમાં ઍક્સેસિબિલિટીને ડેવલપ કરવા અને સુધારવા માટે “વોકલ શૉર્ટકટ” અને “વૉઇસ કંટ્રોલ” જેવા અસિસ્ટિવ વૉઇસ ફીચર સાથે ઇંટરૅક્શન દ્વારા ઑડિઓ આઉટપુટ અને ટ્રાંસક્રિપ્ટને સ્ટોર કરવાની અને રિવ્યૂ કરવાની અનુમતિ આપે છે.


જો તમે અસિસ્ટિવ વૉઇસ ફીચરને બહેતર બનાવો વિકલ્પ પસંદ કરો છો તો Apple દ્વારા વોકલ શૉર્ટકટ અને વૉઇસ કંટ્રોલ જેવા અસિસ્ટિવ વૉઇસ ફીચર સાથે તમારા ઇંટરૅક્શનના ઑડિઓ અને ટ્રાંસક્રિપ્ટ કલેક્ટ કરવામાં આવી શકે છે. Apple દ્વારા તમે ઑડિઓ ઇનપુટ માટે iPhone અથવા AirPodsનો ઉપયોગ કરો છો કે નહિ, તમે કયા ફીચરનો ઉપયોગ કરી રહ્યા છો તેમજ ડિવાઇસ અને ઑપરેટિંગ સિસ્ટમના વિગતવાર વર્ણન જેવી વધારેની માહિતી કલેક્ટ કરવામાં આવશે.

કલેક્ટ કરવામાં આવેલો ડેટા રેંડમ રોટેટિંગ ડિવાઇસ દ્વારા જનરેટ કરવામાં આવેલા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવે છે અને તમારા Apple અકાઉંટ સાથે બંધાયેલો નથી. અસિસ્ટિવ વૉઇસ ફીચરની ચોકસાઈ અને પ્રદર્શનનું વિશ્લેષણ કરવા અને તેને બહેતર બનાવવા માટે ગ્રેડર દ્વારા તમારા ઇંટરૅક્શનના એક સબસેટનો રિવ્યૂ કરવામાં આવી શકે છે. માત્ર Apple કર્મચારીઓ જ સખત ગોપનીયતાની બાધ્યતાઓને આધીન તમારા ઑડિઓ ઇંટરૅક્શન ઍક્સેસ કરી શકે છે.

Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ વોકલ શૉર્ટકટ, વૉઇસ કંટ્રોલ અને એવા ઍક્સેસિબિલિટી ફીચરને ડેવલપ કરવા અને બહેતર બનાવવા માટે કરશે, સાથે જ Siri જેવા અન્ય Apple ફીચરમાં ઍક્સેસિબિલિટી બહેતર બનાવવા માટે પણ કરશે. તમારા ઇંટરૅક્શનને બે વર્ષ સુધી જાળવી રાખવામાં તેમજ ઉપયોગ કરવામાં આવી શકે છે. આ પ્રૉડક્ટ અને ફીચરને સતત બહેતર બનાવવા માટે ઇંટરૅક્શન ડેટાના સબસેટ જે ગ્રેડ થયેલા છે તેને બે વર્ષ કરતાં વધુ સમય સુધી જાળવી રાખવામાં આવી શકે છે.

તમે કોઈ પણ સમયે અસિસ્ટિવ વૉઇસ ફીચર સુધારવા માટે તમારા સેટિંગ બદલી શકો છો. તમારા iOS અથવા iPadOS અથવા visionOS ડિવાઇસ પર આમ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ અને “અસિસ્ટિવ વૉઇસ ફીચરને સુધારો” બંધ કરવા માટે ટૅપ કરો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ તેમજ બંધ કરવા માટે અસિસ્ટિવ વૉઇસ ફીચર બહેતર બનાવો પર ક્લિક કરો.

2025-12-12