સંચાર સુરક્ષા બહેતર બનાવો અને પ્રાઇવસિ

“સંચાર સુરક્ષામાં સુધારો કરો”ને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


જો તમે સંચાર સુરક્ષાને બહેતર બનાવો વિકલ્પ પસંદ કરો છો તો Apple દ્વારા આ ફીચરને બહેતર બનાવવા અને તેની અસકરકારકતા સમજવા માટે સંચાર સુરક્ષાનો ઉપયોગ કેવી રીતે કરવામા આવે છે તેના વિષે ડેટા કલેક્ટ કરવામાં આવે છે. આ માહિતી ઍગ્રિગેટ કરવામાં આવે છે અને તેના પર ડિફરેંશલ પ્રાઇવસિ જેવી પ્રાઇવસિ જાળવવાની ટૅક્નીક લાગુ કરવામાં આવે છે અને તેને કોઈ Apple અકાઉંટ અથવા અન્ય એવા ડેટા સાથે લિંક કરવામાં આવતી નથી જે તમારા દ્વારા અન્ય Apple સર્વિસનો ઉપયોગ કરવાથી Apple પાસે હોઈ શકે છે.

જે ઍગ્રિગેટ ડેટા કલેક્ટ કરવામાં આવશે તેના ઉદાહરણમાં નિમ્નલિખિત સામેલ હોય છે :

  • મોકલવામાં આવેલા અને પ્રાપ્ત થયેલા તમામ ઇમેજ અને વીડિયોની ટકાવારી જેને બીભત્સ તરીકે ઓળખવામાં આવ્યા છે
  • “મદદ મેળવવાની રીત” પર ટૅપ અથવા ક્લિકની સંખ્યા
  • સંચાર સુરક્ષાના વિકલ્પો પર ટૅપ અથવા ક્લિકની ટકાવારી

તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > સ્ક્રીન ટાઇમ > સંચાર સુરક્ષામાં જઈને અથવા Mac પર સિસ્ટમ સેટિંગ્સ > સ્ક્રીન ટાઇમ > સંચાર સુરક્ષામાં જઈને “સંચાર સુરક્ષાને બહેતર બનાવો” કોઈ પણ સમયે બંધ કરી શકો છો.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12