આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવો અને પ્રાઇવસિ

“આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવો”ને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવો ફીચર દ્વારા આરોગ્ય, ઍક્ટિવિટી અને ફિટનેસ ફીચરની અસરકારકતા વિકસાવવા, બહેતર કરવા અને સમજવા માટે તમારા iPhone, iPad, Apple Vision Pro, AirPods અને Apple Watchથી Appleને ઍક્ટિવિટી વર્કઆઉટ અને આરોગ્ય-સંબંધિત માહિતી મોકલવામાં આવે છે. આમાં આરોગ્ય અને ઍક્ટિવિટી સંબંધી સેંસરનો રૉ અને વિશ્લેષિત ડેટા સામેલ હોઈ શકે છે (જેમ કે Apple Watchમાં ફોટોપ્લેથિસ્મોગ્રાફી (PPG) સેંસરમાંથી ડેટા). તમારા ડેટાનો ઉપયોગ કોઈ અન્ય હેતુ માટે કરવામાં આવશે નહિ અને તેમાં વ્યક્તિગત ડેટાનો સમાવેશ થતો નથી.

અમે એકત્રિત કરીએ છીએ તે માહિતી

Apple આરોગ્ય અને ઍક્ટિવિટી સુધારવાના ભાગ રૂપે જે માહિતી એકત્રિત કરે છે તેમાં તમે આરોગ્ય ઍપમાં એંટર કરેલા અમુક ડેટા (જેમ કે ઉંમર, લિંગ, ઊંચાઈ, વજન અને વ્હીલચેર મોડ સ્થિતિ), તમારી Apple Watch, iPhone, iPad અને Apple Vision Proમાં આરોગ્ય અને ફિટનેસ ઍપમાં દર્શાવવામાં આવતો ડેટા અને ઉપયોગ કરેલા આરોગ્ય અને ફિટનેસ સંબંધિત ઍપમાંથી ડેટા અને AirPodsમાંથી એકત્રિત કરેલા અમુક ડેટાનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે શેર કરવામાં આવેલી માહિતીમાં નીચેની માહિતી સંબંધિત માહિતી શામેલ હોઈ શકે છે :

હૃદયનું આરોગ્ય

  • તમારો ECG ઍપનો ઉપયોગ જેમ કે લેવામાં આવેલા ECG રેકૉર્ડિંગની સંખ્યા, પરિણામ અને કોઈપણ સંબંધિત લક્ષણ
  • હૃદયની લયબદ્ધતા જેમ કે અનિયમિત લયબદ્ધતાની સૂચના, સૂચનાઓની ફ્રીક્વંસિ અને પ્રકાર, હૃદયની લયબદ્ધતાના માપનની સંખ્યા અને પ્રકાર, કેટલીક ઍટ્રિઅલ ફાઇબ્રિલેશન વૅલ્યૂની ટકાવારી, અલગ અલગ પ્રકારના ડેટા અને સુસંગત જીવન ફૅક્ટર સાથે તમારું ઇંટરૅક્શન અને અનિર્ણયાત્મક માપનોની સંખ્યા અને સંભવિત કારણો
  • હૃદય-સંબંધિત માપન અને વિઝ્યુઅલાઇઝેશન
  • બ્લડ પ્રેશર લૉગ ફીચરનો તમારો ઉપયોગ જેમ કે તમે બ્લડ પ્રેશર રીડિંગ લૉગ કર્યું છે કે નહિ, તમારા લૉગ કરેલા રીડિંગ વચ્ચેની અવધિ, લૉગ કરેલા બ્લડ પ્રેશર રીડિંગની કુલ સંખ્યા અને તમારા લૉગ કરેલ બ્લડ પ્રેશર રીડિંગ તમારા હાઇપરટેંશન સૂચના ફીચર સાથે કેવી રીતે જોડવામાં આવે છે તેની માહિતી
  • હાઇપરટેંશન સૂચના ફીચરનો તમારો ઉપયોગ જેમ કે પ્રાપ્ત કરેલી હાઇપરટેંશન સૂચનાઓની સંખ્યા અને પ્રાપ્ત કરેલી હાઇપરટેંશન સૂચનાઓ વચ્ચેની અવધિ

બ્લડ ઑક્સિજન

  • બ્લડ ઑક્સિજન ઍપનો તમારો ઉપયોગ જેમ કે સફળ માપનાં પરિણામો, લેવામાં આવેલા માપની ચોક્કસ સંખ્યા અને માપની ચોક્કસ ગુણવત્તા

માનસિક આરોગ્ય

  • માનસિક આરોગ્ય ફીચરનો તમારો ઉપયોગ જેમ કે ફીચર સાથેનું તમારું ઇંટરૅક્શન, તમે કોઈ તબીબી મૂલ્યાંકન પૂરું કર્યું છે કે નહિ અને ક્યારે, તમારી માનસિક અવસ્થા લૉગ કરવાની ફ્રીક્વંસિ અને સક્ષમ કરેલી સૂચનાઓનો પ્રકાર અને સૂચનાઓ સાથે તમારું ઇંટરૅક્શન
  • માઇંડફૂલનેસ ઍપનો તમારો ઉપયોગ જેમ કે માઇંડફૂલનેસ સત્ર પ્રકાર, હૃદય દરની ગણતરી કરવામાં આવી હતી કે નહિ અને માઇંડફૂલનેસ તમારા બ્રીધિંગને ફૉલો કરો સત્ર દરમિયાલ કૅપ્ચર કરવામાં આવેલો શ્વસન માપન ડેટા જેમાં તમારો સરેરાશ શ્વસન દર, સત્રની લંબાઈ અને કેટલાક સત્રનો એરર ડેટા શામેલ છે

પિરિઅડ સાઇકલ ટ્રૅકિંગ

  • માસિક ચક્ર, પ્રૅગનંસિ અને ગર્ભનિરોધકના ઉપયોગ સહિત સાઇકલ ફૅક્ટર સંબંધિત અને તેમાંથી મેળવવામાં આવેલા લક્ષણો અને પરિણામો, લાંબા માસિકચક્રનું ડિટેક્શન, અનિયમિત અથવા ક્યારેક જ થતું માસિક ચક્ર, સતત થતું સ્પૉટિંગ, ઓવ્યુલેશનના અંદાજા, માસિક ચક્ર અને ફર્ટાઇલ વિંડોનું અનુમાન અને ઘરે રિપોર્ટ કરવામાં આવેલા ઓવ્યુલેશન ટેસ્ટના પરિણામ
  • તમારી પ્રૅગનંસિની વર્તમાન સ્થિતિ, તમારી પ્રૅગનંસિ સંબંધિત ગણવામાં આવેલી કેટલીક ખાસ તારીખો (જેમ કે તમે પ્રસવની કોઈ તારીખ સેટ કરી છે કે નહિ), તમારી જેસ્ટેશનલ ઉંમર અને તમે તમારી પ્રૅગનંસિને મેડિકલ ID સાથે જોડી છે કે નહિ તે સહિત પ્રૅગનંસિ ફીચરના તમારા ઉપયોગ અને તેની સાથે તમારું જોડાણ

દવાઓ

  • દવાઓ ફીચરનો તમારો ઉપયોગ જેમ કે તમે કોઈ દવાને લૉગ કરી કે નહિ, દવાને લૉગ કરવા માટે ઉપયોગ થતી રીત, દવાના શેડ્યૂલની રચના, દવાના શેડ્યૂલનો પ્રકાર, દવાના શેડ્યૂલ સંબંધિત કરવામાં આવેલી કાર્યવાહી અને દવાના સેટિંગ્સ અને સૂચનાઓ સાથે તમારું ઇંટરૅક્શન અને તેમનો ઉપયોગ

ઊંઘ

  • Apple Watchમાં તમારા ઊંઘ ઍપનો અને આરોગ્ય ઍપમાં ઊંઘનો ઉપયોગ જેમ કે ઊંઘ દરમિયાન શ્વસન દર વૅલ્યૂ, ઊંઘનું શેડ્યૂલ અને રેકોર્ડ કરવામાં આવેલા ઊંઘવાના સમય કરતા તે કેવી રીતે અલગ છે, ઊંઘવાનો સમય નક્કી કરવા અને તેનું અનુમાન કરવા માટે ઉપયોગમાં લેવાતો મોશન ડેટા અને અન્ય ડિવાઇસ ઉપયોગ ડેટા, ઊંઘના તબક્કા સંબંધિત માહિતી અને સ્લીપ સ્કોરના તમારા ઉપયોગ અને તેની સાથેના તમારા ઇંટરૅક્શનને સંબંધિત માહિતી જેમ કે ઊંઘ સત્ર દરમિયાન તમે મેળવેલો સ્કોર અને તમારી ઊંઘમાંથી ઉઠી જવાની ઘટનાની સંખ્યા
  • તમારી શ્વાસમાં તકલીફની વૅલ્યૂ, તમારી ઊંઘ શરૂ થવાનો સમય અને અવધિ અને ઊંઘ સત્ર દરમિયાન તમારી શ્વાસમાં તકલીફની ફ્રીક્વંસિ અને શ્વાસમાં તકલીફની સૌથી લાંબી ઘટના સહિત સ્લીપ એપ્નિયા સૂચના ફીચરનો તમારો ઉપયોગ અને તેની સાથે ઇંટરૅક્શન

શ્રવણશક્તિની ક્ષમતા

  • શ્રવણશક્તિ આરોગ્યને સંબંધિત ઑડિઓ ડેટા જેમ કે હેડફોન ઑડિઓ સ્તર, આસપાસના સાઉંડ ઍક્સપોઝર લેવલ અને આસપાસના સાઉંડનો ઘટાડોનો ડેટા
  • હિયરિંગ ટેસ્ટ અને AirPods Pro પરના હિયરિંગ એઇડ ફીચર જેમ કે તમે હિયરિંગ ટેસ્ટ પૂર્ણ કરી કે નહિ, હિયરિંગ ટેસ્ટની અવધિ, તમે હિયરિંગ ટેસ્ટ કયારે લીધી હતી, પૂર્ણ કરવામાં આવેલા ઑડિઓગ્રામની સંખ્યા અને ઑડિઓગ્રામ વર્ગીકરણ અને તમારી આસપાસના વાતાવરણ સંબંધિત માહિતી

ઍક્ટિવિટી અને મોશન

  • ઍક્ટિવિટી અને મોશન ડેટા જેમ કે સ્ટૅન્ડ કલાક, કસરત મિનિટ, ચઢવામાં આવેલા દાદરા, ઊંચાઈ અને ઊંડાણ, મુવ રિંગ પૂર્ણતાની ટકાવારી, શારીરિક ઍક્ટિવિટીનું સ્તર, વર્કઆઉટ ડેટા (જેમ કે પ્રકાર, મોડ, સૉર્સ, અવધિ, તમે વર્કઆઉટ માટે ઑડિયો પસંદ કર્યો કે નહિ અને તમારા દ્વારા શેર કરવામાં આવેલા વર્કઆઉટ સંબંધિત માહિતી અને ઍક્ટિવિટી શેરિંગમાં કોઈ મિત્રની ઍક્ટિવિટી વિષેની સૂચનાઓ સાથે તમારા ઇંટરૅક્શનની કેટલીક મર્યાદિત માહિતી), ગતિશીલતા-સંબંધિત માહિતી, એક્સેલરોમીટર, જાઇરોસ્કોપ, તમારા દ્વારા લેવામાં આવેલી સામાન્ય દિશા અને પ્રેશર ડેટા
  • તમારો Apple Fitness+ ફીચર અને વર્કઆઉટનો ઉપયોગ

આરોગ્ય શેરિંગ

  • તમારા પરિવાર અને મિત્રો સાથે તમારા આરોગ્ય ડેટા ડેટાનું શેરિંગ સક્ષમ કરનારા હેલ્થ શેરિંગ ફીચરનો તમારો ઉપયોગ જેમ કે શેરિંગ સંબંધોની સંખ્યા, શેર કરવામાં આવેલા આરોગ્ય સંબંધોની સંખ્યા, શેર કરવામાં આવેલા આરોગ્ય વિષયોમાં ફેરફાર, જનરેટ અને શેર કરવામાં આવેલા આરોગ્ય ટ્રેંડ વિષેની માહિતી અને હેલ્થ શેરિંગ સૂચનાઓ સાથે તમારું ઇંટરૅક્શન
  • “તમારા ડૉક્ટર સાથે શેર કરો” ફીચરનો તમારો ઉપયોગ જેમ કે વપરાશની ફ્રીક્વંસિ, શેર કરવામાં આવેલા આરોગ્ય વિષયોની ન્યૂનતમ, અધિકતમ અને સરેરાશ સંખ્યા; અને જે હેલ્થકેર પ્રોવાઇડર સાથે તમે આરોગ્ય ડેટા શેર કરી રહ્યા છો તેની સંખ્યાત્મ રેંજ

મેડિકલ ID અને સુરક્ષા

  • Medical IDનો તમારો ઉપયોગ જેમ કે પૂર્ણ કરેલ ફિલ્ડ અને ફીચર સાથે તમારું ઇંટરૅક્શન
  • Apple Watchમાં પડવાની જાણ ફીચરનો તમારો ઉપયોગ અને તેની સાથે તમારું ઇંટરૅક્શન જેમ કે પડવાની સંખ્યા અને પડવાના અને તેના પ્રભાવ સંબંધી અન્ય માહિતી

Siri અને આરોગ્ય ઍપ

  • તમારા આરોગ્ય ઍપ ડેટાની ઍક્સેસ માટે તમારો Siriનો ઉપયોગ જેમ કે તમે કયા પ્રકારના આરોગ્ય ડેટા વિષે પૂછપરછ કરી અને કયા પ્રકારની વિનંતી કરી જેમાં તમે આરોગ્ય ઍપમાં કોઈ માહિતી રેકોર્ડ કરવા માટે વિનંતી કરી કે કેમ અથવા આરોગ્ય ઍપમાંથી માહિતીની વિનંતી કરી કે કેમ

અન્ય

  • કાંડાના તાપમાનનું માપન જેમ કે ઍગ્રીગેટ કરેલ તાપમાન માપન અને કાંડાના તાપમાનના માપનમાંથી મેળવવામાં આવેલી માહિતી સહિત અન્ય તાપમાન-આધારિત માહિતી
  • કાંડાની સ્થિતિ અને ઓરિએંટેશન
  • વિઝન પ્રિસ્ક્રિપ્શન અને સંબંધિત ફિલ્ડ
  • આરોગ્ય ઍપમાં તમે કેટલીક વેરિફાઈ કરવા યોગ્ય આરોગ્ય રેકોર્ડ તમે ક્યારે અને કેવી રીતે ઇંપોર્ટ કરો છો તેમ જ આરોગ્ય ઍપમાં ડિસ્પ્લે કરવામાં આવતો સંબંધિત ડેટા જેમ કે VO₂ max
  • Apple Watchમાં વાઇટલ ઍપ અને આરોગ્ય ઍપમાં વાઇટલના તમારા ઉપયોગ અને તેની સાથેનું તમારું ઇંટરૅક્શન જેમ કે આરોગ્ય મેટ્રિક્સની સંખ્યા જે સામાન્ય રેંજની બહાર છે, પ્રાપ્ત સૂચનાઓની સંખ્યા અને વાઇટલને સપોર્ટ કરવા માટે ઉપયોગમાં આવતા અમુક આરોગ્ય ફીચરના તમારા ઉપયોગ વિષેની માહિતી
  • સૂર્યપ્રકાશમાં પસાર કરેલો સમય ફીચરના તમારા ઉપયોગ અને તેની સાથેનું તમારું ઇંટરૅક્શન જેમ કે તમારા દ્વારા સૂર્યપ્રકાશમાં પસાર કરવામાં આવતો અંદાજિત સમય અને હાજર ઍમ્બિઅંટ લાઈટ વેલ્યૂના ઍગ્રીગેટ આંકડા
  • અન્ય તૃતીય પક્ષની ફિટનેસ ઍપ અથવા ડિવાઇસ ઇંસ્ટૉલ, ઉપયોગમાં અથવા કનેક્ટેડ છે કે નહિ અને કેવી રીતે ઇંસ્ટૉલ, ઉપયોગમાં અથવા કનેક્ટેડ છે; અમુક Apple આરોગ્ય અને ફિટનેસ ફીચર અથવા તૃતીય પક્ષની ઍપ (જેમ કે HealthKit API)માં ઉપયોગ કરવાના અલ્ગોરિધમની સાથે તમારું જોડાણ; તમારું અંદાજિત લોકેશન; આરોગ્ય ઍપ અને ફિટનેસ ઍપ સાથેનું ઇંટરૅક્શન; તમે કેટલો સમય Apple Watchનો ઉપયોગ કરી રહ્યા છો; અને તમારા દ્વારા ઍક્ટિવિટી અને આરોગ્ય સંબંધિત ઍપ, સૂચનો, સેટિંગ્સ અને ફીચરને સક્ષમ કરવાનું અને તેમાં તમારી સહભાગિતા

ઉપરોક્ત તમામ ડેટા એવી રીતે ઍગ્રીગેટ અથવા સંયોજિત કરવામાં આવે છે જે Appleને મોકલતા પહેલાં તેને તમારા iPhone, iPad, Apple Vision Pro, AirPods, Apple Watch પર ઍગ્રીગેટ કરી શકાય છે અને તેનું વિશ્લેષણ કરી શકાય છે.

આરોગ્ય અને ઍક્ટિવિટી ડેટા બહેતર બનાવોનો ઉપયોગ અને ડિસ્ક્લોઝર

Apple આરોગ્ય, ઍક્ટિવિટી અને ફિટનેસ ફીચરની અસરકારકતા વિકસાવવા, બહેતર કરવા અને સમજવા માટે આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવો અંતર્ગત કલેક્ટ કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ કરી શકે છે. આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવો ડેટાનો ઉપયોગ Apple દ્વારા અમુક ઍક્ટિવિટી અને આરોગ્ય-સંબંધિત ફીચર માટે ટ્રેંડ અને અનુમાનિત મેટ્રિક્સની ઓળખ કરવા માટે કરવામાં આવે છે. આરોગ્ય ઍપના ફીચરને વધુ અસરકારક બનાવતા મૉડલને ડેવલપ કરવા અને બહેતર બનાવવા માટે આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવો અંતર્ગત કલેક્ટ કરવામાં આવેલા આરોગ્ય ઍપ ડેટાનો પણ ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે આરોગ્ય ઍપ ઍગ્રીગેટ કરેલી સર્ચ ક્વેરીનો ઉપયોગ આરોગ્ય ઍપ સર્ચ મૉડલને સુધારવા માટે કરવામાં આવી શકે છે. તમારા ડેટાનો ઉપયોગ કોઈ અન્ય હેતુ માટે કરવામાં આવશે નહિ અને તેમાં વ્યક્તિગત ડેટાનો સમાવેશ થતો નથી.

લિમિટેડ પરિસ્થિતિઓમાં અમુક ઍગ્રિગેટ કરેલ ડેટા Apple દ્વારા જરૂરિયાત અનુસાર આરોગ્ય અને યોગ્ય મેડિકલ નિયમનકારી ઑથૉરિટિ સાથે નિયમનકારી સબમિશનમાં શેર કરવામાં આવી શકે છે. શેર કરવામાં આવેલા ડેટામાં કોઈ વ્યક્તિગત સ્તરના ડેટા અથવા જેનાથી તમારી ઓળખ છતી થાય તેવા ડેટાનો સમાવેશ કરવામાં આવશે નહિ.

આરોગ્ય અને ઍક્ટિવિટી બહેતર બનાવોને સક્ષમ કરીને Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર આ માહિતીનું ટ્રાંસમિશન, કલેક્શન, મેનટેનંસ, પ્રોસેસિંગ, ઉપયોગ અને ડિસક્લોઝર માટે તમે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો. Apple આ માહિતીને વિશ્વાસુ એવા તૃતીય પક્ષના સર્વિસ પ્રોવાઇડર સાથે સ્ટોર કરી શકે છે.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12