આરોગ્ય રેકોર્ડ બહેતર બનાવો અને પ્રાઇવસિ

આરોગ્ય રેકોર્ડ બહેતર બનાવો તમારા આરોગ્યના રેકોર્ડ અને તેની સાથે સંબંધિત ફીચરનો ઉપયોગ અને તેના એંગેજમેંટ અંગે તમારા iPhone અને iPad પાસેથી અમુક માહિતી Appleને ઑટોમૅટિક મોકલે છે, જેથી Appleને આરોગ્યનો રેકોર્ડ અને તેને સંબંધિત ફીચરને ડેવલપ કરવા, બહેતર બનાવવા અને સમજવામાં મદદ મળી શકે. તમારા ડેટાનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં નહિ આવે.


આરોગ્ય રેકોર્ડ બહેતર બનાવો ફીચરના ભાગ રૂપે કલેક્ટ કરવામાં આવેલી માહિતીમાં તમારા આરોગ્ય રેકોર્ડની કેટલીક માહિતી (જેમ કે તમારી સ્થિતિ, દવાઓ, વાઇટલ, ઇમ્યુનાઇઝેશન, લૅબ પરિણામો પ્રોસિજર અને વેરિફાઈ કરવા યોગ્ય આરોગ્ય રેકોર્ડ ડેટા જેમ કે આરોગ્ય ઍપમાં આરોગ્ય રેકોર્ડ સેક્શન અંતર્ગત ઇંપોર્ટ અને સ્ટોર કરવામાં આવેલો અન્ય આરોગ્ય રેકોર્ડ ડેટા) અને તમારા આરોગ્ય રેકોર્ડ ફીચરને તમારા દ્વારા સક્ષમ કરવું અને તેની સાથે તમારા એંગેજમેંટ (જેમ કે તમારા આરોગ્ય રેકોર્ડના ટ્રાંસફર સંબંધિત ઍનાલિટિક્સ ડેટા જેમાં આવા ડેટાના સૉર્સનો સમાવેશ થઈ શકે છે)નો સમાવેશ થાય છે. તમારી માહિતી વિશ્લેષણ માટે Appleને મોકલવામાં આવે તે પહેલા તમારી વ્યક્તિગત ઓળખ કરી શકે તેવો નામ અથવા ફોન નંબર જેવો ડેટા કાઢી નાખવા માટે તેને પ્રોસેસ કરવામાં આવે છે. એ તમામ માહિતી જેનાથી તમારી વ્યક્તિગત ઓળખ થઈ શકે તેને કાઢી નાખવાના હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવે છે જો કે હજુ પણ એ સંભવ છે કે Appleને ઓળખાણ કરવા યોગ્ય ડેટા પ્રાપ્ત થાય. જો કોઈ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવો ડેટા મળે છે તો તેને તરત જ ડિલીટ કરવામાં આવશે.

Appleને મોકલવામાં આવતી તમામ માહિતી ટ્રાંઝિટ અને રેસ્ટ દરમિયાન એંક્રિપ્ટેડ હોય છે.

આરોગ્ય રેકોર્ડ બહેતર કરોને સક્ષમ કરીને તમે Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર આ માહિતીનું ટ્રાંસમિશન, કલેક્શન, મેનટેનંસ, પ્રોસેસિંગ અને આ માહિતીનો ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો. Apple આ માહિતીને વિશ્વાસુ એવા તૃતીય પક્ષના સર્વિસ પ્રોવાઇડર સાથે સ્ટોર કરી શકે છે. તમે કોઈ પણ સમયે તમારા આરોગ્યના રેકોર્ડ શેર કરવાનું બંધ કરી શકો છો. આમ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ આરોગ્ય રેકોર્ડને બહેતર કરોને બંધ કરવા માટે ટૅપ કરો.

હંમેશા Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12