નકશો સુધારવો અને પ્રાઇવસિ

Apple નકશો તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


જો તમે નકશો બહેતર બનાવો સક્ષમ કરો તો Apple દ્વારા તમારા ડિવાઇસ પર મહત્ત્વપૂર્ણ લોકેશન ફીચરથી પ્રાપ્ત GPS નિર્દેશાંક કલેક્ટ કરવામાં આવશે અને તેને તમારા Apple અકાઉંટ સાથે સંબંધિત શેરીના સરનામા સાથે જોડવામાં આવશે. આ Appleને પેલા અને અન્ય અડ્રેસના ભૌગોલિક લોકેશનનો બહેતર અંદાજો લગાવવવા માટે સક્ષમ કરશે. નકશો અને અન્ય Apple લોકેશન આધારિત પ્રૉડક્ટ અને સેવાઓને બહેતર બનાવવા માટે Apple પરિણામી નિર્દેશાંકને માત્ર અજ્ઞાત રૂપમાં જાળવી રાખશે. તમારું iOS, iPadOS, અથવા visionOS ડિવાઇસ સમયાંતરે ઍપના નામ સહિત ક્યાં અને ક્યારે તમે ઍપ લૉન્ચ કરી તે લોકેશન અને સમયની માહિતી પણ અજ્ઞાત અને એંક્રિપ્ટેડ રૂપમાં Appleને મોકલશે જેથી નકશો અને Appleના અન્ય લોકેશન આધારિત પ્રોડક્ટ અને સર્વિસ બહેતર કરી શકાય.

તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > લોકેશન સેવા> સિસ્ટમ સર્વિસમાં જઈને નકશો બહેતર બનાવોને બંધ કરવા તેના પર ટૅપ કરીને નકશો બહેતર બનાવોને કોઈ પણ સમયે અક્ષમ કરી શકો છો. Mac પર તમે સિસ્ટમ સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > પ્રાઇવસિ > લોકેશન સેવામાં જઈને સિસ્ટમ સર્વિસની બાજુમાં વર્ણન પર ક્લિક કરીને પછી મહત્ત્વપૂર્ણ સ્થાનનું સિલેક્શન હટાવીને તમે મહત્ત્વપૂર્ણ સ્થાનને બંધ કરી શકો છો.

2025-12-12