સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણી બહેતર બનાવો અને પ્રાઇવસિ
“સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણી બહેતર બનાવો”ને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
જો તમે સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીને બહેતર બનાવો વિકલ્પ પસંદ કરો છો તો Apple દ્વારા આ ફીચરને બહેતર બનાવવા અને તેની અસકરકારકતા સમજવા માટે સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીનો ઉપયોગ કેવી રીતે કરવામા આવે છે તેના વિષે ડેટા કલેક્ટ કરવામાં આવે છે. આ માહિતી ઍગ્રિગેટ કરવામાં આવે છે અને તેના પર ડિફરેંશલ પ્રાઇવસિ જેવી પ્રાઇવસિ જાળવવાની ટૅક્નીક લાગુ કરવામાં આવે છે અને તેને કોઈ Apple અકાઉંટ અથવા અન્ય એવા ડેટા સાથે લિંક કરવામાં આવતી નથી જે તમારા દ્વારા અન્ય Apple સર્વિસનો ઉપયોગ કરવાથી Apple પાસે હોઈ શકે છે.
જે ઍગ્રિગેટ ડેટા કલેક્ટ કરવામાં આવશે તેના ઉદાહરણમાં નિમ્નલિખિત સામેલ હોય છે :
- પ્રાપ્ત થયેલા તમામ ફોટો આને વીડિયોની સંખ્યા જેને બીભત્સ તરીકે ઓળખવામાં આવ્યા છે
- “મદદ મેળવવાની રીત” પર ટૅપ અથવા ક્લિકની સંખ્યા
- સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીના વિકલ્પો પર ટૅપ અથવા ક્લિકની ટકાવારી
તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીમાં જઈને અથવા Mac પર સિસ્ટમ સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીમાં જઈને “સંવેદનશીલ કૉન્ટેંટ ચેતવણીને બહેતર બનાવો” કોઈ પણ સમયે બંધ કરી શકો છો. હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12