Siri અને ડિક્ટેશન અને પ્રાઇવસિ બહેતર બનાવો

Siri, ડિક્ટેશન અને ભાષાંતર કરો અથવા વૉઇસ કંટ્રોલ જેવા લિમિટેડ અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગ ફીચર ડેવલપ કરવા અને બહેતર બનાવવામાં Appleની મદદ કરવા માટે Siri અને ડિક્ટેશન બહેતર બનાવો દ્વારા Appleને Siri અને ડિક્ટેશન સાથે ઑડિઓ ઇંટરૅક્શના સૅમ્પલ સ્ટોર કરવાની અને કર્મચારીઓ દ્વારા તેને રિવ્યૂ કરવાની અનુમતિ આપે છે.
 

Siri, ડિક્ટેશન અને ભાષાંતર અથવા વૉઇસ કંટ્રોલ જેવા અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગ ફીચર ડેવલપ કરવા અને બહેતર બનાવવામાં Appleની મદદ કરવા માટે Siri અને ડિક્ટેશન બહેતર બનાવો દ્વારા Appleને Siri, ડિક્ટેશન અને અનુવાદ સાથે ઑડિઓ ઇંટરૅક્શના સૅમ્પલ સ્ટોર કરવાની અને કર્મચારીઓ દ્વારા તેને રિવ્યૂ કરવાની અનુમતિ આપે છે.


Siri અને ડિક્ટેશન

જો તમે Siri અને ડિક્ટેશનને બહેતર બનાવો વિકલ્પ પસંદ કરો છો તો Apple દ્વારા Siri અને ડિક્ટેશન સાથે તમારા ઇંટરૅક્શનનો ઑડિઓ સ્ટોર કરવામાં આવી શકે છે. ઑડિઓ ડેટા, ટ્રાંસક્રિપ્ટ અને તમારા દ્વારા વિનંતી કરવામાં આવેલી શ્રેણી, ડિવાઇસના સ્પેસિફિકેશન, પર્ફૉર્મન્સને લગતા આંકડા જેવો સંબંધિત વિનંતી કરાયેલો ડેટા અને વિનંતી કરતી વખતે તમારા ડિવાઇસનું અંદાજિત લોકેશન, Apple પ્રૉડક્ટ અને સેવાઓમાં Siri, ડિક્ટેશન, સર્ચ અને લિમિટેડ અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગ ફંક્શનાલિટીને ડેવલપ કરવા અને સુધારવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે ટ્રાંસક્રિપ્ટનો ઉપયોગ Siri, સર્ચ, વૉઇસ કંટ્રોલ, અનુવાદ અને ઑટોમૅટિક રીતે સ્પીચ ઓળખ મોડલને સુધારવા માટે કરી શકાય છે. આ ડેટાના એક સબસેટનો રિવ્યૂ ગ્રેડર દ્વારા કરવામાં આવી શકે છે અને ઑડિઓ રિવ્યૂ માત્ર Appleના કર્મચારી દ્વારા જ કરવામાં આવશે.

તમારી વિનંતીની હિસ્ટરીમાં તમારો ઑડિઓ ડેટા, ટ્રાંસક્રિપ્ટ અને સંબંધિત વિનંતી ડેટા સામેલ છે. તે રૅન્ડમ, ડિવાઇસ દ્વારા જનરેટ કરવામાં આવેલા આઇડેંટિફાયર સાથે જોડાયેલો હોય છે છે જે દર કલાકે અનેક વાર રોટેટ થાય છે અને તેને તમારા Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સાથે જોડાયેલ નથી. Apple આ ડેટાને બે વર્ષ સુધી જાળવી રાખી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે અને રિવ્યૂ કરવામાં આવેલા ઇંટરૅક્શનના નાના સબસેટને બે વર્ષ કરતા વધુ સમય સુધી જાળવી રાખવામાં આવી શકે છે જેથી Siri, ડિક્ટેશન, સર્ચ અને સીમિત અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગ ફીચરને સતત બહેતર બનાવી શકાય.

તમારા Siri અને ડિક્ટેશનના ઇંટરૅક્શનની હિસ્ટરીને તમારા ડિવાઇસ પર સ્ટોર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ તમારા Siriના અનુભવને પર્સનલાઇઝ કરવા માટે કરવામાં આવી શકે છે.

તમારી વિનંતી હિસ્ટરીનો ઉપયોગ માર્કેટિંગ પ્રોફાઇલ બનાવવા માટે કરવામાં આવતો નથી અને તેને ક્યારેય કોઈને વેચવામાં આવતી નથી.

જો તમારા કોઈ Siri અથવા ડિક્ટેશન ઇંટરૅક્શનને રિવ્યૂ માટે સિલેક્ટ કરવામાં આવે તો વિનંતીની સાથે પ્રતિભાવોનું વિશ્લેષણ ચોકસાઈ નિર્ધારિત કરવા માટે અને સામાન્ય રીતે Apple પ્રૉડક્ટ અને સેવાઓમાં Siri, ડિક્ટેશન, સર્ચ અને લિમિટેડ અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગની લિમિટેડ ફંક્શનાલિટીમાં સુધારો કરવા માટે કરવામાં આવશે. તમારી વિનંતીના સંદર્ભોના આધારે રિવ્યૂઅર વિનંતી સાથે તમારા સંપર્કના નામ અથવા તમારા ડિવાઇસ પર ઇંસ્ટૉલ કરવામાં આવેલી ઍપ જેવા સીધો સંબંધ ધરાવતા સંબંધિત ડેટાને ઍક્સેસ કરી શકે છે. જેથી Siriના પ્રતિભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકાય. માત્ર Apple કર્મચારીઓ જ સખત ગોપનીયતાની બાધ્યતાઓને આધીન તેઓ Siri અને ડિક્ટેશન દ્વારા ઑડિઓ ઇંટરૅક્શન ઍક્સેસ કરી શકે છે. તમે કોઈ પણ સમયે Siri અને ડિક્ટેશન બનાવવા માટે તમારા સેટિંગ્સ બદલી શકો છો. આમ કરવા માટે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારાઓ પર જાઓ.

તમે સેટિંગ્સ > Siri > Siri અને ડિક્ટેશન હિસ્ટરીમાં જઈને અને “Siri અને ડિક્ટેશન હિસ્ટરી ડિલીટ કરો” પર ટૅપ કરીને તમારા ડિવાઇસમાં સ્ટોર કરેલી તમારી Siri અને ડિક્ટેશન વિનંતીઓની ટ્રાંસક્રિપ્ટને ડિલીટ કરી શકો છો.

તમે સેટિંગ્સ > સામાન્ય > કીબોર્ડમાં જઈને અને “ડિક્ટેશન સક્ષમ કરો” બંધ કરવા માટે ટૅપ કરીને Siri અને ડિક્ટેશનને અક્ષમ કરી શકો છો. પછી સેટિંગ્સ > Siri > Siri સાથે વાત કરો પર જાઓ અને બંધ કરો પર ટૅપ કરો અને સેટિંગ્સ > Siri પર જાઓ અને “Siri માટે હોમ બટન દબાવો” અથવા “Siri માટે સાઇડ બટન દબાવો” બંધ કરવા માટે ટૅપ કરો. જો તમે Siri અને ડિક્ટેશનને અક્ષમ કરશો તો તમારા ડિવાઇસ પર સ્ટોર કરેલી અને તમારા અનુભવને પર્સનલાઇઝ કરવા માટે ઉપયોગમાં લેવાતી તમારી Siri અને ડિક્ટેશન વિનંતીઓની ટ્રાંસક્રિપ્ટ ડિલીટ કરવામાં આવશે.

અનુવાદ

જો તમે Siri અને ડિક્ટેશન સુધારવાના ફીચરને પસંદ કરો તો રૅન્ડમ, રોટેટ થતા, ડિવાઇસ દ્વારા જનરેટ કરાયેલા આઇડેંટિફાયર સાથે જોડાયેલી તમારી અનુવાદ વિનંતીના તમારા ઑડિઓ, ટેક્સ્ટ ઇનપુટ અને ટ્રાંસક્રિપ્ટને Apple પ્રૉડક્ટ અને સેવાઓમાં Siri, ડિક્ટેશન, અનુવાદ અને અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગના લિમિટેડ ફંકશનને ડેવલપ કરવા અને સુધારવા માટે સ્ટોર કરવામાં આવી શકે છે અને તેનો રિવ્યૂ કરવામાં આવી શકે છે.

તમારી અનુવાદ વિનંતીઓને Apple દ્વારા Siri, ડિક્ટેશન, અનુવાદ અને અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગના ફંકશનને ડેવલપ કરવા અને સુધારવામાં મદદ કરવા માટે બે વર્ષ સુધી રાખવામાં આવી શકે છે. ઉદાહરણ તરીકે ટ્રાંસક્રિપ્ટનો ઉપયોગ Siri, સર્ચ, વૉઇસ કંટ્રોલ, અનુવાદ અને ઑટોમૅટિક રીતે સ્પીચ ઓળખ મોડલને સુધારવા માટે કરી શકાય છે. જો તમારા કોઈ અનુવાદ ઇંટરૅક્શનને રિવ્યૂ માટે સિલેક્ટ કરવામાં આવે તો અનુવાદ વિનંતીની સાથે પ્રદાન કરવામાં આવેલા અનુવાદ પ્રતિભાવોનું વિશ્લેષણ ચોકસાઈ નિર્ધારિત કરવા માટે કરવામાં આવશે. માત્ર Apple કર્મચારીઓ જ સખત ગોપનીયતાની બાધ્યતાઓને આધીન તમારા ઑડિઓ અનુવાદનો ઍક્સેસ કરી શકે છે. અનુવાદની સાથે તમારા ઇંટરૅક્શનના નાના સબસેટને રિવ્યૂ પછી Apple પ્રૉડક્ટ અને સેવાઓમાં Siri, ડિક્ટેશન, અનુવાદ અને લિમિટેડ અન્ય લૅનગ્વેજ પ્રોસેસિંગના ફંક્શનાલિટીમાં સતત સુધારણા માટે બે વર્ષથી વધારે સમય સુધી રાખી શકાય છે.

સામાન્ય

તમે iPhone અથવા iPad સેટ અપ કરતી વખતે તમારા દ્વારા સિલેક્ટ કરવામાં આવેલી પ્રાથમિકતાનો વિકલ્પ પસંદ કરો છો જેમાં Siri ચાલુ છે તેવા iPhone અથવા iPad સાથે સેટ અપ કરેલા કોઈ પણ Apple કનેક્ટેડ ડિવાઇસ અથવા સપોર્ટેડ HomeKit ઍક્સેસરિ પર લાગૂ પડશે. તમે દરેક ડિવાઇસ માટે સેટિંગ્સમાં જઈને આને પછીથી બદલી શકો છો.

Siri અને ડિક્ટેશન સુધારોને સક્ષમ કરીને તમે Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર આ માહિતીનું ટ્રાંસમિશન, કલેક્શન, મેનટેનંસ, પ્રોસેસિંગ અને આ માહિતીનો Siriમાં સુધારો કરવા, ડિક્ટેશન, સર્ચ, અનુવાદ અને ઉપર આપેલી Apple પ્રૉડક્ટ અને સેવામાં અન્ય લિમિટેડ લૅનગ્વેજ પ્રોસેસિંગ ફંકશન માટે ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો. Apple આ માહિતીને વિશ્વાસુ એવા તૃતીય પક્ષના સર્વિસ પ્રોવાઇડર સાથે પ્રોસેસ અને સ્ટોર કરી શકે છે. તમારા Siri, ડિક્ટેશન અથવા અનુવાદમાંથી હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-02-11