Apple Intelligence અને પ્રાઇવસિ
Apple Intelligenceને તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Apple Intelligence એક જેનરેટિવ AI ફીચરની સિસ્ટમ છે જે તમારા રોજિંદા કામોમાં તમારી મદદ કરવામાં વિશેષ રીતે સક્ષમ હોય છે. Apple Intelligence તમારા ઇમેલ અથવા નોટ ફરીથી લખવામાં અથવા પ્રૂફરીડ કરવામાં, તમારા દ્વારા ચૂકી જવાયેલા મેસેજનો સારાંશ તૈયાર કરવામાં, ફોટોસ ઍપમાં વ્યક્તિગત યાદગીરી બનાવવામાં, ઇમેજ જનરેટ કરવા વગેરેમાં તમારી મદદ કરી શકે છે. Apple દ્વારા તમારો વ્યક્તિગત ડેટા કલેક્ટ કર્યા વગર Apple Intelligence તમને વ્યક્તિગત ઇંટેલિજંસ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
કસ્ટમ અનુભવ પ્રદાન કરવા માટે Apple Intelligence દ્વારા તમારા આગામી કૅલેંડર અને તમારી વારંવાર ઉપયોગ કરવામાં આવતી ઍપ સહિત તમારા ડિવાઇસ પરની માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. તમને શ્રેષ્ઠ રીતે મદદ કરવા માટે Apple Intelligence દ્વારા એવા ડેટાની ઓળખ કરવામાં આવે છે જે જેનરેટિવ મૉડલને પ્રદાન કરવા માટે જરૂરી હોય છે પણ Apple દ્વારા એ ડેટાને ઍક્સેસ કરવો અથવા સ્ટોર કરવો જરૂરી નહિ હોય.
શક્ય હોય ત્યારે Apple Intelligence મૉડલ સંપૂર્ણ રીતે ડિવાઇસ પર રન કરવામાં આવે છે જેથી ડેટા તમારા ડિવાઇસથી બહાર મોકલ્યા વિના ટાસ્ક પૂર્ણ કરી શકે. ઉદાહરણ તરીકે જ્યારે Apple Intelligence તમને તમારા ઇમેલ, મેસેજ અને સૂચનાઓ માટે પ્રિવ્યૂ સારાંશ પ્રદાન કરે છે ત્યારે આ સારાંશ ઑન-ડિવાઇસ મૉડલ દ્વારા જનરેટ કરવામાં આવે છે. જોકે ક્યારેક Apple Intelligenceના એવા મૉડલની મદદ લેવી પડે કે જેના માટે જરૂરી કંપ્યૂટેશનલ પાવર તમારું ડિવાઇસ જાતે આપી શકે. આ ટાસ્ક માટે Apple Intelligence તમારી વિનંતી પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટને મોકલે છે. પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ એક સર્વર-આધારિત ઇંટેલિજંસ સિસ્ટમ છે જે તમારી પ્રાઇવસિનું રક્ષણ કરતી વખતે વધુ જટિલ વિનંતીઓને હૅન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, તમે કોઈ ઇમેલનું પ્રૂફરીડિંગ કરવા અથવા સંપાદિત કરવા માટે લેખનશિલ્પીનો ઉપયોગ કરો તો બની શકે કે તમારું ડિવાઇસ સર્વર આધારિત મૉડલ પર પ્રૂફરીડિંગ અથવા સંપાદન કરવા માટે તે ઇમેલ પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટને મોકલે.
તમે કોઈ Apple Intelligence કાર્ય શરૂ કરો તો તમારા ડિવાઇસ પર રન થઈ રહેલું મૉડલ એ વિશ્લેષણ કરે છે કે કોઈ કાર્ય ડિવાઇસ પર પૂર્ણ કરી શકાય છે કે નહિ. જો વધારે મોટા, સર્વર-આધારિત મૉડલની જરૂર હોય તો Apple Intelligence દ્વારા પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટનો ઉપયોગ કરીને Apple સિલિકોન સર્વર પર પ્રોસેસ કરવા માટે માત્ર તે જ ડેટા મોકલવામાં આવે છે જે તમારી વિનંતી માટે સુસંગત હોય છે. પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટને મોકલવામાં આવેલો અથવા ત્યાંથી રિટર્ન આવેલો ડેટા સ્ટોર કરવામાં આવતો નથી તેમજ Apple તેને ઍક્સેસ કરી શકતું નથી. ડેટાનું પ્રોસેસિંગ માત્ર તમારી વિનંતી પર કામ કરવા માટે કરવામાં આવે છે, ત્યાર પછી પરિણામ સુરક્ષિત રીતે તમારા ડિવાઇસ પર રિટર્ન કરવામાં આવે છે અને પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ તેને પોતાની પાસે રાખતું નથી. તમારું ડિવાઇસ પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટને કોઈ વિનંતી મોકલે તો Apple વિનંતી અને જવાબની અંદાજિત સાઇઝ, વિનંતી માટે કયા ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો અને વિનંતી પૂર્ણ કરવામાં કેટલો સમય લાગ્યો જેવી વિનંતી સાથે જોડાયેલી અમુક સીમિત માહિતી કલેક્ટ કરે છે. આ ડેટામાં તમારી વિનંતીના કૉન્ટેંટ અથવા રિટર્ન આવેલા પરિણામની કોઈ માહિતીનો સમાવેશ થતો નથી. આ માહિતી તમારા Apple અકાઉંટ અથવા તમારા દ્વારા Appleની અન્ય સેવાઓનો ઉપયોગ કરવાથી Apple પાસે ઉપલબ્ધ હોઈ શકે તેવા અન્ય ડેટા સાથે લિંક નથી કે ઓળખ કરી શકાય તેવી નથી.
સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple Intelligence રિપોર્ટ પર જઈને પછી રિપોર્ટ અવધિ સિલેક્ટ કરીને તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર Apple Intelligence માટે ટ્રાંસપરેંસી લૉગિંગ ચાલુ કરી શકો છો અને તમારો ડેટા કેવી રીતે પ્રોસેસ થાય છે તે જોઈ શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > Apple Intelligence રિપોર્ટ પર જાઓ પછી રિપોર્ટ અવધિ સિલેક્ટ કરો. વિનંતી કર્યા પછી તમે ફાઇલ એક્સપોર્ટ કરી શકો છો. આ ટ્રાંસપરેંસી લૉગિંગ તમારા ડિવાઇસ પરથી મોકલેલી અથવા પ્રાઇવેટ ક્લાઉડ કંપ્યૂટ દ્વારા પ્રોસેસ કરાયેલ વિનંતીઓ દેખાડશે, તેમાં watchOSથી મોકલેલી વિનંતીઓ પણ સામેલ હશે. વધુમાં, જો તમે ChatGPT એક્સટેંશનને સક્ષમ કરો તો તેમાં Siri, લેખનશિલ્પી અથવા વિઝ્યુઅલ ઇંટેલિજંસ જેવા સપોર્ટ કરતા ફીચર સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે ChatGPTને મોકલવામાં આવેલી વિનંતીઓનો સમાવેશ થશે.
જો તમે Apple સાથે ડિવાઇસ ઍનાલિટિક્સ શેર કરવાનું પસંદ કરો તો Apple Intelligenceને બહેતર બનાવવા માટે Apple ઍગ્રીગેટ કરેલ ટ્રેંડ્સ સંબંધિત ડેટા જેમ કે Apple Intelligence દ્વારા પ્રોસેસ કરેલ કૉન્ટેંટ સહિત ડેટા એકત્ર કરવા માટે પ્રાઇવસિ-જાળવી રાખતી ટૅક્નીકનો ઉપયોગ કરી શકે છે. આ સુરક્ષાના પરિણામે, Apple વ્યક્તિગત યૂઝર ડેટા અથવા કૉન્ટેંટ એકત્રિત કર્યા વિના Apple Intelligence ફીચરને કેવી રીતે બહેતર બનાવવું તે સમજવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકે છે. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર કોઈ પણ સમયે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જઈને અને [ડિવાઇસ] ઍનાલિટિક્સ શેર કરો બંધ કરીને ડિવાઇસ ઍનાલિટિક્સ ડેટા શેર કરવાનું અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > ઍનાલિટિક્સ અને સુધારા પર જાઓ અને Mac ઍનાલિટિક્સ શેર કરો બંધ કરો.
2025-12-12