iTunes Store અને પ્રાઇવસિ
iTunes Store તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
![]()
- અમે તમારો વ્યક્તિગત ડેટા કલેક્ટ કરીએ છીએ જેથી અમે તમને એવું કૉન્ટેંટ પ્રદાન કરી શકીએ જે તમે ખરીદવા, ડાઉનલોડ કરવા અથવા iTunes Store અને App Store અને Apple Books સહિત અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં અપડેટ કરવા માંગો છો.
- અમે સ્ટોરમાં તમારા અકાઉંટ, ખરીદી અને ડાઉનલોડની માહિતીનો ઉપયોગ જાહેરખબર ઑફર કરતી વખતે એ ખાતરી કરવા માટે કરીએ છીએ કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં App Store, Apple News અને સ્ટૉક્સમાં જાહેરખબર તમારા માટે સુસંગત હોય. તમારી પાસે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ જાહેરખબરને લગતી પસંદગીઓ છે.
- અમે સ્ટોરમાં તમારી ખરીદી, ડાઉનલોડ અને અન્ય ઍક્ટિવિટી અંગેની માહિતીનો ઉપયોગ ફીચરને તમારી જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અને વ્યક્તિગત ભલામણ માટે કરીએ છીએ અને તમને Apple માર્કેટિંગ સહિતની સૂચનાઓ મોકલીએ છીએ. તમે નીચે દર્શાવ્યા પ્રમાણે, આ હેતુ માટે આ ડેટાના ઉપયોગમાંથી બહાર નિકળી શકો છો.
- છેતરપિંડી ઓળખવામાં અને રોકવામાં મદદ કરવા માટે તમારા ફોન કૉલ અથવા તમારા દ્વારા મોકલવામાં આવેલી અને પ્રાપ્ત કરવામાં આવેલી ઇમેલની અંદાજિત સંખ્યા સહિત તમે તમારા ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિષેની માહિતીનો ઉપયોગ જ્યારે તમે ખરીદી કરો ત્યારે ડિવાઈસ ટ્રસ્ટ સ્કોરની ગણના કરવા માટે કરવામાં આવશે. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની વાસ્તવિક વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
- સ્ટોરને બહેતર બનાવવાના રસ્તા શોધવા માટે અમે તમારા બ્રાઉઝિંગ, ખરીદીઓ, સર્ચ અને ડાઉનલોડ વિષેની માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ રેકોર્ડને IP અડ્રેસ, રૅન્ડમ યૂનીક આઇડેંટિફાયર (જ્યાં તે ઉપલબ્ધ હોય) અને જ્યારે તમે App Store અથવા અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં સાઇન ઇન કરો છો ત્યારે Apple અકાઉંટમાં સ્ટોર કરવામાં આવે છે.
સ્ટોર પ્રદાન કરવા
અમે તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ iTunes Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોરની સેવા અને ફીચર પ્રદાન કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે આ માહિતીમાં તમારા અકાઉંટ અને ચુકવણીની માહિતીનો સમાવેશ થાય છે જેને તમે ઍક્સેસ કરી શકો છો અને સેટિંગ્સમાં બદલી શકો છો. ઉપરાંત તેમાં તમારી ખરીદી હિસ્ટરીનો સમાવેશ થાય છે.
જ્યારે તમે iTunes Store પરથી કૉન્ટેંટ ડાઉનલોડ કરો છો ત્યારે તમારા ડિવાઇસના હાર્ડવેર ID અને IP અડ્રેસ જેવા આઇડેંટિફાયરને Apple દ્વારા તમારા Apple અકાઉંટ સાથે લૉગ કરવામાં આવે છે.
Apple તમારા દ્વારા ડાઉનલોડ કરેલા iTunes કૉન્ટેંટને તમારા માટે Apple Music, Apple TV અથવા Apple Books ઍપ્સના લાઇબ્રેરી ટૅબ પર તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલા કૉન્ટેંટના પ્રકાર અનુસાર ઑટોમૅટિક રીતે ઉપલબ્ધ કરાવશે.
સ્ટોરમાં સુધારા
iTunes Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોરમાં સુધારા કરવા માટે અમે તમારા iTunes Storeના ઉપયોગની માહિતી એકત્ર કરીએ છીએ જેમ કે તમે સ્ટોરને ક્યારે ખોલો અથવા બંધ કરો છો, તમે કેવું કૉન્ટેંટ સર્ચ કરો છો, તમારા દ્વારા જોવામાં અને ડાઉનલોડ કરવામાં આવતું કૉન્ટેંટ અને સૂચનાઓ સાથેનું ઇંટરૅક્શન. આ ઉપરાંત અમે તમારા ડિવાઇસની ડિવાઇસના પ્રકાર, તમારી ઑપરેટિંગ સિસ્ટમના વર્ઝન અને તમારા ડિવાઇસ પરની ફ્રી સ્પેસ વગેરે માહિતી પણ એકત્ર કરીએ છીએ. અમે આ માહિતીનો ઉપયોગ વિનંતી કરવામાં આવેલું કૉન્ટેંટ ડાઉનલોડ કરી શકાય છે કે નહિ, ડિવાઇસ સ્ટોરેજના ઉપયોગના સામાન્ય ટ્રેંડને સમજવા અને તમારું ડિવાઇસ Wi-Fi અથવા મોબાઇલ ડેટા સાથે કનેક્ટેડ છે કે નહિ નિર્ધારિત કરવા માટે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ માહિતીનો ઉપયોગ નીચેની રીતે કરી શકીએ છીએ :
- તમે જે શોધો છો તેના આધારે અમે ટ્રેંડિંગ સર્ચ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.
- તમે કયુ કૉન્ટેંટ જુઓ છો અથવા ડાઉનલોડ કરો છો તેની જાણકારીના આધારે અમે વ્યક્તિગત કરેલા ફીચર ઑફર કરી શકીએ છીએ.
- તમારા ડિવાઇસ પર ફ્રી સ્પેસની જાણકારીના આધારે અમને એવા ફીચર તૈયાર કરવામાં મદદ મળે છે જેની મદદથી તમે ખરીદી સમયે ડાઉનલોડ કર્યા વગર તમારા iPhone પર મૂવિની ખરીદી કરી શકો છો.
સ્ટોરને વ્યક્તિગત કરવા
અમે તમારું iTunes Store સાથેના ઇંટરૅક્શનનો ઉપયોગ તમારા માટે સુસંગત હોય તેવા કૉન્ટેંટ શોધવામાં તમારી મદદ કરવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારા દ્વારા iTunes Storeમાં પહેલેથી સર્ચ કરવામાં આવેલા, ડાઉનલોડ કરેલા, અપડેટ કરેલા અથવા રિવ્યૂ કરેલા કૉન્ટેંટને આધારે તમારી પસંદને અનુરૂપ કૉન્ટેંટની ભલામણ કરીએ છીએ. અમે તમારા Apple અકાઉંટમાંથી મેળવવામાં આવેલી અકાઉંટની માહિતી સાથે તમારી ખરીદીની હિસ્ટરી અને ચુકવણી પદ્ધતિનો પણ ઉપયોગ કરીએ છીએ. તમારા Apple અકાઉંટ માટે વ્યક્તિગત ફીચર બંધ કરીને તમે App Store, Apple Books, iTunes Store, Apple TV, પૉડકાસ્ટમાં અને Appleના સબ્સ્ક્રિપ્શન માટે વ્યક્તિગતતાને અક્ષમ કરી શકો છો. તમારા iOS અથવા iPadOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > મીડિયા અને ખરીદી પર જાવ, અકાઉંટ જુઓ પર ટૅપ કરો અને વ્યક્તિગત ભલામણોને બંધ કરવા માટે ટૅપ કરો.
તમારી સાથે સંચાર કરવો
Apple તમારી પાસેના Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસ સાથેના તમારા સબ્સ્ક્રિપ્શન વગેરે તમારી અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને iTunes Store અને અન્ય તમારા રસના Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર અંગેના સંચારને મોકલવા માટે કરી શકે છે. Apple દ્વારા iTunes Storeમાં તમારી ઍક્ટિવિટીની માહિતીનો ઉપયોગ iTunes Storeમાં ઉપલબ્ધ નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર અંગેના સંચાર મોકલવા માટે કરવામાં આવી શકે છે. Apple Music, Apple TV અને Apple Books Apple દ્વારા તે ઍપ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા તમારા iTunes કૉન્ટેંટ અંગેનો સંચાર મોકલી શકે છે.
ઇમેલ માર્કેટિંગ
જો તમે ઇમેલ માર્કેટિંગ પ્રાપ્ત કરવાની સંમતિ આપો છો તો તમે કમ્યૂનિકેશન ઇમેલ પ્રાપ્ત કરી શકો છો. તમે account.apple.com પર જઈને અથવા તમારા iOS અથવા iPadOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > વ્યક્તિગત માહિતીમાં જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.
સૂચનાઓ
તમે આ સંચાર પુશ, બૅનર અથવા બેજ સૂચનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકો છો. તમારા iOS અથવા iPadOS ડિવાઇસ પર તમારી સૂચનાઓ પ્રાપ્ત કરવાનું બંધ કરવા માટે સેટિંગ્સ > સૂચનાઓ > iTunes Store પર જાઓ.
જાહેરાત
Apple દ્વારા પ્રદાન કરવામાં આવેલી જાહેરખબરથી લોકોને App Store, Apple News અને સ્ટૉક્સ પર ઍપ્સ ઉત્પાદન અને સેવા શોધવામાં મદદ મળે છે. અમે તમારા ડિવાઇસ, અકાઉંટ, ખરીદી, સબ્સ્ક્રિપ્શન અને ડાઉનલોડ અંગેની માહિતીનો ઉપયોગ જાહેરખબરની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટે કરીએ છીએ. તમે App Store પર સર્ચ કરો છો ત્યારે અમે પણ તમારા સર્ચ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અમે લોકોના ગ્રૂપ બનાવીએ છીએ જેને સેગમેંટ કહેવામાં આવે છે. તેઓ સમાન વિશેષતાઓ શેર કરે છે અને અમે આ ગ્રૂપનો ટાર્ગેટ કરેલી જાહેરખબરની ડિલીવરી માટે ઉપયોગ કરીએ છીએ. તમારા અંગેની માહિતીનો ઉપયોગ તમને કયા સેગમેંટમાં રાખવા અને તેના આધારે કઈ જાહેરખબર તમને પ્રાપ્ત થશે તે નિર્ધારિત કરવા માટે કરવામાં આવે છે. તમારી પ્રાઇવસિ સુરક્ષિત રાખવા માટે ટાર્ગેટ કરેલી જાહેરખબરને જો 5,000 કરતાં વધારે લોકો ટાર્ગેટિંગ માપદંડને પૂરા કરતા હોય તો જ ડિલિવર કરવામાં આવે છે. જાહેરખબર તમારે અનુરૂપ છે કે નહિ તે નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી માહિતી રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાયેલી હોય છે અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી હોતી નથી.
જો વ્યક્તિગત જાહેરખબર સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે વધારે અનુરૂપ જાહેરખબર આપવા માટે કરી શકે છે. જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને ટાર્ગેટ કરતી જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે.
Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.
App Store, Apple News અને સ્ટૉક્સ પર વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવા વિષે વધુ જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.
તૃતીય પક્ષ સાથે શેરિંગ
અમારા ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા અને App Store અને Apple News અને સ્ટૉક્સમાં ડિસ્પ્લે કરવા માટે Apple તરફથી જાહેરખબર વેચવા માટે Apple સાથે કામ કરતા સ્ટ્રૅટજિક પાર્ટનરને અમે અમુક બિન-વ્યક્તિગત ડેટા પ્રદાન કરવા માટે વચનબદ્ધ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારી કૉન્ટેંટ ખરીદીની બિન-વ્યક્તિગત માહિતીને કૉન્ટેંટ ઓનર સાથે શેર કરી શકીએ છીએ જેથી તેઓ તેમના ક્રિએટિવ કામનું પર્ફૉર્મન્સ માપી શકે, રૉયલ્ટી અને અકાઉંટિંગની આવશ્યકતાઓને પૂરી કરી શકે અને તેમના ઉત્પાદન અને સેવામાં સુધારો કરી શકે.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમે iTunes Storeમાં તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ, તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેથી :
- સંબંધિત કૉન્ટેંટ ડિસ્પ્લે કરવું અને તમારા ડિવાઇસમાં વિનંતી કરવામાં આવેલા કૉન્ટેંટને ડાઉનલોડ કરવા માટે પુરતી જગ્યા છે કે નહિ તેનું મૂલ્યાંકન કરવું
- તમારા માટે અને અન્ય લોકો માટે iTunes Storeને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવી
- તમને ઇમેલ અને પુશ સૂચનાઓ દ્વારા તમને જેમાં રસ છે તેવી ઑફર મોકલવી અને iTunes Storeમાં તમને જાહેરખબર પ્રસ્તુત કરવા માટે સેગમેંટ બનાવવો
- કૉન્ટેંટ પ્રવાઇડરને તેના કૉન્ટેંટની ખરીદીનો રિપોર્ટ આપવો
- છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવવા માટે
ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :
- તમારો iTunes Store ઍપનો ઉપયોગ, જેમ કે તમારા દ્વારા સર્ચ કરવામાં આવેલું, જોવામાં આવેલું, ડાઉનલોડ કરેલું અને ખરીદેલા કૉન્ટેંટ સાથે iTunes Store સૂચનાઓ સાથેનું તમારું ઇંટરૅક્શન
- તમારા ડિવાઇસ અને અકાઉંટ વિષેની વિગતો
- તમારું લોકેશન અને તમારું IP અડ્રેસ
- ડિવાઇસ ટ્રસ્ટ સ્કોર
રિટેંશન
iTunes Store પરથી તમારી ખરીદી અને ડાઉનલોડ સંબંધિત તમારા વ્યક્તિગત ડેટાને અમે વિવિધ ક્ષેત્રોમાં લાગૂ પડતા અલગ-અલગ નાણાકીય બાબતોને લગતા કાયદા દ્વારા નિર્ધારિત અવધિ સુધી જાળવી રાખીએ છીએ. મોટા ભાગના ગ્રાહકો માટે ઓછામાં ઓછી 10 વર્ષની રિટેંશન અવધિ જરૂરી હોય છે, પરંતુ ચીન જેવા દેશમાં આ અવધિ 30 વર્ષની હોઈ શકે છે. જ્યાં સુધી અમારી સાથે તમારું અકાઉંટ છે ત્યાં સુધી અમે તમારી ખરીદી અને ડાઉનલોડનો રેકોર્ડ જાળવી રાખીએ છીએ જેથી તમે ફરીથી ડાઉનલોડ કરવાની અમારી શરતો અનુસાર તે કૉન્ટેંટને ફરીથી ડાઉનલોડ કરી શકો. અમે ટૂંકી અવધિ માટે બ્રાઉઝિંગ ઍક્ટિવિટી અને સર્ચ જેવી અન્ય માહિતી જાળવી રાખીએ છીએ. ડેટા જાળવી રાખવા અને વિશેષ વ્યવસાયિક ઉપયોગના કેસ માટે લાગુ પડતી કાયદાકીય જરૂરિયાતોના આધારે અવધિને પસંદ કરવામાં આવે છે. જોકે, તમારા અકાઉંટને બંધ કર્યા પછી અથવા iTunes Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોરનો ઉપયોગ બંધ કરાયા પછી પણ કેટલીક માહિતી જેમકે તમારા સ્ટોર કરેલા કાર્ડની વિગતો સિવાયની ખરીદીને વ્યવસાયિક રેકોર્ડ તરીકે જાળવી રાખવામાં આવી શકે છે.
તમે ચુકવણી કાર્ડનો ઉપયોગ કરો ત્યારે Apple ભવિષ્યમાં ખરીદી, રિકરિંગ ટ્રાંઝેક્શન અથવા તમારા દ્વારા અધિકૃત અન્ય ઉપયોગ માટે તમારા કાર્ડ નંબર અને બિલિંગની માહિતીને જાળવી રાખવામાં આવી શકે છે અને ઑટોમૅટિક રીતે અપડેટ કરવામાં આવી શકે છે. Apple આ માહિતી તમારી નાણાકીય સંસ્થા અથવા ચુકવણી નેટવર્ક પાસેથી પ્રાપ્ત કરી શકે છે અને છેતરપિંડી રોકવા અને વેરિફિકેશન માટે તેનો ઉપયોગ પણ કરી શકે છે.
છેતરપિંડી અને અન્ય સંદેહયુક્ત ઍક્ટિવિટીથી બચાવે છે
અમે વ્યક્તિગત ડેટાને iTunes Store અને અન્ય Apple ઑનલાઇન સ્ટોર તેમજ અન્ય Apple ઍપ અને સેવામાં છેતરપિંડી અને અન્ય દુર્ભાવનાપૂર્ણ ઍક્ટિવિટીને રોકવા માટે પણ કલેક્ટ કરીએ છીએ. આ માહિતીમાં ડિવાઇસની માહિતીનો સમાવેશ થાય છે. જેમાં ડિવાઇસનો પ્રકાર અને સોફ્ટવેર વર્ઝન, લોકેશનની માહિતી (તમારા ઇંટરનેટ કનેક્શનના IP અડ્રેસને ભૌગોલિક ક્ષેત્ર સાથે મેચ કરીને અંદાજિત માહિતી), ડાઉનલોડ અને ખરીદીની હિસ્ટરી અને સ્ટોર સાથેના અન્ય ઇંટરૅક્શનનો સમાવેશ થાય છે. તમે ખરીદી કરો છો ત્યારે Apple તમારી સાથેના જુના વ્યવસાયિક સંબંધોની માહિતીનો ઉપયોગ કરી શકે છે જેનાથી વિનંતી પ્રોસેસ કરી શકાય અને ચુકવણી પાર્ટનર દ્વારા અધિકૃત કરતા પહેલાં એ નિર્ધારિત કરી શકાય કે ઉત્પાદન અથવા સેવા આપવી કે નહિ.
તમે કોઈ ખરીદીનો પ્રયત્ન કરો ત્યારે અમે તમારા ડિવાઇસ પર એક ડિવાઇસ ટ્રસ્ટ સ્કોરની પણ ગણતરી કરીએ છીએ જેના માટે એ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે તમારા ડિવાઇસનો કેવી રીતે ઉપયોગ કરો છો અને તેમાં એ માહિતીનો પણ સમાવેશ થાય છે કે તમે અંદાજિત કેટલા ફોન કૉલ અથવા ઇમેલ મોકલો છો અને પ્રાપ્ત કરો છો. સબમિશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી Apple તમારા ડિવાઇસ પરની અંતર્ગત વૅલ્યૂ જાણી નહિ શકે. સ્કોર અમારા સર્વર પર એક ફિક્સ સમય માટે સ્ટોર કરવામાં આવે છે.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12