નકશો સમસ્યા રિપોર્ટ કરો અને પ્રાઇવસિ

તમારા ઘર, કાર્ય સ્થળ અને સ્કૂલ સંબંધિત રિપોર્ટ અને “આસપાસ જુઓ” અને નકશા ઍપમાં ફોટો સંબંધિત કેટલાક રિપોર્ટને તમારા Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સાથે જોડવામાં આવે છે જેને તમારા દ્વારા રિપોર્ટ સબમિટ કરતા પહેલા સ્ક્રીન પર દેખાડવામાં આવશે. તમારા ડેટાનો ઉપયોગ રિપોર્ટ કરવામાં આવેલી સમસ્યાઓના સમાધાન માટે અને નકશાને બહેતર બનાવવા માટે કરવામાં આવશે.
 

Apple નકશો તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • નકશો સમસ્યા રિપોર્ટ કરો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી સમસ્યાઓના સમાધાન માટે માહિતી કલેક્ટ કરવામાં આવે છે. તમારા ઘર, કાર્ય સ્થળ અને સ્કૂલ સંબંધિત અને “આસપાસ જુઓ” ઇમેજરી અને નકશામાં ફોટોને બ્લર કરવા સંબંધિત કેટલાક રિપોર્ટ માટે કલેક્ટ કરવામાં આવેલી માહિતીને તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવે છે. તમે આ રિપોર્ટ સબમિટ કરો તે પહેલાં સબમિશન ફ્લો દરમિયાન Apple અકાઉંટ સ્ક્રીન પર બતાવવામાં આવશે. અન્ય તમામ રિપોર્ટ એક એવા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવ્યા જે નિયમિતપણે ફરતું રહે છે પણ તેને તમારા Apple અકાઉંટ સાથે લિંક કરવામાં નથી આવ્યું.
  • જો તમે વેબ પર Apple Mapsનો ઉપયોગ કરીને રિપોર્ટ સબમિટ કરો તો સર્વિસની ઇંટેગ્રિટી જાળવી રાખવા માટે Apple તમારા રિપોર્ટ સાથે ઇમેલ અડ્રેસને કલેક્ટ કરી શકે છે.
  • તમે વધારે અસરકારક રીતે સમસ્યાના ઉકેલ માટે રિપોર્ટની સાથે વધારાની માહિતી સબમિટ કરી શકો છો.
  • રિપોર્ટિંગ સંબંધી ટ્રેંડને વધુ સારી રીતે સમજવા માટે Apple તમારા Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સાથે જોડાયેલી માહિતીને વધુમાં વધુ બે વર્ષ સુધી અને કેટલાક ચોક્કસ રિપોર્ટને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી સ્ટોર કરી શકે છે.

નકશો ઍપ એવી રીતે ડિઝાઇન કરવામા આવી છે કે જ્ચારે તમે કોઈ સમસ્યા રિપોર્ટ કરો છો ત્યારે તમારા રિપોર્ટનું મૂલ્યાંકન કરવા માટે અને નકશો ઍપને બહેતર બનાવવા માટે ન્યૂનતમ જરૂરી પર્સનલ ડેટા કલેક્ટ કરવામાં આવે.

Apple નિમ્નલિખિત માહિતી એકત્રિત કરી શકે છે :

  • ડિવાઇસ મોડલ, ઑપરેટિંગ સિસ્ટમનું વર્ઝન, પ્રદેશ અને ભાષા, સમય અને ટાઇમ ઝોન, નકશો સેટિંગ અને તમે Apple Watch અથવા CarPlay સાથે કનેક્ટ થયેલા છો કે નહિ જેથી તમે રિપોર્ટ કરો તે સમયે નકશાની ક્ષમતા અને સ્થિતિને બહેતર સમજી શકાય
  • રિપોર્ટ કરવામાં આવેલી સમસ્યાના સંદર્ભને બહેતર રીતે સમજવા માટે સમસ્યા ફાઇલ કરતા પહેલા નકશા ઍપમાં તમે જોયેલા વ્યૂની ઇમેજ, ઝૂમ લેવલ અને તમારા દ્વારા છેલ્લે ઉપયોગમાં લેવામાં આવેલો સર્ચ શબ્દ. તમારી ઓળખ કરી શકે તેવી માહિતી જેમ કે તમારા ઘરનું લોકેશન દર્શાવતો આઇકન આ ઇમેજમાં સામેલ કરવામાં નથી આવતું
  • તમારું લોકેશન
  • રિપોર્ટમાં તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જેમ કે સૂચવવામાં આવેલ નવા અડ્રેસ, URL, કૉમેંટ સાથે ખુલવાનો સમય અને અપલોડ કરવામાં આવેલ ફોટો

અમુક કેસમાં Apple કદાચ આ પણ કલેક્ટ કરે છે :

  • તમે તમારા ઇમેલ અડ્રેસ સહિત તમારું Apple અકાઉંટ જ્યારે તમે તમારા ઘર, કાર્ય સ્થળ અથવા સ્કૂલના લોકેશન સંબંધિત સમસ્યા વિષે રિપોર્ટ કરો છો તેમજ “આસપાસ જુઓ” ઇમેજરી અને નકશા ઍપમાં ફોટો સંબંધિત કૉપિરાઇટ સમસ્યા વિષે રિપોર્ટ કરો છો. જો તમે વેબ પર Apple નકશા ઍપનો ઉપયોગ કરીને “આસપાસ જુઓ” ઇમેજને બ્લર કરવાની વિનંતી સબમિટ કરો છો તો Apple સેવાની ઇંટેગ્રિટી જાળવવા માટે તમારું ઇમેઇલ અડ્રેસ કલેક્ટ કરશે. તમે આ રિપોર્ટ સબમિટ કરો તે પહેલાં સબમિશન ફ્લો દરમિયાન તમારું Apple અકાઉંટ અથવા ઇમેલ અડ્રેસ સ્ક્રીન પર બતાવવામાં આવશે. તદુપરાંત તમારા Apple અકાઉંટ અથવા ઇમેઇલ અડ્રેસ સહિતના રિપોર્ટ માટે Apple તમારા ઇમેઇલ અડ્રેસનો ઉપયોગ સમસ્યાને સ્પષ્ટ કરવા અથવા સમાધાન કરવા વિષે તમને સૂચિત કરવા કરી શકે છે. અન્ય તમામ રિપોર્ટ એક એવા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવ્યા છે જે નિયમિતપણે ફરતું રહે છે અને તમારા Apple અકાઉંટ સાથે લિંક કરેલ નથી
  • તમારું ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલના લોકેશનમાં સુધારો કરવા માટે તમારા ઘર, કાર્યસ્થળ અથવા સ્કૂલનું અડ્રેસ
  • ઇમેજ સંબંધિત સમસ્યાઓ માટે “આસપાસ જુઓ”માં તમારા વ્યૂની દિશા અને ખૂણો
  • નૅવિગેશનને લગતી સમસ્યા માટે તમારી ટ્રિપના શરૂઆતના અને અંતિમ સ્થાન સાથેનો તમારો રૂટ
  • તમારા સૌથી તાજેતરના સર્ચમાંથી પરિણામ એ સર્ચ શબ્દો સહિત જેને સર્ચને લગતી સમસ્યાઓ માટે તે પરિણામો આપવા માટે ઉપયોગમાં લેવાયા હતા
  • કોઈ ટિપ્પણી અને ફોટો સહિત તમારા રિપોર્ટમાં સબમિટ કરવા માટે તમારા દ્વારા પસંદ કરવામાં આવેલી અન્ય માહિતી

જ્યારે તમારી સમસ્યા કોઈ તૃતીય પક્ષને લગતી હોય છે ત્યારે Apple તમારા દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી સમસ્યાથી તૃતીય પક્ષને માહિતી આપશે જેથી તમારા દ્વારા ઓળખવામાં આવેલી સમસ્યાનું સમાધાન કરી શકાય. આવા તૃતીય પક્ષને Apple માત્ર કોઈ સમસ્યા સુધારવા માટે જરૂરી હોય ત્યારે જ માહિતી શેર કરે છે. તેમાંથી જેનાથી તમારી વ્યક્તિગત રીતે ઓળખ થઈ શકે તેની માહિતી પહેલેથી ડિલીટ કરવામાં આવે છે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે “નકશો સમસ્યા રિપોર્ટ કરો” માટે જરૂરી સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે પ્રોસેસ કરીએ છીએ. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ. જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે કૉપિરાઇટ સમસ્યાને લગતા રિપોર્ટને પ્રોસેસ કરીએ છીએ જેથી અમે કાનૂની દાવાની સામે બચાવ કરી શકીએ, તેને સ્થાપિત કરી શકીએ અને તેનો અમલ કરી શકીએ.

રિટેંશન

Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલા ડેટાને વિશ્વાસુ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રોસેસ અને સ્ટોર કરવામાં આવી શકે છે. તમારા દ્વારા રિપોર્ટ કરવામાં આવેલી માહિતી એવી રીતે સ્ટોર કરી શકાય છે કે તે તમારી સાથે વધુમાં વધુ બે વર્ષ સુધી અને અમુક કૉપિરાઇટને લગતા રિપોર્ટ માટે વધુમાં વધુ પાંચ વર્ષ સુધી અથવા લાગુ કાયદાની આવશ્યકતા અનુસાર જોડાયેલું રહે જેથી સેવાની ઇંટેગ્રિટી જળવાઈ રહે, રિપોર્ટિંગના ટ્રેંડને વધુ સારી રીતે સમજી શકાય અને લાગુ કાયદાનું પાલન કરી શકાય.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12