Apple Messages for Business અને પ્રાઇવસિ

Apple Messages for Business એંક્રિપ્ટ કરેલા હોય છે અને Apple તમારા અન્ય બિઝનેસ સાથેના મેસેજના કૉન્ટેંટ વાંચતું નથી. તમારા સત્ર વિષેની માહિતી સેવા પ્રદાન કરવા અને બહેતર બનાવવા માટે કરવામાં આવી શકે છે.
 

Apple Messages for Business તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • Apple Messages for Business તમારા ડિવાઇસ અને Appleના સર્વરની વચ્ચે ત્યારે એંક્રિપ્ટ કરવામાં આવે છે જ્ચારે Apple તેમના બિઝનેસને ટ્રાંસમિટ કરતું હોય.
  • Apple તમારા અન્ય બિઝનેસ સાથેના મેસેજના કૉન્ટેંટ વાંચતું નથી.
  • તમારું ડિવાઇસ પ્રાઇવસિ સુરક્ષિત રાખવાની પદ્ધતિનો ઉપયોગ કરીને Appleના સર્વરની તપાસ કરીને સૂચન આપશે કે Apple Messages for Businessને સપોર્ટ કરવામાં કયો નંબર સક્ષમ છે.

Apple Payનો ઉપયોગ કરીને ચુકવણી કરવાની સાથે તમે Apple Messages for Businessનો ઉપયોગ બિઝનેસ સાથે ઇંટરૅક્ટ કરવા માટે કરી શકો છો. આ મેસેજનું બૅકગ્રાઉંડ રાખોડી હોય છે જેથી તેને iMessages અને સ્ટૅન્ડર્ડ SMS કરતા અલગ ઓળખી શકાય. Apple Messages for Business તમારા ડિવાઇસ અને Appleના સર્વરની વચ્ચે અને જ્ચારે Apple તેમને બિઝનેસને ટ્રાંસમિટ કરતું હોય ત્યારે એંક્રિપ્ટ કરવામાં આવે છે. Apple તમારા અન્ય બિઝનેસ સાથેના Apple Messages for Business વાર્તાલાપનું કૉન્ટેંટ વાંચતું નથી.

Apple તપાસ કરી શકે છે કે Apple દ્વારા તમારી સાથે Apple Messages for Businessની શરૂઆત કરવા માટે તમારું ડિવાઇસ યોગ્ય છે કે નહિ. જ્યારે તમે Apple સાથે ચૅટ કરો છો ત્યારે Appleને તમારા Apple અકાઉંટ અથવા ફોન નંબર સાથે જોડાયેલ આઇડેંટિફાયર પ્રાપ્ત થશે. આ માહિતી અને તમારા વાર્તાલાપનો ઉપયોગ Apple સાથે તમારા ઇંટરૅક્શનને સપોર્ટ કરવા માટે કરવામાં આવે છે.

જ્યારે તમે અન્ય બિઝનેસની સાથે વાર્તાલાપ શરૂ કરો છો ત્યારે તેને સેશન આઇડેંટિફાયર આપવામાં આવે છે. અન્ય વ્યવસાય પણ સીમિત રીતે વધારાની માહિતી પ્રાપ્ત કરી શકે છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ બૅન્ક માટે નકશામાં સર્ચ કરો છો અને Apple Messages for Business વાર્તાલાપ શરૂ કરો છો તો બિઝનેસને જાણ કરવામાં આવી શકે છે કે તમે કઈ શાખા પસંદ કરી છે. તે વ્યવસાય પાસે આ માહિતીની સાથે જેને તમે કોઇ વ્યવસાયને આપો છો તે અન્ય માહિતી તેની પ્રાઇવસિ પૉલિસી દ્વારા સંચાલિત થાય છે. અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ કે જેની સાથે તમે ચૅટ કરો છો તેમની શરતો, પ્રાઇવસિ પૉલિસી અને વ્યવસાયમાં વધારો કરવાની રીત વિષે જાણો જેથી તમે સમજી શકો કે તે કઈ રીતે આ માહિતીનો ઉપયોગ કરે છે અથવા શેર કરે છે.

તમે તમારો ફોન નંબર આપીને અને વ્યવસાયને સીધી અધિકૃતિ આપીને વ્યવસાયના અપડેટ માટે સબ્સ્ક્રાઇબ કરી શકો છો. વ્યવસાયના અપડેટ કોઈ વ્યવસાયને તમને તમારી ખરીદીને લગતી વિગતો જેવા અપડેટના મેસેજ મોકલવાની અનુમતિ આપે છે. જો તમે કોઈ વ્યવસાયના અપડેટને જવાબ આપો છો, તો Apple ગ્રાહક સેવા અનુભવને સુધારવા માટે તમારા Apple Messages for Business વાર્તાલાપના સત્ર આઇડેંટિફાયર વ્યવસાયને આપશે. જો તમે હવે વ્યવસાય અપડેટ મેળવવા ન માંગતા હો તો તમે સેટિંગ્સ > ઍપ્સ > મેસેજ > વ્યવસાયી મેસેજ > વ્યવસાય અપડેટ પર જઈને તેને અક્ષમ કરી શકો છો.

તમારું ડિવાઇસ સૂચન આપશે કે Apple Messages for Businessને સપોર્ટ આપવામાં કયા નંબર સક્ષમ છે. જ્યારે કોઈ ફોન નંબર સિલેક્ટ કરવામાં આવે છે, ત્યારે તમારું ડિવાઇસ પ્રાઇવસિને સુરક્ષિત રાખતી પદ્ધતિનો ઉપયોગ કરીને Appleના સર્વરને પૂછશે કે શું આ નંબર Apple Messages for Businessને સપોર્ટ કરે છે કે કેમ. તમારું ડિવાઇસ Appleના સર્વરને કેટલાક ફોન નંબરના બ્લૉક વિષે પૂછશે, જેમાં સિલેક્ટ કરેલો નંબર હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે. તમારું ડિવાઇસ Appleના સર્વર દ્વારા પ્રદાન કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ તે નિર્ધારિત કરવા માટે કરશે કે શું આ નંબર Apple Messages for Businessને સપોર્ટ કરે છે કે કેમ.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

જ્યારે તમે Apple Messages for Businessનો ઉપયોગ કરો છો, ત્યારે અમે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું પાલન કરવા માટે જરૂરી હોય એવા તમારા વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના કાયદેસરના હિતોના હેતુ માટે જરૂર અનુસાર નિમ્નલિખિત શ્રેણીના વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ જેમાં આ માહિતીનો પણ સમાવેશ થાય છે :

  • તમે Apple Messages for Business સક્ષમ કર્યું છે કે કેમ અને તમારું ડિવાઇસ હજુ પણ મેસેજ પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે કે કેમ
  • તમારા સેશન, જેમ કે મોકલવામાં આવેલા મેસેજની અવધિ અને સંખ્યા
  • તમારા Apple સાથેના વાર્તાલાપ

આ કાયદેસરના હિતમાં સામેલ છે :

  • સમસ્યા નિવારણ, છેતરપિંડી અથવા ગુનાહિત પ્રવૃતિ અટકાવવી અથવા Apple નકશા ઍપ અને Spotlight જેવા સંબંધિત ઉત્પાદન અને સેવાઓને બહેતર કરવી
  • Apple Messages for Businessનું આર્કિટૅક્ચર જાળવી રાખવામાં મદદ માટે અને તમારા માટે અને અન્ય લોકો માટે સર્વિસને સુધારવા અને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરવી

જો તમારી ઇંક્વાયરી Apple Cardને લગતી હોય અને તેને પૂરી કરવા માટે Goldman Sachsને મોકલવામાં આવે તો Apple તમારા અને તમારી ઇંક્વાયરી અંગેની માહિતી Goldman Sachs સાથે શેર કરશે જેથી વધુ સારી રીતે તમારી મદદ કરી શકે. Goldman Sachs સહાયતા માટે દિવસના 24 કલાક, સપ્તાહના 7 દિવસ ઉપલબ્ધ છે. Goldman Sachs ફોન 877-255-5923 પર અથવા ટપાલ દ્વારા Goldman Sachs Bank USA, Lockbox 6112, PO પર પણ ઉપલબ્ધ છે Box 7247, ફિલાડેલ્ફિયા, PA 19170-6112.

રિટેંશન

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવશે જ્યાં સુધી Appleની પ્રાઇવસિ પૉલિસી અથવા સેવા-સંબંધિત પ્રાઇવસિ નોટિસમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા જાળવી રાખવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-02-11