મારી રમત અને પ્રાઇવસિ

તમે જે રમત, લીગ, ટીમ અને ઍથલીટને ફૉલો કરી રહ્યા છો તેમને તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવશે, જેથી તે તમામ સપોર્ટેડ Apple ઍપ પર સિંક કરી શકાય અને તમારા અનુભવને વ્યક્તિગત બનાવવા અને તમને સૂચનાઓ મોકલવામાં તેમનો ઉપયોગ કરવામાં આવશે. તમે કોઈ પણ સમયે સિંક કરવાનુ અટકાવી શકો છો.
 

મારી રમત તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.


Privacy Icon

  • તમે જે રમત, લીગ, ટીમ અને ઍથલીટને ફૉલો કરો છો તે વિષેની માહિતી Apple કલેક્ટ કરે છે અને તમામ સપોર્ટ કરવામાં આવતા Apple ઍપ પર તે માહિતી સિંક કરે છે. તમને ગમતી રમતો તમારા Apple અકાઉંટ સાથે જોડવામાં આવા છે.
  • અમે તમે ફૉલો કરો છો તે રમત અંગેની રુચિની માહિતીનો ઉપયોગ Apple Sports, Apple TV અને Apple News સહિતની Apple ઍપ્સમાં તમારા અનુભવને વ્યક્તિગત કરવા અને તમને સૂચનાઓ મોકલવા માટે કરીએ છીએ.
  • તમે Apple ઍપ પર તમારી રમત સંબંધિત રુચિનું સિંકિંગ કોઈ પણ સમયે બંધ કરી શકો છો. મારી રમતનું સિંકિંગ બંધ કરવાથી સપોર્ટેડ ઍપ્સ પર રમતના ફીચરનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા સીમિત થઈ શકે છે.

મારી રમત તમને તમારા તમામ Apple ઍપ અને ડિવાઇસ પર એક સમાન રમત અનુભવ મેળવવાની સુવિધા પ્રદાન કરે છે. તમે જે ટીમ અને અન્ય ગમતા સ્પોર્ટને ફૉલો કરો છો તેમને તમામ સપોર્ટેડ ઍપ અને ડિવાઇસ પર સિંક કરવામાં આવશે જેના પર એક જ Apple અકાઉંટ દ્વારા સાઇન ઇન કરવામાં આવ્યું છે.

મારી રમત પ્રદાન કરવું અને બહેતર કરવું

જો તમે મારી રમતો માટે સિંકિંગ ચાલુ કરો છો તો Apple Sports, Apple TV અને Apple Newsમાં તમે જે ટીમ અને ગમતી રમતોને સપોર્ટેડ ઍપમાં ફૉલો કરો છો તેમને અન્ય સપોર્ટેડ ઍપમાં ઑટોમૅટિક રીતે ફૉલો કરવામાં આવશે. Apple મારી રમતોના તમારા ઉપયોગ વિષે માહિતી કલેક્ટ કરે છે જેમાં ઉપલબ્ધ હોય ત્યારે તમે જે રમત, લીગ, ટીમ, ઍથલીટને ફૉલો કરો છો અને જે સૂચનાઓ સાથે ઇંટરૅક્ટ કરો છો તે સામેલ હોય છે અને તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી તે માહિતી સ્ટોર કરે છે. Apple દ્વારા આ માહિતીનો ઉપયોગ Apple Sports, Apple TV અને Apple News સહિત તમામ સપોર્ટેડ Apple પર તમારી રમત સંબંધી પસંદને સિંક કરવા માટે અને આ ઍપ અને Apple News ઇમેલ ન્યૂઝલેટર જેવી સંબંધિત સેવાઓનો અનુભવ વ્યક્તિગત કરવા માટે કરવામાં આવે છે. Apple એરર અને ક્રૅશ વિષેની માહિતી સહિત આ માહિતીનો ઉપયોગ મારી રમત અને સપોર્ટેડ Apple ઍપ અને સેવાઓને બહેતર બનાવવા માટે પણ કરે છે.

મારી રમતના સિંકિંગ દ્વારા તમને તમામ સપોર્ટેડ Apple ઍપ પર એક સમાન રમત અનુભવ મળે છે તેમજ તમારી રમત સંબંધિત રુચિઓ વિષેના લેખ અને ઇવેંટ જેવા કૉન્ટેંટ Apple Sports, Apple TV અને Apple News સહિત સપોર્ટેડ Apple ઍપ અને સંબંધિત સેવાઓમાં દેખાશે. તમે સપોર્ટેડ ઍપ સેટિંગ્સમાં જઈને મારી રમતનો ઉપયોગ કરીને કોઈ પણ સમયે તમારી રમત સંબંધિત રુચિઓને સિંક થતી બંધ કરી શકો છો. મારી રમતનું સિંકિંગ બંધ કરવાથી રમતના ફીચરનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા સીમિત થઈ શકે છે.

તમારી સાથે સંચાર કરવો

Apple તમારી પાસેની Apple પ્રૉડક્ટ અને Apple સર્વિસના તમારા સબ્સ્ક્રિપ્શન જેવી તમારા અકાઉંટની માહિતીનો ઉપયોગ તમને મારી રમત અને તમને ગમતી રમત તેમજ અન્ય Apple પ્રૉડક્ટ, સર્વિસ અને Apple One સહિત ઑફર અંગેના કમ્યૂનિકેશન મોકલવા માટે કરી શકે છે. Apple તમને ફૉલો કરવામાં આવતા રમત, લીગ, ટીમ અને ઍથલીટ અંગેની માહિતીનો ઉપયોગ Apple TV અને Apple News સહિત મારી રમતમાં સપોર્ટ કરતી ઍપમાં નવા ફીચર, કૉન્ટેંટ અને ઑફર વિષે તમને ઇમેલ અને પુશ સૂચનાઓ મોકલવા માટે પણ કરી શકે છે. તમે account.apple.com પર જઈને તમારી ઇમેલ પ્રાથમિકતાઓ બદલી શકો છો અને આ ઇમેલ પ્રાપ્ત ન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. મારી રમતમાં સપોર્ટ કરતી ઍપ માટે iOS, iPadOS અથવા visionOS પર તમારી સૂચના પ્રાથમિકતા અપડેટ કરવા માટે Apple TV સૂચના માટે સેટિંગ્સ > સૂચનાઓ > TV અને Apple TV સૂચના માટે સેટિંગ્સ > સૂચનાઓ > Apple News સૂચના માટેના News પર જાઓ. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > સૂચનાઓ પર જાઓ અને “TV” અથવા “News” પર ક્લિક કરો.

જાહેરાત

જો વ્યક્તિગત જાહેરખબર સેટિંગ ચાલુ હોય તો Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી માહિતીનો ઉપયોગ તમારા માટે વધારે અનુરૂપ જાહેરખબર આપવા માટે કરી શકે છે. Appleનું જાહેરાત પ્લૅટફૉર્મ તમારી રમત સાથે જોડાયેલી રુચિઓ અંગેની માહિતીનો ઉપયોગ એ સુનિશ્ચિત કરવા માટે કરી શકે છે કે Apple News અને સ્ટૉક્સની જાહેરાત પ્રાસંગિક હોય.

જો તમે Appleના જાહેરાતના પ્લૅટફૉર્મ પરથી તમારી રુચિને ટાર્ગેટ કરતી જાહેરખબર પ્રાપ્ત કરવા ન માંગતા હો તો તમે વ્યક્તિગત જાહેરખબરને બંધ કરી શકો છો. વ્યક્તિગત જાહેરખબરને બંધ કરવાથી Appleને જાહેરખબરના ટાર્ગેટિંગ માટે તમારી માહિતીનો ઉપયોગ કરતા રોકવામાં આવશે. તેનાથી તમને પ્રાપ્ત થતી જાહેરખબરની સંખ્યા ઓછી નહિ થાય પરંતુ જાહેરખબર તમારા માટે ઓછી સુસંગત થઈ શકે છે.

તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસમાં સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જઈને તેમજ “વ્યક્તિગત જાહેરખબર બંધ કરો” પર ટૅપ કરીને વ્યક્તિગત જાહેરખબર બંધ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ> પ્રાઇવસિ અને સુરક્ષા > Apple જાહેરાત પર જાઓ અને વ્યક્તિગત જાહેરખબરને સિલેક્શનમાંથી હટાવો.

Apple જાહેરાત અને પ્રાઇવસિ વિષે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-advertising પર જાઓ.

Apple News અને સ્ટૉક્સમાં વ્યક્તિગત જાહેરખબરમાંથી બહાર નીકળવાનો વિકલ્પ પસંદ કરવા વિષે વધુ જાણવા માટે support.apple.com/105131 પર જાઓ.

તૃતીય પક્ષ સાથે શેરિંગ

અમારા ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા Appleને ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરવા Apple Newsમાં ડિસ્પ્લે કરવા માટે Apple તરફથી જાહેરખબર વેચવા માટે Apple સાથે કામ કરતા સ્ટ્રૅટજિક પાર્ટનર સાથે અમે મારી રમતોનો ઉપયોગ કરવા માટે ફૉલો કરવામાં આવતી રમત, લીગ, ટીમ અને ઍથલીટ અંગેનો અમુક બિન-વ્યક્તિગત ડેટા શેર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, Apple ઍગ્રિગેટ રિપોર્ટને Apple News પ્રકાશકો અને અન્ય કૉન્ટેંટ પ્રોવાઇડર સાથે શેર કરી શકે છે જેથી તેઓ તેના કૉન્ટેંટનું પર્ફૉર્મન્સ સમજી શકે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

જો તમે મારી રમતોનો ઉપયોગ કરો તો સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા અમે તમારા વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાની નિમ્નલિખિત શ્રેણીઓ પ્રોસેસ કરીએ છીએ જેથી :

  • તમને મારી રમતો અને તમારી રમત સંબંધિત રુચિ સાથે અન્ય Apple પ્રૉડક્ટ, સેવાઓ અને ઑફર સાથે સંબંધિત કમ્યૂનિકેશન મોકલવું
  • તમારા અને અન્ય લોકો માટે મારી રમતો અને સપોર્ટેડ Apple ઍપ અને સેવાઓને બહેતર બનાવવી

ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :

  • તમારા દ્વારા ફૉલો કરવામાં આવતી રમત, લીગ, ટીમ, ઍથલીટ, સૂચનાઓ જેની સાથે તમે ઇંટરૅક્ટ કરો છો તે સૂચનાઓ અને એરર અને ક્રૅશ અંગેની માહિતી
  • તમારા અકાઉંટ વિષેની વિગતો

રિટેંશન

અમે સેવા પ્રદાન કરવા માટે જ્યા સુધી જરૂર પડે ત્યા સુધી અને તમારા દ્વારા મારી રમતોનો ઉપયોગ બંધ કર્યા પછી બે વર્ષ સુધી તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલી સ્પોર્ટ અંગેની માહિતી અને મારી રમતોના તમારા ઉપયોગ અંગેની માહિતી જાળવી રાખે છે. સપોર્ટેડ ઍપ તેનો ડેટા અને પ્રાઇવસિને લગતી માહિતીમાં બતાવ્યા પ્રમાણે તમારી માહિતીનો ઉપયોગ કરશે. Apple TV ઍપ અને પ્રાઇવસિ અંગે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-tv-app પર જાઓ અને Apple News અને પ્રાઇવસિ અંગે વધુ જાણવા માટે www.apple.com/in/legal/privacy/data/en/apple-news પર જાઓ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12