પાસવર્ડ અને પ્રાઇવસિ
તમારા પાસવર્ડને સુરક્ષિત રીતે સ્ટોર અને શેર કરો અને તમારો પાસવર્ડ નબળો હોય, ફરી ઉપયોગ કરાઈ રહ્યો હોય અથવા તે ડેટા લીકમાં સંકળાયેલો હોય ત્યારે સૂચના પ્રાપ્ત કરો.
પાસવર્ડ ઍપ તમારા દ્વારા સેવ કરવામાં આવેલી અકાઉંટ માહિતી જેમ કે તમારો પાસવર્ડ, પાસકી, વન-ટાઇમ પાસવર્ડ અને સંબંધિત યૂઝરનેમ અથવા ઇમેલ અડ્રેસને સુરક્ષિત રીતે સ્ટોર કરી શકે છે. જ્યારે તમને તમારી અકાઉંટ માહિતી જેમ કે કોઈ ઍપમાં અથવા વેબસાઇટમાં એંટર કરવા માટે પ્રૉમ્પ્ટ કરવામાં આવે તો પાસવર્ડ ઍપ ઑટોમૅટિક રીતે તમારી માહિતી એંટર કરવામાં તમારી મદદ કરી શકે છે. પાસવર્ડ ઍપમાં સ્ટોર કરવામાં આવેલા પાસવર્ડ તમારા ડિવાઇસ પર એંક્રિપ્ટેડ હોય છે અને Apple દ્વારા જોઇ શકાતા નથી.
પાસવર્ડ ઍપ તમને સૂચન આપી શકે છે કે પાસવર્ડની મજબૂતી વધારવા માટે તમે શું કરી શકો છો. ઉદાહરણ તરીકે, પાસવર્ડ તમને જાણ કરી શકે છે કે કોઈ સેવ કરેલો પાસવર્ડ નબળો છે, મલ્ટિપલ અકાઉંટમાં ફરીથી ઉપયોગમાં લેવાયો છે અથવા સામાન્ય રીતે વપરાય છે. આ સૂચનો માત્ર તમારા ડિવાઇસ પર થનારી પ્રોસેસિંગ પર આધાર રાખે છે.
પાસવર્ડ ઍપમાં “ચેડાં થયેલા પાસવર્ડ ડિટેક્ટ કરો” ફીચર Appleને તમારા અકાઉંટ અથવા પાસવર્ડ જાહેર કર્યા વિના, ડેટા લીકમાં તમારા કોઈ એક પાસવર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તો તમને સૂચિત પણ કરી શકે છે. આ ફીચર સુરક્ષિત અને ખાનગી રીતે લીક થયેલા પાસવર્ડની યાદી સામે તમારા પાસવર્ડની વિવિધતાઓને નિયમિતપણે તપાસવા માટે મજબૂત ક્રિપ્ટૉગ્રાફિક ટૅક્નીકનો ઉપયોગ કરે છે. Apple તમારા ડિવાઇસને ડેટા લીકમાં જોવા મળતા સામાન્ય પાસવર્ડની યાદી મોકલશે. આ યાદીમાં ન હોય તેવા તમારા પાસવર્ડ માટે, પાસવર્ડ ઍપ તમારા પાસવર્ડમાંથી ગણતરી કરવામાં આવેલી માહિતી Appleને મોકલશે જેથી એ ચકાસી શકાય કે ડેટા લીકમાં પાસવર્ડ હાજર હોઇ શકે છે કે નહિ. ડેટા લીકમાં સંભવિતપણે સામેલ હોવાનું જણાય છે એવા કોઈ પણ પાસવર્ડ માટે તમને ચેતવણી પ્રાપ્ત થશે. તમારા વાસ્તવિક પાસવર્ડ Apple સાથે ક્યારેય શેર કરવામાં આવતા નથી અને Apple તમારા પાસવર્ડમાંથી કરવામાં આવેલ ગણતરીની માહિતીને સ્ટોર કરતું નથી. તમે સેટિંગ્સ > ઍપ > પાસવર્ડ > “ચેડાં થયેલા પાસવર્ડ ઓળખો” પર જઈને કોઈ પણ સમયે આ ફીચરને અક્ષમ કરી શકો છો.
જો તમે iCloud પાસવર્ડ અને કીચેન સક્ષમ કર્યા હોય તો તમે ગ્રૂપ સહિત પાસવર્ડ, પાસકી, વન-ટાઇમ પાસવર્ડ અને સંબંધિત માહિતી અન્ય લોકો સાથે શેર કરી શકો છો. જ્યારે તમે પાસવર્ડ ઍપમાં ગ્રૂપ સાથે માહિતી શેર કરો છો, ત્યારે તે ગ્રૂપની કોઈ પણ વ્યક્તિ એંટ્રીમાં ફેરફાર કે ડિલીટ કરી શકશે. જ્યારે કોઈ વ્યક્તિ ગ્રૂપમાં જોડાય છે, ત્યારે તેમની પાસે ગ્રૂપ સાથે શેર કરવામાં આવેલી તમામ એંટ્રીનો ઍક્સેસ હશે. જ્યારે કોઈ ગ્રૂપ છોડી દે છે, ત્યારે તેઓ ગ્રૂપ સાથે શેર કરવામાં આવેલી એંટ્રી રાખે છે, પરંતુ તે ગ્રૂપના અન્ય લોકો દ્વારા શેર કરવામાં આવેલી એંટ્રીના ઍક્સેસ ગુમાવે છે. એંટ્રીનું શેરિંગ ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્ટ કરેલ છે અને Apple તમે શેર કરેલી એંટ્રી જોઈ શકતું નથી.
પાસવર્ડ ઍપમાંથી ડિલીટ કરવામાં આવેલી માહિતીને 30 દિવસ સુધી રિકવર કરી શકાશે, સિવાય કે તેને અગાઉથી કાઢી નાખવામાં આવી ન હોય.
પાસવર્ડ ઍપ કોઈ એંટ્રીની નજીક આઇકન ડિસ્પ્લે કરી શકે છે. જો એંટ્રી કોઈ વેબસાઇટ સાથે સંબંધિત હોય, તો અલગ એંટિટી દ્વારા સંચાલિત બે અલગ રિલેનો ઉપયોગ કરીને આઇકન ડાઉનલોડ કરીને આઇકનને તે સાઇટ પરથી મેળવી શકાય છે. પ્રથમને તમારા IP અડ્રેસની જાણકારી હોય છે પણ પરંતુ પાસવર્ડ એપ દ્વારા ડાઉનલોડ કરેલ આઇકનની નહિ. બીજાને ડેસ્ટિનેશનની સામાન્યકૃત ઓળખની માહિતી પ્રદાન કરવાને બદલે તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવી રહેલાં આઇકનની જાણકારી હોય છે પણ તમારા IP અડ્રેસ વિષે નહિ. આ રીતે કોઈ પણ એક એંટિટી પાસે એ માહિતી હોતી નથી જેનાથી તમારી અને તમારા દ્વારા ડાઉનલોડ કરવામાં આવતા આઇકન બંનેની ઓળખ કરવામાં આવી શકે. તેવી જ રીતે, તમે જે વેબસાઇટ માટે પાસવર્ડ સેવ કર્યો છે તે પાસકીને સપોર્ટ કરે ત્યારે પાસવર્ડ ઍપ તમને સૂચિત કરી શકે છે. ઉપર વર્ણવ્યા મુજબ આ માહિતીને અલગ-અલગ એંટિટી દ્વારા સંચાલિત બે અલગ રિલેનો ઉપયોગ કરીને વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરવામાં આવે છે.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2026-05-11