રેટિંગ્સ અને ફોટો અને પ્રાઇવસિ
રેટિંગ્સ અને ફોટોસ દ્વારા તમને તમારી પસંદના રસપ્રદ પૉઇંટ (“POIs”) પર ઇમેજ, રેટિંગ્સ અથવા અન્ય કૉન્ટેંટ (“સબમિશન”) પોસ્ટ કરવાની અનુમતિ મળે છે.
![]()
- સર્વિસની ઇંટેગ્રિટી જાળવી રાખવા માટે તમે જે ફોટો શેર કરો છો તે તમારા Apple અકાઉંટ સાથે લિંક કરવામાં આવે છે. રેટિંગ્સ એક એવા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવ્યા જે નિયમિતપણે ફરતું રહે છે પણ તેને તમારા Apple અકાઉંટ સાથે લિંક કરવામાં નથી આવ્યું.
- રેટિંગ્સ અને ફોટોસની બહાર નકશા ઍપની અંદર તમારી અન્ય ઍક્ટિવિટી અને “સમસ્યાને રિપોર્ટ કરો” તમારા Apple અકાઉંટ સાથે લિંક નથી અને એવા રૅન્ડમ આઇડેંટિફાયર સાથે જોડાયેલા છે જે તમે ઍપનો ઉપયોગ કરો ત્યારે આપોઆપ રીસેટ થાય છે.
- વ્યક્તિગત ડેટા વગરની ઇમેજનો ઉપયોગ ઉત્પાદન અને સેવાને બહેતર બનાવવા માટે કરવામાં આવી શકે છે અને અમારી શરતોને પૂર્ણ ન કરતી સૅમ્પલ ઇમેજનો ઉપયોગ ભવિષ્યમાં એવા કૉન્ટેંટને ફિલ્ટર આઉટ કરીને અમારી ક્ષમતા બહેતર બનાવવા માટે કરવામાં આવી શકે છે.
રેટિંગ અને ફોટો અને તમામ Apple સર્વિસને એકદમ શરૂઆતથી તમારી પ્રાઇવસિને સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમે માત્ર તમને બહેતર અનુભવ પ્રદાન કરવા માટે જરૂરી હોય એવા ડેટાને જ કલેક્ટ કરવા માટે સખત મહેનત કરીએ છીએ. અમે ડેટા કલેક્ટ કરતી વખતે માનીએ છીએ કે તમારા માટે એ જાણવું જરૂરી છે કે અમે શું કલેક્ટ કરી રહ્યા છીએ અને શા માટે? જેથી તમે સમજી વિચારીને પસંદગી કરી શકો.
રેટિંગ્સ અને ફોટો પ્રદાન કરવા
તમારી પસંદના POIનો ફોટો અપલોડ કરવા માટે તમારી પાસે Apple અકાઉંટ હોવું જરૂરી છે. તમારું અંદાજિત લોકેશન અને તમારી ઇમેજ સાથે જોડાયેલી લોકેશન માહિતી પણ Appleને મોકલવામાં આવશે અને તેનો ઉપયોગ સબમિશનની ઑથેંટિસિટિની પુષ્ટિ કરવા માટે કરવામાં આવશે. તમારું ફોટો સબમિશન તમારા Apple અકાઉંટ સાથે લિંક કરવામાં આવશે. તમારા દ્વારા સબમિટ કરાતા રેટિંગ્સ એક એવા આઇડેંટિફાયર સાથે જોડવામાં આવે છે જે નિયમિતપણે ફરતું રહે છે અને તમારા Apple અકાઉંટ સાથે લિંક નથી કરવામાં આવ્યું. અમે અમુક બિન-વ્યક્તિગત ડેટા જેમ કે તમારા સબમિશન વિષેના વપરાશ ઍનાલિટિક્સ કલેક્ટ કરીએ છીએ જે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ નથી.
તમે તમારી પસંદના ઉપનામનો ઉપયોગ કરીને નકશા ઍપમાં દેખાતા તમારા તમામ ફોટો માટે સાર્વજનિક રીતે ક્રેડિટ પ્રાપ્ત કરી શકો છો. જો તમે ક્રેડિટ પ્રાપ્ત કરવાનું પસંદ કરો તો નકશા ઍપમાં તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલા ફોટો પર તમારું ઉપનામ અન્ય નકશા ઍપ યૂઝરને દેખાશે. તમે ક્રેડિટ મેળવવાનું રોકી શકો છો અથવા તમારું ઉપનામ બદલવા માટે નકશો > [તમારો ફોટો અથવા પ્રથમાક્ષર] > પ્રાથમિકતા > ફોટો ક્રેડિટ પર જઈને અને “ક્રેડિટ બતાવો” બંધ કરવા માટે તેના પર ટૅપ કરી અથવા તમારા iOS, iPadOS, અથવા visionOS ડિવાઇસ ઉપનામને સંપાદિત કરીને અથવા Mac પર નકશો > સેટિંગ્સ > રેટિંગ અને ફોટોસમાં જઈ શકો છો. બદલાવ લાગૂ પડવામાં થોડા દિવસ લાગી શકે છે.
તમે નકશા ઍપને ફોટો પ્રદાન કરનારી કંપનીઓને પણ તેમના પોતાનાં પ્રૉડક્ટ અને સેવાઓમાં તમારા ફોટોનો ઉપયોગ કરવાની અનુમતિ આપી શકો છો. જો તમે તે કંપનીઓને તમારા ફોટોનો ઉપયોગ કરવાની અનુમતિ આપો તો Apple આ ફોટો અને તેના લોકેશન શેર કરશે પરંતુ તમારી ઓળખ થઈ શકે એવી માહિતી શેર નહિ કરે. જો તમે સેટિંગ્સ > ઍપ્સ > નકશો > ફોટો ઉપયોગ પર જઈ અને તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર “ફોટો પ્રોવાઇડરને તમારા ફોટોનો ઉપયોગ કરવાની અનુમતિ આપો”ને બંધ કરવા માટે ટૅપ કરો અથવા Mac પર નકશો > સેટિંગ્સ > રેટિંગ્સ અને ફોટોસ પર જાઓ અને “ફોટો પ્રોવાઇડરને તમારા ફોટોનો ઉપયોગ કરવાની અનુમતિ આપો”ને સિલેકશનમાંથી હટાવો તો તે કંપનીઓ હવે પછી ફોટોનો ઉપયોગ નહિ કરી શકે. બદલાવ લાગૂ પડવામાં થોડા દિવસ લાગી શકે છે.
જ્યારે તમે રેટિંગ્સ અને ફોટોસ ઍપનો ઉપયોગ કરો તો તમારો વ્યક્તિગત ડેટા અથવા અન્ય લોકોનો વ્યક્તિગત ડેટા (ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિની ઓળખ કરતી ઇમેજ) ડિસ્પ્લે કરતી ઇમેજ સ્વીકારવામાં ન પણ આવે.
નકશા ઍપ દ્વારા સૂચન આપી શકાય છે કે જો તમે તાજેતરમાં POI પર ગયા હો અથવા તેનો ફોટો લીધો હોય તો તમે રેટિંગ અથવા ફોટો સબમિટ કરો. આ સૂચનો ઑન-ડિવાઇસ પ્રોસેસિંગનો ઉપયોગ કરીને પ્રદાન કરવામાં આવે છે અને Apple દ્વારા વાંચી શકાતા નથી. તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર આ સૂચનોને પ્રાપ્ત નહિ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેના માટે સેટિંગ્સ > ઍપ્સ > નકશા ઍપ પર જાઓ અને “રેટિંગ અને ફોટો સૂચન બતાવો”ને અક્ષમ કરવા માટે ટૅપ કરો અને તમારા Mac પર નકશા > સેટિંગ્સ > રેટિંગ અને ફોટો પર જાઓ અને “રેટિંગ અને ફોટો સૂચન બતાવો”નું સિલેક્શન હટાવો.
રેટિંગ્સ અને ફોટો બહેતર કરવા
રેટિંગ અને ફોટોમાં અમારું લક્ષ્ય POI પ્લેસકાર્ડ પર સૌથી પ્રાસંગિક અને વૈવિધ્યસભર ઇમેજને ડિસ્પ્લે કરવાનું અને રેંક પ્રદાન કરવાનું હોય છે. તમારા સબમિશનનો ઉપયોગ ઉત્પાદન અને સેવાને બહેતર બનાવવા માટે કરી શકાય છે. અમે આવા હેતુ માટે કોઈ ઇમેજનો ઉપયોગ કરીએ તે પહેલા વ્યક્તિગત ડેટાને કાઢી નાખીએ છીએ અને સબમિશનને તમારા Apple અકાઉંટથી હટાવીએ છીએ.
અમે જેનાથી અમારી શરતો (www.apple.com/legal/internet-services/maps/ratings-photos)નું ઉલ્લંઘન થાય તેવા સબમિશનને ફિલ્ટર કરીને બહાર કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. જો તમે એવા કૉન્ટેંટને સબમિટ કરો તો અમારો ઇરાદો એવો હોય છે કે તેને પોસ્ટ ન કરવામાં આવે અથવા બ્લર કરી દેવામાં આવે, તમારા અકાઉંટને બ્લૉક કરી શકાય છે અને અમુક કેસમાં અમે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલા ઇમેલ અડ્રેસનો ઉપયોગ કરીને તમારો સંપર્ક કરી શકીએ છીએ. સેવાની ઇંટેગ્રિટી જાળવી રાખવા અમારી શરતોને પૂર્ણ ન કરતી સૅમ્પલ ઇમેજનો ઉપયોગ ભવિષ્યમાં એવા કૉન્ટેંટને ફિલ્ટર કરીને બહાર કાઢવાની અમારી ક્ષમતા બહેતર બનાવવા માટે કરવામાં આવી શકે છે.
તૃતીય પક્ષ સાથે શેરિંગ
Appleને મોકલવામાં આવતા ડેટાને વિશ્વાસુ સર્વિસ પ્રોવાઇડર દ્વારા પ્રોસેસ અને સ્ટોર કરવામાં આવી શકે છે.
વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર
અમે સામાન્ય રીતે રેટિંગ અને ફોટોસ માટે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી એવા તમારા વ્યક્તિગત ડેટાને પ્રોસેસ કરીએ છીએ. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.
જ્યાં લાગૂ પડતા સ્થાનિક કાયદા નિર્દેશિત કરે છે ત્યાં અમે અમારા અથવા તૃતીય પક્ષના તર્કસંગત હિતોના ઉદ્દેશ્ય માટે આવશ્યકતા અનુસાર વ્યક્તિગત ડેટાની નિમ્નલિખિત શ્રેણીઓ પ્રોસેસ કરીએ છીએ જેથી :
- સબમિશનની પ્રમાણિકતાની પુષ્ટિ કરો
- સેવાની ઇંટેગ્રિટી જાળવવી
ડેટા ઉપયોગમાં આ બાબતોનો સમાવેશ થાય છે :
- તમારું અંદાજિત લોકેશન અને તમારી ઇમેજ સાથે જોડાયેલી લોકેશનની માહિતી
- અમારી શરતોને પૂરી ન કરતી હોય તેવી ઇમેજનું સૅમ્પલ
રિટેંશન
અમે રેટિંગ અને ફોટોસ ઍપમાં તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલા ફોટોને જ્યાં સુધી આવા કૉન્ટેંટને ડિલીટ ન કરવામાં આવે અથવા કાઢી ન નાખવામાં આવે અથવા privacy.apple.com પર Appleના પ્રાઇવસિ પોર્ટલના માધ્યમથી અકાઉંટ ડિલીટ કરવાની વિનંતી સબમિટ ન કરો અથવા જ્યાં સુધી કાનૂની રીતે એમ કરવું જરૂરી ન હોય ત્યા સુધી સાચવી રાખીએ છીએ અને તેને તમારા Apple અકાઉંટ સાથે સ્ટોર કરીએ છીએ. નકશા ઍપનો ઉપયોગ કરીને તમે તમારા ફોટો સબમિશનને ડિલીટ કરી શકો છો અને તમારું રેટિંગ કાઢી અથવા બદલી શકો છો. જો તમને રેટિંગ અને ફોટોસને લઈને તમારા વ્યક્તિગત ડેટાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેને લઈને પ્રશ્ન અથવા ચિંતા હોય અથવા તમે અમારા ડેટા સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવા માંગતા હો તો તમે અમારો www.apple.com/in/legal/privacy/contact પર કૉન્ટૅક્ટ કરી શકો છો.
હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12