“Appleને રિપોર્ટ કરો” અને પ્રાઇવસિ

Apple તમે જે કૉન્ટેંટ રિપોર્ટ કરો છો તેમાંથી ચોક્કસ માહિતી પર પ્રક્રિયા કરે છે જેમાં સંપર્ક માહિતી, ઇમેજ અને વીડિયો તેમજ અમુક કિસ્સાઓમાં આસપાસના સીમિત મેસેજ સહિતનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલ છે.
 

“Appleને રિપોર્ટ કરો”ને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • “Appleને રિપોર્ટ કરો” દ્વારા જ્યારે તમને નુકશાન પહોંચાડતી અને ગેરકાયદેસર નગ્નતા ધરાવતી ઇમેજ અને વીડિયો મળે ત્યારે તમે તે માહિતી Appleને રિપોર્ટ કરવાની અનુમતિ મળે છે.
  • પ્રશિક્ષિત વ્યાવસાયિકો દ્વારા રિપોર્ટનો રિવ્યૂ કરવામાં આવશે અને જો Appleને જરૂરી જણાશે તો કાયદાના અમલીકરણ સાથે શેર કરવામાં આવી શકે છે.
  • Apple દ્વારા આ રિપોર્ટની વિગતો તમારા વાર્તાલાપમાં સામેલ અન્ય લોકો સાથે શેર કરવામાં આવશે નહિ.

જો તમને નુકશાન પહોંચાડતી અને ગેરકાયદેસર નગ્નતા ધરાવતું કૉન્ટેંટ મળે અથવા તેના ઍકપોઝરમાં આવો તો તમે Appleને રિપોર્ટ મોકલી શકો છો. તમે રિપોર્ટ સબમિટ કરો છો ત્યારે Apple તપાસ અને સંભવિત પગલાં માટે જરૂરી એવી ન્યૂનતમ માહિતીને કલેક્ટ અને પ્રોસેસ કરે છે. આ માહિતીમાં સામેલ હોઈ શકે છે :

  • તમારું નામ અને ફોન નંબર જેવી તમારી સંપર્ક માહિતી અને વાર્તાલાપમાં રહેલાં અન્યની સંપર્ક માહિતી
  • તમે રિપોર્ટ કરવા જઈ રહ્યા છો તે ઇમેજ, વીડિયો અથવા ફ્રેમ
  • iMessageમાં સબમિટ કરવામાં આવેલા રિપોર્ટના કિસ્સામાં, કૉન્ટેંટમાં તમે ઇમેજ અને વીડિયોને રિપોર્ટ કરો તે પહેલાં અને પછીના અમુક મર્યાદિત મેસેજ અને ટાઇમસ્ટૅમ્પ અને મોકલનારની માહિતી જેવા જોડાયેલા મેટાડેટાનો સમાવેશ થાય છે
  • તમે રિપોર્ટમાં પ્રદાન કરવા માટે પસંદ કરેલી કોઈ પણ વધારાની કૉમેંટ

રિપોર્ટ સુરક્ષિત રીતે Appleને મોકલતા પહેલાં તમારા ડિવાઇસ પર બનાવવામાં અને એંક્રિપ્ટ કરવામાં આવે છે. રિપોર્ટના ઍક્સેસ પર ચુસ્ત કંટ્રોલ હોય છે અને તે દરેક રિપોર્ટનો રિવ્યૂ કરતા તાલીમ પામેલા વ્યવસાયિકની ટીમ માટે જ ઉપલબ્ધ હોય છે અને જરૂર જણાય તો કાનુની અનુપાલન સાથે અથવા જરૂરી કાયદા અનુસાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વ્યક્તિગત ડેટા પ્રોસેસ કરવા માટે લાગૂ પડતો કાનૂની આધાર

અમે તમારા વ્યક્તિગત ડેટાને સામાન્ય રીતે Apple સાથે તમારા કરારના અમલ માટે પ્રોસેસ કરીએ છીએ કારણ કે તે સેવા પ્રદાન કરવા અને અમારી કાનૂની બાધ્યતાનું અનુપાલન કરવા માટે જરૂરી હોય છે. જ્યા સંમતિ અનુરૂપ કાનૂની આધાર હોય છે ત્યાં અમે તેને લાગૂ પડતા સ્થાનિક કાયદા પ્રમાણે પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ.

રિટેંશન

Apple વ્યક્તિગત ડેટાને તે જે હેતુઓ માટે એકત્રિત કરવામાં આવ્યો હતો તેને પરિપૂર્ણ કરવા પૂરતો જ જાળવી રાખે છે. અમે Appleને સબમિટ કરવામાં આવેલા રિપોર્ટને કાનૂની જરૂરિયાતને અનુરૂપ બે વર્ષ સુધી જાળવી રાખીએ છીએ. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી કાનૂની અવધિ માટે વ્યક્તિગત ડેટા રિટેન કરવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2026-03-30