Savings અને પ્રાઇવસિ

અકાઉંટ બનાવવા માટે, ઓળખાણ વેરિફિકેશન અને છેતરપિંડી રોકવા માટે તમારી ઍપ્લિકેશન, અકાઉંટ અને ડિવાઇસ ઉપયોગ પૅટર્ન અને સેટિંગ્સની માહિતી Apple અને Goldman Sachs સાથે શેર કરવામાં આવશે.
 

Savingsને સુરક્ષિત અને પ્રાઇવેટ રીતે તમારા સેવિંગ્સને વધારવામાં તમારી સહાય માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Privacy Icon

  • તમારું સેવિંગ અકાઉંટ સેટઅપ કરવા દરમિયાન તમે આપો તે માહિતીનો ઉપયોગ Apple અને Goldman Sachs દ્વારા તમારી ઓળખ વેરિફાઈ કરવા અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવશે.
  • ઉપરની અમુક માહિતી અને અકાઉંટ તેમજ ડિવાઇસ સંબંધિત માહિતીનો ઉપયોગ Goldman Sachs અને તેના સર્વિસ પ્રોવાઇડર Apple Payments Inc. દ્વારા કરવામાં આવી શકે છે જેથી તમારા દ્વારા તમારા Savings અકાઉંટમાં અથવા તેમાંથી નાણાં ટ્રાંસફર કરવા દરમિયાન છેતરપિંડીને રોકી શકાય.
  • તમારા Savings ટ્રાંઝેક્શનને લગતી માહિતીને Appleના અન્ય વિભાગને ખબર ન પડે તે રીતે અલગ પ્રોસેસ કરીને તમારી પ્રાઇવસિની સુરક્ષા માટે Apple દ્વારા પોતાની જ માલિકીની એક સહાયક શાખા Apple Payments Inc.નો ઉપયોગ કરવામાં આવે છે.
  • Savings ડેટા જેને હવે તમારી સાથે જોડી શકાતા નથી જેમ કે તમારા દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા Savings ફીચરને Savings અને અન્ય Apple પ્રૉડક્ટ સેવાઓને સુધારવા માટે Apple દ્વારા ઉપયોગ કરવામાં આવી શકે છે.

તમારું સેવિંગ અકાઉંટ સેટ અપ થઈ રહ્યું છે

સેવિંગ અકાઉંટ ખોલવા માટે તમારી પાસે Apple Card અકાઉંટ હોવું જરૂરી છે. આ ફીચર તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરે છે તે વિષે વધુ જાણવા માટે www.apple.com/legal/privacy/data/en/apple-card પર Apple Card અને પ્રાઇવસિ પર જાઓ.

તમે જ્યારે તમારું સેવિંગ અકાઉંટ બનાવો છો ત્યારે નિમ્નલિખિત માહિતીનો ઉપયોગ Apple અને Goldman Sachs Bank USA, Salt Lake City Branch (“Goldman Sachs”) દ્વારા તમારી ઓળખ વેરિફાઈ કરવા અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવશે. Goldman Sachs તમારા અકાઉંટને સેટ અપ કરવા માટે અને જરૂરી ડ્યૂ ડિલિજંસ માટે પણ આ માહિતીનો ઉપયોગ કરે છે.

  • તમારું Apple અકાઉંટ અને તેની સાથે જોડાયેલું નામ, ફોન નંબર અને ફિઝિકલ (ઘર અથવા કાર્યસ્થળનું અડ્રેસ) અને ઇમેલ અડ્રેસ
  • તમારા Apple અકાઉંટ, iTunes અને App Store અકાઉંટ ઍક્ટિવિટી (ઉદાહરણ તરીકે, iTunesમાં તમારી ટ્રાંઝેક્શનની લાંબી હિસ્ટરી છે કે નહિ) સાથે જોડાયેલી સામાન્ય માહિતી
  • તમારા ડિવાઇસની માહિતી (ઉદાહરણ તરીકે, ડિવાઇસ આઇડેંટિફાયર, ફોન નંબર, IP અડ્રેસ અને તમારા ડિવાઇસનું નામ અને મૉડેલ)
  • અકાઉંટ અથવા જેમાં પેમેંટ કાર્ડ ઉમેરવામાં આવ્યું તે ડિવાઇસની હિસ્ટરી
  • તમે Apple Payમાં ઉમેરેલા અથવા ઉમેરવાનો પ્રયાસ કરેલા પેમેંટ કાર્ડ્સમાંથી ઍગ્રીગેટ કરેલ આંકડા

ટેક્સને લગતા અનુપાલનના હેતુસર Goldman Sachs દ્વારા તમારો સોશિઅલ સિક્યુરિટી નંબર અને ટેક્સની સ્થિતિને લગતી માહિતી પણ પૂછવામાં આવશે; Apple આ માહિતી વાંચતું નથી અથવા સ્ટોર કરતું નથી.

જો તમે લોકેશન સેવાને સક્ષમ કરી છે તો તમારું સેવિંગ અકાઉંટ ખોલવા અથવા અપડેટ કરવા અથવા પહેલીવાર ડિવાઇસ પર Savings ખોલતી વખતે તમારા અંદાજિત લોકેશન વિષેની માહિતીનો ઉપયોગ Apple અને Goldman Sachs દ્વારા છેતરપિંડી રોકવા માટે કરવામાં આવે છે. જેમ તમે તમારા Apple Pay પર કોઈ ચુકવણી પદ્ધતિ ઉમેરો છો અથવા જ્યારે તમે Apple Card માટે અરજી કરો છો અથવા તેને પ્રાપ્ત કરો છો ત્યારે તમારા ડિવાઇસ વિષેની માહિતી જેમ કે અમુક ડિવાઇસ સેટિંગ્સ સક્ષમ છે કે નહિ અને ડિવાઇસના ઉપયોગની પૅટર્ન સંબંધિત માહિતી (ઉદાહરણ તરીકે ડિવાઇસ કેટલા સમયથી મોશનમાં છે તેની ટકાવારી અથવા લગભગ દર અઠવાડિયે આવતા કૉલની સંખ્યા)ને છેતરપિંડી રોકવા માટે Appleને મોકલવામાં આવે છે. Apple છેતરપિંડી રોકવા માટે તમારા સેવિંગ્સ અકાઉંટના ફોન નંબર અંગે નેટવર્ક પ્રોવાઇડર પાસેથી પણ માહિતી પ્રાપ્ત કરી શકે છો. તમારા ડિવાઇસનો ઍક્સેસ અને તેના લોકેશનના ઉપયોગને કેવી રીતે કંટ્રોલ કરવો તે જાણવા માટે www.apple.com/legal/privacy/data/en/location-services પર લોકેશન સેવા અને પ્રાઇવસિ જુઓ.

જ્યારે તમે તમારું સેવિંગ અકાઉંટ સેટ અપ કરો ત્યારે Goldman Sachs તમારું સેવિંગ અકાઉંટ અને રાઉટીંગ નંબર Appleને મોકલે છે જેથી તે તમને તમારા ડિવાઇસમાં Savingsમાં ઉપલબ્ધ કરાવે. Apple આ માહિતી સ્ટોર કરતું નથી.

તમારા સેવિંગ અકાઉંટનો ઉપયોગ કરવો

તમે તમારા સેવિંગ અકાઉંટ નંબર, રૂટીંગ નંબર અને ટ્રાંઝેક્શન હિસ્ટરી સમય જતાં તમારા અકાઉંટ બૅલેંસમાં ફેરફાર જોવા તમારી અકાઉંટ માહિતી અપડેટ કરવા અને Savingsમાંથી ફંડ ટ્રાંસફર કરવા બેંક અકાઉંટને લિંક કરવા સહિત તમારા ડિવાઇસ પર તમારું સેવિંગ અકાઉંટ જોઈ અને મૅનેજ કરી શકો છો.

Goldman Sachs અને Apple Payments Inc. સમસ્યા નિવારણ, છેતરપિંડી રોકવા અને નાણાકીય નિયમનોનું પાલન કરવા માટે ટ્રાંઝેક્શન પૂર્ણ થયા પછી તમારા Savings ટ્રાંઝેક્શન ડેટાને સ્ટોર કરશે અને તેનો ઉપયોગ કરશે. તમારી પ્રાઇવસિની સુરક્ષા માટે Apple દ્વારા પોતાની જ માલિકીની પેટા-કંપની અને લાઇસંસ ધરાવતા મની ટ્રાંસમીટર Apple Payments Inc. દ્વારા બનાવવામાં આવી છે. તે તમારા વ્યક્તિગત ડેટાને અન્ય Apple વિભાગોથી સ્વતંત્ર રીતે સંગ્રહિત કરે છે અને પ્રક્રિયા કરે છે અને એવી રીતે કે જે અન્ય Appleના વિભાગોને ખબર ન હોય. Savings સંબંધિત તમારા ઉપયોગ સાથે જોડાયેલ Apple Payments Inc. સાથે સ્ટોર કરેલ તમારા વ્યક્તિગત ડેટાનો ઉપયોગ માત્ર તમારા દ્વારા વિનંતી કરાયેલ સેવાઓ પ્રદાન કરવા જેમ કે સમસ્યા નિવારણ, નિયમનકારી હેતુઓ અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવે છે.

Apple વ્યક્તિગત સેવિંગ્સ ટ્રાંઝેક્શનની માહિતી તમારા iCloud અકાઉંટમાં મોકલે છે અને સ્ટોર પણ કરે છે અને તમારા તમામ ડિવાઇસ પર તમારી ટ્રાંઝેક્શન હિસ્ટરીને અપ-ટૂ-ડેટ રાખે છે. તમારા ટ્રાંઝેક્શન ઍન્ડ-ટૂ-ઍન્ડ એંક્રિપ્શનનો ઉપયોગ કરીને iCloudમાં સ્ટોર કરવામાં આવે છે, જેથી કરીને ઉચ્ચ સ્તરની ડેટા સિક્યુરિટી પૂરી પાડી શકાય. તમારો ડેટા તમારા ડિવાઇસ માટે વિશિષ્ટ હોય તેવી માહિતીમાંથી મેળવેલી કી વડે સુરક્ષિત કરવામાં આવ્યો છે જે તમારા ડિવાઇસના પાસકોડ સાથે જોડાયેલો છે, જેને ફક્ત તમે જ જાણો છો.

તમે Savings સાથે બૅન્ક અકાઉંટને લિંક કરો અથવા લિંક કરેલા અકાઉંટમાંથી અથવા તે અકાઉંટમાં ટ્રાંસફર કરો તો Apple તે બૅન્ક અકાઉંટને સંબંધિત બૅન્કનું નામ અને અકાઉંટ ID જેવી માહિતી પ્રાપ્ત કરી શકે છે અને તે માહિતીનો ઉપયોગ કરી શકે છે જેમાં Savings અને તમારા બૅન્ક અકાઉંટ વચ્ચે લિંક સેટ અપ કરી શકાય. છેતરપિંડી રોકવા માટે Apple દ્વારા તમારા સ્થાન સહિતની આ માહિતી Goldman Sachs અને Apple Payments Inc.ની સાથે શેર કરવામાં આવી શકે છે. તમને Goldman Sachs દ્વારા બે નાની રકમ મોકલીને અને તમારા Apple ડિવાઇસ પર તે રકમ ચકાસીને અથવા સપોર્ટનો સંપર્ક કરીને ઓનરશિપ વેરિફાઈ કરવાનું પણ કહેવામાં આવી શકે છે. Apple રકમથી જોડાયેલી માહિતી અને વેરિફિકેશન સફળ થયું કે નહિ તેને જોશે પણ સંગ્રહ કરશે નહિ. બૅન્ક અકાઉંટને Savings અથવા તમારા Apple Card અકાઉંટ સાથે લિંક કરવાથી તે તમારા Savings અને Apple Card અકાઉંટ બંનેમાં લિંક કરેલ બૅન્ક અકાઉંટ તરીકે દેખાશે; તમારા Savings અથવા Apple Card અકાઉંટમાંથી બૅન્ક અકાઉંટ ડિલીટ કરવાથી તે બંને ફીચરમાં લિંક કરેલ બૅન્ક અકાઉંટ તરીકે દેખાશે નહિ.

જ્યારે તમે Savingsમાં લાભાર્થીને ઉમેરશો, ત્યારે લાભાર્થીનું એંક્રિપ્ટ કરેલું પૂરું નામ, અડ્રેસ, ફોન નંબર, સંબંધ, જન્મ તારીખ અને સામાજિક સુરક્ષા નંબર Apple દ્વારા Goldman Sachsને મોકલવામાં આવશે. Apple લાભાર્થીને સફળતાપૂર્વક ઉમેરવામાં આવ્યા છે કે કેમ તે જોશે પણ તેને સંગ્રહિત નહિ કરે. જ્યારે તમે તમારા સક્રિય લાભાર્થીઓને જુઓ ત્યારે લાભાર્થીની વિગત Goldman Sachs દ્વારા Apple સર્વરના માધ્યમથી તમારા ડિવાઇસ પર પ્રદર્શિત કરવા માટે મોકલવામાં આવશે. Apple લાભાર્થીની માહિતી જુએ છે પરંતુ તેને સંગ્રહિત કરતું નથી.

Savings અને ફેમિલી શેરિંગ

સેવિંગ્સ અકાઉંટ ધારક તેમના સેવિંગ્સ અકાઉંટને iCloud ફેમિલી શેરિંગના માધ્યમથી શેર કરી શકતા નથી પરંતુ Apple Card કૉ-ઓનર પોતાના માટે અલગ સેવિંગ્સ અકાઉંટ બનાવી શકે છે. કોઈ કૉ-ઓનર તેમના Savings અથવા કૉ-ઓનરશિપવાળા Apple Card અકાઉંટ સાથે કોઈ બૅન્ક અકાઉંટને લિંક કરે તો તે માત્ર તે કૉ-ઓનરના વ્યક્તિગત Savings અકાઉંટ માટે લિંક કરેલા બૅન્ક અકાઉંટ તરીકે દેખાશે અને બંને કૉ-ઓનરને તેમના Apple Card અકાઉંટમાં દેખાશે. તમારા સેવિંગ્સ અથવા કૉ-ઓનરશિપવાળા Apple Card અકાઉંટ સાથે લિંક કરેલા બૅન્ક અકાઉંટને ડિલીટ કરવાથી લિંક કરેલ બૅન્ક અકાઉંટને તમારા કૉ-ઓનરના સેવિંગ્સ અકાઉંટમાંથી ડિલીટ કરવામાં આવશે નહિ.

Savings અને ઍનાલિટિક્સ

Savingsને બહેતર બનાવવા માટે, Apple દ્વારા વૉલેટ ઍપમાં સેવિંગ્સ અકાઉંટ બનાવવાની પ્રક્રિયા અને Savings ફીચરના ઉપયોગ વિશેની માહિતી કલેક્ટ કરવામાં આવે છે અને તે માહિતીને એવી રીતે સ્ટોર કરવામાં આવે છે કે જેનાથી તમે વ્યક્તિગત રીતે ઓળખાતા નથી. આ માહિતીમાં અકાઉંટ બનાવવાની પ્રક્રિયામાં લાગતો સમય અને કયા Savings ફીચરનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે તેની માહિતીનો સમાવેશ થાય છે જેમકે સૌથી તાજેતરના ટ્રાંઝેક્શનનું લિસ્ટ. Apple દ્વારા આ માહિતીનો ઉપયોગ અન્ય Apple પ્રૉડક્ટ અને સેવાઓને સુધારવા માટે, માર્કેટિંગ માટે, છેતરપિંડી અટકાવવા માટે અને સુરક્ષાના હેતુસર કરવામાં આવી શકે છે.

Savings અને સંચાર

Apple દ્વારા તમે સેવિંગ્સ અકાઉંટ માટે અરજી કરી છે કે કેમ અથવા અત્યારે તમારી પાસે સેવિંગ્સ અકાઉંટ છે કે કેમ જેવા તમારા સેવિંગ્સ અકાઉંટ સ્ટેટસનો ઉપયોગ માર્કેટિંગ મેસેજ સહિત કોઈ પણ મેસેજ તમારા માટે સુસંગત છે કે નહિ તે નિર્ધારિત કરવા માટે કરવામાં આવી શકે છે. તમારી સાથે જોડી ન શકાય તેવી અજ્ઞાત અને ઍગ્રીગેટ કરેલ માહિતીનો ઉપયોગ સેવિંગ્સ માર્કેટિંગ અને અન્ય મેસેજ માટે કરી શકે છે. માર્કેટિંગ ઇમેલમાં “અનસબ્સ્ક્રાઇબ કરો” લિંક પર ક્લિક કરીને અથવા વૉલેટ માટે સૂચનાઓ બંધ કરીને તમે માર્કેટિંગ મેસેજ ન મેળવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો.

Savings સપોર્ટ

જો તમને Savings વિષે કોઈ પ્રશ્ન હોય તો તમે વૉલેટ ઍપના માધ્યમથી મેસેજ શરૂ કરીને સપોર્ટનો સંપર્ક કરી શકો છો. તમારી વિનંતીને પ્રોસેસ કરવા માટે Apple વ્યક્તિગત ડેટા સહિતની તમારા દ્વારા શેર કરવામાં આવતી માહિતીનો ઉપયોગ કરશે. જો સર્વિસ માટે તમારી ઇંક્વાયરીને Goldman Sachsને મોકલવી જરૂરી હોય, તો Apple તમારા અને તમારી ઇંક્વાયરી અંગેની માહિતી Goldman Sachs સાથે શેર કરશે જેથી તેઓ વધુ સારી રીતે તમારી મદદ કરી શકે. Apple વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી નાણાકીય માહિતી જાળવી રાખશે નહિ, જેને તે સર્વિસ માટે Goldman Sachsને મોકલે છે. તમે તમારા પ્રશ્નો માટે 877-255-5923 પર સપોર્ટનો સીધો સંપર્ક કરી શકો છો.

તમારા Savings અકાઉંટને બંધ કરવું

જો તમે તમારું Savings અકાઉંટ બંધ કરો છો, તો તમારા Savings અકાઉંટ વિષેની માહિતી સેટિંગ્સ > વૉલેટ અને Apple Pay > બંધ કરેલા અકાઉંટમાં રહેશે, જ્યાં તમે તમારા સ્ટેટમેંટ અને ટૅક્સ ડૉક્યુમૅન્ટ જોઈ શકો છો.

તમારી માહિતી અપડેટ કરવી

તમે વૉલેટમાં તમારા Savings અકાઉંટની માહિતી અપડેટ કરી શકો છો. તમે Goldman Sachsનો સંપર્ક કરીને પણ તમારા Savings અકાઉંટની માહિતી અપડેટ કરી શકો છો. Goldman Sachs અપડેટ કરેલી Savings અકાઉંટની માહિતી Apple સાથે Savings સેવાઓ પૂરી પાડવાના હેતુસર Apple સાથે શેર કરી શકે છે.

વધુ માહિતી

Apple કાનૂની જરૂરિયાત અનુસાર અને છેતરપિંડી રોકવા માટે તમારી માહિતીનો તમારી માહિતીનો ઉપયોગ કરશે અને Goldman Sachs સાથે શેર કરી શકે છે. Apple અને Goldman Sachs અકાઉંટની માહિતીને શેર કરી શકે છે જેમાં તમારા સેવિંગ્સ અકાઉંટની ઉપલબ્ધતા સંબંધિત જરૂરી અપડેટ પ્રદાન કરી શકાય છે. તમે તમારું અકાઉંટ બંધ કરી દીધું હોય તો પણ Savings સંબંધીત માહિતીનો ઉપયોગ Apple દ્વારા એ સીમા સુધી કરી શકાય જ્યાં સુધી કાયદાનું અનુપાલન અથવા માન્ય કાનૂની પ્રક્રિયા માટે એમ કરવું જરૂરી હોય. Goldman Sachs તમારા વ્યક્તિગત ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખે છે તે વિષે વધુ જાણવા માટે, તમે https://www.goldmansachs.com/privacy-and-cookies/c-privacy-policy.html પર તેમની પ્રાઇવસિ પૉલિસી જોઈ શકો છો.

જ્યાં Apple આ નોટિસમાં વર્ણવ્યા મુજબના વ્યક્તિગત ડેટાના પ્રોસેસિંગ માટે ડેટા કંટ્રોલર તરીકે કામ કરે છે, ત્યાં આવી ઍક્ટિવિટી, જો આનાથી વિપરીત કહેવામાં ન આવ્યું હોય તો, Appleની સંપૂર્ણ માલિકીવાળી સહયોગી કંપની Apple Payments Services LLC દ્વારા પૂરી પાડવામાં આવે છે. Savingsનો ઉપયોગ કરીને તમે Apple તેમજ તેમના સહયોગી અને એજંટ દ્વારા ઉપર કરેલ વર્ણન અનુસાર તમારી માહિતીનું ટ્રાંસમિશન, કલેક્શન, મેનટેનંસ, પ્રોસેસિંગ અને ઉપયોગ કરવા માટે સહમત થાઓ છો અને અનુમતિ આપો છો.

Apple દ્વારા વ્યક્તિગત ડેટા માત્ર ત્યાં સુધી જ જાળવી રાખવામાં આવે છે જ્યાં સુધી આ નોટિસ અને Appleની પ્રાઇવસિ પૉલિસીમાં જણાવ્યા અનુસાર તેને કલેક્ટ કરવાના ઉદ્દેશોની પૂર્તિ માટે જરૂરી હોય અથવા કાનૂની રૂપે જરૂરી હોય. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા રિટેન કરવા માટે કાર્યવાહી કરીએ છીએ.

હંમેશા Apple દ્વારા કલેક્ટ કરવામાં આવેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લાવવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.

2025-12-12