સેંસર અને ઉપયોગ ડેટા અને પ્રાઇવસિ

તમે તે આરોગ્ય અને તંદુરસ્તી સંશોધન અભ્યાસ ઍપની સાથે સેંસર અને વપરાશ ડેટા શેર કરવાનું પસંદ કરી શકો છો જે ચોક્કસ શરતો પૂરી કરે છે. તમે તમારા દ્વારા એનરોલ કરવામાં આવેલા દરેક અભ્યાસ માટે તમારી માહિતીનું કલેક્શન અને ઉપયોગ મૅનેજ કરી શકો છો અને તમે કોઈ પણ અભ્યાસ સાથે કોઈ પણ સમયે ડેટા શેર કરવાનું રોકી શકો છો.
 

સેંસર અને ઉપયોગ ડેટા તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.


તમે સંશોધન અભ્યાસો સાથે તમારા iOS અને watchOS ડિવાઇસ પર રહેલા અથવા તેમની સાથે પેર થયેલા સેંસર સાથે તમારા એંગેજમેંટ અને ડિવાઇસ અને સોફ્ટવેર સાથે તમારા ઇંટરૅક્શન વિષે કેટલીક માહિતી શેર કરવાનું પસંદ કરી શકો છો. આ સેંસર અને ઉપયોગ ડેટામાં માહિતીના એવા સૉર્સ સામેલ હોઈ શકે છે જે અન્યથા આ ઍપ માટે અનુપલબ્ધ હોય છે.

તમારા દ્વારા માહિતીનું શેરિંગ અધિકૃત કરવામાં આવે પછી જ સેંસર અને ઉપયોગ ડેટા કોઈ અભ્યાસ સાથે શેર કરવામાં આવશે. આ માહિતી માત્ર તેવા શોધ અભ્યાસો માટે જ ઉપલબ્ધ હોય છે જેમાં એનરોલ કરવાનું તમે પસંદ કરો છો. Apple માટે જરૂરી છે કે સેંસર અને ઉપયોગ ડેટાના ઍક્સેસની વિનંતી કરતા પહેલા સંશોધન અભ્યાસ ઍપ અને અભ્યાસ દ્વારા કેટલીક જરૂરિયાતો પૂરી કરવામાં આવે. તેમાં સામેલ છે :

  • સંશોધન અભ્યાસ ઍપ મુખ્યત્વે આરોગ્ય અને વેલનેસ સંશોધન સંચાલિત કરવા માટે ડિઝાઇન કરાવું જોઇએ.
  • સંશોધન અભ્યાસની ઍપના ડેવલપરે ડેટાના કલેક્શન, ઉપયોગ અને શેરિંગ પર માત્ર તમે સંશોધન અભ્યાસ માટે કલેક્ટ અને ઍક્સેસ કરવામાં આવેલા ડેટા પૈકી અધિકૃત કરેલા સેંસર અને ઉપયોગ ડેટાનો જ ઉપયોગ કરવા સહિતના અમુક પ્રતિબંધો સાથે સંમત થવું પડશે.
  • દરેક અભ્યાસ સંશોધન એથિક્સ કમિટી દ્વારા રિવ્યૂ થયેલો હોવો જોઈએ.

ડેટાનો પ્રકાર

સેંસર ડેટાને લાઇટ સેંસર, એક્સેલરોમિટર, ગાયરોસ્કોપ જેવા iOS અને watchOS સેંસરમાંથી અથવા તમારા દ્વારા સંશોધન અભ્યાસના ભાગ રૂપે ઉપયોગમાં લેવામાં આવતા અન્ય ડિવાઇસમાંથી મેળવવામાં આવ્યા છે. આમાં iOS, watchOS અથવા અન્ય પેર કરેલા સેંસરના મેટ્રિક્સ અને અનુમાન સામેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, તમારા ચહેરાની સ્થિતિ અને હાવભાવ (પાંપણ ઉઠવી અથવા હોઠ દબાવવા) અથવા તમારી વૉઇસની ખાસિયતો (જેમ કે વૉલ્યૂમ, ટેનર, પિચ અને કેડેંસ)નું ચોક્સાઈપૂર્વકનું માપ. આ માહિતીમાં રૉ ઑડિઓ ડેટા અથવા ફોટોનો સમાવેશ થતો નથી.

ઉપયોગ ડેટાએ તમે તમારા iOS અને watchOS ડિવાઇસ અને સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરો છો અને તેની સાથે ઇંટરૅક્ટ કરો છો તેની માહિતી છે. ઉદાહરણ તરીકે, તેમાં કીબોર્ડ ઉપયોગ, તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજની સંખ્યા, તમે કરેલા અને પ્રાપ્ત થયેલા કૉલની સંખ્યા, તમે વાપરેલી ઍપની શ્રેણીઓ, તમે વિઝીટ કરેલી વેબસાઇટની શ્રેણીઓ, અમુક સેંસર અને ઉપયોગ ઇવેંટ ક્યારે રેકોર્ડ કરવામાં આવે છે અને તમે તમારી Apple Watch ક્યારે પહેરો છો જેવી માહિતી સામેલ હોઈ શકે છે. સંશોધકો ડેટાની શ્રેણીઓમાં સામાન્ય ઓળખકર્તાઓના આધારે અભ્યાસ માટે સેંસર ડેટાની વિવિધ શ્રેણીઓને સંબંધિત કરી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે.

ચોક્કસ સેંસર અને વપરાશ ડેટા માટે, સંશોધન અભ્યાસ ઍપને પ્રદાન કરવામાં આવેલી માહિતી અન્ય ઍપને પ્રદાન કરવામાં આવેલ ડેટા કરતાં વધુ વિગતવાર અથવા ઉચ્ચ રિઝોલ્યૂશનની હોઈ શકે છે. સંશોધન અભ્યાસ ઍપ એકત્રિત સંશોધન અભ્યાસ ડેટા એક્સપોર્ટ કરવા માટે બૅકગ્રાઉંડમાં ચલાવવાની ક્ષમતા ધરાવી શકે છે.

ડેટાને શેર અને સ્ટોર કરવો

સેંસર અને ઉપયોગ ડેટા ગતિ, સ્પીચ, પેડોમીટર અને મેસેજ જેવી શ્રેણીમાં વિભાજિત કરવામાં આવે છે અને તમે જેની સાથે કનેક્ટ કરો છો તે દરેક સંશોધન અભ્યાસ સાથે કઈ શ્રેણીઓ શેર કરવામાં આવે છે તે તમે નિયંત્રિત કરી શકો છો. નોંધણી દરમિયાન, સેંસર અને ઉપયોગ ડેટાની ઍક્સેસની વિનંતી કરતી સંશોધન અભ્યાસ ઍપ તમને દરેક શ્રેણીના આધારે પૂછશે કે શું તમે ડેટા શેર કરવા ઇચ્છો છો. તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > સંશોધન સેંસર અને ઉપયોગ ડેટા પર જઈને કોઈ પણ સમયે તે ઍપ અને અભ્યાસને જોઈ શકો છો જેની સાથે તમે સેંસર અને ઉપયોગ ડેટાને શેર કરો છો સાથે જ તમે શેર કરેલા ડેટાની શ્રેણી પણ જોઈ શકો છો.

તમારી સંમતિથી સંશોધન અભ્યાસના ભાગ રૂપે watchOS અથવા iOS ડિવાઇસ પર સેંસર અને ઉપયોગ ડેટાને એકત્રિત કરવામાં આવે છે. કોઈ પણ માન્ય અભ્યાસ સાથે શેર કરવામાં આવે તે પહેલાં તમારા iOS ડિવાઇસ પર લગભગ એક દિવસ (અથવા ચોક્કસ ડેટા માટે સાત દિવસ સુધી) ડેટા સ્ટોર કરવામાં આવે છે. આ અવધિ દરમિયાન તમે ડેટાને ડિલીટ કરી શકો છો અને તેને કોઈ અભ્યાસ સાથે શેર કરવામાં આવશે નહિ. આ સેંસર અને ઉપયોગ ડેટાને તમારા iOS ડિવાઇસ પર કુલ સાત દિવસ માટે જાળવી રાખવામાં આવે છે. સાત દિવસ પછી તેને તમારા iOS ડિવાઇસમાંથી ઑટોમૅટિક રીતે અને સ્થાયી રૂપે ડિલીટ કરવામાં આવશે અને તમે પછીથી અનુમતિ આપી હોય તેવા કોઈ અભ્યાસ સાથે શેર કરવામાં આવશે નહિ.

તમે સેટિંગ્સ > પ્રાઇવસિ અને સુરક્ષા > સંશોધન સેંસર અને ઉપયોગ ડેટા પર જઈને કોઈ પણ સમયે સેંસર અને ઉપયોગ ડેટાને શેર કરવાનું બંધ કરી શકો છો. જો તમે સંશોધન અભ્યાસ માટે સેંસર અને ઉપયોગ ડેટા શેર કરવાનું બંધ કરો છો તો ભવિષ્યનો કોઈ પણ ડેટા અભ્યાસ સાથે શેર કરવામાં આવશે નહિ; જોકે અભ્યાસ સાથે તમે પહેલાં શેર કરેલા ડેટાને તેઓ ઍક્સેસ કરી શકશે. તમે પહેલેથી શેર કરેલ સેંસર અને ઉપયોગ ડેટાની પ્રક્રિયાને ડિલીટ અથવા અનડૂ કરી શકતા નથી. જો તમે સંશોધન અભ્યાસ સાથે ડેટા શેર કરવાનું બંધ કરો છો અથવા સંશોધન અભ્યાસ ઍપને ડિલીટ કરો છો, તો શક્ય છે કે તમને અભ્યાસમાંથી પરત ખેંચવામાં ન પણ આવે. જો તમે અભ્યાસમાંથી બહાર નીકળવા માંગતા હો, તો તમારે તે અભ્યાસની સંમતિમાં આપેલા નિર્દેશોનું પાલન કરવું જોઈએ.

2025-12-12