શૉર્ટકટ શેરિંગ અને પ્રાઇવસિ
શૉર્ટકટ ઍપ તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે અને તમે શું શેર કરો છો તે તમને પસંદ કરવા દેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
ગૅલરી બહારથી તમને પ્રાપ્ત થતા શૉર્ટકટ તમારા દ્વારા રિવ્યૂ થવા જોઈએ
વેબ પરથી ડાઉનલોડ કરવામાં આવેલા અથવા અન્ય લોકો દ્વારા તમારી સાથે શેર કરવામાં આવેલા શૉર્ટકટનો રિવ્યૂ Apple દ્વારા કદાચ ન કરવામાં આવે અને તે શૉર્ટકટના કૉન્ટેંટ અને ફંક્શનાલિટિ પર Appleનું કોઈ નિયંત્રણ નથી અને કોઈ જવાબદારી નથી. તમારે વેબ પરથી ડાઉનલોડ કરવામાં આવેલા અથવા તમારી સાથે શેર કરવામાં આવેલા તમામ શૉર્ટકટનો અતિરક્ત સાવધાનીપુર્વક રિવ્યૂ કરીને તમારી અપેક્ષા મુજબ કામ કરે છે કે નહિ તેની પુષ્ટિ કરવી જોઈએ.
તમે કંટ્રોલ કરો છો કે કયા શૉર્ટકટ તમારા પર્સનલ ડેટાને ઍક્સેસ કરે છે જેમકે તમારું લોકેશન (ચોક્કસ અથવા અંદાજિત), સંપર્ક, આરોગ્ય ડેટા, ચુકવણી માહિતી અથવા તમારા ડૉક્યુમૅન્ટનું કૉન્ટેંટ. શૉર્ટકટ દ્વારા જે ડેટાનો ઍક્સેસ કરી શકાય છે તેને તમે તે શૉર્ટકટના વિગતો સેક્શનમાં રિવ્યૂ અને કંટ્રોલ કરી શકો છો.
તમારા દ્વારા શેર કરવામાં આવતા શૉર્ટકટ Appleને મોકલવામાં આવશે
જો તમે શૉર્ટકટ બનાવો અને શૉર્ટકટ શેર કરો તો તમારા નિર્દેશ પર શેરિંગને સક્ષમ કરવા માટે તમારો શેર કરેલો શૉર્ટકટ તેમાં એંબેડ કરેલા કૉન્ટેંટ સહિત Appleને મોકલવામાં આવશે. શૉર્ટકટ અને તેનું કૉન્ટેંટ શેર કરેલી વેબ લિંકનો ઍક્સેસ ધરાવતા કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ રહેશે, તેઓ તમે શેર કરેલા શૉર્ટકટ અને તેમાં એંબેડ કરેલા તમામ કૉન્ટેંટને કૉપિ, સેવ, ફેરબદલ અને ફરી વિતરીત કરી શકે છે. તમારે એવા શૉર્ટકટ બનાવવા અને શેર ન કરવા જોઈએ કે જેમાં તમારી પાસે જરૂરી અધિકારો ન હોય તેવા કૉન્ટેંટ અથવા અન્ય કોઈના અધિકારો અથવા કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેવા શૉર્ટકટ હોય. Apple તમારા દ્વારા શેર કરવામાં આવેલા કોઈ પણ શૉર્ટકટના રિવ્યૂથી બંધાયેલું નથી, Apple તમે શેર કરો છો તે કોઈ પણ શૉર્ટકટને રિવ્યૂ, અક્ષમ કરી શકે કે કાઢી શકે છે.
Apple શેર કરેલા શૉર્ટકટની સંખ્યા જેવી શેર કરેલા શૉર્ટકટની ઍગ્રીગેટ કરેલી માહિતી પણ એવી રીતે કલેક્ટ કરે છે કે જેનાથી શૉર્ટકટને બહેતર કરવામાં તમારી વ્યક્તિગત ઓળખ છતી ન થાય.
તમારી પાસે શૉર્ટકટ ઍપ સેટિંગ્સમાં શૉર્ટકટ શેરિંગને સક્ષમ કરવાનો વિકલ્પ છે.
શૉર્ટકટ iCloudનો ઉપયોગ કરીને તમારા ડિવાઇસમાં સિંક થાય છે. તમે શૉર્ટકટ સિંક કરવા ન ઇચ્છતાં હો તો તમે તમારા iOS, iPadOS અથવા visionOS ડિવાઇસ પર સેટિંગ્સ > [તમારું નામ] > iCloud > iCloudમાં સેવ કરેલ > તમામ જુઓ પર જઈને અને શૉર્ટકટ બંધ કરવા માટે ટૅપ કરીને અથવા સેટિંગ્સ > ઍપ્સ > શૉર્ટકટ પર જઈને અને iCloud સિંક બંધ કરવા માટે ટૅપ કરીને આ ફીચરને અક્ષમ કરી શકો છો. Mac પર સિસ્ટમ સેટિંગ્સ > [તમારું નામ] > iCloud > iCloud પર સેવ કરેલ > તમામ જુઓ પર જાઓ અને પછી શૉર્ટકટનું સિલેક્શન હટાવો અથવા શૉર્ટકટ ઍપમાં સેટિંગ્સમાં જાઓ અને iCloud સિંકનું સિલેક્શન હટાવો.
Apple વ્યક્તિગત ડેટાને માત્ર ત્યારે જ જાળવી રાખે છે જ્યાં સુધી તે જે હેતુઓ માટે એકત્રિત કરવામાં આવ્યો હતો તેને પરિપૂર્ણ કરવા માટે અને તે Appleની પ્રાઇવસિ પૉલિસી અનુસાર અથવા કાયદા દ્વારા આવશ્યકતા મુજબ કરવામાં આવે છે. રિટેંશન અવધિનું મૂલ્યાંકન કરવા દરમિયાન અમે સૌ પ્રથમ કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ કે શું કલેક્ટ કરવામાં આવેલો વ્યક્તિગત ડેટા જાળવી રાખવો જરૂરી છે અને જો રિટેંશન જરૂરી હોય તો કાયદાકીય રીતે માન્ય સૌથી ઓછી અવધિ માટે વ્યક્તિગત ડેટા રિટેન કરવા માટે કાર્યવાહી કરીએ છીએ.
હંમેશાં Apple દ્વારા એકત્રિત કરેલી માહિતીને Apple પ્રાઇવસિ પૉલિસી અનુસાર વ્યવહારમાં લેવામાં આવશે જેને www.apple.com/in/privacy પર જોઈ શકાય છે.
2025-12-12